Kavi Hir

Horror

4.6  

Kavi Hir

Horror

ઓછાયો… ઍક ભયાનક સત્યકથા

ઓછાયો… ઍક ભયાનક સત્યકથા

8 mins
1.1K


એંબેસેડર કારમા ધીરા અવાજથી રફીસાહેબનુ ગીત વાગતુ હતુ. સાઈઠ થી સિત્તેરની સ્પીડમા કાર ચિંચવડ નામક સ્થળ પરથી પસાર થઈ રહી હતી. કારમા મારવાડી શેઠ તેના પત્ની, યુવાન દિકરો અને દિકરી પોતાના પરિવાર વિષે ચર્ચા કરી રહ્યા હતા. દિકરો યુવાન હોઈ ડ્રાઈવર અવિનાશ સાથે બેઠો હતો. અવિનાશ જાતનો મરાઠી ઉમર બાવીસવર્ષ ઉંચો, સિંગલ બોડી, અને મર્દાનગી જાણે ચહેરા પર વસી હોય તેઓ આભાસ થતો હતો. નજર મીટ માંડ્યા વગર આવનારી મુસીબત માટે જાણે તૈયારી કરી રહ્યો હોય તેમ જણાતુ હતુ.  

સાંજના સાડા પાંચના સમય દરમિયાન કાર ખુલ્લા ખેતરોમાથી પસાર થઈ ત્યા તો અચાનક ધડાકા જેવો અવાજ આવ્યો. અવિનાશે કાર કંટ્રોલમા કરી. જણાતુ હતુ કે કાર પાછળના ભાગે નમી ગઈ હતી. કારનુ વ્હિલ નીકળી ગયુ અને ટાયર ગગડીને પચાસ ફુટ દૂર આવેલા એક વડના ઝાડ નીચે પડ્યુ. મારવાડી શેઠનુ ફેમિલી નીચે ઉતરી કારનુ નિરીક્ષણ કરવા લાગ્યુ. અવિનાશે કારને ચેક કરી પરંતુ આ કામ કદાચ તેનાથી નહી થાય તેવુ શેઠને જણાવ્યુ. અવિનાશે પરિવારને ધ્યાનમા રાખી શેઠને સરકારી બસમા જવા માટે કહ્યુ. અવિનાશ યુવાન હતો જગ્યા અજાણી હતી તે વિચારી શેઠે પોતાના યુવાન દીકરાને તેની સાથે રહેવા જણાવ્યુ.


લગભગ સાંજના સાત થવા આવ્યા હતા બંને જણા ભેગા થઈ ગાડીના પ્રોબ્લેમને સોલ્વ કરવાની મથામણમા લાગ્યા. ઉપાય જડ્યો એક સ્પેરપાર્ટ ખૂટતો જણાયો. અવિનાશને ખબર હતી કે પચીસ કિલોમીટર દૂર એક તાલુકો છે ત્યા આ મળી રહેશે. અવિનાશે શેઠના દીકરાને સ્પેરપાર્ટનો નમૂનો આપી લોકલ વાહનમા બેસાડી દીધો અને જલ્દીથી પાછા વળવા જણાવ્યુ. સાડા સાત થયા સુર્ય આથમી ચૂક્યો હતો. અંધારુ અને ઠંડી જાણે એ વિસ્તારમા ફૌજ લઈ પધારી ચૂક્યા હતા. માણસ વર્તાય એવુ ચંદ્રનુ અજવાળુ પથરાવા લાગ્યુ હતુ. અવિનાશ ગાડીના ટેકે ઉભો રહી પેન્ટના ખિસ્સામા હાથ નાખી ઉભો હતો. વાહનોની અવર જવર લગભગ બંધ થઈ ગઈ હતી. કારણ આ વાત ઓગણીસો એંસીની છે જ્યારે રોડ પર વાહનોની સંખ્યા હાલ જેટલી વધારે ન હતી.

એટલામા ખેતરમા કામ કરનાર એક ખેડૂત પોતાના ઘર તરફ પાછો વળી રહ્યો હતો. અવિનાશ ને જોઈ હાસ્ય સાથે અવિનાશ ને કહ્યુ..”અરે ભાઉ ! એવડ્યા રાત્રી ઈથે કા ઉભે અહાત ?" (અરે ભાઈ ! આટલી રાત્રે તૂ અહી કેમ ઉભો છે.??)અવિનાશ અજાણી જગ્યા પર ખેડૂત માણસ જોઈ જરા ખુશ થયો અને જવાબ આપ્યો, “ભાઉ માઝી ગાડી બિગાડલી આહે” (ભાઈ મારી ગાડી અહિયા બગાડી ગઈ છે. ખેડૂતે હાસ્યમા વધારો કરી જણાવ્યુ “તુજી પણ ઈથે બિગડાય ચી હોતી”? (તારી ગાડી પણ અહિયા જ બગડી ?) અવિનાશે આશ્ચર્ય સાથે વળતો સવાલ કર્યો, “હ્યા ચા અર્થ કાય ?" (આનો મતલબ શુ?). ખેડૂતે ઘર તરફ જવા પગ ઉપડ્યા અને જતા જતા બોલ્યો “કાલે ઈથે એકા બસ ચ્યા અપઘાત ઝ્યાલા હોતા ત્યામધે ચાલીસ લોકો મારલી ગેલી હોતી.”(કાલે આજ સ્થળે એક બસનો અકસ્માત સર્જાયો હતો જેમા ચાલીસ લોકો ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા.)

અવિનાશને આટલુ સાંભળીને થડકી ગયો અને બરફના પુતળાની જેમ ખેડૂતને દૂર અંધારામા ભળી ગયો ત્યા સુધી જોતો રહ્યો. અવિનાશના મનમા અનેક વિચારો આવવા લાગ્યા. ઠંડીનુ પ્રમાણ વધતા ગાડી ખોલી તેમા બેસી ગયો. સવારના મહારાષ્ટ્રના પ્રસિદ્ધ શપ્તશૃગી માતાના મંદિરના દર્શન કર્યા તે યાદ કરવા લાગ્યો. તમરાઓના ભિન્ન ભિન્ન અવાજ અને ખેતરોમાથી આવતા ખખડાટથી તેને ગાડીની વિન્ડો બંધ કેરી દીધી. એ સમયમા મોબાઈલ કે નેટની સુવિધાનો અભાવ હતો. ભૂખ, તરસ અને ડરથી અવિનાશ સાવ અશક્તિ અનુભવવા લાગ્યો. પાણીની બોટલ પણ શેઠની નાની દીકરીના હિસાબે શેઠને આપી દીધી હતી. ચોમેર સાવ અંધકાર દુર દુર સુધી જાણે કોઈ માનવ વસ્તી ન હતી. સમય જાણે હવે ધીરે ધીરે રોકાવા લાગ્યો. અવિનાશ કાંડા ઘડિયાળમા વારે વારે હાસ્ય કરતા સમય સામે જોતો હતો અને ભગવાનને યાદ કરતો હતો.

લગભગ રાત્રીના નવ વાગી ચૂક્યા. અવિનાશ કારમા બેઠો હતો ત્યા પાછળથી આવતી દુર એક વાહનની લાઈટ પોતાના અરીસામા દેખાઈ. અરીસામા કારની લાઇટોનો દુર્લભ અજવાસ જોઈ રહ્યો. થોડી ક્ષણોમા એ કાર અવિનાશની કાર સાથે લગોલગ ઉભી રહી. અવિનાશ અંધારામા સામેના ચાલકની જોવાનો પ્રયત્ન કરતો હતો એવામા સામેની કારવાળી વ્યક્તિએ અવિનાશની કારની વિન્ડો આંગળીઓ વડે ખખડાવી. એકલતા સાથે કંટાળી ગયેલ અવિનાશે ઝડપથી વિન્ડોનો કાચ ચડાવ્યો. સામેની કારમા એક યુવાન સ્ત્રી સફેદ કપડામા અંધારામા પણ સ્પષ્ટ વર્તાય એવા રૂપાળા ચહેરામા ગાડી પોતે ડ્રાઇવ કરી રહેલ જણાઈ. જાણે કોઈ શ્રીમંત ઘરની હોય એવુ જણાઈ રહ્યુ હતુ. અવિનાશ તેને જોઈ રહ્યો, ભૂખ-તરસ અને ઠંડીથી જાણે બેહોશી આવવા લાગી હતી. યુવતીએ અવિનાશની આંખો સામે જોઈ કહ્યુ “મલા માઇતિ આહે તુલા ખુપ ભૂખ લાગલી આહે” (મને ખબર છે તને ઘણી ભૂખ લાગી છે. અવિનાશ તેના જવાબમા માત્ર ડોક હલાવીને હકારાત્મક સંકેત આપ્યો. તેની હાલત એટલી ખરાબ હતી કે કોણ છો ? ક્યાંથી આવો છો ? કંઇ જે પૂછી ના શક્યો.

યુવતીએ ગાડીમાથી એક ટીફીન અને પાણીની બોટલ લંબાવી અને કહ્યુ “ ધે હેચા મધે ખાણ્યાસાઠી આહે..ખાઉન ધે “ (લે આમા જમવાની વસ્તુ છે જમી લેજે). અવીનાશે તરત જ એ ટિફિન અને પાણીની બોટલ લઈ લીધી. હજુ અવિનાશ કોઈ બોલ તે પહેલા યુવતીએ ગાડી સ્ટાર્ટ કરી અને બોલી “મી ઉધ્યા સકાળી યેઇન અણે પરત ઘેઉન જાઈન” ( હુ આને સવારમા પરત લાઇ જઈશ અહીયાથી) આટલુ કહી યુવતી સડસડાટ નીકળી ગઈ. અવિનાશના આભાર કહેવાના શબ્દો જાણે મુખમા જ રહી ગયા. પળવારમા યુવતીની ગાડીની બેક લાલ લાઇટો જાણે આલોપ થઈ ગઈ. અવિનાશ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર ટીફીન ખોલ્યુ તેમા દાળ, ભાત, શાક, રોટલી..વાહ અવિનાશની ખુશીની કોઈ સીમા ન રહી. અને જમવાનુ પણ કેવુ હમણા જ બનાવ્યુ હોય તેવુ ગરમા ગરમ. થોડીજ વારમા આખુ ટિફિન અવિનાશ ચટ કરી ગયો. પાણી પીને ટિફિન અને બોટલ ગાડીમા મૂકી દીધી. ગાડીની બહાર આવ્યો. આકાશના તારલાઓ જાણે મુસીબતના સંકેત આપી રહ્યા હાય તેમ ચમકતા હતા.

સાડા દસ થવા આવ્યા.અવિનાશને વિચાર આવ્યો શેઠનો દિકરો હજુ ના આવ્યો. તેના આવવાની આશમા અવિનાશ પચાસ ફુટ દુર ફેંકાયેલા ટાયર પાસે જવા વિચાર્યુ કે જે વિશાળ વડના ઝાડ નીચે પડ્યુ હતુ. અવિનાશે ગાડી ખોલી તેમાથી માચિસ લઈ ખીસ્સામા મૂકી અને વડ તરફ ચાલવા લાગ્યુ. ઠંડીના હિસાબે તેણે વડની નીચે પડેલા સૂકા પાંદડાને ભેગા કર્યા અન તાપણુ સળગાવ્યુ. ટાયરની ઉપર બેસી વડની નીચે ભડકામા શરીરને ગરમી આપવા લાગ્યો. તેને વિચાર આવ્યો કે કોણ હશે તે યુવતી ? ક્યાંની હશે ? મને કેમ જમવાનુ આપી ગઈ. અવિનાશ ગુંચવાતો ગયો. ઓળખ્યા વગર જમી લીધુ. પુછયુ પણ નહી ? પોતાની જાતને સવાલ કરવા લાગ્યો. દુર ખેતરોમાથી શિયાળના અવાજો આવતા હતા. પવનના હિસાબે આખો વડ જાણે ખડખડાટ હસતો હોય તેમ આભાસ થતો હતો. અવિનાશ અંધારાથી ઝઝુમવા વધુ ને વધુ સૂકા પાંદડા ભેગા કરી આગને સતત ચાલુ રાખવા માગતો હતો.

બરોબર સવા બારનો સમય થયો. ચંદ્ર માથે આવી ગયો અજવાળી રાત સ્પષ્ટ જોઈ શકાય તેવુ અજવાળુ હતુ. અચાનક અવિનાશના ડાબા ખભે કોઈના હાથ વડે ઈશારો થયો. તેને પલટીને જોયુ પણ કોઈ ન હતુ. પછી જમણા ખભે આવી જ રીતે બન્યુ. અવિનાશને કપાળ પર પરસેવાના બિંદુ સ્પષ્ટ જણાઈ આવતા હતા. આવા હાથના ઈશારાઓ લગભગ દોઢ કલાક સુધી ચાલુ રહ્યા. અવિનાશ ખૂબજ ગભરાયેલ હતો. ભગવાનનુ નામ મુખમા ચાલુ હતુ, પણ તેના મનમા ખૌફ ઘણો હતો. થોડો સમય વીત્યો હશે ત્યાં વીસ ફુટના અંતરે ઝાંઝરનો અવાજ આવ્યો..છમ..છમ..છમ આશ્ચર્ય એક યુવાન સ્ત્રી લાલ સાડીમાં રૂપ રૂપનો અંબાર જાણે કોઈ નવ વધુ. ચંદ્રના અજવાળામા સોનાના ઘરેણાઓ ચમકી રહ્યા હતા. સામે ઉભી રહી તેણે અવિનાશ સામે ઈશારાઓ કર્યા. અવિનાશ બહુજ ગભરાયો. એના ડરની હદ એટલે સુધી વટી ગઈ કે તેને પોતાના પેન્ટમા પેશાબ થઈ ગયો અને બસ ભગવાનના નામ સાથે આગને પેટાવી રાખવાનુ કામ ચાલુ રાખ્યુ. સ્ત્રી થોડીવારમા ધુમાડા જેમ ઓલવાઈ ગઈ. અવિનાશ જાણે સ્તબ્ધ બની જોઈ રહ્યો, ડૂમો બાઝી ગયો, પરસેવાથી રેબઝેબ અવિનાશ આગના પ્રકાશમા સ્પષ્ટ ડરેલો જણાઈ રહ્યો હતો. તે એક જે જગ્યા પર પરોઢિયા સુધી સ્થિર બેસી રહ્યો. જાણે ક્યાંક ખોવાયો હોય તેમ.

પરોઢ થયુ પંખીઓનો કલરવ શરૂ થયો, તારલાઓ હવે ઓલવાઈ રહ્યા હતા. અવિનાશની સળગાવેલી આગ પણ ઠરી ચૂકી હતી. પણ અવિનાશ એજ સ્થિરતામા બેસી રહ્યો હતો. અજવાળુ ધીરે ધીરે પથરાવા લાગ્યુ. અવિનાશને કળવળી એકદમ ઉભો થયો. રાતના વિચારો હજુ તેને શુદ્ધ થવા દેતા ન હતા. તે ગાડી તરફ ગયો અને ગાડીમા જઈ ચડ્યો. ગાડીમા બેસતાજ ઉંઘ આવી ગઈ. થોડી વારમા કોઈ વાહનનો હૉર્ન વાગ્યો અવિનાશ જાગ્યો. આંખો ચોળતા ચોળતા જોયુ તો ગઈ કાલ સાંજવાળી સ્ત્રી એજ સફેદ કપડામા કે જે ટિફિન લઈ આવી હતી. અવિનાશ સામે સ્મિત આપ્યુ. અવિનાશે ઝડપથી ગાડીમા મુકેલ ટિફિન પરત કર્યુ અન આભાર માન્યો. યુવતીએ ટિફિન લઈ અવિનાશને બીજા હાથે નાસ્તો અને થર્મોશમા ચા આપી અને કહ્યુ આપ ચા નાસ્તો કરી લો હુ અહિયાજ છુ. અવિનાશ સ્ત્રી સાથે વાત કરવામા સંકોચ અનુભવતો હતો. કાઇ બોલી ન શક્યો ચા અને નાસ્તો ખાઈ તેણે થર્મોશ પરત કર્યો. અને આભાર વ્યક્ત કર્યો. યુવતી તરતજ ગાડી લઈ નીકળી ગઈ. અચાનક વિચાર આવ્યો કે આ સ્ત્રી ગઈ કાલે જ્યાથી આવી હતી ત્યા પરત ફરી ન હતી તો ફરીથી તેજ દિશામાથી કઈ રીતે આવી શકે ? અવિનાશ ગાડીમા ફરી સીટના ટેકે વિચારોમા ખોવાયો.

ફરી આંખ મીચાઈ. સવારના દસ થયા. વાહનોની અવર જવર શરૂ થઈ ગઈ. ગાડી પાસે એક સરકારી બસ ઉભી રહી. શેઠનો દિકરો બસમાથી ઉતર્યો તેના હાથમા કપડાની થેલી હતી. તેમા ગાડીના સ્પેરપાર્ટ જેવુ દેખાતુ હતુ. ગાડી પાસે આવી તેને અવિનાશને જગાડ્યો. અવિનાશ જાગ્યો રાતની ઘટના વિષે કઈજ જણાવ્યુ નહી. અને સ્પેરપાર્ટ લઈ ટાયર લગવ્યુ. શેઠના દિકરાને રાત્રે એ તરફ આવવા કોઈ વાહન ન મળતા તે રાત્રે બસ સ્ટેન્ડ પરજ સુઈ ગયો હતો. ગાડી રીપેર થતાની સાથે જ અવિનાશ અને શેઠનો દિકરો ભયાનક સ્થળ છોડી નીકળી ગયા. અવિનાશ ગાડી સોંપી સીધો તેના ગામ પહોચ્યો. ઘરે પહોચ્યો અને તાવમા સપડાયો. ત્રણ દિવસ સુધી તેને સરકારી હોસ્પિટલમા દાખલ રાખ્યો પણ કોઈ ફરક ન પડ્યો. ડોક્ટર બધા છૂટી પડ્યા. તેને ઘરે લાવવામા આવ્યો. તેની સાથે આવી ઘટના ઘટી છે તે સાંભળીને પરીવારના સભ્યોએ ભેગા મળી તેમના ગૂરુજીને તેડવ્યા.

ગૂરુજી ને આખી વાત કહી સંભળાવી. ગૂરુજીએ પ્રભુનુ ધ્યાન ધર્યુ. થોડીજ વારમા આંખો ખોલી જણાવ્યુ. જે રાત્રે જમવાનુ અને સવારે નાસ્તો આપી જનાર બીજુ કોઈ નહી પણ સ્વયં એક દૈવી શક્તિ હતી કે જેના દર્શન કરી તમે પરત ફરી રહ્યા હતા. અને જે રાત્રે લાલ સાડીમા બોલાવી રહી હતી તે વડમા રહેનાર ચુડેલ હતી જે વર્ષો પહેલા આ રસ્તા પર અકસ્માતમા મૃત્યુ પામી હતી. અવિનાશને ગૂરુજીના આશીર્વાદથી માંદગી દુર થઈ અને સ્વસ્થ બન્યો.

અવિનાશભાઈ આજે એક જાણીતી કંપનીમા ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. પરીવાર સાથે સુખી જીવન પસાર કરે છે. અવિનાશભાઈ મારા મિત્ર છે આ વાત તેમણે પોતાના મુખે મને કહી સંભળાવી હતી. આજે પણ ઓગણીસો એંસીની આ ઘટનાને ભૂલી શકતા નથી.


Rate this content
Log in

Similar gujarati story from Horror