ભયાનક ભ્રમજાળ -7
ભયાનક ભ્રમજાળ -7
બપોરના બારેક વાગ્યા હતા. સલોનીની હરીફાઈના હવે બધા રાઉન્ડ પતી ચુક્યા હતા અને હવે રીઝલ્ટની જાહેરાત થવાની હતી. હું, રાજ અને રિયા પણ સલોનીને આશા આપતા ઉભા હતા.
"એન્ડ નાઉ... ધ વીનર ઇસ મિસ. સલોની મહેતા".
અમે ચીચયારી પાડી ઉઠયા. સલોની જીત ચુકી હતી અને અમારો ચાર દિવસનો રઝળપાટ અંતે રંગ લાવ્યો હતો. હલકા ભૂરા રંગના ગાઉનમાં સલોની કોઈ રાજકુમારી જેવી લાગી રહી હતી. તેને એવોર્ડ લેવા માટે હાથ લંબાવ્યો પણ આ શું ? તેના હાથ ? શું થયું હતું તેના હાથને ? એનું મોઢું ? સલોનીના હાથ અને મોઢું ? તે ખુબ જ ગંભીર રીતે દાઝી હોય એવું લાગતું હતું. મેં બે-ત્રણ વાર આંખો ચોળીને જોયું. એનું મોં ખુબ જ વિકૃત લાગી રહ્યું હતું. મેં મારી આજુબાજુ બધાને જોયા, એ બધા તો સલોનીના દેખાવના ખુબ જ વખાણ કરી રહ્યા હતા.
પણ સલોની એ હદે મને દાઝેલી દેખાઈ રહી હતી કે એટલું દાઝ્યા પછી કોઈનું પણ જીવતાં રહેવું શક્ય ન હતું. મારો શ્વાછોશ્વાસ તીવ્ર બન્યો, હું હાંફવા લાગ્યો.
"ધ્રુવ, ધ્રુવ... શું થયું ? " રિયાએ ટપલી મારી મારુ ધ્યાન તોડયુ.
"રિયા, તને સલોની બરાબર દેખાઈ છે ?"
"હા, કેટલી સુંદર લાગે છે, બધાં જ એના વખાણ કરી રહ્યા છે. યુ આર અ લકી મેન."
મને કઈ સમજ પડતી ન હતી, મને તો સલોનીનું ખુબ જ વિકૃત રુપ દેખાઈ રહ્યું હતું. હું બાઘાની જેમ આમતેમ જોઈ લોકોની વાત સાંભળી રહ્યો હતો.
"ધ્રુવ, શું કરે છે ? બાધા શું માર્યા કરે છે ? મેં સ્ટેજ પરથી પણ જોયું, તને નહિ ગમ્યું હું જીતી તે ?" સલોનીએ મારી સામે આવતા કહ્યું.
"સલોની" સલોની અત્યારે તો ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. ન તો એના હાથ પર કોઈ નિશાન હતા કે ન તો કોઈ મોઢા પર. તો મેં જે જોયું તે શું હતું ?
મારા મગજમાં હવે વિચારોનો ચક્રવાત હતો. આખા દિવસનો થાક હતો બધાને એટલે જલ્દી છુટા પડયા.ઘરે જઈ મેં એક ડાયરી લીધી અને એમાં બધું લખવા માંડયું. આ બધા વિચિત્ર અનુભવો મને તે દિવસથી થઇ રહ્યા હતા જયારે....
હું રાજના ઘરેથી પાછો આવી રહ્યો હતો.
1) ત્યાં મને એક ડરાવણુ દ્રશ્ય દેખાયું જેમાં કેટલાક લોકો એક સ્ત્રીને સળગાવી રહ્યા હતા,પણ હું એ સ્ત્રીનો ચહેરો જોઈ ન શક્યો.
2) રોજ રાતે ક્રમબદ્ધ રીતે આવતા સુરાગ અને નંદિની ઉર્ફે મારા અને સલોનીના સપનાઓ, જેમાં કાલે રાતે જ સપનું આવ્યું તે તો અત્યંત જ બિહામણું હતું.
3) અરે હા ... રાજ પણ તો કહેતો હતો કે તેને કર ચલાવતી વખતે એવો આભાસ થયો હતો કે કેટલાક લોકો કોઈ સ્ત્રીને ઘસડીને લઇ જાય રહ્યા છે.
4) અને પેલો લાંબો પડછાયો જે મને મારા બાઈકની પાછલી સીટ પાર દેખાયો હતો અને રોજ રાતે મને એ એહસાસ થતો કે મારા રુમમાં કોઈ છે અને હંમેશા મારો કોઈ પીછો કરી રહ્યું છે.
5) ત્યારબાદ સલોની પણ તો ગાયબ થઇ હતી ખુબ જ રહસ્યમય રીતે. તેને બોલાવવા આવેલી એ યુવતી કોણ હતી ? ખુબ જ દાઝેલી હતી એ, એની સાથે ગયા બાદ સલોનીને કેમ કઈ જ યાદ ન રહ્યું ? સલોની કોલેજની ટેરેસ પાર કેવી રીતે પહોંચી અને તેનો મોબાઈલ ક્યાં ગયો હતો ?
6) અને અંતે આજે કેમ મને સલોની ખુબ જ ખરાબ રીતે દાઝી હોય તેવો આભાસ થયો ?
ટૂંકમાં, છેલ્લા પાંચ દિવસથી મારી સાથે ખુબ જ વિચિત્ર ઘટનાઓ બની રહી હતી, હું પેલા બાબાને મળીને પૂછવાનો હતો પણ એ ત્યાંથી જતા રહ્યા હતા. હવે તો મને સુવામાં પણ ડર લાગી રહ્યો હતો, એ સપનાઓનો ડર લાગી રહ્યો હતો. શું એ સપનાંઓ સાચા હતા ? કે મારા પૂર્વજન્મના હતા ? પણ આખરે થાકને કારણે વારંવાર મારી આંખ બંધ થઇ જતી હતી.
