Tirth Shah

Romance Tragedy Thriller

4.5  

Tirth Shah

Romance Tragedy Thriller

વાત એક સાંજની

વાત એક સાંજની

4 mins
375


એ દિવસે જરા હું બેચેની અનુભવતો હતો. ભાદરવાની ગરમી અકળામણ હેરાન કરતી હતી. ક્યાંય મને મન લાગતું નહતું તેમજ કશુંય ગમતું નહતું. ઘરમાં કોઈની સાથે બોલવું ગમતું નહીં તો ક્યાંય બહાર જવું પણ ગમતું નહીં. જાણે અંદરોઅંદર હું મારી જાત સાથે લડતો હોઉં તેમ મને લાગવા માંડ્યું. હું ધીરે ધીરે એકલપંથી બનતો જતો હતો. મારા ઘરમાં પણ હું જાણે અજાણ હોઉં તેમ બનીને ફરતો હતો.

એક સમી સાંજની ઘડીએ ઘરની બારી પાસે હું બેઠો. સફેદ રંગનો પડદો હટાવીને પંખો બંધ કરીને બારી હળવેકથી ખોલી ! બારી બરાબરની જામી ગઈ હતી એટલે ખોલતા સમયે કાટ લાગી ગયો હોય તેમ અવાજ આવ્યો. એ અવાજ સાંભળતા મને મનમાં થયું, ' હું કેટલો વિચિત્ર માણસ છું કે મારા ઘરની બારી ખોલવાનો પણ મને સમય નથી. '

બારીને જોરથી ધક્કો માર્યો અને બારી બે પાંચ સેકન્ડ બાદ ધીમે રહીને ખુલી ગઈ. બારીના ખૂણા પાસે નકરા કરોળિયાના જાળા બની ગયા હતા. કીડીઓએ નાનું અમથું દર બનાવ્યું હતું. બારીનો પડદો પણ મેલો થઈ ગયો હતો. બારી પાસે નરી ધૂળ જામી ગઈ હતી તેમજ બારીનો કાચ પણ તૂટી જવા આવ્યો હતો. હું બધું નિરીક્ષણ કર્યા પછી શાંતિથી બારી પાસે બેઠો.

બારી બહાર ડોકિયું કર્યું તો સૂર્ય અસ્ત થવા આવ્યો હતો. સંધ્યા સોળે કળાએ ખીલી ઊઠી હતી. પંખીઓ ગગનમાં મુક્ત રીતે વિહાર કરતા હતા. દૂર મંદિરમાં શંખ નાદ અને ઢોલ નગારાનો અવાજ આવતો જણાયો. આકાશ એકદમ સ્વચ્છ અને સુંદર લાગતું હતું. ચંદ્ર તેની ધરીએ આવીને બેસી ગયો હતો. તારલિયા મસ્ત ઝગમગ થતા હતા. દૂર પર્વત ઉપર દેવી માની ધજા પવનમાં લહેરાતી હતી. વાતાવરણ જાણે શુદ્ધ લાગતું હતું. મારી બધી ચિંતા પળવાર માટે તો જાણે ગાયબ જ થઈ ગઈ. હું કુદરત સાથે વધારે નજીક જતો હતો. કુદરત તેની અજાયબી પાથરતી હતી ને હું તેની મજા લૂંટી રહ્યો હતો.

એકાએક મારી નજર સામે મારો ભૂતકાળ આવી ચડયો.

આવી જ એક સાંજે હું અને મારી પ્રેમિકા બગીચાના ખૂણામાં બેઠા હતા. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. હું તેને આશ્વાસન આપતો હતો કે...,

સ્વરૂપ : અવની, હું તારો હાથ અને સાથ ક્યારેય નહી છોડું. ચાહે ગમેતે થઈ જાય પણ તું મારી છે અને મારી જ રહીશ ! અવની મને ખબર છે કે તારા ઘરે કોઈ આપણા પ્રેમની સ્વીકૃતિ નહી કરે પણ હું તારા આખાય ઘર અને સમાજ સામે હું તને પામીશ. મને એટલી ખાતરી છે કે આપણા પ્રેમની લોકો વ્યાખ્યા આપશે !

અવની : મારા સ્વરૂપ, ખરેખર તું મને બચાવી લેજે નહીતર જીવતે જીવ મારું ઘર મને મારી નાખશે ! મારો બાપ અને મારો ભાઈ તો મને જીવતી સળગાવી મૂકશે, એમને ધીરે ધીરે જાણ થઈ ગઈ છે કે હું તારા પ્રેમમાં છું. મને બચાવી લેજે !

સ્વરૂપ : તું ચિંતા ના કરીશ. તને કંઈ જ નહીં થાય અને તારા બાપાને જોઈ લઈશ ! તારા માટે હું ગમે તે કરવા રેડી છું. સમય જતાં બધું સુધરી જશે બસ થોડો સમય તારા ઘરને તું આપ. તું એમને સમય આપ એ તને સારી રીતે સમજી જશે !

અવની : સારું ! એક વાત કહું તને આંચકો લાગે તેવી છે.

સ્વરૂપ : મને ખબર છે કે તું... મારા દીકરાની માં બનવાની છે ! હું તને પ્રેમ કરું છું તો તારા હાવભાવને સારી રીતે જાણું છું.

અવની : એ તો આપણો પ્રેમ અમર રહે ! આંચકો એ વાતનો છે કે... હું માં બનવાની છું એ વાત ઘરે ખબર પડી ગઈ છે. હવે મારું જીવન ગમે ત્યારે !

સ્વરપ : તું બહુ ચિંતા ના કરીશ ! જો સામે ભગવાનની આરતી થાય છે ચાલ આપણે આરતીમાં જઈએ. એમના આશીર્વાદ લઈએ અને કંઈક નવું વિચારીએ !

એ વાતના દસમા દિવસે મને જાણ થઈ કે...,

મારી અવની હવે આ દુનિયામાં નથી રહી. અવનીએ આત્મહત્યા કરી નાખી છે. અવનીએ કેનાલમાં કૂદીને જીવ ટૂંકાવી દીધો. હું તો સાવ ગાંડો થઈ ગયો હતો. અવની આવું કૃત્ય કરી જ ન શકે પણ હું લાચાર હતો. મારી પાસે કોઈ સબૂત નહતો કે અવનીએ આત્મહત્યા કેમ કરી ? અવની આત્મહત્યા કરી શકે તેવી હતી જ નહીં ! અવની તેના ઘરના લોકોથી ઘણી દુઃખી હતી. અવનીને તેના પિતા અને ભાઈથી ભય હતો કે તે લોકો અવનીને મારી નાખશે.

મેં બારી બંધ કરી. સૂર્ય અસ્ત થઈ ગયો હતો. સાંજની રાત થઈ ગઈ હતી. સફેદ પડદો આડો કર્યો અને પંખો ચાલુ કર્યો. અવનીની આવતીકાલે પુણ્યતિથિ છે. મેં ધીમા અવાજે રેડિયો ચાલુ કર્યો અને મારી આંખો બંધ કરી દીધી. જેવી આંખો બંધ કરી ત્યાં જ મારી નજર સામે હસતી કૂદતી અવની આવી ચડી. મેં મારી આંખો બંધ જ રાખી અને તે અવનીને નિહાળવા લાગ્યો. અવની એટલી રૂપાળી લાગતી હતી કે વાત ન પૂછો !

અવનીએ મને ઈશારાથી કહ્યું, " હું તમારી રાહ જોતી કેનાલ પાસે બેઠી હતી ને કંઈક હું વધુ સમજુ એની પહેલા જ મને કોઈએ ધક્કો મારી દીધો ! એ સમયે મારો હાથ આવનાર સ્વરૂપ ઉપર હતો ! "

એક ઝાટકે મારી આંખ ખુલી ગઈ. આંખના આંસુ લૂછ્યા અને રેડિયો બંધ કર્યો. લાઈટ બંધ કરી. પંખો બંધ કર્યો અને બારી પાસે ડોકિયું કર્યું. જોયું તો રાત વધુ રંગીન લાગતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance