harsh soni

Comedy

3.8  

harsh soni

Comedy

રંગીલા રાજકોટીયન

રંગીલા રાજકોટીયન

2 mins
768


    હું રાજકોટનો રહેવાસી. એટલે આમ તો મારાથી રાજકોટ વિશે કંઈ ન લખાય નહી તો હું જિલ્લાદ્રોહી કહેવાઉં. અમારા રાજકોટમાં રેસકોર્સમાં ત્રણે ઋતુઓમાં રાજકોટવાસીઓની મેદની હોય છે. એમાય જો શિયાળો હોય એટલે જાણે આખું રાજકોટ ત્યાં જ ભેગું થયું હોય. સવારનાં પહોરમાં કોથળા ચાલવા આવી જાય.

   કોથળા એટલે અમારા રાજકોટના ગેંડા જેવા જાડા પશુઓ( માણસો ). એ કોથળાઓનું માટલા જેવું પેટ આગળની તરફ નમેલું હોય, અને સવારના ( પરાણે ) વહેલા ઊઠવાના કારણે આંખોમાં નિંદરૂ ભરેલી હોય. અને ઢસદાતા ચાલતા હોય.

  આ કોથળાઓ સાથે ચાલતા જ જોવા મળે. આ કોથળાઓ ફક્ત પંદર મિનિટ ચાલે અને અડધી કલાક ગાંઠિયા, જલેબી અને ખમણ ખાવા ઊભાં રહી જાય. અને એકલા હોય તો થાકે એટલે બેસી જાય. બાજુમાં કોઈ બીજો માણસ આવી બેસે અને પૂછે : ભાઈ હું તમને છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા જોઉં છું, પણ તમારું શરીર આવું જ છે.' હા ભાઈ તે એને ચાલતા જોયો છે પણ ખાતા નથી જોયો. આ સાંભળી કહેશે : અરે ભાઈ હું છેલ્લા ત્રણ મહિનાથી નહિં પણ ત્રણ વર્ષથી ચાલુ છું. પણ આમાં સોય જેટલો પણ ફરક પડ્યો નથી. ' પણ ક્યાં થી ફરક પડે? પંદર મિનિટ ચાલવું અને અડધી કલાક ખાવું. ખાવા ભેગા થાય તો એક બાજુ ખાવાના વડા તળાતાં હોય અને બીજી બાજુ અલક-મલકની વાતોનાં વડા બનતા હોય.

' મને આ દેશની ચિંતા થાય છે. શું થાશે આ દેશનું? '

એલા ભાઈ તું દેશની ચિંતા છોડ તારી ચિંતા કર. આ તારું પેટ માટલામાંથી હવે મોટા દડા જેવું થાય છે.

પણ એ લોકોને એની કંઈ પડી જ હોતી નથી.

           તમે જો એ કોથળાઓને શરીર ઓછું કરવાની ટિપ્સ આપો તો હા-હા કરશે, ખાલી બે થી ત્રણ અઠવાડિયા પરેજી પાળશે પછી જેમ હતું એમ નું એમ. થોડાક દિવસો પછી તમે એને મળો અને પૂછો કે : શું પરેજી પાળો છો ને?' તો કહેશે ' અરે ભાઈ હું પરેજી તો પાળું છું પણ હમણાં છેલ્લા પાંચ દિવસથી મારે ઉપરા - ઉપરી લગ્ન આવી ગયા એટલે પછી...... હવે તમે તો સમજદાર છો એટલે તમને તો વધારે સમજાવવાનું ..... હે હે હે. ' એમ કહી વાત ઊડાડી દે અથવા નત - નવીન બહાના કાઢે. એટલે તમે ગમે તેટલા પ્રયત્નો કરી લો પણ આ અમારા રંગીલા કોથળા તો આવાં જ રહેવાનાં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy