Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Rahul Makwana

Tragedy Crime Thriller

4  

Rahul Makwana

Tragedy Crime Thriller

ફાર્મહાઉસ

ફાર્મહાઉસ

12 mins
719



સમય : રાત્રિનાં 11 કલાક

સ્થળ : ગામથી થોડે દૂર આવેલ હાઇવે


 રાત્રિનો સમય છે. અમાસની રાત હોવાને લીધે એકદમ વધારે અંધકાર હતો. હાઇવે પર વાહનોની અવર-જવર પણ ઘણી ઓછી થઈ ગઈ હતી. આ જ હાઇવે પર નજીકના ગામમાં રહેતા રવજીભાઈની હોટલ આવેલ હતી. જે 24 કલાક ખુલી જ રહેતી હતી. પરંતુ આજે ત્યાં હોટલમાં દરરોજ કરતાં ઓછો ગ્રાહકો જોવા મળી રહ્યાં હતાં.


  આ હાઈવેની બંને બાજુએ કોઈપણ પ્રકારની લાઈટો હતી જ નહિ. જ્યારે વાહનો આવતા. ત્યારે થોડો- ઘણો પ્રકાશ રેલાતો હતો.


  અચાનક આ અંધારાને ચીરતી- ચીરતી એક 22 વર્ષની યુવતી વિશ્વા હાઈવેની સાથે જોડાયેલ કાચી સડક પરથી આ હાઇવે પર ચડી. તેને જોતા એવું લાગી રહ્યું હતું કે તે કોઈ મહામુસીબત માંથી માંડ-માંડ બચીને બહાર આવી હોય. તેના કપડાં પણ ફાટેલા હતાં. જે જોતા એવું લાગતું હતું કે કોઈ હેવાને પોતાની વાસના પૂરી કરવા માટે વિશ્વાનો શિકાર કર્યો હોય. તેના હાથ - પગ અને ચહેરા પર ઉઝરડા પડેલા હતાં જેનાં પરથી વિશ્વા કેટલી વેદના અને પીડા માંથી પસાર થઈ હશે તેનું અનુમાન લગાવી શકાતું હતું. જાણે વિશ્વાએ જોયેલા હજારો સપના એક જ ક્ષણમાં તૂટી ગયાં હોય તેવું લાગી રહ્યું હતું. અને સ્વાભાવિક પણ છે કે જે યુવતીની ઉમર 22 વર્ષની આસપાસ હોય તેણે ઘણાં જ સપનાઓ જોયેલા હોય.


  વિશ્વા માંડ- માંડ કરીને હાઇવે પર આવેલ રવજીભાઈની હોટલ સુધી પહોંચી. પોતાની સાથે બનેલા બનાવથી વિશ્વાને મનમાં એટલો આઘાત લાગેલ હતો કે તે કોઈની સામે જોવાનું તો ઠીક પણ બોલી શકે તેવી પણ હાલત હતી નહિ.


  વિશ્વાને આ હાલતમાં જોઈ રવજીભાઈ તેના હોટલનાં માણસો સાથે વિશ્વાને મદદ કરવા માટે દોડ મૂકી. ત્યાર બાદ રવજીભાઈએ વિશ્વાને પોતાનું શરીર ઢાંકવા માટે ચાદર આપી. અને પીવા માટે ચા અને છાપાના કાગળમાં ગરમા- ગરમ ભજીયા આપ્યા. પરંતુ વિશ્વા એકપણ શબ્દ બોલી નહીં. વિશ્વાની આ હાલત જોઈને રવજીભાઇને વિશ્વા સાથે શું બન્યું હશે..તેનું અનુમાન તો લગાવી જ લીધું હતું.


  પંદર - વીસ મિનિટ બાદ વિશ્વાએ રવજીભાઈનાં માન ખાતર ઈચ્છા ન હોવા છતાં પણ એક ભજીયું ઉઠાવીને ખાવા લાગી. અચાનક વિશ્વાની નજર ભજીયા જે છાપાનાં કાગળમાં રાખેલાં હતાં તેના પર પડી આ જોઈ વિશ્વા વધારે ગભરાઈને એક જોરથી બુમ પાડી. અને ડરને લીધે ધ્રુજવા લાગી. જાણે એક કબૂતર ફરફડીયા મારતું હોય તેમ વિશ્વા ડર અને ગભરાહટને લીધે ધ્રુજી રહી હતી.


***


આ બનાવના એક મહિના પહેલાં.

સમય - સાંજના 7 કલાકની આસપાસ


  સંધ્યા કોલેજેથી પરત ફરી રહી હતી. જેવી પોતે સીટી બસમાંથી ઉતરી. તો તેની આંખો નવાઈ સાથે પહોળી થઇ ગઇ કારણ કે તેની સામે પોતાનો કઝીન ભાઈ રોહિત પોતાની કાર લઈને આવી રહ્યો હતો. સંધ્યાએ રોહિતની સામે હાથ ઊંચો કરીને બુમ પાડી. રોહિત પણ આ જ તકની રાહ જોતો હોય તેમ પોતાની ગાડી ઉભી રાખી..અને પોતાની કારની બહાર આવ્યો.

“શું વાત છે રોહિત….? આમ અચાનક સરપ્રાઇઝ આપી…?”

“કંઈ ખાસ નહી. આતો ઓફિસમાં રજા હતી એટલે થયું કે તમારા ઘરે આંટો મારું..”

“હા ! તો ચાલ. ઘરે મારા મમ્મી અને પપ્પાને મળવા.”

“હું ! ખરેખર તારા ઘરે જ ગયો હતો. ત્યાં લોક મારેલ હતું. આથી મેં કાકાને કોલ કર્યો તો તેમણે મને કહ્યું કે રોહિત અમે બધા પરિવાર સાથે ગામની બહાર આવેલ હોટલમાં જમવા માટે આવ્યાં છીએ. તું પણ સીધો અહીં જ આવી જા…” - રોહિત થોડુંક અચકાતા-અચકાતા વિચારીને બોલ્યો.

“હા ! તો ચાલ ...રાહ કોની જોઈ રહ્યો છે..?”

“હા ! ચાલ કારમાં બેસી જા. આપણે સાથે જ જઈએ.”

  આટલું બોલી સંધ્યા રોહિતની કારમાં બેસી ગઈ. પરંતુ સંધ્યાને પોતાની સાથે જે બનવાનું હતું તેના વિશે સંધ્યાએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય.


  ધીમે - ધીમે રોહિત કાર ચલાવવા લાગ્યો. અને કાર ગામની બહાર આવી ગઈ. લગભગ એકાદ કલાક સુધી કાર ચાલી હશે એવામાં સંધ્યાએ પૂછ્યું 

“રોહિત ! હજુ કેટલી વાર છે ?”

“બસ ! પાંચ - દસ મિનિટ”

“તને હોટલનું સરનામું તો બરાબર યાદ છે ને?”

“હા ! મને હોટલનું સરનામું પાક્કું યાદ છે.” - રોહિતે સંધ્યાના ખભે હાથ મુકતા કહ્યું. સંધ્યાએ પણ આ બાબતને એટલું સિરિયસલી લીધું નહી….અને સ્વભાવિક પણ છે કે બહેન અને ભાઈ વચ્ચે આવો વ્યવહાર હોય શકે. પણ સંધ્યાની પોતાનાં જીવનની આ સૌથી મોટામાં મોટી ભૂલ હશે. કારણ કે સંધ્યાએ રોહિતની અંદરથી બહાર આવી રહેલા શેતાનને ઓળખવામાં થાપ ખાઇ બેઠી હતી.”


 સંધ્યાએ 22 વર્ષની એકદમ યુવાન અને સુંદર છોકરી હતી. અને તેનું શરીર એટલું સુડોળ હતું કે તેના શરીર પરથી નજર હટાવવાનું જ મન ના થાય. જાણે વસંતઋતુમાં એક પુષ્પ ખીલી ઉઠ્યું હોય એવી શોભાયમાન સંધ્યાનું જોબન હતું. તેના વાળ જાણે એને જોઈને તેની જુલ્ફોમાં ખોવાઈ જાવાનું મન થાય. ગુલાબની પાંખડી જેવા એના હોઠ જાણે તેના ચહેરાની રોનકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. તેના ભરાવદાર ગાલ તેની સુંદરતામાં સૂર પુરાવતા હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે સંધ્યા હસે ત્યારે તેના ગાલના બંને ભાગે પડતાં ખાડા સૌ કોઈનું મન મોહી લે તેવા હતાં.


  આ બધું જોઈને રોહિતની અંદર છુપાયેલો હવસનો સેતાન ધીમે-ધીમે હવે બહાર આવી રહ્યો હતો. જેની સંધ્યાને ભણક પણ ન હતી. વાતો વાતોમાં રોહિતે બદ ઈરાદાપૂર્વક સંધ્યાને ઘણીવાર સ્પર્શ કર્યો. પરંતુ એ નાદાન સંધ્યા તો હજુ પણ રોહિતને ભાઈ માની રહી હતી.


  ધીમે - ધીમે કાર ગામથી ઘણી દૂર આવી ગઈ. આથી સંધ્યાએ પૂછ્યું 

“રોહિત ! હવે કેટલી વાર…?”

“બસ ! પહોંચી જ ગયાં સમજ.” - આટલું બોલી રોહિત પોતાની કાર હાઈવેની નજીક જ આવેલા કાચા રસ્તા પર વાળી. થોડીક વારમાં એક ફાર્મ હાઉસ આવ્યું. અને રોહિતે કાર ફાર્મ હાઉસની અંદર પાર્ક કરી. કારમાં ઉતરતાની સાથે સંધ્યા એકદમ ખુશ થતાં બોલી.

“વાવ ! પપ્પાએ ડિનર માટે સરસ એવુ ફાર્મ હાઉસ પસંદ કરેલ છે. મને તો એમ કે પપ્પા શહેરની કોઈ નાની એવી હોટલમાં જમવા લઇ જાશે.”

“હા ! સંધ્યા તારા માટે તારા પપ્પાએ ખાસ પાર્ટી ગોઠવી છે.”

  સંધ્યા એકદમ ઉત્સાહ અને ઉમંગ સાથે રોહિત આવે એ પહેલાં જ ફાર્મ હાઉસ તરફ ચાલવા લાગી. કારણ કે પોતે પોતાના પપ્પાના બંને હાથ પકડીને થેન્ક યુ કહી શકે….પરંતુ એ સંધ્યાના નસીબમાં કદાચ નહીં લખ્યું હોય. રોહિત પણ સંધ્યાને ફાર્મ હાઉસની અંદર તરફ જતાં જોઈને ઝડપથી ફાર્મ હાઉસની અંદર પ્રવેશયો. અને ફાર્મ હાઉસના રૂમનો દરવાજો લોક કરી દીધો.


 આ બાજુ સંધ્યા જેવી ફાર્મ હાઉસના હોલમાં પહોંચી ત્યાં જાણે પોતાની સાથે કંઈક અયોગ્ય બનાવાનું હોય તેવો સંધ્યાને અંદાજ આવી ગયો. કારણ કે ડાઇનિંગ ટેબલ પર કોઈ જ વ્યક્તિ બેસેલ હતું નહીં. આથી સંધ્યા હવે રોહિતના બદ ઈરાદા વિશે ખ્યાલ આવ્યો. પરિસ્થિતિ ચીસો પાડી પાડીને એવું કહી રહી હતી કે રોહિત તેની સાથે વિચાર્યું નહીં હોય તેવું કરશે….! જ્યારે સંધ્યાનું હૃદય એવું કહી રહ્યું હતું કે રોહિત તો પોતાનો કઝીન ભાઈ થાય એ થોડું મારી સાથે આવું કરે…..! 


  સંધ્યાના મનમાં આવી ગડમથલ ચાલી રહી હતી એવામાં રોહિત પાછળથી આવીને સંધ્યાને બાથ ભરી. આથી સંધ્યાને હવે ખ્યાલ આવી ગયો હતો કે પોતાના હૃદય કરતાં પરિસ્થિતિ જે સુચવતી હતી તે સાચું હતું.


