Khushbu Shah

Horror Fantasy Thriller

4  

Khushbu Shah

Horror Fantasy Thriller

ભયાનક ભ્રમજાળ -9

ભયાનક ભ્રમજાળ -9

5 mins
24K


હું સુધામેમના ઘરેથી નીકળ્યો, આશરે 4 વાગ્યા હતા. કોલેજનો સમય પણ પતિ ગયો હતો તેથી હું ઘરે જવા નીકળ્યો અને સતત મારા મગજમાં એ બાબાને મારવાના જ વિચારો ચાલી રહ્યા હતા. આજે કોઈ પણ રીતે હું એ બાબાનો ખેલ તમામ કરવાનો હતો. સાંજે હું સીધો જ સોમેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયો, જ્યાં મે એ બાબાને જોયા હતા.એક છરો પણ હું સાથે લઇ નીકળ્યો હતો. એવું લાગતું હતું જાણે હું હવે મારા વશમાં નથી, ગુસ્સા અને બદલાની ભાવનાથી મારુ લોહી ઉકળી રહ્યું હતું , મગજમાં એક જ વિચાર ચાલતો હતો એ બાબાની હત્યા.

રાત થઇ ગઈ હતી, મંદિરનું પ્રાંગણ ખાલી હતું, લગભગ પૂજારી પણ મંદિર બંધ કરી જતા રહ્યા હતા. પણ એ બાબા એ ત્યાંજ હતા એક ઝાડ નીચે બેઠા હતા, હું છરો લઇ એમને મારવા દોડયો પણ મારો હાથ હવામાં જ અટકી ગયો. પાછળથી કોઈ મજબૂત હાથે મારો હાથ પકડી લીધો હોય એવું લાગ્યું. પણ આ તરફ મારો હાથ જાણે મારાજ કાબુમાં ન હતો, હાથમાં જાણે સો હાથીનું બળ આવી ગયું હતું.  મારા કાનમાં કોઈ મંત્રનો ગણગણાટ સંભળાયો. ધીરે- ધીરે મારા હાથનો ભાર હળવો થયો અને પાછળથી જેને મારો હાથ પકડયો હતો, તેને પણ પોતાની પકડ ઢીલી કરી પણ સાથે જ મને એક કાન ચીરી નાખે એવી કારમી ચીસ સંભળાઈ. 

મંત્રોનું ઉચ્ચારણ ચાલુ રાખી પાછળથી આવેલા એ બીજા બાબાએ મને બરાબર પકડી લીધો અને એ બાબા જેને હું ગુનેગાર સમજી રહ્યો હતો તેને મારી ડાબી તરફ આંગળી ચીંધી કઈ બતાવવાની કોશિશ કરી. તેમની આંગળી ચીંધેલી દિશામાં જોયું તો મંદિરથી થોડે દૂર કોઈ સ્ત્રી જમીન પર ઘૂંટણિયે પડી હતી, તેનું આખું શરીર દાઝેલું હતું, વાળ વિખરાયેલા હતા, ડોળા પણ ઘણા બહાર આવી ગયા હતા, ખુબ જ ડરામણી લગતી હતી એ. કાન પર હાથ મૂકી તે મંત્ર ઉચ્ચારણ બંધ કરાવવા ચીસો પાડી રહી હતી.

"બેટા, તું મારા પર કેમ હમલો કરી રહ્યો હતો ?"

"નંદિની, તારા લીધે મરી ને ઢોંગી." મારા મગજમાં હજી પણ ગુસ્સો હતો.

હજી તો હું કઈ પણ સમજુ એ પહેલા સામેથી રસ્તા પર પડી રહેલ એક બાઈક અમારી તરફ ફેંકાઈ, અમે થોડા પાછળ હટી ગયા,તેથી બચી ગયા, પેલા મંત્રજાપ કરી રહેલા બાબાએ પોતાની પોટલીમાંથી રાખ કાઢી તે સ્ત્રી પર ફેંકી અને તે પડતા જ તે સ્ત્રી ગાયબ થઇ ગઈ.

"નંદિની .... સલોની...." હું એને સલોની જ સમજી રહ્યો હતો, પણ સલોની ગાયબ કેવી રીતે થઇ શકે ? મારા ચેહરા પરના પ્રશ્નાર્થ ભાવ જાણી એ બાબાએ વાત શરુ કરી.

"આ એ જ શ્રાપિત આત્મા."

"શ્રાપિત આત્મા ? આ તો નંદિની છે જેનું ગયા જન્મમાં તમારા પ્રપંચને કારણે મૃત્યુ થયું હતું. આ જન્મે પણ અમે સાથે જ છીએ અને હું એનો બદલો જરુર લઈશ."

"બેટા, આ કોઈ નંદિની નથી, આ રમા છે, ગામમાં એ જ મેલીવિદ્યા કરતી હતી. આજે પણ એ ભગવાનના મંત્રજાપથી જ ડરી ગઈ."

ત્યારબાદ એ બાબાએ મને બધી વાત કરી કે કેવી રીતે 30 વર્ષ પહેલા તેમને એ સ્ત્રીથી ગામલોકોને બચાવ્યા હતા. પછી તેઓ સાધના કરવા માટે કાશી જતા રહ્યા અને જયારે પાછા ફર્યા ત્યારે આ ગામ ઉજ્જડ થઇ ચૂક્યું હતું.

"તો મને એવા સપનાઓ કેમ આવ્યા કે સલોની પૂર્વજન્મમાં નંદિની હતી અને મારે એનો બદલો લેવાનો છે." મેં પણ મારા સપનાઓ બાબાને જણાવ્યા અને પૂછ્યું.

"ભ્રમજાળ. આ એ આત્માની ભ્રમજાળ હતી. એને ઘણી સાધનાઓ કરી હતી , આવા ભ્રમ રચવા એને માટે કોઈ મોટી વાત નથી. હવે જયારે તું એની સચ્ચાઈ જાણી ચુક્યો છે એ તને નુકસાન પહોંચાડશે." એટલું કહેતા જ બીજા બાબાએ મને દોરો બાંધ્યો.

"શું તારા સિવાય તારા પરિવારના કોઈ બીજા વ્યક્તિ પર આ આત્માએ ભ્રમજાળનો પ્રભાવ પાડયો હતો ? "

મારા મગજમાં ત્યારે જ ઝબકારો થયો કે સલોનીને પણ તો તે દેખાઈ હતી. મતલબ બાબાની વાત સાચી હતી પૂર્વજન્મ જેવી વાતજ ન હતી, ભ્રમજાળ હતી બધી એ આત્માની. અને હવે બાબાના ઈશારા પ્રમાણે લગભગ સલોની પણ જાન ખતરામાં હતી. મેં સલોનીને તરતજ ફોન કર્યો.

"હેલ્લો , સલોની ક્યાં છે તું ?"

"ધ્રુવ, તને હજી આવતા કેટલી વાર છે ? હું તો ક્યારની રેસ્ટોરેન્ટ પર પહોંચી ગઈ છું."

"રેસ્ટોરેન્ટ ?"

"હા , કેમ તે જ તો કહ્યું હતું કે જો હું એ હરીફાઈ જીતી જઈશ તો તું મને ટ્રીટ અપાશે."

"અરે હા." આ બધી વાતોમાં હું એ વાત તો ભૂલી જ ગયો હતો.

"બેટા, એને કહે રેસ્ટોરેન્ટની અંદર જતી રહે, નહીં તો એ આત્મા એના સુધી પહોંચી જશે."

"સલોની... સલોની. તું રેસ્ટોરેન્ટમાં જા, હું આવું છું."

"એક મિનિટ ધ્રુવ, હોલ્ડ કર. કોઈ મને બોલાવે છે."

"બેટા...બેટા...મને જરા રસ્તો પાર કરાવી, સામેની બાજુ મૂકી દે."મને ફોન પર આ અવાજ સંભળાય રહ્યો હતો.

"સલોની,તું અંદર જ પહેલા.હેલ્લો...હેલ્લો...સલોની."ફોન કટ થઇ ગયો હતો.

"બેટા, એનો મતલબ એ ત્યાં પહોંચી ગઈ છે."

"પણ બાબા હવે સલોનીનું શું ? હું શું કરું ? એ સલોનીને તો કઈ નહીં કરે ને ? "

"ના. એની દુશ્મની તમારા લોકો સાથે નથી એ મને મારવા માંગે છે."

"પણ એ સલોનીને ક્યાં લઇ જશે ?"

"જ્યાં સુધી મને ખ્યાલ છે એ જ ગામમાં લઇ જશે કારણ કે એની શક્તિ ત્યાં વધુ છે. અને આમ કરીને આપણને ત્યાં ખેંચી લઇ જશે."

"તો એને હંમેશા માટે નહીં મારી શકાય ?"

"મારી શકાય. માત્ર એક જ ઉપાય છે. - હું એને ગામમાંથી બહાર કાઢી નાખવાનું કહેતો હતો. પણ ગામ લોકોએ એક વડ સાથે તેને બાંધીને સળગાવી દીધી, એટલે એનો વાસ એ વડમાં થઇ ગયો. હવે જો એ વડને સળગાવી દઈએ, તો એ આત્માની મુક્તિ થઇ જશે. પણ એની શક્તિ એ ગામમાં ઘણી વધારે હશે, તેથી મારે પહેલા એક બીજી સાત્વિક શક્તિનું આહવાન કરવું પડશે. હું થોડી વારમાં ત્યાં આવી જઈશ પણ અત્યારે તું સલોની પાસે પહોંચવાની કોશિશ કર."

"પણ આ કામ એટલું સરળ નથી, એ અનેક ભ્રમજાળ રચશે, માટે તું તારા કોઈ ખાસ મિત્રોને સાથે લઇ જા."

મેં રાજને ફોન કર્યો અને બધી વાત જણાવી તો રાજ મારા પૂછવા પહેલા જ મારી સાથે આવવા તૈયાર થઇ ગયો. રાજ અને રિયા પંદર મિનિટમાં જ આવી ગયાં. બંને બાબાઓ પણ સાધના કરવા લાગ્યા. તેમણે મને એક રાખની પોટલી અને એક દિવ્ય શંખ આપ્યો અને અમે ફરી એ ગામમાં જવા તૈયાર થઇ ગયા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Horror