STORYMIRROR

Dr Sharad Trivedi

Tragedy

3  

Dr Sharad Trivedi

Tragedy

મધર્સ ડે

મધર્સ ડે

1 min
203

ઘરડાઘરમાં રહેતાં નંદુબાને છાપું બતાવતાં ઘરડાંઘરના મેનેજરે કહ્યું "બા,આજે તમારા દીકરા નંદકિશોરનો 'મધર્સ ડે' પર એક સરસ સંવેદનાસભર લેખ છાપાંમાં છપાયો છે."

અભણ નંદુબાએ હરખધેલાં થઈ કહ્યું 'એમ,મારો નંદુ તો ભણવામાં પહેલેથી જ હોંશિયાર હતો. મારે તો કાળા અક્ષર ભેંસ બરાબર છે, નહી તો હું ય એનો લેખ વાંચત !'

મેનેજર મનમાં બબડ્યો 'આમ તો જેણે આ લેખ લખ્યો છે એ નંદકિશોર માટે પણ કાળા અક્ષર ભેંસ બરાબર જ છે ને ! નહીં તો નંદુબા અહીં ન હોત !'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy