The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

harsh soni

Crime Thriller

4.7  

harsh soni

Crime Thriller

એસિડ હુમલો

એસિડ હુમલો

11 mins
528


રતનપુર પોલીસ સ્ટેશનમાં એસીપી અભિમન્યુ પોતાની કેબિનમાં બેઠો હતો. બહાર સબ ઇન્સ્પેકટર રાજીવ પોતાની ટોળકી જોડે ગપ્પા મારી રહ્યો હતો. સવારના અગિયારના ટકોરે ફોનની ઘંટડી વાગી. 

"દિપક ફોન ઉપાડ તો." રાજીવે દિપક નામના કોન્સ્ટેબલને આદેશ આપતા કહ્યું.

"હલ્લો. રતનપુર પોલીસ સ્ટેશન. વ્હોટ ?... તમે ક્યાંથી બોલી રહ્યા છો ?... જી. જી." દિપક એફ આઇ આર બુકમાં બધું લખી રહ્યો હતો. "જી અમે થોડી જ વારમાં ત્યાં આવીએ છીએ. તમે ત્યાં જ રહેજો." કહીને દીપકે ફોન મુક્યો. અને પછી તે રાજીવ પાસે આવ્યો.

"રાજીવ સર. મયુરનગરમાં એક ખૂન થયું છે." દીપકની વાત સાંભળી રાજીવ ઉભો થયો. 

"દિપક તું ગાડી કાઢ. હું એસીપી સાહેબને જાણ કરું છું."કહેતા રાજીવે પોતાની કેપ પહેરી અને અભિમન્યુની કેબિનમાં આવ્યો.

"મે આઇ કમ ઇન સર ?" રાજીવે પરવાનગી લેતા પૂછ્યું. અભિમન્યુએ ફાઇલમાંથી ઉપર જોયું. 

"અરે રાજીવ. આવ. બેસ."અભિમન્યુએ આવકાર સાથે કહ્યું.

"સર. મયુરનગરમાં એક ખૂન થયું છે."

"તો ચાલો ગાડી કાઢો. અને બીજા કોન્સ્ટેબલને પણ સાથે લઈ લે. હું હમણાં જ આવું." અભિમન્યુ પોતાની ફાઇલ બંધ કરતા બોલ્યો. 

અભિમન્યુનો આદેશ મળતા જ રાજીવ બહાર આવી. બીજા કોન્સ્ટેબલને લઈ ગાડી પાસે આવી ઉભો રહ્યો. બે જ મિનિટમાં અભિમન્યુ પોતાની કેપ અને ગોગલ પહેરી બહાર આવ્યો. અભિમન્યુએ ઇશારાથી ગાડીમાં બેસવા માટે કહ્યું. બધા ગાડીમાં ગોઠવાઈ ગયા એટલે ગાડી તરત મયુરનગર તરફ નીકળી પડી. 

 દસ જ મિનિટમાં ગાડી મયુરનગર આવી પહોંચી. દીપકે એક ઘર પાસે ગાડી ઉભી રાખી. બહાર કોઈ ભીડ હતી નહિ. એટલે અભિમન્યુને થોડી શાંતિ હતી. અભિમન્યુ અને બીજા ઓફિસર ગાડીમાંથી ઉતરી તે ઘર તરફ અગ્રેસર થયા. બહાર નેમબોર્ડ હતું 'મનીષા ભટ્ટ'અભિમન્યુ અંદર ગયો. બહાર ફળિયામાં એક માણસ ઉભો હતો. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. 

"તમે ફોન કર્યો હતો ?" અભિમન્યુએ શાંતિપૂર્વક તે વ્યક્તિને પૂછ્યું. તેણે હકારમાં માથું હલાવ્યું. 

"તમારું નામ ?" 

"બિસ્મિલ"તે વ્યક્તિ ધ્રુજતા અવાજે બોલ્યો.

"કોનું ખૂન થયું છે ?"

"મનીષા મેડમનું."

"લાશ ક્યાં છે ?"

"ઉપરના રૂમમાં સાહેબ."બિસ્મિલ નો અવાજ ધ્રુજી રહ્યો હતો. 

"વિકાસ તું બિસ્મિલને થોડી સામાન્ય પૂછ પરછ કરી લે. અને રાજીવ તું મારી સાથે ચાલ."અભિમન્યુએ વિકાસ નામના કોન્સ્ટેબલને આદેશ આપતા કહ્યું. 

અભિમન્યુ અને રાજીવ સીડી ચડી ઉપરના રૂમમાં આવ્યા. અભિમન્યુ અને રાજીવે ગ્લોવ્ઝ પહેર્યા. લાશ એકદમ વિકૃત દશામાં હતી. અને રૂમમાં થોડી દુર્ગંધ પણ આવી રહી હતી. જેના પરથી નક્કી હતું કે ખૂન થયાને દસથી વધારે કલાક થયા હોવા જોઈએ. અભિમન્યુ લાશની પાસે ગયો. લાશનું એકદમ બારીકાઈથી નિરીક્ષણ કર્યું. મનીષાના સંપૂર્ણ શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેના કપડાં ફાટયા નહોતા પણ ઓગળી ગયા હતા. અભિમન્યુની નજર પલંગ નીચે ગઈ. ત્યાં એક બોટલ પડી હતી. મનહરે તે બોટલ લીધી. તેના પર પણ એક કપડાનો નાનો ટુકડો ચોંટેલો હતો. અને થોડું લોહી પણ ત્યાં જામેલું હતું. અને તેની અંદર એક પ્રવાહી પણ હતું. અભિમન્યુએ આજુબાજુ નજર કરી. ટેબલ પર એક સ્ટીલની સ્કેલ પડી હતી. મનહરે તે પ્રવાહી તે સ્કેલ પર કર્યું. સ્કેલ પર તે પ્રવાહી પડતા જ સ્કેલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. અને થોડા અંશમાં સ્કેલ ઓગળી પણ ગઈ. આ જોઈ રાજીવ બોલ્યો.

"સર આ તો..."

"યસ રાજીવ આ એસિડ છે. જેનો ઉપયોગ ખૂન કરવા માટે થયો છે. ખૂબ જ ખતરનાક મુજરીમ છે આ. પણ જે કોઈ પણ છે તે બચશે નહિ. રાજીવ આ બોટલને ફોરેન્સિક લેબમાં મોકલાવી દે. અને લાશને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલવાની વ્યવસ્થા કર." અભિમન્યુએ તે બોટલ રાજીવને આપતા કહ્યું. 

"જી સર."રાજીવે બોટલ લીધી અને નીચે આવ્યો.

અભિમન્યુ પણ નીચે આવ્યો. અને બિસ્મિલ પાસે આવ્યો. 

"તું ચિંતા નહિ કર. તારા મેડમના ખૂનીને અમે જલ્દી જ શોધી લઈશું. અને જો તારી જરૂર પડશે તો અમે તને પૂછપરછ માટે બોલાવીશું."

"જી સાહેબ." પછી અભિમન્યુ બહાર ગાડી પાસે આવ્યો.

"વિકાસ શુ ખબર છે ?" 

"સર મનીષાના પિતાજી મનીષા જ્યારે દસ વર્ષની હતી ત્યારે જ તેમનું મૃત્યુ થઈ ગયું. પછી મનીષાની પરવરીશ તેમના મમ્મીએ જ કરી. હમણાં એક મહિના પહેલા જ તેમનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થઈ ગયું." વિકાસે મનીષાના પરિવારની માહિતી અભિમન્યુને આપી.

"અને બિસ્મિલ ?"

"સર. બિસ્મિલ છેલ્લા બાર વર્ષથી અહીં મનીષા અને તેમની માતા સાથે રહેતો હતો. તે સવારના દસ વાગ્યે આવતો. અને રાતના નવ વાગ્યે તે પોતાના ઘરે પરત જતો. અને મનીષાના પરિવારની માહિતી પણ તેની પાસેથી જ મળી છે." 

"હમ્મ. અં.. વિકાસ એવી કોઈ માહિતી બિસ્મિલ પાસેથી મળી કે જેનાથી કેસમાં કઈક મદદ મળી શકે. એવી કોઈ વાત. કે એવું કોઈ કારણ જેથી બિસ્મિલે મનિષાનું ખૂન કર્યું હોય."

"ના સર." 

"હમ્મ. કઈ વાંધો નહિ. ચાલો..."અભિમન્યુ હજુ કઈક કહેવા જતો હતો ત્યાં તેના ફોનની રિંગ વાગી. હેડ કોન્સ્ટેબલ વોરાનો ફોન હતો.

"હા બોલો વોરા સાહેબ."

"સર. હમણાં એક ફોન આવ્યો હતો. રણછોડ નગરમાં સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં બીજા માળે એક મહિલાનું ખૂન થયું છે." 

"વ્હોટ ? ઠીક છે. અમે હમણાં જ ત્યાં જઈએ છીએ."

"જી સર. જય હિન્દ."

"દિપક ગાડી રણછોડ નગર લઈ લે. ત્યાં એક ખૂન થયું છે." અભિમન્યુએ દીપકને આદેશ આપતા કહ્યું. 

"જી સર." કહેતા દીપકે ગાડી રણછોડ નગર તરફ લઈ લીધી. 

દસ જ મિનિટમાં અભિમન્યુની ગાડી રણછોડનગર પહોંચી. રણછોડનગરમાં પહોંચતા જ સ્વસ્તિક એપાર્ટમેન્ટ શોધ્યું. સ્વસ્તિક એપાર્ટમેન્ટ મળતા જ અભિમન્યુ, વિકાસ અને રાજીવ તરત જ બીજા માળે પહોંચ્યા. બીજા માળે પહોંચતા જ એક સ્ત્રી બહાર ઉભી હતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. અભિમન્યુએ તરત જ તે સ્ત્રીને પૂછ્યું.

"લાશ ક્યાં છે ?"

"સાહેબ અંદર બેડરૂમમાં છે." તે સ્ત્રીના અવાજમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો.

"વિકાસ તું તારા કામે લાગી જા. રાજીવ તું મારી સાથે ચાલ." અભિમન્યુ વિકાસને પ્રાથમિક પૂછપરછ માટેનો ઓર્ડર આપી રાજીવ સાથે અંદર બેડરૂમમાં પહોંચ્યો.

લાશનો ચહેરો ઓળખી શકાય તેમ નહોતો. તેના સંપૂર્ણ શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. અને તેમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી. અભિમન્યુ લાશની આજુબાજુ જોવા લાગ્યો. તેની નજર ટેબલ નીચે ગઈ. ત્યાં પણ એક બોટલ પડી હતી. અભિમન્યુએ તે બોટલ હાથમાં લીધી. તેના પર લોહી જામેલું હતું. અભિમયુએ તે બોટલ રાજીવને આપી. 

"રાજીવ આ બોટલ ફોરેન્સિક લેબમાં મોકલ. અને લાશને પીએમ માટે મોકલવાની વ્યવસ્થા કર."

"જી સર." 

"એક જ દિવસમાં બે ખૂન. કઈક અજીબ છે. આ બંને ખૂનની કડીઓ એકબીજા સાથે જોડાયેલી હોવી જોઈએ. કઈક કનેક્શન છે એ બંને ખૂનનું. વિકાસને પૂછવું જોશે શુ ખબર પડી છે ?"

અભિમન્યુ રૂમની બહાર આવ્યો. બહાર વિકાસ સાથે એક પાંત્રીસેક વર્ષનો પુરુષ ઉભો હતો. અભિમન્યુ વિકાસ પાસે આવ્યો. 

"સર આ મરહુમ નિશાના પતિ સાગર છે."

"હેલ્લો સર."સાગરે અભિમન્યુ તરફ હાથ લંબાવતા કહ્યું. સાગરની આંખોમાં આંસુ હતા. તેનો અવાજ પણ ખૂબ ધીમો હતો. અભિમન્યુએ સાગર સાથે હાથ મિલાવ્યો.

"વિકાસ તે વાત..."

"જી સર. અં.. સર તમે જરા બહાર આવો. થોડી વાત કરવી છે." અભિમન્યુએ હકારમાં માથું હલાવ્યું. 

વિકાસ અને અભિમન્યુ બહાર આવ્યા. 

"વિકાસ નિશાના પતિ ક્યાં હતા ? કઈ કારણ ખબર પડ્યું એવું કે..."

"સર આનાં માટે મેં તમને બોલાવ્યા છે." વિકાસ અભિમન્યુની વાતને વચ્ચેથી કાપતા બોલ્યો. "સર નિશાના પતિ મુંબઈ ગયા હતા. પોતાની બિઝનેસ ડિલ માટે. નિશા અને સાગરના લગ્નને પાંચ વર્ષ થયાં છે. નિશા પ્રેગ્નેન્ટ હતી. પણ મને કોઈ એવું કારણ નથી મળ્યું કે જેથી લગે કે નિશાનું ખૂન તેના પતિ સાગરે કર્યું હોય. એમનું તો કોઈ છે પણ નહીં એ દુનિયામાં અનાથ હતા."

"હમ્મ. અ... વિકાસ એવી કોઈ વાત ખબર પડી કે જે મનીષા અને નિશાની બાબતમાં સમાન હોય ?"

"નો સર."  હજુ અભિમન્યુ કઈ કહેવા જતો હતો ત્યાં તેના ફોનની રિંગ વાગી. હેડ કોન્સ્ટેબલ વોરાનો ફોન હતો.

"હા બોલો વોરા સાહેબ."

"સર તમે જલ્દીથી ગુડ હેલ્થ હોસ્પિટલ આવી જાઓ." વોરાના અવાજમાં ગભરામણ હતી.

"પણ શું થયું ?"

"સર તમે જલ્દી અહીં આવો. હું તમને ફોન પર નહિ જણાવી શકું."

"ઠીક છે."અભિમન્યુએ કોલ કટ કર્યો. 

"ચાલ જલ્દી આપનણે ગુડ હેલ્થ હોસ્પિટલ જવાનું છે. દીપકને કે ગાડી કાઢે."

"જી સર."કહી વિકાસ નીચે દિપક પાસે ગયો. 

અભિમન્યુ અંદર સાગર પાસે આવ્યો. 

"ડોન્ટ વરી. અમે જલ્દી તમારા પત્નીના ખૂનીને ગોતી લઈશું." કહીને અભિમન્યુ બહાર આવ્યો અને નીચે ઉતર્યો.

વિસ મિનિટમાં અભિમન્યુ કેટલાક કોન્સ્ટબલ સાથે ગુડ હેલ્થ હોસ્પિટલ પહોંચ્યો. હેડ કોન્સ્ટેબલ વોરા અને પોલીસ કોન્સ્ટેબલ દેસાઈ બહાર જ ઉભા હતા. અભિમન્યુ તરત જ તેમની પાસે ગયો.

"સર વોર્ડ નંબર ત્રણ મા રૂમ નંબર દસમા જવાનું છે." પોલીસ કોન્સ્ટેબલ દેસાઈએ કહ્યું. પોલીસ કોન્સ્ટેબલ દેસાઈ અને હેડ કોન્સ્ટેબલની પાછળ પાછળ અભિમન્યુ, વિકાસ અને સબ ઇન્સ્પેકટર રાજીવ ચાલવા લાગ્યા. બે જ મિનિટમાં બધા રૂમ નંબર દસ પાસે આવ્યા. બહાર બે કોન્સ્ટેબલ પહેરો રાખી ઉભા હતા. અભમન્યુ અને બીજા ઓફિસર અંદર ગયા. અંદર રૂમમાં એક પચીસેક વર્ષની છોકરી બેડ પર હતી. તેના ચહેરા , હાથ અને પગ પર અને પેટ પર પણ પાટો બાંધવામાં આવ્યા હતા. 

"સર તે નેહા છે. તેની પર એક એસિડ અટેક થયો છે. અત્યારે તે બેહોશ છે. ડોકટરે કહ્યું તે ખતરાની બહાર છે. તેને થોડી વારમાં હોશ આવી જશે."પોલીસ કોન્સ્ટેબલ દેસાઈએ કહ્યું.

"ઠીક છે. નેહાને હોશ આવે એટલે તરત જ મને કહેજો. હું જરા બહાર જઈ આવું."અભમન્યુએ કહ્યું.

"જી સર."વોરાએ સેલ્યુટ કરતા કહ્યું.

અભિમન્યુની પાછળ વિકાસ પણ બહાર આવ્યો. બંને હોસ્પિટલની બાજુમાં આવેલ ટી સ્ટોલ પર ગયા. અભિમન્યુએ બે ચાનો ઓર્ડર આપ્યો.

"વિકાસ તને શુ લાગે છે ? કોણે ખૂન કર્યું હશે ?"

"સર આમાં કઈ કહી શકાય નહીં. આપણે શુ વિચારતા હોઈએ અને શું નીકળે ? ક્યારેક એવું થાય કે ગુનેહગાર આ છે પણ નીકળે કોઈ બીજું જ."

"હમ્મ. વિકાસ મને એવું લાગે છેકે આ મનીષા, નિશા અને નેહનું કઈક કનેક્શન હોવું જોઈએ... અં... ના ના ન હોય. કનેક્શન કેવી રીતે હોઈ શકે કોઈ એવું કારણ તો હોવું જોઈએને. એવું કારણ તો આપણને મળ્યું નથી."

"સર આ કોઈ સિરિયલ કિલર પણ હોઈ શકે."વિકસે ચાની ચૂસકી લેતા કહ્યું. 

"અં.. વિકાસ તું એક કામ કર. તું છે ને બિસ્મિલ અમે સાગર પાસે મનીષા અને નિશાની એક ફોટો મંગાવી લે. પછી જોઈએ આગળ શું કરવું છે.  "

"જી સર."વિકાસે તરત જ ફોન કરી બિસ્મિલ અને સાગર પાસે મનીષા અને નિશાનો ફોટો મંગાવી લીધો. પંદર જ મિનિટમાં બંને ફોટો લઈ હોસ્પિટલ આવી પહોંચ્યા. ફોટો આપી બંને પોતાના ઘરે ગયા. બંને ગયા કે તરત જ અભિમન્યુનો ફોન વાગ્યો. ફોનની ઘંટડી વાગતા જ અભિમન્યુ બોલ્યો.

"આઇ હોપ હવે કોઈ..."અભિમન્યુએ ફોનમાં જોયું."અરે દેસાઈનો ફોન છે. હા બોલો દેસાઈ."

"સર. નેહાને હોશ આવી ગયો છે. મેં ડોકટર જોડે વાત કરી તેમણે કહ્યું કે આપણે નેહાને પૂછ પરછ કરી શકીએ છીએ. સર તમે જલ્દી અહીં આવો."

"ગુડ જોબ દેસાઈ. એ હમણાં જ આવ્યા."અભિમન્યુએ કોલ કટ કર્યો.

"વિકાસ ચાલ નેહાને હોશ આવી ગયો." અભિમન્યુની વાત સાંભળી વિકાસના ચહેરા પર એક મુસ્કાન આવી.

બે મિનિટમાં બંને નેહા જે રૂમમાં હતી ત્યાં પહોંચ્યા. ડોકટર નેહાનુ ચેકઅપ કરી રહ્યા હતા. અભિમન્યુને જોઈ ડોકટર ત્યાંથી બહાર નીકળી ગયા. અભિમન્યુ નેહા પાસે આવ્યો. તેના બેડની પાસ રહેલી ખુરશી પર બેઠો. 

"હવે કેમ છે તને ?" 

"સર થોડી બળતળા થાય છે પણ હવે સારું છે."

"હમ્મ. કેવી રીતે થયું આ ?" અભિમન્યુના આ પ્રશ્નએ નેહાને થોડી ગભરાવી દીધી. અભિમન્યુએ તેને પાણી આપ્યું. પછી નેહાએ બોલવાનું શરૂ કર્યું.

"સર હું મારી ઓફિસથી આવી રહી હતી. મારુ ઘર શેરીમાં અંદર સુધી છે એટલે કોઈ રીક્ષાવાળા અંદર આવતા નથી. એટલે હું ચાલીને ઘરે જતી. આજે હું જઈ રહી હતી. સામે થી એક બાઇક સવાર આવ્યો. મારી સામે ઉભો રહ્યો. પછી તેને પોતાના ખિસ્સામાંથી એક બોટલ કાઢી અને પછી..." નેહા પછીના શબ્દો ન બોલી શકી.

"અ તમને કોઈના પર શક ?"

"નો સર."નેહાનો જવાબ સાંભળી અભિમન્યુએ કઈક વિચાર્યું પછી વિકાસ તરફ જોઈ બોલ્યો.

"વિકાસ પેલા ફોટોઝ આપજે." વિકાસે ફોટો અભિમન્યુને આપ્યા. અભિમન્યુએ તે ફોટો નેહાને આપ્યા.

"તમે આ બંનેને ઓળખો છો ?" 

નેહાએ જરા વાર ફોટો જોયા પછી બોલી, "હા સર. આ તો મનીષા અને નિશા છે. મારી કોલેજની ફ્રેન્ડઝ છે."

"નેહા જેણે તારા પર હુમલો કર્યો એ કોણ હતું છોકરો કે પછી છોકરી ?"

"સર તેના શરીરના બંધાણ પરથી લાગતું હતું તે એક છોકરી છે." 

"ઠીક છે. અમે જઈએ. તું આરામ કરી. તારા પર હુમલો કરનાર જલ્દી જ મળી જશે." કહીને અભિમન્યુ તેની ટીમ સાથે ત્યાંથી બહાર આવ્યો. બધા હોસ્પિટલ માંથી બહાર આવ્યા. અભિમન્યુ કઈક વિચારી રહ્યો હતો. પછી તેને વિકાસના કાનમાં કઈક કહ્યું. વાત પૂરી થઈ ગયા પછી વિકાસ અંદર હોસ્પિટલની તરફ ભાગ્યો. અભિમન્યુએ રાજીવને પોતાની પાસે બોલાવ્યો. અમે તેના કાનમાં પણ કંઈક કહ્યું. રાજીવ હકારમાં માથું હલાવી બધાથી જુડો થઈ કોઈને ફોન કરવામાં લાગી ગયો.

થોડી જ વારમાં દરેક ટીવી પર ખબર આવવા લાગી. "બ્રેકીંગ ન્યુઝ. બે ખૂન કરનાર ખૂની એ ત્રીજું ખૂન કરવાની કરી કોશિશ. પણ તેની આ કોશિશ રહી નાકામ. ત્રીજી વ્યક્તિ નેહા જેના પર હુમલો કરનાર એક વ્યક્તિ સ્ત્રી છે . તે વાત નેહાના બયાન પરથી ખબર પડી છે." ટીવી પર નેહાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે તેવું પણ જણાવવામાં આવ્યું. નેહા હોસ્પિટલમાંથી બહાર આવી.

થોડી વાર પછી નેહા પોતાના ઘર તરફ જઈ રહી હતી. ત્યાં તેની સામેથી એક કાળી બાઇકમાં એક વ્યક્તિ તેની તરફ આવી રહી હતી. તે વ્યક્તિએ બાઇક નેહાની સામે ઉભું રાખ્યું. તેણે પોતાના ખીસ્સામાંથી એક બોટલ કાઢી. ત્યાં જ તેના હાથ પર ગોળી વાગી. અચાનક થયેલા આ હુમલાથી તે વ્યક્તિ બાઇક પરથી પડી ગઈ. તરત જ પોલીસે તેને ચારે તરફથી ઘેરી લીધી. પાછળથી અભિમન્યુ આવ્યો.

"ઉભા થઇ જાવ. હવે ક્યાંય જઈ શકાય તેમ નથી." તે વ્યક્તિ ઉભી થઇ. તે જેવું ઉભી થઈ કે તરત જ વિકાસે તેનું હેલ્મેટ કાઢ્યું. હેલ્મેટ નીકળતા જ નેહા બોલી ઉઠી.

"સ્નેહા તું ?" 

"તમે આને જાણો છો ?" અભિમન્યુએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"જી સર. આ પણ મારી કોલેજ ફ્રેન્ડ છે. પણ મને તેની પાસેથી આવી આશા નહોતી." નેહા ગુસ્સામાં બોલી.

"હા તો મિસ સ્નેહા હવે તમે જણાવશો તમે આ બધું કેમ કર્યું ?" અભિમન્યુના આમ કહેતા જ સ્નેહા રડી પડી.

"સર હું, મનીષા , નિશા અને નેહા અમે ચારે કોલેજ ફ્રેન્ડ હતા. કોલેજમાં અમારા ચારેની દોસ્તીના ચર્ચા થતી. પણ મારી એક વાતની આખી કોલેજમાં મસ્તી ઊડતી. કે હું થોડી કાળી છું. કોલેજનો દરેક સ્ટુડન્ટ મને કાળી કહીને બોલાવતો. અને સૌથી વધારે આ મારી ત્રણ ફ્રેન્ડ મને ચિડવતી. મને ઘણું દુઃખ થતું. એક દિવસ તો મેં ગુસ્સામાં કહી દીધું જો હવે તમે મને કોઈ આમ ચીડવશો તો હું કઈક કરી નાખીશ. મારા આમ કહેવાથી તેમણે પૂછ્યું. તું શું કરીશ કાળી ? મેં કહ્યું હું મારી નાખીશ તમને બધાને. મારી વાત સાંભળી બધા હસવા લાગ્યા. હું ત્યાંથી રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ.

