દર્દ
દર્દ


ધ્રૂજારી છૂટી જાય તેટલી ઠંડી વાતી હતી. સુસવાટા બંધ પવન મારતો હતો. મારી ઓફિસમાં એક માત્ર હું હતો, મારે વર્કલોડ હતો અને હું રજા પર હતો એનું બધું ભેગું ચડ્યું હતું જે પૂરું કરવાનું હતું. બારીઓ બંધ હતી છતાંય ક્યાંકથી પવન વાતો હતો, જોડે મારે માથે કામ.
મારી ઓફિસ ચોથા માળે અને અમારે એક નિયમ રાતના દસ પછી લિફ્ટ બંધ કરી દે ! અને મેં જોયું તો રાતના બાર ઉપર હતા અને હજુય મારે કામ હતુંજ. એવામાં મેઈલ આવ્યો કામ પતાવીને જજો, સમયની સામે જોતા નહીં !
હું નવોસવો પરણેલો મારી વાઈફ ઘરે અને હું અહી મશીનની જેમ કામ કરૂં. મારે વહેલું જવુંજ હતું પણ હું બંધાયેલો હતો. હું નોકરી છોડવા માંગતો હતો પણ મારે માથે લૉન, ભાડા, દેવા અનેક સવાલો હતા અને મારે ગામડે પણ રૂપિયા આપવાના રહેતા એટલે જ. બધું વિચાર્યા વગર બસ કામ કર્યે જતો અને ઘડિયાળ તેનું કામ કરતી.
જોયું તો રાતના એક ઉપર, મારુ ઘર અહીંથી લગભગ બારેક કિલોમીટર દૂર. પાછું વચ્ચે ડાયવર્ઝન આવે એટલે મારે નદીની પાછળ આવેલા મેદાને થઈ ને જવું પડતું. જે મને વધારે લાબું લાગતું અને અજુકતું લાગતું. " પૈસો ખેલ કરાવે એમ હું નાચતો હતો ".
હા, ક્યાં રહી ગયા ? હજુ આવ્યા નહીં, મને બીક લાગે છે કેટલી વાર લાગશે હજુ ?. અને આજે તો બાજુ વાળા માસી પણ નથી અને આપણા માળે કોઈ નથી, વહેલા આવો તો ઘણું સારું...' તમારી અંજલી '.
એનો એક મેસેજ વાંચી હાશકારો લાગ્યો અને એની યાદ આવી ગઈ. એટલામાં નીચેથી વોચમેન નો અવાજ આવ્યો અને કહ્યું ' સર જલ્દી કરો, મારે લેટ થાય છે '
હું ફરી મારા કામે મગ્ન બન્યો અને કોમ્યુટરની સ્ક્રીનમાં ઘૂસી ગયો. મને કોઈ જાણ જ નહીં કે મારી આગળ પાછળ શું બની રહ્યું છે, શિયાળામાં બાથરૂમ વધુ જવું પડે પણ મારે કામ માથે હતું અને ઘરે જવાની ઉતાવળ. ગમે તેમ કરી પંદર મિનિટ કાઢી અને હું ગયો ફ્રેશ થવા.
" અરે, લાઈટો ગઈ..એ હા... મારે માંડ દસ મિનિટનું બાકી હશે ને લાઈટ ગઈ, ઓહ યાર.....હવે લાઈટ આવશે નહીં ત્યાં સુધી મારે શું કરવું ?, સર ને મેસેજ કરી અને અહીંનો ફોટો લઈને મોકલી દઉં ". ફોટો મોકલી દીધો અને મેસેજ કરીને બધું મારુ લઈને વોચમેન ને રાડ પાડી પણ, એણે સાંભળ્યું નહીં. મારે ખુલ્લું મૂકીને જવાય નહીં એટલે આડું કરીને બંધ કરીને નીચે ઉતર્યો.
