Tirth Shah

Drama Crime

4.3  

Tirth Shah

Drama Crime

પથ્થરની તસ્વીર

પથ્થરની તસ્વીર

8 mins
355


શ્રી કોલોનીમાં એકપછી એક મોંઘી કાર પ્રવેશવા લાગી. વોચમેન એકપછી એક એન્ટ્રી કરતો ગયો અને દરેક કારને જોઈને હરકતમાં આવી ગયો. એ દરેક કારના મહેમાનો શ્રી કોલોનીમાં ચોથા માળે રહેતા વિધુર એવા પંકજભાઈને ત્યાં ગયા હતા. આજે પંકજભાઈના ત્યાં નાના પ્રસંગનું આયોજન કર્યું હતું. દરેક મહેમાનોના કપડાં જોઈને લાગતું કે કોઈનું બેસણું છે અથવા કોઈ વ્યક્તિની વરસી છે. ! પણ, પંકજભાઈ તો વિધુર હતા એટલે આજે વિદ્યાબહેનની વરસી હશે.

પંકજભાઈનું ઘર એટલે પાંચ રૂમ રસોડાનું મોટું ઘર. એકદમ સુંદર અને ચોખ્ખું તેમજ ઘરમાં દરેક ચીજવસ્તુ હતી. ઘર જોઈને લાગતું જાણે કોઈ અમીરનું હોય ! આમેય પંકજભાઈ સરકારી કોલેજના ડિન હતા અને હમણાં જ નિવૃત થયા હતા. એમના ફાધર એવા રમણિકલાલ પણ એ સમયે સરકારી શાળામાં આચાર્ય હતા, એમના મમ્મી એવા સુધા બહેન દાંતના ડોકટર હતા. સુખી સંપન્ન ઘરથી પંકજભાઈ આવતા હતા. એમનું વ્યક્તિત્વ જાણે કોઈ સાધુ જેવું નિર્મળ, શાંત, સ્થિર, શુશીલ, ગુણિયલ, પ્રેમાળ, ઉદાર આ બધા ગુણો એકીસાથે એમનામાં હતા. એમની છાપ અને છબી જાણે કોઈ હોંશિયાર અને તેજસ્વી વ્યક્તિ જેવી હતી. એ દરેકની સાથે જરા માપમાં બોલતા પણ નાના મોટા દરેકનું માન રાખીને જ વાત કરતા. એ હંમેશા એમના કામમાં જ વ્યસ્ત રહેતા.

શ્રી કોલોનીમાં દરેકના મોઢે આજે પંકજભાઈની વાત ચાલતી હતી. વિદ્યાબહેનને ગુજરી ગયે આજે દસેક વર્ષ થતા હતા. એમની વરસી હતી અને સંજોગાવસાત આજે એમની મરણ તારીખ પણ આવતી હતી. એમને દસ વર્ષ થયાં પૂર્ણ થયા હતા માટે આજે નાનો અમથો જમણવાર રાખેલો હતો. એમના નજીકના સગા, મિત્રો, પાડોશીઓ, એમના નિકટના વ્યક્તિને બોલાવ્યા હતા. પંકજભાઈ સફેદ ઝભ્ભામાં ઝળહળતા હતા જોડે તેમની સાળી એટલે કે વિદ્યાબહેનની નાની બહેન એવી રેખા ત્યાં એમની જોડે ઊભી હતી. તે બંને દરેકને આવકાર આપતા હતા. ઘરમાં બીજી બાજુએ નાના અવાજે ભજન વાગતા હતા તેમજ દરેક મહેમાનો શાંત ચિત્તે બેઠા હતા. વિદ્યાબહેનની મસમોટી પ્રતિકૃતિ ઘરની વચ્ચે મોટા ઓરડામાં મૂકી હતી. તે પ્રતિકૃતિની ફરતે સુગંધીદાર અગરબત્તીની સ્મેલ આવતી હતી ને જોડે ગુલાબની અને અન્ય ફૂલોની ડિશ મૂકી હતી. એની બાજુમાં એક નાની પ્રતિકૃતિ મુકેલી હતી જેમાં પંકજભાઈ અને વિદ્યાબહેનના લગ્ન સમયની ફ્રેમ હતી.

