મધર્સ ડે
મધર્સ ડે


ઘરડાઘરમાં રહેતાં નંદુબાને છાપું બતાવતાં ઘરડાંઘરના મેનેજરે કહ્યું "બા,આજે તમારા દીકરા નંદકિશોરનો 'મધર્સ ડે' પર એક સરસ સંવેદનાસભર લેખ છાપાંમાં છપાયો છે."
અભણ નંદુબાએ હરખધેલાં થઈ કહ્યું 'એમ,મારો નંદુ તો ભણવામાં પહેલેથી જ હોંશિયાર હતો. મારે તો કાળા અક્ષર ભેંસ બરાબર છે નહી તો હું ય એનો લેખ વાંચત'
મેનેજર મનમાં બબડ્યો 'આમ તો જેણે આ લેખ લખ્યો છે એ નંદકિશોર માટે પણ કાળા અક્ષર ભેંસ બરાબર જ છે ને ! નહીં તો નંદુબા અહીં ન હોત'