ઓહહ, એક તો લિફ્ટ શું કામ બંધ કરતા હશે ? એમને શેના લાઇટબીલ બચાવવા છે. ખબર છે અમારે મોડું થાય છે અને કામ ઘણું હોય છે છતાંય લિફ્ટ, લાઈટો બધું બંધ કરી દે છે. એ તો સારું છે કે આજે મેં મારું વાહન બહાર મૂક્યું.... મારે ટોર્ચ ચાલુ કરવી પડશે નહીતો સીધો પડીશ !,
અને એવમાં મારા હાથે ફોન છૂટી ગયો અને સીધો સડસડાટ નીચે, ધડામ !
પત્યું, એક સાંધો ત્યાં તેર તૂટે !. આ મહિનો ભારે હતો અને હવે ફોનનો ખર્ચો. એટલું અંધારું હતું હું મારી જાતને જોઈ શકતો નહતો એવામાં માંડ માંડ એક એક સીડી ઉતર્યો. એટલી બધી સીડી હતી કે ના પૂછો !
નીચે મને વોચમેન ના મળ્યો પણ મારો તૂટેલો ફોન મળી ગયો. જલ્દીથી હાથમાં લીધો અને મારા વાહન જોડે ગયો. ઠંડીમાં જાણે સૂકાઈ ગયું હોય એમ મારુ બાઇક ચાલુજ ના થાય, કેટલી કીક મારી તો પણ !, હું હાંફી ગયો એ ઠંડીમાં મને ગરમી ચડી. મને થાય મારી જોડે ફોન નથી, રાત ના ત્રણ જેવા થયા છે અને જોડે શિયાળાનો સમય છે, બાઇક બગડ્યું છે, સાલું હું જાઉં ક્યાં અને કેમનો ? ગમે તેમ કરીને ફરી ઉપર ગયો.
' ત્યાંના પડેલા કોઈ ફોન હશે એ વિચારી અંદર ગયો અને મારા ટેબલ જઈ બેઠો '. મારી બારી ખોલી, હાશકારો લીધો, જરા થાક ખાધો
અને પછી પડેલો કોઈ ફોન શોધ્યો. મને ખબર હતી અમે કી પેડ ફોન રાખતા હતા, એના માટે મારે પાછળ મૂકેલા કબાટ આગળ જવાનું હતું.
સાલું, દિવસે બીક લાગે તો રાત્રે લાઈટ વિના કેવી હાલત થાય મારી ? પણ મારે અહીંથી છૂટવું હતું અને મારે મદદ જોઈતી હતી એટલે હું અંદર ગયો. એટલું અંધારું, એવો સન્નાટો, એવી ભારે શાંતિ અને ઠંડી, અને નર્યો અંધકાર. અમારું કબાટ છેક બહારની સાઈડ હતું. જોડે પાછળની સોસાયટીવાળાનો પીપળો. દેખાતું સહેજેય નહીં તો પણ ગયો.
અને આ બાજુ, વોચમેન અંદર આવ્યો અને તેને એમ લાગ્યું હું નથી મારા ઘરે જવા નીકળી ગયો એ ભ્રમમાં એણે મને અંદર પૂરી દીધો. બહારથી બધું બંધ કરીને મને મૂકી જતો રહ્યો.
" આ બાજુ મને અણસાર નહીં કે હું અંદર છું ". હું કબાટ આગળ પહોંચી ગયો અને નસીબ જોગે મને ફોન મળી ગયો. મારી વાઈફ સિવાય કોઈનો નંબર યાદ નહીં પણ એમાં દરેક સ્ટાફના નંબર સેવ હતા. મારુ નસીબ મેં મારા કલીગને લગાવ્યો પણ,
એ ગભરાઈ ગયો એને થયું હશે હાલ ઓફિસથી કોન ફોન કરે છે ?, બીજા ને ત્રીજાને ઘણા ને લગાવ્યા પણ કોઈએ ઉપાડ્યો નહીં. મને મનમાં થયું ' ઓફિસની પડી જ નથી કોઈ ફોન ઉપાડતું નથી '. હું એ અંધારે ઊભો ઊભો કોલ લગાવતો હતો.
