Khushbu Shah

Horror Fantasy Thriller

4  

Khushbu Shah

Horror Fantasy Thriller

ભયાનક ભ્રમજાળ - 4

ભયાનક ભ્રમજાળ - 4

2 mins
24.3K


મારા હાથમાં કોઈનો હાથ હતો...

"નંદિની, થોડું તો ધીમે ચાલ, મેળો હજી સાત દિવસ સુધી અહીં જ છે. " હું મારી બાજુમાં ચાલતી એ સ્ત્રીને કહી રહ્યો હતો, જેને ગુલાબી રંગના સલવાર-કમીઝ પહેર્યાં હતાં, જે તેના ગોરા રંગ પર વધારે ખીલી ઉઠયા હતાં.

  તેણે હળવેથી મારી સામે જોયું, અરે આ તો સલોની જ છે, મારા મગજમાં ઝબકારો થયો, પણ હું તેને નંદિની કહી રહ્યો હતો અને એ મને સૂરજ. લોકોની ભીડ ઘણી હતી, પણ અમે અમારી જ મસ્તીમાં ચાલી રહ્યા હતાંં.

" સૂરજ, ચાલ આ ચકડોળમાં બેસીએ."

"પણ, નંદિની તને તો ડર લાગે છે ને ? "

"કંઈ નહિ, તું છે ને સાથે."

   નંદિની મારો હાથ પકડી બેસી રહી, એ પણ એક વાર નહિ, બે -ત્રણ વાર અમે ચકડોળમાં બેઠા, બટાકા- પુરી ખાધાં.

   હું હજી તો પૈસા ચૂકવું ત્યાં સુધી તો એ બીજી કોઈ દુકાન પર પહોંચી ગઈ અને બંગડીઓ લેવા લાગી. ત્યાં જ અચાનક...

  મેળામાં દીપડો ઘૂસી આવ્યો, તેથી લોકો ભાગવા લાગ્યાં. લોકોના ટોળાં આમ-તેમ જઈ રહ્યા હતાંં અને તેમાં જ નંદિની મારી આંખ સામેથી ઓઝલ થઇ ગઈ. હું હાંફળો-ફાંફળો બની આમ-તેમ ભાગી રહ્યો હતો.

"નંદિની...નંદિની..." ચીસ પાડતાં જ હું બેઠો થઇ ગયો. મેં ચારેબાજુ જોયું ન તો કોઈ મેળો હતો ન તો કોઈ લોકો.

  હું મારા બેડ પર જ હતો. સપનું સાચે જ આહલાદ્ક હતું પણ છેલ્લે મારી નંદિની (સલોની ) ક્યાં ગઈ તે ખબર ન પડતાં મને બેચેની થઇ રહી હતી. મેં લેમ્પ ચાલુ કરવા માટે બેડની ડાબી બાજુ હાથ લંબાવ્યો અને મારો હાથ ત્યાં જ અટકી ગયો.

 મારી નજર બેડથી માત્ર 4 ફૂટની દૂરી પર રહેલી ટાઇલ્સ પર પડી, ત્યાં કોઈ ઊભું હોય એવો આભાસ થઇ રહ્યો હતો.

"કોણ છે ? કોણ છે ?" મેં સવાલ કર્યો અને લેમ્પ ચાલુ કર્યો, ત્યાં કોઈ ન હતું, મોબાઈલમાં જોયું તો 3 વાગ્યા હતાં.

  હું ફરી લેમ્પ બંધ કરી સૂઈ ગયો કારણ કે મારે સવારે વહેલા કોલેજની મિટિંગમાં જવાનું હતું. હજી તો છ વાગ્યા હશે ત્યાં જ રાજનો ફોન આવ્યો, તેના અવાજમાં ધ્રુજારી હતી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Horror