Surbhi Barai

Fantasy Horror Romance

3.9  

Surbhi Barai

Fantasy Horror Romance

અગોચર વિશ્વ

અગોચર વિશ્વ

11 mins
24.3K


“અરે ના યાર, અંતાક્ષરી નહીં હો પ્લીઝ. આ તમને ગર્લ્સને તો જ્યાં જુઓ ત્યાં અંતાક્ષરી જ યાદ આવે...”

“પણ આપણે પેલી ટિપિકલ અંતાક્ષરી નહીં રમીએ... કંઈક ચેઇંજિસ-ટ્વિસ્ટ્સ...”

“ના, ટિપિકલ કે ટ્વિસ્ટેડ, એકેય અંતાક્ષરી તો નહીં જ...”

“સારું, તો ડ્રમ સેર્શ...”

“એ ના મારી મા, કેમ આવા ગર્લિશ આઇડિયાઝ આપે છે? એ તમને છોકરીઓને સોંપ્યું બધું. તમે જાઓ, અને ટેન્ટમાં બેસીને રમો અંતાક્ષરી અને ડ્રમ સેર્શ…”

“અને તમે લોકો?”

“આ બંદા આજે શેરનો શિકાર કરવાના મૂડમાં છે.”

“બેસ, બેસ હવે. જોયો મોટો શેરનો શિકાર કરવાવાળો... એક પોકેમોન તો તારાથી પકડાતો નથી...” (કોરસમાં હાસ્ય) “હા તે બહુ સારું હો... તું બહુ બહાદુર છે ને તે ખબર છે.”

“અરે, અરે... ઝિંતલ-રિશાન, તમે બન્ને આમ જ ઝગડ્યા કરશો તો આપણી ટ્રેકિંગ ટ્રિપની આ છેલ્લી રાત પણ આમ જ ખતમ થઈ જશે ! કાલે તો આપણે બધાં ઘેર જતા રહેશું, અને ફરીથી પોત-પોતાની લાઇફમાં બીઝિ થઈ જઈશું. કંઇક એવું કરીએ, કે જેથી આ રાત આપણા બધાંને લાઇફ ટાઇમ યાદ રહે.”

“એકદમ સાચું. પણ આપણે એવું કરીશું શું?”

“મેં એવું સાંભળ્યું છે કે અહીં ના જંગલમાં એક એવો કૂવો છે કે એમાં ઊતરીને જો એનું પાણી પી આપણે કોઈ વિશ માંગીએ તો એ જરૂર પૂરી થાય જ છે.”

“મનન, તું આવા બધાંમાં બિલીવ કરે છે?”

“મને ખબર નથી કે હું બિલીવ કરું છું કે નહીં. પણ જો એવી કોઇ જગ્યા હોય તો હું ચોક્કસ ત્યાં જવા માંગું છું. વિશ માંગવા માટે નહીં કદાચ, પણ હા જો જઊં તો હું કંઈક માંગું તો ખરો જ.”

“હા, જો એવું થતું હોય તો મારે પણ આવવું છે. હાઉ અનબિલીવેબલ ઇટ ઇઝ? ખાલી કૂવામાં ઉતરીને પાણી પીવાથી આપણી કોઈ પણ વિશ પૂરી થતી હોય તો હું તો એ કૂવાની પાસે જ ઘર બનાવી લઊં.”

“એ મેડમ... એટલું ઇઝિ નથી એ. પહેલા આખી વાત તો સાંભળ. પછી હજુ તારે એ કૂવા પાસે ઘર લેવું હોય, તો એ ઘર બનાવાનો જે ખર્ચ થાય એ હું આપીશ.”

“તું? તું દુનિયાનો મહાકંજૂસ માણસ, કોઈને એક ચોકલેટ પણ ના ખવડાવે એ મને ઘર બનાવી આપશે? તો તો કોઈપણ સંજોગોમાં મને મંજૂર છે.”

“શિખા, એ કૂવો કોઈ સાધારણ કૂવો નથી, જે એ કૂવા પાસે ગયું છે એ જીવતું પાછું આવ્યું નથી.”

“વ્હોટ?”

“હા, અર્નવ સાચું કહે છે, એ કૂવાનું પાણી પીવા ગયેલો કોઈ પણ માણસ જીવતો રહ્યો નથી.”

“યુ મીન એ કૂવાના પાણીમાં કંઈ...”

