Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Vishwadeep Barad

Horror Thriller Tragedy

4  

Vishwadeep Barad

Horror Thriller Tragedy

જ્યારે વેકેશન વેરી બને!

જ્યારે વેકેશન વેરી બને!

9 mins
14.3K


‘ડેડી, હજું મમ્મી કેમ પાછી નથી આવી? ચાર વર્ષની મીતાએ મુકેશને સવાલ કર્યો..એજ સવાલ નો એક વર્ષથી એકજ જવાબ આપી મુકેશ પણ હવે મુંઝવણમાં મુકાઈ ગયો છે. ચાર વર્ષની બાળકીને સાચી હકીકત કહેવાથી એની પર સાયકૉલોજીકલ કઈ અસર પડશે અને એના શું રિયેકશન આવશે તેની ધારણા કરવી મુશ્કેલ છે. મમ્મીની સત્ય

હકિકત આ બાળકી સાંભળી શકશે ખરી? તેના માટે મુકેશે તેના મિત્ર સાયકો.ડોકટર અમિતની સલાહ લીધી..અમિતે કહ્યું.” મુકેશ, અહીં અમેરિકામાં તો બાળકોને પેરન્ટસ સાચી હકીકત કહી દેતા હોય છે’. મુકેશને એ વાત હજું ગળે ઉતરતી નથી.

‘મુકેશ, તું બધું એકલા હાથે કામ ન કર, હું તને મીતા સુઈ જાય પછી હેલ્પ કરાવું છું.’ મેં મારી પત્નિ રચનાને કહ્યું..’ના હની, Thank you, I want you to take care of our baby boy!(આભાર,બસ, તું આપણાં આવનાર રાજકુમારની સંભાળ રાખ) રચનાને ત્રણ મહિના થયાં છે અને ડૉકટરે ટેસ્ટબાદ સારા સમાચાર આપ્યા કે રચનાને આ વખતે બાબો છે. હું રચનાને કશું પણ ભારે કામ કરવા દેતો નહોંતો. મેં વેકેશનમાં કોલોરોડો સ્ટેટની મુલાકત લેવાનું કહ્યું તો ડોકટર સ્મિથે કહ્યું કે હજું ત્રણજ મહિના થયાં છે અને રચનાની તબિયત પણ સારી છે તો તમે વેકેશનમાં જઈ શકો છો. મેં આગલી રાતે બધો સામાન અને જરૂરિયાત વસ્તું કારમાં પેક કરી દીધી હતી. રચના, મેં સવારે ચાર વાગ્યાનો આલાર્મ મુકી દીધો છે અને મારો પ્લાન સવારે છ વાગે નિકળી એરપોર્ટ પર પહોંચી જવાનું અને એરપોર્ટ પર કાર પાર્ક કરી ૮ વાગ્યાનુ પ્લેન લેવાનું છે. ‘ઑ.કે હની, હવે આપણે સુઈ જઈએ. રાત્રીના દસ વાગ્યા છે અને વહેલા ઊઠવાનું છે. ડેનવર પહોંચી હોટલમાં એક-બે કલાક આપણે આરામ કરીશું’..’યસ હની, એ મારા પ્લાનમાંજ છે.’ ‘મુકેશ, મને ખબર છે તારો પ્લાન, વેલ-પ્લાન હોય છે છતાં હું તને વારંવાર ટોક્યા કરું છું.’ ‘માય ડાર્લિંગ આને ટોકવાનું ન કહેવાય. મારી કોઈ ભુલ થઈ ગઈ હોય કે કઈ રહી ગયું હોય તો તું મને બધું યાદ કરાવે તો મને ગમે છે.’