કોલેજ પુરી થઈ પછી એક છોકરા જોડે મારી સગાઈ થઈ. મેં જૂની વાતો ભુલાવી દરેકને મારી સગાઈમા ઇનવાઈટ કર્યા. પણ ત્યાં પણ તેમણે મારી મજાક ઉડાવી. મને કહ્યું અભિનંદન કાળી. તને જો એક ધોળો મળી ગયો. અરે બ્લેક કોફીને દૂધ મળી ગયું. તેના બે ત્રણ દિવસ પછી તે છોકરાએ મારી જોડે સગાઈ તોડી નાખી. મને ખુબ ગુસ્સો આવ્યો. એટલે મેં બદલો લેવા માટે આ બધું કર્યું. આઇ એમ સોરી સર."કહેતા સ્નેહા રડી પડી. 

"મિસ સ્નેહા તમે જે કઈ કર્યું ખોટું કર્યું. તમને આની કડકથી કડક સજા મળશે. અને એ હશે ફાંસી."

સ્નેહાને અરેસ્ટ કરી. અભિમન્યુ સહિત આખી ટીમ પાછી પોલીસ સ્ટેશન આવી. અભિમન્યુ પોતાની કેબિનમાં આવ્યો. તેની પાછળ વિકાસ અને રાજીવ પણ આવ્યા. 

"અભિનંદન સર. કેસ સોલ્વ થઈ ગયો. તમારો આઈડિયા કામ આવ્યો."વિકાસે કહ્યું.

"સર કેવો આઈડિયા અમને તો કહો." પાછળથી વોરા અને દેસાઈ બોલ્યા.

"અરે અંદર આવો." અભિમન્યુએ કહ્યું. દેસાઈ અને વોરા અંદર આવ્યા.

"મેં તો ખાલી એક તુક્કો લડાવ્યો. મેં પહેલા વિકાસને કહ્યું કે તે ડોકટરને કહી નેહાને રજા આપી દે. પછી મેં રાજીવને કહ્યું કે તું મીડિયાવાળા ને ખબર આપી દે કે બે ખૂન કરનાર વ્યક્તિએ ત્રીજું ખૂન કરવાની કોશિશ કરી. પણ રહ્યો નિષ્ફળ. અને તે ખૂન કરનાર વ્યક્તિ એક સ્ત્રી છે. મેં વિચાર્યું કે જો ખૂની આ ખબર સાંભળશે તો તે ફરી એકવાર પાછો હુમલો કરવાની કોશિશ કરશે. અને મારો લગાવેલો તુક્કો કામ લાગી ગયો. અને અત્યારે તે તમારી સામે છે."

"વાહ સર. તમને માની ગયા."બધા અભિમન્યુના વખાણ કરતા બોલ્યા.

"પણ સર સાવ વિચિત્ર વાત કહેવાયને સર. કોઈ ચિડવે અને ખૂન કરી નાખવું." વિકાસે આશ્ચર્ય સાથે કહ્યું.

"વિકાસ કાનૂનની નજરમાં સ્નેહા ખૂની છે. ગુનેહગાર છે. પણ મારી નજરમાં અસલી ગુનેહગાર તો સ્નેહાની બહેનપણીઓ છે. જો તેમને કારણે જ સ્નેહા એક ગુનો કરવા માટે પ્રેરાઈ. વિકાસ આપણે કદી પણ કોઈની શારીરિક ખામીની મજાક ન ઉડાડવી જોઈએ. કારણ કે શરીર તો આપણને ભગવાન આપે છે. તેના પર આપણો કોઈ અધિકાર જ નથી. કોઈ શ્યામ હોય તો તે કુદરતી વાત છે. તેમાં તેનો કોઈ વાંક જ નથી. પણ આપણે આ વાત સમજતા જ નથી. અને પછી આવું ખતરનાક પરિણામ આવી શકે છે."


Rate this content
Log in

More gujarati story from harsh soni

Similar gujarati story from Crime