“ના, એ બધાં માણસોનાં મરવા પાછળ કૂવાના પાણીમાં કંઈ હોય એવું કારણ જવાબદાર નથી. દરેક ડેડબોડિનાં મેડિકલ ચેક-અપ પરથી એ સાબિત થઈ ચૂક્યું છે, કે કૂવાનું પાણી પીવાથી મૃત્યુ થયું નથી. ઈનફેક્ટ અમુક કિસ્સાઓમાં તો મરનાર વ્યક્તિએ પાણી પીધું જ નહતું. એ પહેલાં જ એ મૃત્યુ પામી હતી!”

“પણ... કેવી રીતે?”

“એક ઇંટરેસ્ટિંગ વાત એ છે કે દરેકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.”

“હાહાહા... પાણી પીતાની સાથે જ એમની વિશ પૂરી થઈ ગઈ. અને ખુશીના માર્યા હાર્ટ એટેક આવી ગયો.”

“એક સાથે આટલા લોકોનું મ્રુત્યુ? એક જ જગ્યાએ? એક જ કારણથી થાય? માનવામાં ના આવે એવી વાત છે.”

“હા, એટલે જ હું કહું છું, કે જો કોઈ એવી જગ્યા હોય તો મારે ત્યાં જવું છે, વિશ માંગવા માટે નહીં. પણ હકીકત જાણવા માટે!”

“પાગલ છે તું? તને લાગે છે લોકો એ હકીકત જાણવાનો પ્રયત્ન નહીં કર્યો હોય?”

“કર્યો જ છે, પણ મારે જાતે એ પ્રયત્ન કરવો છે.”

“રબિશ... એવું કંઈ નથી કરવું. આ બધું લોકવાયકા છે. ઉપજાવી કાઢેલી વાતો. જેથી લોકો અહીં આવતા થાય. પબ્લિસિટી માટેનાં કિસ્સા છે યાર. હું નથી માનતી આ બધું.”

“નથી માનતી એમ નહીં, તું ડરે છે એમ કહે ને?”

“હું કંઈ ડરતી નથી. પણ આવી અનરિઆલિસ્ટિલક વાતો પાછળ સમય વેડફવો મને પસંદ નથી. તમે વાતો કરો. હું સૂવા જઊં છું.”

“અરે ના પ્રિયા, આપણે નક્કી કરેલુંને? આજે કોઈ એ સૂવાનું નથી.”

“પણ તમે લોકો જુઓને. શું ફેંકમ ફેંક કરો છો.”

“ઓ.કે. તને ફેંકમ ફેંક લાગતું હોય તો આપણે બંધ કરી દઈએ બસ?”

“ઓ.કે.”

“હેય ફ્રેંડ્સ. હું એક આઇડિયા આપું. તમે લોકોએ આ પહેલા ક્યારેય કોઈ આત્મા સાથે વાત કરી છે?”

“વધુ એક ફેંક્યું? ચલો યાર, હું જઊં છું.”

“પ્રિયા, આ ફેંકમ ફેંક નથી. આ પહેલા મેં જાતે આ અનુભવ ઘણીબધી વાર કરેલો છે. અમે હોસ્ટેલમાં હતાં ત્યારે, અલબત, ગમ્મત ખાતર જ, પણ અમે આત્માને બોલાવતા. એની સાથે વાતો કરતાં. એક થ્રિલિંગ એક્સપિરિયંસ છે યાર. દરેકે પોતાની લાઇફમાં એકવાર આ એક્સ્પિરિયંસ તો કરવો જ જોઈએ. આપણને ખબર પણ નથી હોતી એ રીતે એક અગોચર વિશ્વ આપણી આજુબાજુ રમતું રહેલું હોય છે. જ્યાં સુધી આપણે એને ખલેલ પહોંચાડતા નથી, ત્યાં સુધી એ પણ આપણને નૂકશાન કરતું નથી.”

“ગ્રેટ ધેન, થઈ જાય આજે. પ્લીઝ હવે કોઈ ના ન પાડતા.”

(કોરસમાં) “ઓ.કે.”

“યેસ, તો આપણે એક પેપર, એક કેંડલ, કોઇન, જોઇશે. પેપર પર આલ્ફબેટ્સ અને નમ્બર્સ, યેસ, નો અને ગુડ બાય લખીશું.”

“ઓ.કે. થઈ ગયું.”

“હવે ઉલિઝા બોર્ડ તૈયાર છે. કેંડલ લાઇટ કરી હું પહેલા નેગેટિવ એનર્જીને દૂર કરીશ. આપણે અમુક વાતો યાદ રાખશું. કોઈ સેશન એન્ડ થયા પહેલા પોતાની જગ્યા છોડશે નહીં, આપણે એવા કોઈ પ્રશ્નો નહીં પૂછીએ જેનાથી આત્માને દુ:ખ કે તક્લીફ થાય, જેમ કે એનું મૃત્યુ કેવી રીતે થયું? અથવા તો એના પરિવાર વિશે કંઈ. બીજું આપણે ભગવાન કે મૃત્યુ પછીની દુનિયા વિશે નહીં પૂછીએ. આપણું મૃત્યુ ક્યારે થશે?કેવી રીતે થશે? અથવા કોઈપણ એવી વાત કે જે સંપૂર્ણ રીતે કુદરતના હાથમાં છે, એવા સવાલો નહીં પૂછીએ. અને છેલ્લું, જે સવાલ પૂછ્યા પછી આપણને એવું લાગે કે આત્મા એનો જવાબ આપવા માગતી નથી. આપણે એ સવાલ ફરી નહીં કરીએ. કોઈને બીજું કંઈ પૂછવાનું છે?”

“(કોરસમાં) ના.”

“ગુડ. તો આપણે શરુ કરીએ? બધાં એક સર્કલમાં બેસી જઈએ. દરેક પોતાની એક આંગળી કોઇન પર રાખીએ. પણ આપણે એને બહુ ટાઇટ પકડવાનો નથી. એની જાતે ફરી શકે એ રીતે..” બધાં એ પ્રમાણે કરે છે.

“ઇફ ધેર ઇઝ એનિ સ્પિરિટ અરાઉંડ અસ. પ્લીઝ કમ ટુ અસ. વી વોન્ટ ટુ ટોક...” થોડી વાર સુધી આ રીપિટ કર્યા પછી એમને કોઇન હલતો હોય એવો અનુભવ થયો. દરેકે આંખો ખોલી. કોઇન એની જાતે ઉલિઝા બોર્ડ પર ફરી રહ્યો હતો. ના, ‘કોઈક’ એને ફેરવી રહ્યું હતું. પણ એ ‘કોઇક’ આ મિત્રોમાંથી કોઇ નહતું. શું કહી રહ્યું હતું એ ‘કોઇક’? દરેકનું ધ્યાન કોઇન પર ચોંટેલું હતું. કોઇન આલ્ફાબેટ્સ પર ફર્યો. હે-લ-લે-ઓ એક અર્નવ સિવાય દરેકનું હ્રદય ધબકારો ચૂકી ગયું. એમના માટે આ પહેલો અનુભવ હતો. જાણે ચમત્કાર હતો. ખુશી કે ડર? કે બન્નેનું મિશ્રણ? એક અજાણી લાગણીનું લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું. કોઈને કંઈ સમજાયુ નહીં. અર્નવે પહેલો સવાલ કર્યો.

“તમને અહીં સુધી આવવામાં કોઈ તકલીફ તો નથી પડીને?”

"નો" હવે બધાંમાં થોડી હિમ્મત આવી. એક પછી એક પ્રશ્નો પૂછાતા ગયા. કોઇન ફરતો ગયો. જવાબો મળતા ગયા.

“તમે અમારી સાથે થોડીવાર વાત કરશો?” "યેસ"

“મારું ક્વૉલિફિકેશન શું છે?” "ઍંમ્બીએ"

“મારા પોકેટમાં અત્યારે કેટલા રૂપિયા છે?” "ઝીરો"

“મારો બેન્ક અકાઉન્ટ નંબર?” "૩૨૧૦૧૪૭૪૫૦૩"

બધાંની આંખોમાં એક જ ભાવ હતો ‘અનબિલીવેબલ!’

“આ જંગલમાં એક કૂવો છે, જેનું પાણી પીવાથી જે પણ વિશ માંગો એ પૂરી થઈ જાય છે. શું એ વાત સાચી છે?” મનનનાં આ પ્રશ્ને બધાંને લગભગ ડરાવી જ દીધાં. થોડી વાર કોઇન પર કોઈ જ જાતની હલચલ ના અનુભવાઇ. પહેલેથી નક્કી થયું હતું, એ રીતે જે સવાલનો જવાબ આત્મા આપવા ના માંગતી હોય એ સવાલ ફરી ના પૂછવો. એથી મનન ચૂપ થઈ ગયો. પણ એની સાથે સાથે આસપાસનું વાતાવરણ પણ શાંત થઈ ગયું. ઝાડનાં પાંડદાંઓ હલવાનો આવાજ, દૂર વહી રહેલાં કોઈ ખળખળ વહેતાં ઝરણાંનો અવાજ, જંગલમાં ક્યાંક કોઈ નિશાચર પક્ષીનો અવાજ, જે થોડી થોડી વારે સંભળાઇ આવતો હતો. એ બધું જ અચાનક બંધ થઈ ગયું. ભયંકર શાંતિ છવાઇ ગઈ. પોતાનો જ શ્વાસ અને ધબકારાંના અવાજ સાંભળીને ડરી જવાય, એવી ભયંકર શાંતિ. અર્નવને એવું લાગ્યું કે હવે સેશન એન્ડ કરી દેવો જોઈએ. એ થેન્ક યુ, અને ગુડ બાય તરફ કોઇન લેવા જાય, એ પહેલા કોઇન ફર્યો. "યેસ" આ મનનનાં સવાલનો જવાબ હતો. બધાંના ચહેરાં પર ના સમજી શકાય એવા ભાવો હતાં.

“સાચે એ કૂવાનું પાણી પી ને જે વિશ માંગો એ પૂરી થાય છે?” "યેસ"

“તમે કહી શકો એ કૂવો કઈ જગ્યાએ છે?” "યેસ"

“પ્લીઝ કહોને, પ્લીઝ” જવાબમાં થોડી વાર કોઇનની ઉલિઝા બોર્ડ પર મુવમેન્ટ્સ અને એના બદલામાં એ કૂવા સુધી પહોંચવાનો મેપ તૈયાર થઈ ગયો. હવે એમના માટે એ કૂવો ખરેખર છે, અને એમને ખબર પણ છે એ ક્યાં છે, એ આત્મા સાથે વાત કરવા કરતાં પણ વધુ રોમાંચક વાત હતી. હવે દરેકના મનમાં એક જ વિચાર ચાલ્યો, ફટાફટ સેશન એન્ડ કરી, કૂવા સુધી પહોંચવું. અર્નવે જલ્દીથી કોઇન થેંક યુ પર લીધો, અને જ્યાં ગુડ બાય પર લેવા જાય છે ત્યાં... આ શું? કોઇન એની જાતે ઉલિઝા બોર્ડનાં કોર્નર તરફ ધકેલાય છે. અર્નવનાં ચહેરા પરનાં ભાવો ન સમજાય તેવી રીતે બદલાવા લાગ્યા. તેણે બધાને સમજાવ્યું કે કોઇન કોર્નર પર ફરે છે, એનો મતલબ છે કે આત્મા જવા માંગતી નથી, સેશન એન્ડ કરવા માંગતી નથી. “હેં??? પણ કેમ?” બની શકે કે એ પોતાનું અધુરું કામ પૂરું કરવાનું કહી શકે. બની શકે કે કોઇ ઈછ્છા પૂરી કરવાની કહે, કંઈ પણ કહી શકે. બધાંના હોંશ-કોંસ ઊડી ગયા. આવું તો વિચાર્યુ જ નહતું. બધી બાજી ઉલટી પડી ગઈ. હવે શું? હવે એ શું કહેવા માંગે છે, એ જાણવું રહ્યું. બીજો કોઈ રસ્તો નથી. “તો તમે શું ઈછ્છો છો?” થોડી વારની ભયાનક શાંતિ પછી કોઈન ફર્યો. બધાંની નજર ઉલિઝા બોર્ડ પર ચોંટી ગઈ. જેમ જેમ સમજાતું ગયું કે કોઇન શું કહી રહ્યો છે, તેમ તેમ દરેકની નસોમાં લોહી જામતું ગયું. કદાચ ડરની સર્વોચ્ચ સીમા આને જ કહેતાં હશે! આનાથી વધુ જો એક ક્ષણ પણ નીકળી તો હ્રદય બંધ પડી જશે. આજે સમજાય છે. ડરના માર્યા હાર્ટ એટેકથી મૃત્યુ કેવી રીતે થતું હશે! કોઇને કહ્યું હતું, ‘તમારે લોકોએ મારા માટે એ કૂવા પર જવાનું છે, ત્યાર પછી શું કરવાનું છે, એ હું ત્યાં જઈને સમજાવીશ.’ થોડી મિનિટો પછી કંઇક કળ વળી, હિમ્મત આવી. નક્કી કર્યુ કે, નથી જવું આપણે. શું કરી લેશે? ત્યાં તો બધાંના આશ્ચર્ય વચ્ચે, એમના ટેન્ટને આગે ઝપટમાં લીધું. ટેન્ટ બળીને રાખ થઈ ગયું. હવે એમને સમજાઈ ગયું કે તેઓ કેટલી મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે. જેમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નથી. એક જ રસ્તો એમની સામે છે, એ છે આત્મા જેમ કહે છે તેમ કરતાં જવું. બધાંએ પોતાના ઈષ્ટદેવોને યાદ કર્યા. આપણે કોઈનું ખરાબ કર્યુ નથી, તો આપણી સાથે પણ ખરાબ નહીં જ થાય, એવી એક-બીજાને હૈયાધારણાં આપી. પણ નવ મિત્રોમાંથી એકપણને વિશ્વાસ નહતો કે તેઓ જીવતાં પાછા ફરશે.

ટ્રેકિંગ ટ્રિપની આ છેલ્લી રાત કદાચ એમની જિંદગીની પણ છેલ્લી રાત બની જવાની હતી. સાથે જીવવા-મરવાનાં કસમ ખાનાર મિત્રો સાથે જીવી તો નહોતા શક્યા, પણ આજે કદાચ સાથે મરી તો શક્શે જ! કંઇપણ બોલ્યા વિના બધા ચાલતા રહ્યાં. અને એમની સાથે પેલી અદ્રશ્ય શક્તિ પણ, ભલે દેખાતી ના હોય, પણ પોતાની હાજરી સતત મહેસૂસ કરાવતી રહી.

કૂવો આવી ગયો. અત્યાર સુધી કોઇ પણ હોરર મુવી કે સીરિઅલમાં જોયેલા એકેય અવગતિયા કૂવાને સો ટકા સારો કહેવડાવે એવો આ કૂવો જોઈને જ કોઈ કહી શકે કે અહીં આવનાર માણસ જરૂર જ હાર્ટ એટેકથી મૃત્યુ પામતો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાતાવરણ જ એવું ભયજનક છે, ઊંચા પહાડ પર જંગલ, જંગલની વચ્ચે કૂવો. એ પણ દેખાવે જ આટલો ભયાનક. લોકો શીદને આવતા હશે અહીં મરવાને માટે? એકાદ વિશ પૂરી થયા વિના ચલાવી ના શકાય? પણ આ બધું તો રાંડ્યા પછીનું ડહાપણ છે. પોતે પણ બધાં વિશ પૂરી થવાની લાલચને ક્યાં રોકી શક્યા હતાં? પણ હવે તો બધાંની એક જ વિશ હતી, જેમ બને તેમ જલ્દી અહીંથી છૂટકારો થાય, જીવતા પાછા ફરી શકાય, અથવા તો રોજ સવારમાં પથારીમાંથી ઊઠીએ, એમ ખબર પડે કે આતો એક સપનું હતું. કાશ, આ એક સપનું હોત. પણ હકીકત હતી. સપનામાં પણ વિચારીને ડરી જવાય એવી બિહામણી હકીકત! હવે એમણે આત્માના આગળના આદેશની રાહ જોવાની હતી. પણ અહીં ક્યાં ઉલિઝા બોર્ડ છે? એક જોરદાર પવનનો સુસવાટો, એની સાથે એક અજાણ્યો અવાજ. ‘તમારે લોકોએ ડરવાની કોઈજ જરૂર નથી. હું તમને કોઈ નૂકશાન પહોંચાડવા માંગતો નથી.’ અવાજ જ ડરાવવા માટે પૂરતો હતો.

આટલું ઓછું હતું કે હવે આપણે આ વાતાવરણમાં આત્માનાં અવાજો પણ સાંભળવાના? શબ્દો ફક્ત કાન સાથે અથડાઇને જતા રહ્યા. શું બોલાયું છે એ કોઈને સમજાયું નહીં. પણ હવે જલ્દી આમાંથી છૂટવું છે, કાં તો આ પાર-કાં તો પેલે પાર.

“અમારે શું કરવાનું છે?”

“હું પણ તમારી ઉંમરનો જ હતો જ્યારે મારા લગ્ન થયા, હું અને મારી પત્ની અહીં ટ્રેકિંગ માટે આવેલા. અમે પણ આ કૂવાની વાત સાંભળી હતી, મારી પત્નીની જિદ હતી કે એ અહીં આવવા માંગે છે. અમે લોકો કૂવા સુધી પહોંચ્યા તો ખરાં, પણ પગથિયા ઉતરતી વખતે મારી પત્નીનો પગ લપસ્યો, અને એ કૂવામાં પડીને મૃત્યુ પામી. હું પાગલ થઈ ગયો. ડુબતો માણસ તણખલું પકડે, મેં કૂવાનું પાણી પી ને મારી પત્ની જીવતી થઈ જાય, એવી ઈચ્છા કરી, પણ કુદરતનાં હાથની વાત કોઈ બદલી શકતું નથી. મેં પણ મારી પત્નીની પાછળ કૂવામાં ઝંપલાવ્યું. પણ હું એને બચાવી ના શક્યો. હું પણ ડુબી ગયો. મારા ઘરે સમાચાર પહોંચતા મારી ફેમેલિ આવી, મારી ડેડબૉડિ લઈ ગઈ. પણ મારી પત્નીની બૉડિ ન મળી. એના અગ્નિસંસ્કાર નથી થયા. એટલે હું અહીં ભટકું છું. કે કદાચ મારી પત્નીની બૉડિ કોઇ કાઢી આપે. એના અગ્નિસંસ્કાર થઈ શકે. પણ કોઈએ મારી મદદ કરી નહીં બધાની વિશ પૂરી કરનાર આ કૂવાએ મારી તો દુનિયા લૂંટી લીધી. પણ હા, અહીં આવનાર કોઈને મારવાનો મારો હેતુ નહોતો. હું તો ફક્ત એમને મારી મદદ કરવા માટે કહેતો હતો, અને એ લોકો ડરના માર્યા મૃત્યુ પામતા હતા. હવે મારી છેલ્લી આશ તમે લોકો છો. જો તમે લોકો મારી પત્નીની બૉડિ બહાર કાઢી શકો. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અને આ સાંભળ્યા પછી તમારે જવું હોય તો જઈ શકો છો. હું વચન આપું છું કે તમારામાંથી કોઈને કંઈ નૂકશાન નહીં પહોંચાડું.” સાંભળનાર દરેકની આંખો ભીની હતી. કહેવાની જરૂર જ નહોતી.

એમના ચહેરા પર સ્પષ્ટ વંચાતું હતું કે અમે તમારી મદદ કરીશ. આજે જ્યારે સાવ નજીવી બાબતો માટે લગ્નજીવન તૂટતું રહેલું છે, ત્યારે અહીં મૃત્યુ પછી પણ સાથ નિભાવવાની વાત દરેકને અંદર સુધી સ્પર્શી ગઈ. “અમે તમારી પત્નીની બૉડિ બહાર કાઢીશું, એટલું જ નહીં એને તમારા ઘર સુધી પણ પહોંચાડીશું. જેથી તેમની અંતિમ વિધિ થઈ શકે. અને તમને મોક્ષ મળી શકે. થોડીવારમાં તો એમણે સાથે મળીને બૉડિ બહાર પણ કાઢી લીધી. એમ્બુલંસથી એમના કહેલા સરનામે પહોંચાડવાની વ્યવસ્થા પણ થઈ ગઈ.

“હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું.”

“આમાં ઉપકારની વાત જ નથી. આ માનવ સહજ કર્તવ્ય છે. અને ઉલટુ ઉપકાર તો તમારો અમારા પર છે, તમારે લીધે આજે અમે જિંદગીના એવા પાઠો શીખ્યા, જે કોઈ ઇન્ટરનેશનલ સ્કુલ કે એજ્યુકેશનલ યુનિવર્સિટી પણ ન શીખવાડી શકે.”

“હવે તમે લોકો આ કૂવાનું પાણી પી ને વિશ માંગી શકો છો. હવેથી આ કૂવા પર આવનાર કોઈ મરશે નહીં.”

“બધાનાં ચહેરા પર એક સ્મિત હતું, જે કહેતું હતું કે ‘અમને સમજાઇ ગયું છે કે, બધી ઈછ્છાઓ પૂરી થઈ જાય તો જીવવાની મજા નથી. અધૂરી ઇછ્છાઓ ક્યારેક ના ભૂલી શકાય એવા કિંમતી અનુભવો કમાઈ આપે છે.”


Rate this content
Log in

Similar gujarati story from Fantasy