 આથી કોઈપણ છોકરી જેમ પોતાની ઈજ્જત લૂંટતા અટકવવા માટે પ્રયત્નો કરે તેમ સંધ્યાએ પણ પોતાની ઈજ્જત બચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા. પરંતુ તે બધા જ પ્રયત્નો વ્યર્થ ગયાં. પોતાના બચાવ માટે સંધ્યાએ જોર-જોરથી અનેક ચીસો પાડી પરંતુ સંધ્યાના કમનસીબ કે તેની ચીસો સાંભળનાર કોઈ હતું જ નહી. સંધ્યાની એ લાચારી ભરેલી અને કરૂણ ચીસો કાયમિક માટે ફાર્મ હાઉસની ચાર દીવાલોમાં જ સમાઈ ગઈ.


  રોહિત પણ જાણે વર્ષોથી હવસનો પ્યાસી હોય તેમ સંધ્યા પર પોતાની હવસ બુઝાવાતો રહ્યો. અને જાણે હેવાનીયતની તમામ સીમાઓ પાર કરી ગયો હોય તેમ રોહિતે એક જ રાતમાં એક નહીં. બે નહીં પરંતુ આઠ વાર સંધ્યા પર પાશવી બળાત્કાર ગુજાર્યો. અને સંધ્યા પણ આવી અસહ્ય પીડા અને વેદનમાંથી આઠ વાર પસાર થઈ. જે સંધ્યાતો ઠીક પરંતુ કોઈપણ છોકરી માટે અસહ્ય કહી શકાય. ત્યારબાદ રોહિત સંધ્યાને એક રૂમમાં પુરીને. પોતાની કાર લઈને જતો રહ્યો.


  સંધ્યાને આ પીડા અને વેદના કરતા પણ વધુ વેદના અને પીડા એ બાબતની હતી કે પોતાના પર આવો પાશવી બળાત્કાર ગુજારનાર બીજું કોઇ નહીં પરંતુ પોતાનો જ કઝીન ભાઈ રોહિત હતો. જેના પર પોતાને એટલો આંધળો વિશ્વાસ હતો કે તેની સાથે કારમાં બેસતાં પહેલા એકવાર પણ વિચાર્યું નહીં.


  એ જ રાતે ફાર્મ હાઉસમાં એકદમ અંધકાર છવાયેલો હતો. બારીમાંથી જોર - જોરથી પવન આવી રહ્યો હતો. અને આ પવનને લીધે બારી પર લટકાવેલા પડદા ઉડી રહ્યાં હતાં. ફાર્મહાઉસની બહાર રહેલા વૃક્ષોમાંથી પવનને લીધે આવી રહેલો પવન સારા-સારના હાજા ગગડાવી દે તેવો અવાજ કરી રહ્યાં હતાં. આ બાજુ સંધ્યા અસહ્ય દુખાવાને લીધે કણસી રહી હતી. લગભગ એકાદ કલાક બાદ આવી રીતે અસહ્ય પીડાને લીધે તરફડીયા મારી રહેલ સંધ્યાએ છેલ્લો શ્વાસ લીધો અને મનમાં હજારો અધૂરા સપના અને દર્દો લઈને આ સ્વાર્થી અને હેવાનીયત ભરેલ દુનિયાને કાયમિક માટે અલવિદા કહીને જતી રહી. આ રાતનું સાક્ષિ તો કોઈ હતું જ નહીં. સાક્ષી હતું તો માત્ર એ ફાર્મ હાઉસની લાચાર અને બેબશ દીવાલો.


***

બીજે દિવસે 

સાંજના 7 વાગ્યાની આસપાસ 


  રોહિત પોતાની જોબ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે સંધ્યા માટે જમવાનું પેક કરાવીને સાથે લઈ ફાર્મ હાઉસમાં પ્રવેશ્યો.

  ફાર્મ હાઉસમાં પ્રવેશીને રોહિત સંધ્યાને જે રૂમમાં પુરીને રાખેલ હતી તે રૂમ તરફ ગયો. રૂમનું લોક ખોલતાની સાથે રોહિતની આંખો ડરને લીધે એકદમ પહોળી થઇ ગઇ. કારણ કે પોતાએ સંધ્યા પર ગુજારેલા પાશવી બળાત્કારને લીધે બિચારી સંધ્યા પોતાનો જીવ ગુમાવી બેઠી હતી. આથી રોહિત પોતાના આ અપકૃત્યનું કોઈ જ સાક્ષી નથી એવું વિચારીને સંધ્યાને ફાર્મ હાઉસની પાછળના ભાગે કોઈને ખ્યાલ ના આવે તેવી રિતે દફનાવી દીધી.


  પરંતુ મિત્રો કહેવાય છે કે આ જન્મમાં કરેલા કાર્યોનું ફળ તમને આ જ જન્મમાં મળે છે એ કાર્યો પછી સારા હોય તો પણ ભલે અને રોહિત જેવા ખરાબ હોય તો પણ ભલે.

  આ બનાવ બાદ રોહિત કંઈ બન્યું જ ન હોય તેવી રીતે પોતાની રોજિંદી જિંદગી જીવવા લાગ્યો. સંધ્યાના માતા-પિતાએ પોલીસ કેસ પણ લખાવ્યો. અને પોલીસે પણ સંધ્યાને શોધવા માટેના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ બધા જ વ્યર્થ. આપણાં સમાજમાં એક માનસિકતા એવી પણ છે કે જ્યારે કોઈ જુવાન છોકરી પોતાના ઘરે પરત ના ફરે ત્યારે સોસાયટીવાળા લોકો એવી વાતો કરતા હોય છે કે જરૂર તે કોઈ છોકરાને પ્રેમ કરતી હશે. અને એની સાથે જ ભાગી ગઈ હશે. પરંતુ મિત્રો એમાંથી ઘણી છોકરીઓ સંધ્યાની જેમ મુસીબતમાં ફસાય ગઈ હોય તેવું પણ બની શકે.


***


  વિશ્વાએ એકાએક પાડેલ આવી જોરદાર ચીસ સાંભળીને રવજીભાઇ તેમનાં સ્ટાફ સાથે વિશ્વાની બાજુમાં આવી ગયાં. રવજીભાઈએ વિશ્વાનાં ખભા પર હાથ ફેરવી સાંત્વના આપતા

કહ્યું

“શું થયું બેટા ?. શાં માટે તું આટલી ગભરાયેલી છો. શાં માટે તે એકાએક બુમ પાડી…?”

“આ ! છોકરી સંધ્યા હજુ જીવે છે. મેં તેને જોયેલ છે…..!!” - વિશ્વાએ છાપાનાં કાગળ તરફ ઈશારો કરતા અટકતા અટકતા બોલી.


  ત્યારબાદ રવજીભાઈએ છાપાનો કાગળ પોતાના હાથમાં લીધો અને વાંચવા લાગ્યા. તેમાં લખેલ હતું કે આશાસ્પદ યુવતીનું સંધ્યાનું કોઈએ અપહરણ કરી લીધેલ છે. જે કોઈને આ યુવતી વિશે માહિતી મળે એ નીચેના સરનામે અથવા સંપર્ક નંબર પર જાણ કરવા નમ્ર વિનંતી…..લિ. એક અભાગી બાપ…..” - છાપામાં રહેલ લખાણ વાંચીને રવજીભાઈની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. કારણ કે તેને પણ સંધ્યા અને વિશ્વા જેવડી બે દીકરીઓ હતી.


  ત્યારબાદ રવજીભાઈએ આપેલ સંપર્ક નંબર ફોન કરીને વિશ્વાનાં પિતાને તાત્કાલીક પોતાની હોટલ પર બોલાવી લીધાં. થોડીવારમાં સંધ્યાના પિતા રવજીભાઈની હોટલ પર આવી પહોંચ્યા. ત્યારબાદ

વિશ્વાએ પોતાની સાથે બનેલ આખો બનાવ વિગતવાર જણાવતા કહ્યું કે મને મારા સાહેબે પ્રોમોશન આપ્યું અને તેની ખુશીમાં તેણે મને ડિનર પાર્ટી માટે આમંત્રણ આપ્યું. આથી હું તેમની સાથે વિશ્વાસ રાખીને ગઈ. તેઓ સાંજના સમયે મને મારા કવાર્ટર પાસે પોતાની કાર લઈને લેવા માટે આવ્યા. અને હું એ કારમાં બેસી ગઈ. ત્યારબાદ લગભગ એકાદ કલાક બાદ અમે લોકો ગામથી થોડેક દૂર આવેલ ફાર્મહાઉસ પર લઈ ગયાં. જેવા અમે ફાર્મ હાઉસ પર પહોંચ્યા. ત્યાં પહોંચતાની સાથે જ મારા સાહેબનું એક અલગ જ રૂપ જોવા મળ્યું. જેના વિશે મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી. ત્યારબાદ તેઓ મારા તરફ હવસ ભરેલ નજરે જોવા લાગ્યા. આથી અને તેના ઈરાદા વિશે સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો. હજુ હું કઈ વિચારું એ પહેલાં તો તે શેતાન મારા પર તૂટી પડ્યો. મેં મારી જાતને તેના ચંગુલ માંથી બચાવવા માટે ઘણી માથામણ કરી. પરંતુ મારા બધા જ પ્રયત્નો વ્યર્થ ગયાં. હું સંપૂર્ણપણે હિંમત હારી ચૂકી હતી. એવામાં જેમ ડૂબતા વ્યક્તિને તણખલાનો સહારો મળે તેવી રીતે. પેલો હેવાન મારા પર તૂટી પડે તે પહેલાં જ. બારી એક પવનની લહેરકી આવી. અને મારા હાથની બાજુમાં દળદળતી એક દિવાદાની આવી. મેં પેલા શેતાનને ખ્યાલ ના આવે તેવી રીતે મેં તે દીવાદાની ઉઠાવી. જેટલું બળ હતું એટલા બળથી તેના માથાનાં ભાગે હુમલો કર્યો. આથી તે શેતાન અધીમુંઆ જેવો થઈ ગયો. અને હું ત્યાથી મારી ઈજ્જત બચાવવા ભાગવા લાગી.


   જેવી હું એ રૂમની બહાર આવી. તરત જ પેલો હેવાન મારી પાછળ દોડવા લાગ્યો. અચાનક આ છાપામાં જેનો ફોટો આપ્યો છે તે સંધ્યા આવી અને પેલો હેવાન જે રૂમમાં હતો તે દરવાજો બહારથી બંધ કરી દીધો. સંધ્યાને આવી પરિસ્થિતિમાં જોઈ મને પણ ઘણું બધું આશ્ચર્ય થયું.


  આથી મેં તેને પૂછ્યું કે તેમે કોણ છો..? શાં માટે તેમ મને બચાવો છો..?

“ હું એ અભાગી યુવતી છું કે જે ભરયુવાનીમાં મનમાં હજારો સપનાઓ લઈને આજ હેવાનની હેવાનીયતનો ભોગ બની હતી. હું મારી ઈજ્જત તો ના બચાવી શકી. પરંતુ હું તને મારી જેમ આ હેવાનનો શિકાર બનાવ દેવા માંગતી ના હતી….”


“તો ! તમે જેમ મારો જીવ બચાવ્યો. તો તમે કેમ અહીંથી ભાગી નથી જતાં” - વિશ્વાએ આશ્ચર્ય સાથે સંધ્યાને પ્રશ્ન કર્યો.

“ભાગે તો એ લોકો કે જે જીવતા હોય. હું તો આ સ્વાર્થી જગતને ક્યારની અલીવિદા કરી ચુકી છું. તું ડરીશ નહીં હું તને કઈ નુકશાન નહીં કરીશ. પેલા હેવાને મારા મૃતદેહને ફાર્મ હાઉસની પાછળના ભાગે જ દફનાવેલ છે. મારા આત્માને મોક્ષ ન મળવાથી હું આજે પણ આ અગોચર વિશ્વમાં ફર્યા કરું છું”


  આ બધું સાંભળીને વિશ્વાનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય. તેવું અનુભવી રહી હતી. જોત-જોતામાં સંધ્યા અદ્રશ્ય થઈ ગઈ. અને મેં હિંમત કરીને ફાર્મ હાઉસની બહાર આવેલા રસ્તે થઈને આપની હોટલ સુધી પહોંચી છું.”

“બેટા ! તારા બોસનું નામ શું હતું..?” - સંધ્યાના પિતાએ અધીરાઈ પૂર્વક પૂછ્યું.

“રોહિત શાહ…!”

  આ સાંભળી સંધ્યાના પિતાને કઈ ચમકારો થયો હોય તેવી રીતે પૂછયું. “બેટા ! તારી પાસે તારા બોસ રોહિતનો નંબર છે…?”

