ભ્રમ
ભ્રમ


આખો રુમ એ છોકરાના લોહીથી ખરડાયેલો હતો. રુમમાં રહેલ કબાટ સાથે અથડાવાથી છોકરાના માથામાંથી ખુબ લોહી વહી ગયું હતું અને તે મૃત્યુ પામ્યો હતો.
"બોલો, શું થયું હતું?"ઇન્સ્પેક્ટર પાટીલ તેમની લાક્ષણિક અદામાં છોકરાના ઘરવાળાઓને પૂછી રહ્યા હતા.
"સર,ખબર નહિ એના રુમમાંથી ભૂત..ભૂત નો અવાજ આવી રહ્યો હતો. રુમ અંદરથી બંધ હતો એ ખોલતા વાર લાગી, અંદર આવ્યા ત્યાં સુધીમાં તો એક મોટો અવાજ આવ્યો કોઈ ચીજ સાથે કઈ અથડાવાનો અને અંદર જયારે અમે પ્રવેશ્યા તો રોહન કઈ બોલતો ન હતો."
"તો તમને લાગે છે કે અહીં ભૂત હતું? ભૂત જેવું કઈ નથી હોતું."
"ખબર નહિ સર,શું થયું પણ અમારો રોહન."કહેતા કહેતા જ રોહનના પપ્પા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
ઈંસ્પેક્ટર પાટીલ ઝીણી નજર કરી દરેક વસ્તુ તપાસવા લાગ્યા. તેમને જોયું તો રોહનનું લેપટોપ એક ખૂણામાં ઊંધું પડયું હતું.
"અમે આ લેપટોપ તપાસ માટે લઇ જઈએ છે. કાલે રોહને શું કર્યું હતું આખો દિવસ અમને માંડીને વાત કહો."
"સર, કાલે તો એ વહેલો આવી ગયો હતો અને હા કાલે સાંજે તો એને ખાધું પણ ના હતું તે બપોરના ત્રણ વાગ્યાથી રુમમાં જતો રહ્યો હતો કહેતો હતો કે આજે મારે મિત્ર સાથે શરત લાગી છે મારે 7 કલાક ભણવાનું છે, તેથી મેં પણ એને બહુ ડિસ્ટ્રબ ના કર્યો. મારો રોહન..." રોહનના મમ્મીને ડૂમો ભરાઈ ગયો.
ઇન્સ્પેક્ટર પાટીલે આખા રૂમમાં તાપસ કરી માત્ર બારી પાસે તેમને એક ચીજ, જેના પર ઘસરકા પડી ગયા હતા અને ધૂળવાળી થઇ ગઈ હતી તે મળી, તે અને લેપટોપ લઇ તેઓ જેલ પહોંચ્યા.
*****
થોડી વારે રોહનના મમ્મી પપ્પાને પોલીસ સ્ટેશન બોલાવાયા.
"આ રહ્યો તમારો ભૂત." રોહનના ક્લાસમેટ મયંક તરફ ઈંસ્પેક્ટર આંગળી ચીંધતા બોલ્યા.
"સર,કઈ સમાજ ના પડી."
"મયંકે સાથે એક શરત લગાડી હતી કે તેને 7 કલાક હોરર મુવી જોવાની, રોહને જોઈ પણ,લગભગ સતત એ હોરર મુવી જોવાને કારણે તેના મગજ પર ડર હાવી થઇ ગયો હતો. મયંક અહીં તમારા ફ્લેટની બારી પાર ટિંગાઈને બિહામણાં અવાજ કરવા લાગ્યો. તેથી રોહન વધુ ડર્યો, સાથે જ મયંકના મિત્ર સામેની ટેરેસ પરથી રોહનના રુમમાં ભૂતનું પ્રોજેક્શન કરવા લાગ્યા, તેથી રોહન રુમમાં ભૂત..., ભૂત કરી ભાગવા લાગ્યો. રોહન ડરી ગયો હતો તેથી મયંક એને હારેલો ઘોષિત કરવા રુમમાં આવવા જ જતો હતો પણ લાઈટ ગઈ જેથી પાસે આવતા મયંકને રોહને ભૂત પાસે આવે છે એમ માની લીધું અને આમ તેમ ભાગવા જતા તેનું માથું કબાટ સાથે અથડાયુ. મયંક રુમમાંથી ઉતાવળે ભાગી ગયો પણ તેનું લાઇસન્સ કાર્ડ તમારી બારી પાસે ભેરવાયું અને તે પકડાઈ ગયો." ઇન્સ્પેક્ટર પાટીલ હજી તો વાત કરતા જ હતા ત્યાં જ મયંકના પપ્પાએ આવીને એક લાફો તેને માર્યો.
"નાલાયક તને મેં આ શીખવ્યું હતું."
"પણ પપ્પા એ તો અમારી શરત....." કોન્સ્ટેબલ વાઘમારે ત્યાં સુધીમાં તો તેને જેલની ઓરડીમાં ખેંચીને લઇ ગયા.
"ખબર નહિ આજકાલ છોકરાઓ એક શરત માટે શું કરે છે. મયંકનો ઈરાદો રોહનને મારવાનો ના હતો પણ રોહને જે મુવીઝ જોઈ તેમાં ટ્રાન્સ મ્યુઝિક હતું એવું મ્યુઝિક જે તમારા મગજમાં ઊંડે સુધી અસર કરે જેને લીધે તે એ મુવીઝમાં બતાવેલી ઘટનાઓને ધીરે ધીરે સાચી માનવા લાગ્યો જેથી મયંક એની પાસે જઈ રોહન.. રોહન.. બોલ્યો પણ ડરને કારણે તેનું મગજ સુન મારી ગયું હતું અને ભાગાભાગમાં તે કબાટ સાથે અથડાયો. મયંકનો વાંક છે કે તેને આવી શરત રોહનને ના અપાવી જોઈતી હતી, આપણે જે વસ્તુ સતત જોઈએ છે તેની આપણા મગજ પર ઊંડી અસર થાય છે અને એ ભ્રમને આપણે સાચો માની લઈએ છે. મને સાચે આ ઘટનાનું ઘણું દુઃખ છે." ઈંસ્પેક્ટર પાટીલે પોતાના કુનેહથી એ ભ્રમ પરથી પડદો ઉઠાવ્યો.