મંદીરમાં ફૂલડા વેચતી માલણ
મંદીરમાં ફૂલડા વેચતી માલણ
રોજ સવારે વે'લી ઊઠી ચુલો સળગાવી પોતાના બાળકો માટે ચા-ભાખરી બનાવતી, બે રુમ-રસોડાંમાં પાચ જણાનું નાનુ એવું કૂટુંબ, ના તો ઘરમાં ઈલેટ્રીસીટી. કેરૉસીન વાળું ફાનસ, ગાર-લીપણ વાળું ઘર. ફૂલના હાર, બીલીપત્ર તૈયાર કરી છાબડી માથે રાખી શંકરના મન્દિર એ ૧૧ વાગ્યા સુધી ઓટલા પર બેસી ફૂલો વેંચવાના, થોડા ઘરાક, થોડી કમાણી. રૂપિયો-બે રૂપિયાની રોજની કમાણી.
ઘરે આવી, છાબડી મુકી બે માઈલ ચાલી બંગલે તાજા ફૂલો વિણવા જવાનું...ત્યાંથી થાકી પાકી ઘેર આવી ચુલો સળગાવી કુટુંબ માટે રોજ રોટલા-શાક બનાવવાના, સાંજ થતાં પહેલાં ફરી પાછા ફૂલોના હાર, ફૂલોના પડીકા તૈયાર કરવાના, પાંચ વાગે ફરી ચાલીને મંદીરે જ્યાં કથા ચાલતી હોય ત્યાં ફૂલની છાબડી રાખી ફૂલો વે'ચવાના, રોજ આવતા ભક્તો ભાગ્યેજ ફૂલો વેચાતા લે.
રાત્રી પહેલા ફૂલોની છાબમાં ફૂલોના પડીકા ઘરાકો ને ઘેરે ઘેરે આપવા જવાના, પછી ઘેર આવી કેરોસીન વાળું ફાનસ સળગાવી, ચુલા પર ખિચડી બનાવવાની, બપોરનું વધેલું શાક ખિચડી વાળું માં!! રાત્રે ફળિયામાં ખાટલા ઢાળી સુવાનું. કડીયા કામ કરતાં પતિનું રોજ માંડ પાચ રુપિયા રોજના અને એમાંય વરસાદ પડે તો કામ ના ચાલે અને ઘેર આવતા રહેવાનું .. જેટલા દિવસ વરસાદ પડે ત્યાં સુધી આવક બંધ..રોજ મીઠાં-મરચા તેલ લાવી, માંડ માંડ ગુજરાન ચલાવતું કુટુંબ. રોજ રાતે બાળકો સાથે બેસી પાંચ ચોપડી ભણેલા માયાળું પિતા પોતાના બાળકો ને લેશન કરાવી, સુંદર વાર્તાઓ કહે એજ એમનું માત્ર સુખ હતું...પિતા કાયમ બાળકોને કહેતાઃ "હું નથી ભણી શક્યો, તમો સૌ જરુર ભણજો, હું કડીયા કામ કરું છું, તમારે નથી કરવાનું.,,હા હું બીડી પીવું છું તમારે નથી પિવાની..ઓછું ભણેલા પિતા આવી સુંદર શિખામણ આપે એ બાળકો નસીબવંતા તો જરુર કહેવાય!!
આજ એરપૉર્ટ પર સગા સંબંધી સૌ એક્ઠાં મળી માજીને વિદાય આપવા આવેલ.. એક સગાએ બીજા સગાને કહ્યુંઃ જોયું ભાઈ "આ માજી જે મંદીરમાં એક વખત ફૂલ વેચતા હતા એ આજ કાયમ માટે અમેરિકા એમના દીકરા પાસે જઈ રહ્યા છે...!!! નસીબની બલીહારી... ના ના પુરુષ્રાર્થના ફળ!!