Vishwadeep Barad

Others

3  

Vishwadeep Barad

Others

શું જવાબ આપું ?”

શું જવાબ આપું ?”

2 mins
14.9K


“રવિ, આજે તું મારા વતી સાંજની શીફ્ટ સંભાળી લઈશ ? પ્લીઝ! “મનીષ, મેં કેટલા વખતથી મમ્મી-પપ્પાને ફોન નથી કર્યો અને આજ સાંજે એમને મારે ફોન કરવાનું પ્રોમીસ આપેલ છે તેઓ મારા ફોનની રાહ જોશે, આજ માંડ થોડો ફ્રી છું,”

“રવિ, આજ સાંજે મારે રીટા સાથે ડેટ છે, નહીં જાઉ તો એ નારાજ થઈ જશે, પ્લિઝ ઓન્લી ફોર ટુડે”

રવિ આગ્રહને વશ થઈ ગયો, ના ન પાડી શક્યો. 'Oઓકે હેવ ગુડ ટાઈમ. સેય હેલો ટૂ રીટા.”

રવિ અને મનીષ બન્ને સ્ટુડન્ટ વીસા પર હતાં. અને લોયોલા જેવી ખ્યાતનામ યુનિવર્સિટીમાં બીઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર કરી રહ્યાં હતાં. રવિ એકનો એક સંતાન હતો. મા-પિતા બન્ને અમદાવાદમાં હતાં, મધ્યમ કક્ષાનું ફેમીલી, ઉમેશ અને ઉષાબેન બન્ને શિક્ષક હતાં. એમનું સ્વપ્ન બસ દીકરાને ગમે તે રીતે અમેરિકા મોકલવો. બન્ને પતિ-પત્નિએ ટ્યુશન કરી પૈસા બચાવ્યા અને રવિને ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા મોકલ્યો. રવિ પણ એટલોજ હોશિંયાર હતો. મા-બાપની આર્થિક પરિસ્થિતીનો ખ્યાલ હતો એથી બને ત્યાં સુધી પિતા પાસેથી કોઈ આર્થિક મદદ માંગતો નહીં. કેમ્પર્સમા પાર્ટ-ટાઈમ જોબ કરે. સમર ટાઈમમાં ફુલ ટાઈમ જોબ કરી પૈસા કમાઈ લે જેથી ટ્યુશન( કોલેજની ફી)ના તેમજ એપાર્ટમેન્ટ રેન્ટ, ખાધા ખોરાકીનો ખર્ચ નીકળી જાય. એપાર્ટમ્નેટમાં પણ રવિ સાથે બીજા ત્રણ સ્ટુડન્ટસ રહેતાં હતાં જેથી ખર્ચે ઓછો આવે.

ડીસેમ્બર એટલે કડકડતી ઠંડી. બરફના ઢગલાં અને સુસવાટો મીશીગન લેઈક પરથી આવતો પવન કાળજા ચીરી નાંખે ! ગમે તેટલાં ગરમ કપડાં પહેરો પણ એ શિકાગોની ઠંડી ! ભલભલાને ધ્રુજાવી નાંખે ! આગલાં દિવસે છ ઈન્ચ સ્નો પડી ગયો હતો. બહાર માઈનસ ૨૦ ડીગ્રી ટેમ્પરેચર હતું. સાંજના ૮ વાગ્યા હશે, હેવી જેકેટ, મફલર અને સ્નો-શુઝ પહેરી એપાર્ટ મેન્ટની બહાર નીકળ્યો. કાર સ્ટાર્ટ કરવા ગયો પણ સ્ટાર્ટ ન થઈ !

“બેટરી ડેડ થઈ હશે ? હવે શું કરીશ ? જોબ પર ૯ વાગે પહોંચવાનું છે, સ્ટોર પર મારે લેરીને રીલીવ કરવાનો છે,” ત્યાંજ એપાર્ટમેન્ટમાંથી માઈક નીકળ્યો.

“મે આઈ હેલ્પ યુ ?”

“સ્યોર,”

“કેન યુ ગીવ મી અ જંપ મી ટૂ માય કાર ?”

“સ્યોર..” કહી માઈકે બેટરી કેબલ કાઢી જમ્પ આપ્યો, કાર સ્ટાર્ટ થઈ ગઈ.

'થેન્ક્યુ માઈક.”

'યુ આર વેલકમ.'

રવિની કાર સ્ટોર પર જવા નીકળી પડી. રાત્રે બે વાગે ફોનની રીંગ વાગી, મનીષ હજુ રાત્રે બાર વાગેજ એપાર્ટમેન્ટમાં પાછો ફર્યો હતો. ફોન માંડમાંડ ઉપાડ્યો. સામેથી પોલીસનો અવાજ હતો.

'રવિ હેસ બિન શોટ, એન્ડ હી ઈસ ડેડ.'

'ઓહ માય ગોડ.'

મનીષ બે -બાકળો થઈ ગયો અને થોડીજ વારમાં ફોન રણક્યો.

'રવિ છે ?'

'કોણ મનીષ ?' મને ખબર છે રાતના ત્યાં અઢીવાગ્યાં છે. પણ રવિએ કીધું હતુ કે એ આજે ફોન કરવાનો છે. અને ન આવ્યો એટલે મેં ફોન કર્યો. અમદાવાદ્થી રવિના પિતાનો ફોન હતો..

”શું જવાબ આપું ?”


Rate this content
Log in