ડેનવર પહોંચ્યા પછી અમારા પ્લાન મુજબ અમોએ રેન્ટલ કાર કરી લીધી અને હોલીડે-ઈનમાં પહોંચી સૌએ આરામ કર્યો. એકાદ-વીક ડેનવર રહી, સ્કી-માઉન્ટેઈન એરિયામાં રિસોર્ટમાં એકાદ દિવસ રહેવાનું ઉપરાંત ફેમસ માઉન્ટેઈન ટ્રેઈન રાઈડ વગેરે કવર કરવાનું હતું. તેમજ ત્યાંના Aspen Highlands(એસ્પેન હાઈ-લેન્ડ્સ)માં માઉન્ટેઈન સ્કી-એરિયામાં ઘણું જોવાનું હતું. રચનાની તબિયતે ઘણોજ સાથ દીધો..મીતા તો પર્વત વિસ્તારમાં સ્નો જોઈને ખુશ થઈ ગઈ. રિસોર્ટ એરિયામાં બસ સ્નો-બોલ, શાન્તા-ક્લોઝ બનાવવામાં મને બીઝી કરી દીધો.

એપ્રિલ માસ ચાલતો હતો છતાં એસ્પેન એરિયામાં રાતના સમયે હેવી જેકેટની જરૂર પડતી. બીજે દિવસે માઉન્ટેઈન તરફ સ્કી એરિયા તરફ જવા અમો સૌ હેવી જેકેટ અને જરૂરી નાસ્તો, પાણીની બોટલ રેન્ટલ કારમાં પેક કરી દીધું. સ્ટેટ હાઈવે ૮૨, લોકલ હાઈવે ૧૫ ઉપર સ્નો પડવાની શરૂઆત થઈ ગઈ હતી. લોકલ રેડિયામાં સાંભળવા મળ્યું કે આજે ત્રણ થી ચાર ઈન્ચ સ્નો પડે એવી શક્યતા છે.અમારી રેન્ટલ કાર કેમરી બ્રાન્ડ ન્યુ હતી તેથી કોઈ ચિંતા નહોતી. ‘મુકેશ, સ્નો જોવાની મજા આવે છે પરંતુ તને સ્નોમાં ચલાવવાની બહું પ્રેકટીસ નથી તો સાવચેત રહેજે.’ ‘ઓકે હની..માઉન્ટેન-એરિયામાં સ્નો પડતો હતો તેથી હાઈવે પર કાર બહું જ ઓછી દેખાતી હતી. મીતા તો અવાર-નવાર વિન્ડો રોલ કરી સ્નો હાથમાં લેવાની મજા માણી રહી હતી..સ્નોની ગતી વધતી જતી હતી. રસ્તામાં મેક-ડોનાલ્ડમાં બપોરે લન્ચ લીધું અને બે વાગે નક્કી કર્યું કે આપણે પાછા ફરીએ..સ્નો વધી રહ્યો હતો અને અમારા માટે આ રસ્તાઓ અને એરિયા અજાણ્યા હતાં. મેપ પ્રમાણે ૧૫૦ માઈલ પાછા જવાનું હતું. હાઈવે પર સ્નો-વ્હીકલ ફરતાં હતાં અને હાઈવે સાફ કરી રહ્યાં હતાં પરંતું સ્નોની ગતી ભારે હતી. વીઝીબિલીટી માત્ર ત્રણથી ચાર ફૂટની જ હતી. ‘મુકેશ..બી-કેરફૂલ! હાઈવે પર માત્ર બેથી ત્રણ કાર માંડ જોવા મળતી હતી એ પણ બંધ થઈ ગઈ! હજું ૧૦૦ માઈલ બાકી હતાં, હેવી સ્નોમાં મેં ક્યારે બીજા નાના હાઈવેની એકઝીટ લઈ લીધી તેની ખબર પણ ના પડી. ત્યાં તો કોઈ કાર પણ નહોતી. વેરાન વગડો! આગળ વધ્યો તો ત્યાં રસ્તો બંધ થતો હતો..સ્નોના ઢગલા ચારે તરફ જે સ્નો ફોરકાસ્ટ હતું તેના કરતાં વધારે સ્નો પડી ગયો હતો અને હજું હેવી પડી રહ્યો હતો. અમો ગભરાઈ ગયાં શું કરવું . આજુ બાજું કોઈ હેલ્પ કરવા વાળું નહોતું.

