STORYMIRROR

harsh soni

Inspirational Children

3  

harsh soni

Inspirational Children

આશા

આશા

1 min
271

એમ.જી. રોડ પર કૂતરા, પક્ષી તથા કૂતરા માટેનો ખોરાક વેચતી એક મોટી દુકાન હતી. અહીં ઘણા બધા લોકો કૂતરાં લેવા માટે આવ્યા હતા. આ બધા કૂતરાંમાં સૌથી છેલ્લે ખૂણા માં પડેલું એક નાનું કૂતરાંનું બચ્ચું હતું. કોઈ તેની તરફ ધ્યાન નહોતું દેતું. કેમ કે તે લંગડું હતું.

તે બચ્ચું બધા સામે આશા ભરી નજરથી જોતું હતું. ત્યાં જ દુકાનનો દરવાજો ખૂલ્યો. એક નાનો છોકરો તેના પપ્પા જોડે આવ્યો હતો. તે નાના છોકરાએ બધા કૂતરાં જોયા. પછી તેણે પેલા લંગડા બચ્ચાને ઉપાડી લીધું. અને દુકાન માલિક પાસે આવ્યો. દુકાન માલિકે કહ્યું " આ લંગડું છે. એના કરતાં કોઈ બીજું લઈ લો. " તે છોકરાએ પોતાનું પેન્ટ નીચેથી ઊંચું કર્યું. તેનો ડાબો પગ ખોટો લગાડેલો હતો. દુકાનદાર નિ:શબ્દ ઊભો હતો. તે છોકરો કૂતરાંના બચ્ચાનું પેમેન્ટ કરી ચાલતો થયો. તે કૂતરાંના બચ્ચાની આંખમાં એક આશા હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational