Sharad Trivedi

Fantasy

4.5  

Sharad Trivedi

Fantasy

સંવેદનશીલ રૉબોર્ટસ્

સંવેદનશીલ રૉબોર્ટસ્

2 mins
368


હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને એની આંખો ભરાઈ ગઈ, કેમ ન ભરાય એની હૉસ્પિટલમાં એવી ઘટના બની હતી. રુચિ એક સંવેદનશીલ ડૉકટર હતી, એણે એની હૉસ્પિટલનું નામ રાખ્યું હતું 'સંવેદના હૉસ્પિટલ' એટલે કમાવાના આશયથી નહીં પણ સેવાના આશયથી ડૉકટર બનેલી. એની સેવાની સુવાસ ચારે તરફ એટલી ફેલાયેલી હતી કે દર્દીઓથી એનું દવાખાનું ઉભરાતું. સેવાનો ભેખ ધરીને બેઠેલી રુચિને ત્યાં બીજા ડૉકટર તો શેના રહે ? સંવેદના હૉસ્પિટલનું નામ પડતાં જ દર્દી તો રાહત અનુભવતો પણ ડૉકટર એમ માનતા કે એમના ધંધાને ડૉ. રુચિ નુકસાન પહોંચાડે છે. લોકોની મફત કે ઓછા પૈસામાં સારવાર કરી બીજા ડૉકટરના દવાખાના બંધ કરાવશે એવું એમના મનમાં ઠસી ગયેલું. ડૉકટર એસોસિએશને ડૉ. રુચિનો બહિષ્કાર કર્યો. એમની હૉસ્પિટલમાં કામ કરતાં બધા જ ડૉકટરને ડૉ. રુચિની હૉસ્પિટલ છોડી દેવા જણાવ્યું. ડૉ રુચિ એકલી પડી ગઈ. દર્દીઓ વધારે અને ડૉકટર એક. રુચિ હાર માને એમાંની ન હતી. એણે ડૉકટર રૉબોર્ટ્સ મંગાવ્યા.

ડૉકટર રૉબોર્ટસ્ દ્વારા હૉસ્પિટલનું મોટાભાગનું કામ પહેલાની જેમ જ થવા લાગ્યું. એકાદ માસમાં તો રૉબોટ ડૉ. રુચિની કાર્યશૈલીથી વાકેફ થઈ ગયાં. રૉબૉટ આમ તો આર્ટીફિશિયલ ઈન્ટલિજન્સથી કામ કરતાં મશીન જ હતાં પણ આજે કંઈ ચમત્કાર થયો.

સવારમાં કામ શરુ કરતાં પહેલાં તમામ રૉબોટ હૉસ્પિટલમાં લગાવેલી ડૉકટર રુચિની તસ્વીર પાસે ગયાં અને એમને સેલ્યુટ કર્યું અને વધુ ખંતપૂર્વક દર્દીઓની સેવા કરવાની શપથ લીધી. હૉસ્પિટલની નર્સ મીસ નિર્મલાએ આ રૉબોટના આશ્ચર્યજનક વર્તન અંગે પદ્મશ્રી એવૉર્ડ લેવા માટે દિલ્હી ગયેલ ડૉ. રુચિને મૉબાઈલ પર મેસેજ આપ્યાં અને રૉબોટ ડૉકટર્સની ડૉ. રુચિ પ્રત્યે આદર દર્શાવતો 'સેલ્યુટ વિડીયો' શેર કર્યો. ડૉ. રુચિની આંખો આ જોઈ-સાંભળી ભરાઈ આવી. એના મનમાં મીસ નિર્મલાના શબ્દો પડધાતાં હતાં 'મેડમ,મનુષ્ય કરતાં આ રૉબોર્ટસ્ વધુ સંવેદનશીલ નીકળ્યાં !'


Rate this content
Log in

Similar gujarati story from Fantasy