જોયું તો રાત ના સાડા ત્રણ, ખરી રાત હતી અને હું જાગતો ઘુવડ !, મેં મારી વાઇફને લગાવ્યો પણ અનનોન નંબર હોવાના કારણે ના ઉઠાવ્યો. મને એટલો પરસેવો છૂટી ગયો. હું શું કરું એમ વિચારી હું બહાર આવ્યો.
' જોયું તો બહાર લોક !, મને અંદર પૂરી દીધો એનો અહેસાસ થઈ ગયો. હું ગાંડો બની ગયો, એક બાજુ ભૂખ લાગી, એક બાજુ ઠંડી લાગતી હતી, એક બાજુ માથું ફરી ગયું હતું, એક બાજુ નવ કલાકની નોકરી સિવાયના ઉપર ના છ કલાક વીતી ગયા એનો થાક અને માનસિક થાક, એક બાજુ મારી વાઈફની ચિંતા અને તેની યાદ.....હું ખરેખર પાગલ બની ગયો. મારે ગમે તેમ કરીને નીકળવું હતું પણ હું કરું શું ?
ભૂખ એટલી લાગી હતી ના પૂછો વાત અને લાઈટ તો આવી જ નહતી. મને અલગ અલગ ભણકારા વાગતા હતા, મને અંદર ખાને ડર લાગતો હતો, મને ભૂત હોય એમ લાગતું હતું. મેં ફરી કોલ કર્યા પણ બધા જાણે બેભાન હોય એમ કોઈએ ઉપાડ્યો નહીં. હું હેકટિક બની ગયો.
મેં મારી જોડે બનેલી આખીય વાત ડાયરીમાં લખી નાંખી અને એક પગલાં વિશે વિચાર્યું. મને થયું અહીંથી પડીશ તો બચી જ જઈશ અને ત્યાંથી ભાગી મારા ઘરે જતો રહીશ. મારે આ નોકરી નથી જ કરવી, સાલા પંદર સોળ કલાક પાગલ બની ગયો.
અને મેં પડતું મૂક્યું.
સવાર પડતા સુધી માં વાત ફેલાયી ગઈ અને આપણે સીધા ઉપર ! મારી ડાયરીમાં લખેલી વાત બધાએ વાંચી અને દરેક તેમની જાતને ગુનેગાર માનવા લાગ્યા. મારી લાશ મારા બાઈક આગળ જ પડી હતી અને હું દુનિયા બહાર.
" મને અહીંથી છૂટવું હતું માટે પગલું ભર્યું પણ હું તો દુનિયા બહાર થઈ ગયો ! "
દસ દિવસ બાદ.
રાહુલ આજે કામ પતાવીને જજે, તારે ઘણી રજા પડી હતી અને તું લાસ્ટ છે માટે.
હેય, આઈ એમ રાહુલ એન્ડ હું મારું કામ લાઈવ કરીશ, હું લાઈવ છું તમે મને જુઓ અને હું મારું કામ લાઈવ કરીશ !
મેં એમનું આખુંય લાઈવ જોયું હતું, ઠીક રાતના સાડા ત્રણની પાસે એમણે ઉપરથી છલાંગ લગાવી અને મારી નજર સામે જ.
અનેક ઘટના બનવા લાગી અને અમારી ઓફિસની જગા બદલી લીધી. મારી વાઈફ બીજે પરણી ગઈ અને હું...આજેય એ જૂની ઓફિસમાં છું. મને મુક્ત કરો નહીંતર હું ત્યાં જ રહી જઈશ. મારી ઓફિસ બહાર તાળું હટી ગયું અને એક નવી ઓફિસવાળા આવ્યા.
જોઈએ હવે,..!