બધા મહેમાનો ઘરમાં ગોઠવાઈ ગયા હતા. રેખા અને તેમનો પતિ દેવરાજ બાજુમાં બેઠા હતા. પંકજભાઈ મોટી પ્રતિકૃતિની બાજુમાં ખુરશી નાખીને બેઠા હતા. એમની આંખોમાં આસું હતા અને તેમના મોઢે કોઈ ભાવ જોવા મળતો નહીં. રેખા તેમને વારંવાર પાણી આપી જતી, એ દરેક મહેમાનનું ધ્યાન રાખતી. તેના મોઢે પણ દુઃખનો ભાવ જોવા મળતો હતો. બાકી બધાથી વિપરીત દેવરાજ મોઢું ચડાવીને અગાસીએ બેઠો હતો. એ ધીમા અવાજે કોઈની સાથે ફોન પર વાત કરતો હતો. પંકજભાઈ એકાએક ત્યાંથી ઊભા થઈને રૂમમાં જાય છે ને... હાથમાં એક ગિફ્ટ પેક કરેલી એક ચીજ લઈને આવે છે. એ પેક કરેલી ચીજ વજનદાર હશે એમ લાગે છે. પંકજભાઈ તેમની જગાએ બેસીને ગિફ્ટ પેપર ઓપન કરે છે. ત્યાં બેઠેલા દરેક મહેમાનોની આંખો ચમકી જાય છે. પંકજભાઈ ગિફ્ટ પેપર બાજુમાં ફેંકતા એમના હાથમાં રહેલો પથ્થર જે ફ્રેમ જેવો લાગતો હતો તે બાજુમાં મૂકે છે.

એ પથ્થર જે ફ્રેમ જેવો લાગતો તે આખોય હીરાનો મઢેલો હતો. તેની અંદર પંકજભાઈ અને વિદ્યાબહેનના લગ્નની તસ્વીર હતી જે એકદમ શોભિત લાગતી હતી. એ ફ્રેમ મુક્તાની સાથે જ પંકજભાઈ રડી પડે છે. એ પથ્થરની ફ્રેમ જે પૂર્ણ હીરાથી જડેલી હતી. એ પથ્થરની ફ્રેમ જાણે લાખો કરોડોની હોય તેવી શોભતી હતી ને તેની અંદર કરોડો મૂલ્યથી વધુ એવા કપલના લગ્નનો ફોટો હતો.

સાંજ પડી ગઈ હતી. દરેક મહેમાનો જમી કરીને ક્યારના નીકળી ગયા હતા. રેખા અને દેવરાજ બસેલા હતા. પંકજભાઈ અને તેમની જોડે તેમની કુતરી એવી હની બેઠેલી હતી. પંકજભાઈ કોઈ મૂડમાં હતા નહીં, તેમણે રેખા અને દેવરાજને પણ ઘરે જવાનો ઈશારો કર્યો. હની દોડતી તેના રૂમમાં જતી રહે છે. પંકજભાઈ ઘરની અગાસીએ બેઠા છે હાથમાં ચાનો કપ છે. જોડે રેડિયોમાં જુના ગીતો વાગે છે. પંકજભાઈ અંદર રૂમમાં જઈને પથ્થરની તસ્વીર લે છે. એ તસવીરને જોતા મોટા અવાજે હસવા લાગે છે. ઘરનો દરવાજો બંધ કરે છે, અગાસીનો પડદો પાડી દે છે. હનીને રૂમમાં પુરી દે છે અને એ પથ્થરની તસ્વીર હાથમાં લઈને નાચવા લાગે છે. એ પથ્થરની તસવીરને ગળે લગાવીને જોરજોરથી હસવા માંડે છે. વિદ્યાબહેનની મુકેલી પ્રતિકૃતિની સામે જોઇને પંકજભાઈનો સુર એકદમ બદલાઈ જાય છે.

'તું મારી જિંદગીની મોટામાં મોટી પનોતી હતી. તું મારી જિંદગીની મોટામાં મોટી સમસ્યા હતી. તું મારી પત્ની નહીં પણ... મારી દુષમન હતી. તું મારી જોડે કયારેય શોભી નહીં અને મેં તને શોભવા દીધી નહીં. તું મારી સાથે ક્યારેય કદમથી કદમ ચાલી શકી નહીં, તું મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ છે જે મને આખી જિંદગી હેરાન કરી મુક્યો હતો. તું મારી પાર્ટનર તો શું તું મારી સરખામણીએ આવી શકે તેમ પણ નહતી. તું અને હું ક્યારેય એક થઇ શકવાના નહતા. તું ગરીબ ઘરની અભણ અને હું આમિર ઘરનો દેખાવડો... તું મારી તોલે તો ક્યારેય ન આવી શકી. મેં તને મારી તોલે આવવા દીધી જ નહીં. હું તારા થી કાયમ દૂર રહેતો અને હું મારા પ્રેમને બહાર શોધતો. તું મને પ્રેમ કરતી અને હું...... જવા દે ! તારો અને મારો મેળ આ ભવમાં તો શું એકેય ભવમાં ના થાય. મારા લગ્ન પરાણે તારી જોડે થયા, તારામાં દેખાવનો અભાવ, ભણતરનો અભાવ, સમાજની સાચી સમજનો અભાવ. તારામાં માત્ર ઉદારનો ગુણ હતો જે તારી શક્તિ હતી.

મારી બા અને તું બે સરખા. હું અને મારા બાપુજી, એ સમયે તારા વિવાહ થતા નહીં અને તું રંગે જરા શ્યામ એટલે તને કોઈ વરતું નહીં. એવામાં મારી બા અને કાકીને તું નજરે ચડી ને તારું મારુ ગોઠવાઈ ગયું. મેં તો ના પાડી હતી પણ, મારુ સાંભળે કોણ...? મહાપરાણે તારી જોડે લગ્ન તો કર્યા પણ મારું મન તારામાં રહેતું નહીં. એવામાં તારી નાની બહેન રેખા મારા ધ્યાને ચડી અને હું તેના પ્રેમમાં ઘાયલ બન્યો. રેખાને મારા પ્રેમની ભણક લાગી ગઈ હતી, એ પણ મને ચાહવા લાગી હતી. એવામાં મારી નોકરી લાગી ને આપણે બંન્ને અહીં શહેરમાં આવી ગયા. રેખા ભણતી હતી માટે એ ત્યાંજ રહી ગઈ. સમય નીકળતો ગયો અને ઘરે દીકરી આવી ને પછી દીકરો આવી ગયો. તેમ છતાં હું તને પ્રેમ કરતો નહીં. તું મારુ ખૂબ ધ્યાન રાખતી મને ખૂબ સાચવતી. તું મારી ખરેખરની સંગીની હતી. તું બધું જાણતી હતી છતાંય મૌન રહીને મારુ ધ્યાન રાખતી. હું ફરીવાર રેખાના પ્રેમમાં ઘાયલ બની ગયો હતો.

રેખા વધુ અભ્યાસ માટે અહીં આવી ગઈ હતી ફરીથી અમારો પ્રેમ પૂર્વવત થઈ ગયો. એ અરસામાં એના લગ્ન દેવરાજ જોડે થયા અને રેખા બાજુના શહેરમાં જતી રહી. દિવસે દિવસે તું મને ત્રાસદાયક લાગવા માંડી હતી. આપણા ઝઘડા વધવા લાગ્યા હતા, મેં તને અમૂકવાર મારી પણ હતી છતાંય તું મારી જોડે રહી. મેં તને પ્રેમની જગાએ તિરસ્કાર આપ્યો તો પણ તું મારી જોડે રહી અને સારી માતા બની. તું મને ખૂબ ચાહતી હતી. તું મારા માટે બધો ત્રાસ ભોગવવા રેડી હતી. હું બહાર સારો, શાણો, ડાહ્યો, ગુડ પર્સન જેવી છબીમાં રહેતો. જેવો ઘરમાં આવું કે તરતજ હું.... તેમ છતાંય તું મારી જોડે રહી. એ વાત મને ગળે ઉતરતી નહતી. મારો અકસ્માત થયો અને હું પથારીવશ, તે મારી ખરેખરની કદર કરી અને આકરી સેવા કરી. બીજીબાજુ બાળકો મોટા થઈ ગયા હતા. એમની જવાબદારી તારે માથે આવી ગઈ હતી. તું ઉંમરથી પહેલા ઘરડી થઈ ને હું જવાન બનતો ગયો. મેં મારી તમામ ઈચ્છાઓ પુરી કરવાનું નક્કી કર્યું અને હું મારા જીવનમાં આગળ વધતો ગયો.

સમયનું કામ કરતો ગયો અને તું બીમારીમાં સપડાઈ. એ બીમારીએ તને ઘેરી લીધી. બીમારીમાં તું એવી ખોવાઈ ગઈ કે તું અને હું અંતરમાં આવી ગયા. અંતે, દસેક વર્ષ પહેલાં તું ગુજરી ગઈ. આ વાત તારા અને મારા સિવાય કોઈ જાણતું નથી. તું તારી જોડે એ રાઝ લઈને ગઈ જે આજ સુધી મારી સાથે રહ્યો છે. જે દિવસે તું ગુજરી ગઈ એ દિવસે મને સહેજ દુઃખ થયું પણ અંતે હું રાજા બની ગયો. તારા ગયા પછી મેં મારી લાઈફ સ્ટાઇલ બદલી નાખી અને હું અહી રહેવા આવી ગયો. દીકરી દેવકી સાસરે જતી પણ રહી અને દીકરો અનુજ કેનેડા સ્થાયી થઈ ગયો. રેખાને કોઈ સંતાન હતું નહીં અને દેવરાજ તે કાયમ મારી જોડે અબોલે રહ્યો.

એ રાઝ આજે હું તને ફરીવાર કહી દઉં કે... એ દિવસે તને ગોળી હથે કરીને મેં આપી નહતી. હું તને મોક્ષ આપવા માંગતો હતો. હું તને કાયમ વિદાય આપવા માંગતો હતો. હું તને મુક્ત કરવા માંગતો હતો. હું તને કાયમ છોડવા માંગતો હતો. હું તને પ્રેમથી આઝાદ કરવા માંગતો હતો. એ રાઝ તારી અને મારી જોડે દસ વર્ષથી અકબંધ રહ્યાં એને આજે ઉજાગર કરી લીધા..'

પંકજભાઈ એટલું બોલીને રડવા લાગે છે. પંકજભાઈ પથ્થરની તસ્વીર હાથમાં લઈને એક રૂમથી બીજા રૂમમાં ફરતા હતા.

આજે તેઓ દુઃખી વધુ લાગતા હતા જાણે આજે છાતી પરનો ભાર હળવો થયો એમ લાગતું. પંકજભાઈ આજે વધુ ઉદાસ લાગતા હતા. આજે તેમને એકાએક વિદ્યાબહેનની યાદ આવી ગઈ. એ યાદના સહારે અને તેઓ આજે દુઃખી થઈને ફરતા હતા. તેમને આજે પોતાની ભૂલોનો અહેસાસ થયો. આજે પંકજભાઈ જાણે કુદરત સાથે આંખ મિલાવીને ચાલતા હોય તેમ લાગતું. તેમણે હનીને રૂમમાં પુરી દીધી અને પથ્થરની તસ્વીર લઈને અગાસીમાં ગયા.

એ હીરા જડિત પથ્થરની તસ્વીર છાતીએ ચાંપી અને અગાસીએ બેઠા. રાત થવા આવી હતી, આંસુ રોકાતા હતા નહીં. એમની આંખો સૂજી ગઈ હતી. મન બેચેન લાગતું હતું, આજે જરા મન વ્યાકુળ થતું હતું. એમણે ફરીવાર એજ અગરબત્તી સળગાવી અને અગાસીએ બેઠા. વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું બધે નિરવ શાંતિ છવાયેલી હતી. એ શાંતિ આજે પંકજભાઈને હેરાન કરતી હતી. એમણે હીરા જડિત પથ્થરની તસ્વીર હાથમાં લીધી અને અગાસીની પારીએ ચાલવા લાગ્યા. એ પારી પાસે હુક જરા નબળા પડી ગયા હતા. એમણે ધ્યાન આપ્યું નહીં અને ઊંધા વળીને ઘરની અંદર જોતા હતા. ઘરના મુખ્ય ઓરડામાં લાઈટો બંધ હતી અને વિદ્યાબહેનની પ્રતિકૃતિ લાઈટથી ઝળહળતી હતી. એ લાઈટ ક્યારેક લાલ, લીલી, પીળી થતી અને પંકજભાઈ એમાં ખોવાઈ જતા. એમણે હીરા જડિત પથ્થરની તસ્વીર જોરથી પકડી અને રાડો પાડવા લાગ્યા.

'ના... ના... માફ કરજે મને...! ના...મારી ભૂલ થઈ ગઈ, વિદ્યા મારી ભૂલ થઈ ગઈ. હું આજે ખરા હૃદયથી સ્વીકારું છું કે મેં તારું ખૂન કર્યું હતું..... એટલેકે હાથે કરીને દવા આપી નહતી. હું મારી ભૂલને જાણી ગયો છું, મને માફ કરી દે.....! પંકજભાઈ ઊંધા વળીને ઘરની અંદર અંધારા વાળા રૂમ તરફ જોતા હતા. બે હાથ જોડેલા હતા અને રડતા હતા. એમના મોઢે માત્ર માફીની વાત આવતી હતી. એમના મોઢે ના... મારી ભૂલ જેવા શબ્દો આવતા હતા.'

એ પારી પાસે વધારે નમ્યા અને જાણે કોઈ સાક્ષાત્કાર થયો હોય તેમ હસવા લાગ્યા. એ હીરા જડેલી પથ્થરની તસ્વીર ગળે લગાડી અને અગાસીએ થી સીધા નમી ગયા. પારી થી નમતા સીધા ઊંધા મોઢે નીચે પડ્યા ને ત્યાંજ રામ રમી ગયા. એ હીરા જડેલી પથ્થરની તસ્વીર તૂટી ગઈ, બધે હીરા વિખેરાઈ ગયા. એ તસ્વીર તૂટી ગઈ, પથ્થર બધે ફેલાઈ ગયા અને અંદરની તસ્વીર જે કાગળની હતી એ પંકજભાઈના ગળે રહી ગઈ.

'પથ્થર જેવો પથ્થર પણ પીગળી જાય છે તો માણસની શું વિસાત ?"


Rate this content
Log in

Similar gujarati story from Drama