Khushbu Shah

Horror Fantasy Thriller

4  

Khushbu Shah

Horror Fantasy Thriller

ભયાનક ભ્રમજાળ - 6

ભયાનક ભ્રમજાળ - 6

4 mins
23.2K


 સોમેશ્વર મહાદેવ ભગવાનના મંદિરની બહાર એક બાબા બેઠા હતાં. મારા મનમાં તેમને જોઈ ગડમથલ ચાલી, વીતેલા દિવસોમાં મારી સાથે જે થયું તે ખુબ જ વિચિત્ર હતું. મારી સમજ બહાર હતું એ બધું, કોઈ સતત મારી સાથે હોઈ એવો અનુભવાઈ રહ્યું હતું, બાબાઓની સિદ્ધિઓ વિશે મેં બહુ સાંભળ્યું હતું. તેથી મારો વિચાર મારી સામે બેઠેલા બાબાને મળવાનો થયો. હું તેમની તરફ જ આગળ વધી રહ્યો હતો પણ મારા ફોનમાં વાગતી રિંગટોને મારા પગ અટકાવ્યા. બાબાને ધ્યાનમાં ખલેલ ન પહોંચે તેથી હું થોડે દૂર ગયો.

"હેલ્લો ધ્રુવ,શું કરો છો તમે લોકો ?"

"રાજ,સલોની અંદર ગઈ છે મંદિરમાં, હું બહાર ઊભો છું. "

"કેવું છે ? સલોનીને હવે ?"

"સારું છે. પણ થોડી અશક્તિ લાગે છે. "

"કંઈ યાદ આવ્યું એને ?"

"ના, બસ એ જ કે સવારે કોઈ યુવતી તેને મળી તેના રુમમાં એને કહ્યું કે કોલેજની ટેરેસ પર તેને કોઈ બોલાવે છે એટલે એ ગઈ એની પાછળ. "

"પણ, એ યુવતી એના રુમમાં કેવી રીતે આવી ? એનો મોબાઈલ મળ્યો ?"

"ના રે. પણ હવે આજે નંબર સ્ટોપ કરાવીને નવો સીમકાર્ડ લઇ એમાં એ નંબર ચાલુ કરાવવો પડશે. કાલે હરીફાઈ છે તો એને લગતા કઈ મહત્વના મેસેજ આવશે તો. "

"હા બરાબર. ચાલ તો કોલેજ પર મળીએ. "

"હા, ચાલ બાય."

   રાજ સાથે વાત તો થઈ ગઈ હવે બાબાને મળવા હું પાછળ વળ્યો, પણ બાબા હવે ત્યાં ન હતાં. સલોની પણ સામેથી આવી રહી હતી, એના આવતા જ અમે કારમાં બેઠા અને મેં કાર કોલેજ તરફ હંકારી.

"સલોની હરીફાઈ તો કાલે છે ને પછી આજે મંદિરે કેમ?"

"મને ડર લાગી રહ્યો હતો. કાલે કોણ મળ્યું ? શું થયું ? આ સવાલોને લીધે મારું માથું દુખતું હતું. એ યુવતી ખૂબ જ દાઝી ગઈ હોય એવું લાગતું હતું, બહુ ડરામણો હતો એનો ચહેરો. મંદિરે જઈ આવી એટલે હવે સારું લાગે છે. "

"ઓ. કે "

  સલોનીને પણ હવે અજ્ઞાત ભય લાગી રહ્યો હતો, પણ મારા માટે વાતાવરણને હળવું રાખવું અગત્યનું હતું. તેથી મેં એને મને આવેલા એ સપનાંની વાત કરી જેમાં હું અને સલોની ખુશીથી મેળામાં ફરી રહ્યા હતાં. "

"હા. . . હા. . . હા. . . જો સપનું સાચું હોય તો મારે હવે તને માત્ર પાંચ જન્મ ઝેલવાની . "

"ઝેલવાની ? તને હું નથી ગમતી એટલે ?"

"અરે બાબા, ખાલી મજાક કરું છું. "

"હા. . . ઓ. કે"

  કોલેજમાં રિયા પાર્કિંગમાં જ અમારી રાહ જોતી ઊભી હતી. દિવસ તો મજાનો પસાર થયો. કોલેજથી છૂટ્યા પછી રિયા અને સલોની બ્યુટી પાર્લર ગયા અને હું ઘરે પહોંચ્યો. પણ એ વિચાર તો મગજમાં હતો જ કે મને આવતા સપનાંઓ હવે વાસ્તવિક બની રહ્યા હતાં. કાલે કોલેજ અમે ચારેય જલ્દી જવાના હતાં તેથી મારે આજે જલ્દી જ સૂવું હતું. તેથી હું નવ વાગ્યામાં જ સૂવા માટે બેડ પર પડયો.

  ધીમો-ધીમો પવન વાઈ રહ્યો હતો, સમી સાંજનો રતાશ પડતો સૂરજ આથમી રહ્યો હતો, મારી સાડીની દુકાન બંધ કરી હું ગામના પાદર તરફ જઈ રહ્યો હતો. થોડું ચાલ્યા બાદ મને નંદિની દેખાઈ માતાજીના પાળિયા પાસે ધૂપદીપ કરી રહી હતી.

"નંદિની,તું તો ખુબ જ શ્રદ્ધાળુ છે. "મેં તેની પાસે પહોંચી કહ્યું.

"હા તો ભગવાને મને આટલી ખુશી આપી છે તે. "

  ત્યારબાદ અમે લોકો ચાલતાં થયા ગામ તરફ.

"શ્યામકાકા, તમે અહીં ?"

"સૂરજ તું ખસી જા. આજે અમે નંદિની સાથે વાત કરીશું. " શ્યામકાકા અને તેમની સાથે આવેલા બીજા બે માણસો ગુસ્સાથી નંદિનીને જોઈ રહ્યા હતાં.

"પણ શું થયું કાકા ?"

"શું થયું ? બેટા આ નંદિની મેલી વિદ્યા કરે છે. તેના લીધે ગામમાં લોકો માંદા પડી રહ્યા છે. "

"પણ કાકા, લોકો તો કોઈ બીમારીને લીધે માંદા પડયા હશે, નંદિનીનો એમાં શું વાંક ?"

"સૂરજ, તું વચ્ચે નહીં બોલ. આખું ગામ જાણે છે કે નંદિની રાતભર જાગીને પૂજા કરે છે . "

"હા તો. પૂજા જ છે ને. . . "

  મારી દલીલ અધૂરી રહી ગઈ. શ્યામકાકા સાથે આવેલા બે માણસો નંદિનીને ઘસડી જઈ રહ્યા હતાં. હું પાગલની જેમ ભાગી રહ્યો હતો તેઓની પાછળ.

"વેક અપ. . વેક અપ. . "

 "શ . . શ . .  શ . .  શ . .  શ . .  " મેં જોરથી મોબાઈલ પર હાથ પછાડયો, છ વાગ્યા હતાં અને સૂર્યોદય થઇ ગયો હતો. આજનું આ સપનું પણ ખુબ જ બિહામણું હતું. મારું આખું શરીર પરસેવાથી ભીનું હતું.

   આ સપનાંઓ મને કેમ આવી રહ્યા હતાં ? શું મારો સલોની સાથે કોઈ પૂર્વજન્મનો સંબંધ હતો? મેં બધા વિચારો ઝાટકી કાઢ્યા, આજે સલોનીની હરીફાઈ હતી અને આ દિવસ તેને માટે ખુબ જ મહત્વનો હતો.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Horror