થોડીવારે અધખુલ્લી આંખે મેં જોયું તો એક અત્યંત દાઝેલી સ્ત્રી મારી સામે બેઠી હતી, મને ફાળ પડી હું ઊભો થવા ગયો પણ મારા હાથપગ જકડાઈ ગયા હતા એક વૃક્ષની જેમ હું જડ બની ગયો હતો. હું કઈ બોલવા માંગતો હતો પણ મારા હોઠ પણ ઉપાડી રહ્યા ન હતા, એ સ્ત્રી મને સૂઈ જવાનો ઈશારો કરી રહી હતી, ત્યારબાદ આંખ સાથે ભારે સંઘર્ષ કરવા છતાં મારી આંખ બીડાઈ ગઈ.
ખુબ જ વરસાદ પડી રહ્યો. નંદિનીને ગામલોકો તેના ઘરની બહાર ખેંચી રહ્યા હતા, હું ચીલઝડપે ત્યાં પહોંચી ગયો.
"સુરજ, ખસ વચ્ચેથી. આજે આ ડાકણને અમે નહિ જવા દઈએ."ગામના સરપંચે મને કહ્યું.
"પણ નંદિનીએ શું કર્યું છે ?"
"નંદિનીએ શું કર્યું છે ? નંદિનીને લીધે ગામમાં બિમારી ફેલાય, ત્યારે જ અમે એને ગામમાંથી બહાર કાઢવાના હતા. પણ તારા જમીનદાર પિતાજીના કહેવાથી અમે એને ગામમાં રહેવા દીધી. જો અત્યારે નંદિનીના ઘરે જઈ મીનામાસીના દીકરાની લાશ છે, તેના ઘરે."
"સુરજ ...સુરજ... મેં કઈ નથી કર્યું. હું તો સૂતી હતી. આ લોકો આવ્યા અને મને રાતે બહાર ખેંચી લાવ્યા."નંદિની આટલું બોલી હશે ત્યાં તો મીનામાસીએ તેના ગાલો પર તમાચાઓનો વરસાદ વરસાવ્યો.
"જો એને કઈ નથી કર્યું, તો એના ઘરે પૂજાનો સામાન અને એની જ બાજુમાં મીનામાસીના છોકરાની માથું કપાયેલી લાશ કેમ હતી ?"
"પણ ..."
"બસ. હવે કઈ નહીં, સુરજ. મેં ભૂલ કરી. એ તો સારું થયું આ બાબાનું જેમને નંદિનીનું સાચું રુપ વર્ણવ્યું." મારા પિતાજીએ મને દૂર હડસેલી દીધો અને ગામલોકો લીલાને ખેંચીને એ વડ પાસે લઇ ગયા. નંદિનીને વડ સાથે બાંધી દેવામાં આવી.
"સુરજ... સુરજ..."નંદિની અવિરતપણે ચીસો પાડી રહી હતી, મને ચાર-પાંચ લોકોએ પકડી લીધો. નંદિની પણ કેરોસીન નખાયું...
"નંદિની...નંદિની...નંદિની..." એક જ ઝાટકે હું ઉઠી ગયો. મારા આખું શરીર ધ્રુજી રહ્યું, ક્રોધથી અને પરસેવો વળી ગયો હતો. લગભગ મારા બેડ પાસે પડેલી બધી વસ્તુ મેં ફેંકી દીધી. મારા આંખો ભીની હતી અને દિલ ખુબ જ ભારે થઇ ગયું હતું. હતું તો આ સપનું પણ ખુબ જ બિહામણું એવું મન થતું હતું કે હું ત્યાં ઉપસ્થિત બધા લોકોને મારીને ભગાડી દેતે અને સલોનીને કાશ બચાવી શકત, એવું લાગી રહ્યું હતું કે સાચે સલોની મરાથી દૂર થઇ ગઈ હતી.શું મારી અને સલોની સાથે પૂર્વજન્મમાં એવું બન્યું હતું અને એ બાબા ? મેં ક્યાંય તો એ બાબાને જોયા હતા.
લગભગ આખી રાત હું આ જ વિચારતો હતો ક્યાં જોયા હતા બાબાને અંતે મને યાદ આવ્યું કે આ એ જ બાબા હતા જેમને તે દિવસે સોમેશ્વર મહાદેવ મંદિરની બહાર હતા. શું નંદિની એટલે કે સલોની પર લગાવેલો તેમનો આરોપ સાચો હતો ? જે પણ હોય મારા મન-મગજમાં હવે એ બાબા માટે ઘૃણા તો ઉત્પન્ન થઇ જ હતી સાથે જ મારે મારો પૂર્વજન્મ જાણવો હતો. શું કરું ? કઈ સમજ પડતી ન હતી મેં ઈન્ટરનેટ ચાલુ કર્યું અને હું ઈન્ટરનેટ પર પૂર્વજન્મ જાણવાનો રસ્તો શોધવા લાગ્યો.એક રસ્તો મને યોગ્ય લાગી રહ્યો હતો "પાસ્ટ લાઈફ રીગ્રેશન" આ એક એવી રીત હતી જેમાં કોઈ જાણકાર સાઈકોલોજીસ્ટ ડૉ સંમોહન અને વશીકરણ દ્વારા મગજને શાંત કરી, પૂર્વજન્મ યાદ કરાવે છે. કારણ કે જન્મોજન્મની તમામ માહિતી મગજમાં સચવાય રહે છે.