‘મુકેશ, સેલ-ફોન પરથી ૯૧૧ ફોન કર તો કોઈ હેલ્પમાં આવી શકે.’ ‘હા.ગુડ-આઈડિયા! ઓહ! માય ગૉડ! સેલ-ફોન ક્યાં છે? કારમાં બધે જોયું કઈ સેલ-ફોન ના-મળ્યો..મને લાગે છે કે હોટેલમાં મેં ચાર્જમાં મુક્યો હતો અને લેવાનું જ ભુલી ગયો છું. સાંજના ૭ વાગી ગયાં હતાં. રસ્તા પર પાછા જવા નજર કરી તો રસ્તાપર ત્રણથી ચાર ફૂટના સ્નોના ઢગલા! અજાણી વેરાન જગ્યા! કારમાં ગેસ-ગેઈજ પર નજર કરી તો અડધાથી ઓછો ગેસ હતો! સ્નો હેવી ફૂંકાય રહ્યો હતો. ‘હની! કારમાં થોડી ચીપ્સ અને કુકી છે, એકાદ બોટલ વૉટર. મને તો બરાબરની ભુખ લાગી છે. રચના,આવા ભયાનક વેધરની આપણે કલ્પના પણ નહોતી કરી. ચારે બાજું નજર કરી પણ કઈ આજું બાજું ઘર કે ગેસ-સ્ટેશન પણ જોવા મળે નહી! મે કાર રિવર્સ કરવાની કોશિષ કરી કે પા્છો જે રસ્તે આવ્યો તે રસ્તે જાઉ! કાર સ્નોમાં બરાબરની ફસાઈ ગઈ હતી. ઘણી કોશિષ કરી પણ સ્નોમાંથી બહાર ના નિકળી. કારનું હીટર ચાલુ હતું જેથી ઠંડી થી થોડી રાહ્ત મળી તેમજ હેવી જેકેટ સાથે બ્લેન્કેટ હતો તે ઓઢી લીધો. ‘રચના, મને લાગે છે કે હું ચાલીને આજું-બાજું જોઉં કે કોઈ મદદ મળે. આજુબાજુ કોઈ ઘર હોય!’ ‘આવા વેરાન વગડામાં કોણ હોય? અંધારું થતું જાય છે અને સ્નો વધતો જાય છે, મુકેશ, મને તો બીક લાગે છે કે કોઈ વાયલ્ડ બેર(જંગલી રીછ)ની! હની, તું ક્યાંય જતો નહી!

મીતા, નેપ લઈ ઉઠી અને બોલી ડેડી. 'આપણે કયાં છીએ? ઘરે આવી ગયાં? મને ભુખ લાગી છે.’ રચનાએ ચીપ્સ અને કુકી જે હતું તે આપ્યા. પોતાને પણ ભુખ લાગી હતી પણ શું કરે? પોતાનાં સંતાનની સંભાળમાં મા પોતાનું સઘળું દુંખ ભુલી જાય છે. મીતાનુ પેટ ભરાઈ એટલું માંડ હતું. ’રચના, મને માફ કરજે આપણે ફસાઈ પડ્યા છીએ.’ ‘મુકેશ એમાં તારો ક્યાં દોષ છે? This is nothing but our bad luck!(આ નસીબના દોષ સિવાય કશું નથી). કહેવાય છે કે પ્રેગનન્સીની ભુખ ઉંચા આકાશને પણ કરડી ખાય છે! રચના તમે બન્ને કાર લોક કરીને બેસો હું નજીકમાં વૉક કરી આવું છું. જોઉ કે કોઈ ગેસ-સ્ટેશન નજીકમાં હોય? મુકેશ, મને કશું આસપાસ સ્નો સિવાય દેખાતું નથી. એકબાજું બીક અને બીજી બાજુ કડકડતી ભુખ! રચના, ચિંતા ના કર મને કોશિષ તો કરવા દે!’ ‘ઑકે હની.પણ બહું દૂર ના જતો! આ ફ્લેશ-લાઈટ લેતો જા!’ ‘ઓકે હની..રસ્તા પર ત્રણ-ત્રણ ફૂટના સ્નો પડેલો હતો રાત્રીના ૯ વાગી ગયાં હતાં.. મને આવા હેવી સ્નોમાં ચાલવાની કદી પણ પ્રેકટીસ નહી. સ્નો શુઝ નહોતા એટલે માંડ, માંડ ચાલી શકતો હતો. દૂર એક નાની લાઈટ જોઈ. ઘર હશે. તે તરફ ચાલ્યો. હેવી સ્નો ખુંદતા ખુંદતા ત્યાં પહોંચતા એક કલાક જેવું થઈ ગયું, ઘર નહી પણ નાની એવી એક બેડરૂમની કેબીન હતી. ડોર ખખડાવ્યું. ‘who is there?’ ‘sir, I need some help'(કોણ છે..સર, મારે મદદની જરૂર છે)એક મોટી ઉંમરનો વ્યક્તિએ દરવાજો ખોલ્યો! ઉંચો પડછંદ અને હાથમાં ગન હતી.ઘડીભર તો હું ગભરાઈ ગયો..મેં કહ્યું અમો રસ્તો ભુલી ગયાં છીએ અને મારી કાર સ્નોમાં ફસાઈ ગઈ છે. મારી બે વર્ષની બેબી અને મારી પ્રેગનન્ટ વાઈફ કારમાં છે. મને મદદ કરશો?

તેનું નામ તેણે માઈકલ કહ્યું અને તે રિટાયર્ડ પોલીસ ઓફીસર હતો. મને કહ્યું મને માફ કરજો આવા સ્ટોર્મી વેધર અને વેરાન જગ્યામાં બહુંજ કેરફૂલ રહેવું પડે! મને અંદર બોલાવ્યો. હકીકત જાણી. હજું હેવી સ્નોની આગાહી છે. બધા રસ્તાઓ બંધ છે. માઈકલે હાઈવે ડિપાર્ટમેન્ટને ફોન કર્યો પણ લાઈન બીઝી હતી.૧૦ મિનિટ સુધી ફોન કરવાની કોશિષ કરી પણ કોઈ સફ્ળતા ના મળી.

તમારી કાર ક્યાં છે તેનો તમને ખ્યાલ છે? રસ્તાનું નામ? તમે જે રસ્તે આવ્યા છો તે રસ્તા પર પણ અત્યારે ચાર-ચાર ફૂટ સ્નોના ઢગલા થઈ ગયાં છે. મારી પાસે પણ સ્નો-વ્હીકલ નથી. તમારી વાઈફને કીધું છે ને કે કાર લોક રાખે? રાત્રે વાઈલ્ડ-બેર(જંગલી રીંછ) ખાવા માટે આજુ-બાજું ફરતા હોય છે. તેમજ કાર-હીટર ચાલું હશે તો કોઈ વાંધો નહી આવે. મારી ચિંતા વધી. મેં કીધું કે હું પાછો જાઉ? ‘રાત્રીનો અંધકાર અને તોફાની સ્નોમાં તમને રસ્તો મળવો મુશ્કેલ છે.ઉપરવાળા પર ભરોસો રાખો! સવાર સુધી રાહ જુઓ તો આપણને કોઈ મદદ મળી રહે. તમે ફાયર-પ્લેસ પાસે હું સ્લિપીંગબેગ આપું છું ત્યાં સુઈ જાવ!’ મને સુતા પહેલાં સુપ-કુકી અને ચીપ્સ આપ્યા. મારી ભુખ પણ મરી ગઈ હતી. મોઢામાં જરા પણ ઉતરે નહી..બિચારી રચના ભુખથી તડપી રહી છે અને હું અહી…આગળ કશું ખાઈ ના શક્યો. માઈકલ ગુડ-નાઈટ કહી એના નાનારૂમમાં સુઈ ગયો.

થોડી થોડી વારે હું બહાર જોઉ કે સ્નો બંધ પડ્યો! કહેવાય છે કે સમયને જતાં વાર નથી લાગતી, ઝડપથી સાપની જેમ સરકી જાય છે! મને તો અહી લાગ્યું કે સમય થંભી ગયો છે. થોડી થોડી વારે ઘડીયાળ તરફ નજર કરું, કલાકનો, મિનિટ અને સેકન્ડના કાંટા જાણે હલતાજ નહોંતા. મીતા અને રચના સલામત હશેને? કોઈ વાઈલ્ડ-બેર(જંગલી રીંછ) તો ત્યાં નહી આવ્યો હોયને? કારનો ગેસ ઓછો હતો તો ખલાસ નહી થઈ ગયો હોયને! કાર ગેસને લીધે બંધ થઈ જશે તો કાર-હિટર પણ બંધ થઈ જશે તો આવા ફ્રીઝીંગ-કોલ્ડમાં મીતા અને રચનાનું શુ થશે? આવા સમયે આવતા નરસા વિચારોએ મારા મનને જીવતા નર્ક બનાવી દીધું. માંડ માંડ સવારના પાંચ વાગ્યા. હું ધીરે રહી પોર્ટેબલ બાથરૂમમાં ગયો અને ત્યાં માઈકલ પણ જાગી ગયો. તેણે તુરંત હાઈવે-ડિપાર્ટમેન્ટને ફોન કર્યો તેઓને મારી સંપૂર્ણ પરિસ્થિતીની વાત કરી. મને કહ્યુઃ

‘સ્નો-મુવીંગ વ્હીકલ સાથે એમ્બ્યુલન્સ-ફાયર બ્રિગેડ હાઈવે ડિપાર્ટમેન્ટ આ બાજું મોકલી રહ્યાં છે અને ટૂંક સમયમાં એ લોકો અહી આવી પહોંચશે. તમો જરી પણ ચીંતા ન કરો, સૌ સારાવાના થઈ જશે.’ મેં માઈકલનો આભાર વ્યક્ત કર્યો તેણે કહ્યું કે રાત્રીના બે વાગ્યા પછી સ્નો પણ બંધ થઈ ગયો છે અને હાઈવે-ડિપાર્ટમેન્ટ બધા હાઈવે પર સ્નો દૂર કરવા કામે લાગી ગયાં છે. હું ધારું છું કે તમારી કાર અહીંથી એકાદ માઈલજ દૂર હશે.પણ હેવી સ્નોના ઢગલાને લીધે ત્યાંનો રસ્તો શોધવો મુશ્કેલ છે.

અડધી કલાકમાંજ સ્નો મુવીંગ વ્હિકલ પાછળ એમ્બુલન્સ, ફાયર-બ્રીગેડ અને પોલીસ કાર આવી ગયાં. તેમણે હેલિકૉપ્ટરને પણ જાણ કરી દીધી હતી..હેલિકોપ્ટરે કાર-ફાયન્ડરની મદદથી કાર ક્યાં છે તે શોધી અને ત્યાં સ્નો-મુવીંગ વ્હિકલ, સાથે સૌ પહોંચી ગયાં. મારી સાથે માઈકલ પણ હતો. કારનું એન્જિન ગેસ ખલાસ થઈ જવાથી કાર બંધ પડી ગઈ હતી. ડૉર બંધ હતાં, મેં ઈશ્વરનો આભાર માન્યો કે અંદર મીતા અને રચના સલામત છે.

ડૉર ફ્રીઝ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડના માણસોએ એન્ટીફ્રીઝ સ્પ્રે ઉપયોગ કરી દરવાજો ખોલ્યો. તો મારી માન્યતા ખોટી પડી. કારની અંદર માત્ર મીતા બે-ભાન અવસ્થામાં પડી હતી. તેણી પર બે હેવી જેકેટ અને ધાબળો ઓઢાડેલ હતાં. ઉપર હેલિકૉપ્ટર ફરતું હતું પાર્ક કરવાની જગ્યા નહોંતી. રેડિયો દ્વારા હોલિકૉપ્ટર પરથી દોરડા દ્વારા એનો માણસ નીચે આવે તે પહેલાંજ એમ્બ્યુલન્સના પેરામેડિકના માણસોએ મીતાને સી.પી.આર.આપ્યો. કારમાં હીટર ના ચાલવાથી ફ્રીઝીંગ ટેમ્પરેચરને લીધે બેભાન થઈ ગયેલી. મીતા ભાનમાં આવી અને એ સાથેજ હેલિકૉપ્ટરમાં તેને લઈ જવામાં આવી.” રચનાનું શું થયું હશે?’ મારી ચિંતા વધી. પોલીસે તપાસ આદરી.અનુમાન કર્યું કે પ્રેગનન્સીને લીધે સ્ત્રીને બાથરૂમ વધારે જવું પડે. તેણી સ્નો બંધ થઈ ગયાં બાદ બહાર બાથરૂમ જવાં નીકળી હોય. શક્ય છે કે વાયલ્ડ બેર(જંગલી રીંછ) ત્યાં આવી ગયું હોય. હું આ વાતથી એકદમ ગભરાઈ ગયો. અડધા માઈલના એરિયામાં તેઓ સ્નો-મુવર સાથે રચનાને શોધી રહ્યાં હતાં. બે કલાક બાદ જે સમાચાર આવ્યા તે સમાચારે મને હલબલાવી નાંખ્યો…મારાથી ચીસ પડાઈ ગઈ..”રચના”..રચના જંગલી રીંછનો ભોગ બની ચુકી હતી..તેણીનું ગળું ફાડી ખાધું હતું.’ મારી વહાલી પત્નિ સાથે આ સંસારમાં આવનાર દીકરો” ડેડી” કહે એ પહેલાંજ કાળનો કોળીયો બની ગયો.’

મારી વહાલી દીકરી મીતાને આ ભયાનક વાત કેમ કહી શકું? કે તારી મમ્મી જંગલી રીંછનો શિકાર બની ચુકી છે. મીતાની રોજ એકની એક વાત, રોજ મારો એકનો એક જવાબ, ક્યાં સુધી હું જુઠનો સહારો લેતો રહીશ? અને મારી ભોળી દીકરીને બનાવતો રહીશ. ચાર વર્ષની મીતા તેણીની ઉંમર કરતાં વધારે સ્માર્ટ હતી. ટીવી પર કાર્ટુન “લાયન કીંગ” મુવી જોયાં બાદ હંમેશા સવાલ કર્યા કરતી. લાયન્સ-કીંગ કેમ મરી ગયો? એ હવે પાછો નહીં આવે ડેડી? મારામાં રહેલી શક્તિ એક વખત ભેગી કરી મીતાને કહ્યું.’મીતા બેટી..જે મરીને ભગવાન પાસે જાય એ કદી પાછા ના આવે.’ ‘ડેડી…મમ્મી પણ મ…રી…આગળ બોલે તે પહેલાંજ મે તેણીના મો પર હાથ રાખી ખોળામાં લઈ લીધી.’બેટી..હવે તો હું જ તારી મમ્મી..હું જ તારો ડેડી..હું અને તું..એજ આપણી દુનિયા.' મીતાની આંખ મારા પર અચરજતાથી સતત જોતી રહી! તેણીની આંખોમાં સેંકડો સવાલ હતાં!


Rate this content
Log in

More gujarati story from Vishwadeep Barad

Similar gujarati story from Horror