“હા” - વિશ્વાએ જવાબ આપ્યો. અને નંબર જણાવવા લાગી.


 સંધ્યાના પિતા એક પછી એક એમ નંબર પોતાના મોબાઈલમાં ડાયલ કરવા લાગ્યાં. જેવા છ કે સાત આંકડા ડાયલ કર્યો એટલામાં નીચે સજેશનમાં લખાયને આવ્યું રોહિત માય ડિયર બોય. પોતાની આંખને વિશ્વાસ ન આવ્યો આથી દસ આંકડા ડાયલ કર્યા તો રોહિતનું નામ જ લખાયને આવ્યું. આ જોઈ સંધ્યાના પિતાના હાથમાંથી મોબાઈલ પડી ગયો. અને પોતે પોતાના ગોઠણ પર બેસીને ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગ્યાં. કે મારી દીકરી સંધ્યા જેને અમે લાપતા સમજતા હતાં. એ એક હેવાનની હેવાનીયતનો ભોગ બની ગઈ અને એ હેવાન બીજો કોઈ નહીં પરંતુ પોતાના દૂરના ભાઈનો જ દીકરો રોહિત હતો.


  આથી સંધ્યાના પિતા અને રવજીભાઈ વિશ્વાને લઈ નજીકનાં પોલીસ સ્ટેશને લઈ ગયાં અને ત્યાં આખી ઘટના જણાવી. અને પોલીસે પણ રાતોરાત જ રોહિતની ધરપકડ કરી લીધી. ત્યારબાદ વિશ્વાને પોતાના ઘરે સહી સલામત પહોંચાડી દીધી. અને રોહિતને સંધ્યા પર કરેલા પાશવી બળાત્કાર અને મોતને ઘાટ ઉતારવાનાં ગુનામાં ફાંસીની સજા ફરવામાં આવી. અને સંધ્યાની ભટકતી આત્માને પણ પોતાના ગુનેગારને સજા મળવાને લીધે મોક્ષ મળી ગયો. અને સરકારશ્રી તરફથી વિશ્વામે “બ્રેવ ગર્લ” નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો.


  એવોર્ડ બાદ ઇન્ટરવ્યૂમાં વિશ્વાએ જણાવ્યુ કે આ એવોર્ડની ખરેખર હું હકદાર નથી. આ એવોર્ડની ખરી હકદાર છે એક કમનસીબ યુવતી જેનું નામ સંધ્યા હતું. જે આપણા સમાજમાં મુકતપણે ફરતા હેવાનનો ભોગ બની. હું અત્યારે તમારી સામે ગર્વથી ઉભી છું. તેનું કારણ પણ સંધ્યા જ છે. જો તેણે મને મદદ ના કરી હોત તો હું આ સમાજમાં આજે કોઈને મોઢું બતાવવા લાયક પણ ના હોત.


“ ધીસ એવોર્ડ ડેડીકેટેડ ટુ સંધ્યા” - આટલું બોલી વિશ્વાએ એવોર્ડ ઉંચો કરીને ફોટો પડાવ્યો. જે બીજા દિવસના છાપાઓમાં પહેલા જ પાને છાપાયેલ હતો. બધા જ લોકોએ વિશ્વા અને સંધ્યા સાથે બનેલા બનાવ બાબતે દિલગીરી વ્યકત કરી.


મિત્રો આપણી સાથે પણ ક્યારેક એવું બનતું હોય છે કે આપણે આપાણી દીકરીઓને જણાતાં અજાણતાં નજીકના કોઈ સગા સાથે હરવા ફરવા માટે છૂટ આપતા હોઈએ છીએ. પરંતુ એમાંથી અમુક રોહિત જેવા જ લોકો આવું કૃત્ય કરતાં હોય છે. જેના વિશે આપણે સપનામાં પણ વિચારેલ ના હોય. બાકી જો આ સમાજનો કાયદો આવા ગુનેગારોને સજા આપવામાં નિષ્ફળ નીવડે તો કુદરતની અદાલત તેને ચોક્કસપણે સજા આપે જ છે. જે સનાતન સત્ય જ છે. જેવી રીતે રોહિતને પોતાના અપકૃત્ય માટે સજા મળી. તેમ દરેક ગુનેગારને સજા મળે જ છે.


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Tragedy