Vishwadeep Barad

Drama Thriller Tragedy

2  

Vishwadeep Barad

Drama Thriller Tragedy

ત્યારે આભ પણ રડી પડે છે

ત્યારે આભ પણ રડી પડે છે

4 mins
7.7K


"માય ડેડ વોઝ ઇન રોંગ પ્લેસ એન્ડ રોંગ ટાઈમ." (મારા પિતાશ્રી ખોટી જગ્યાએ-ખોટા સમયે)ના શિકાર બની ગયા. નિશાની આંખમાંથી દડ દડ આંસું ટપકી રહ્યાં હતાં.

ફૂર્નરલ-હૉમ સગા-વહાલા અમે મિત્રોથી ભરચક હતો ૨૦૦ની કેપાસીટી હોલમાં ૩૦૦થી વધારે વ્યક્તિઓ સ્વ. મનહરભાઈને આખરી વિદાય આપવા આવેલ અને ઘણાં લોકો હૉલની બહાર ઉભા હતાં. ક્યાં કોઈને પણ ખબર હતી કે શહેરની જાણીતી માનીતી વ્યક્તિ શ્રીમનોહરભાઈને અચાનક આવી કરુણહાલતમાં વિદાય આપવાનો સમય આવશે! સ્વ. મનોહરભાઈ ત્રણ કન્વીનન્ટ્સ-ગેસ સ્ટૉરના માલિક હતા, રાત્રીના સમયે રોજના રુટીન મુજબ કેશ કલેકટ કરવા પોતે રુબરું જતાં. એમને ક્યાં ખબર હતી કે આજનો અપશુકન્યાળ દિવસ એમનો ગોજારો નિવડશે. એમની મર્સીડીઝ કાર રસ્તામાં અધવચ્ચેજ બે અમેરિકન હબસીઓએ રોકી, પૈસાની માંગ કરી, થોડી આનાકાની થઈ ત્યાર બાદ કાળીયાઓએ પાંચ ગોળી છોડી. તેમનું મર્ડર કરવામાં આવ્યું. ૨૫૦૦ ડૉલર્સથી વધારે રકમ લઈ નાસી છુટ્યા.

"મારા ડેડનું એકાવનની નાની ઉંમરે દુઃખદ અવસાન એ અમારા કુટુંબ માટે મોટી આઘાતજનક આફત છે. ઘરમાં ગ્રોસરી લાવવાની હોય, કે કોઈ પણ વસ્તૂ ખરીદવાની હોય તો તે જાતે કરતાં, કદી કોઈ પણ કામ અમને ના કરવા દે! કહેતા, જાત મહેનત જિંદાબાદ. અમને બીઝનેસમાં પણ કદી જવા ના દેતાં, બધું જ ફાયનાન્સ જાતે સંભાળતા. મૉમ, બસ એમની પર્સનલ કેર કરતી. ફેમીલીમાં સૌથી માયાળું-પ્રેમી પિતા અને પતિ હતાં. મારા ડેડ વગર અમો શું કરીશું?" એમ કહેતાં કહેતાં આંખમાંથી આંસુ સર સર દડવા લાગ્યાં. ધ્રસકે ધ્રુસકે રડવા લાગી. રમણભાઈ એમને ભેટી માઈકથી દૂર લઈ ગયાં. ઘણાં મિત્રો માઈક પર આવી સ્વ. મનોહરભાઈ વિશે બે શબ્દો કહી શ્રદ્ધાજંલી અર્પીત કરી. ત્યાર બાદ એમનું કૉફીન સગા-સંબંધી મળી "ક્રીમેશન" રુમ તરફ લઈ ગયાં એકની એક દીકરીએ અગ્નિદાહ આપતું ઈલીકટ્રીક બટન દબાવી આખરી વિદાય આપી.

મનોહરભાઈનું કરુણાત્મક મૃત્યું અને પાંચ બેડરુમ આલિશાન મકાનમાં મનોહરભાઈની પત્નિ રમા અને નિશા એકલા પડી ગયાં. થોડા દિવસ મિત્રો-સગાઓની આવ-જાને લીધે આશ્વાસનરુપ લાગ્યું. પછી..માઁ-દીકરી બન્ને ઘરમાં બેઠાં બેઠાં દુઃખદ વિચારોના વંટોળમાં ઘેરાયેલા રહેતાં પુરુષ વગરનું ઘર, એક પતિ-પિતા વગરનું ઘર ભેંકાર ભાસવા લાગ્યું.

નિશાએ ત્રણ વર્ષ કોલેજના કરી અભ્યાસ છોડી દીધો હતો. પિતાની લાડકી અને એકની એક દીકરી, ઘરમાં અઢળક સંપંતી અને પૈસા, મોજશોખમાં મશગુલ રહેલી નિશાને આગળ ભણવું બેકાર લાગ્યું, પોતાની બહેનપણીઓને કહેતી.." મારે જોબ કરીને શું કરવાનું? ડેડની સંપૂર્ણ સંપંતીની માલિક મારા મા-બાપ પછી હું એકલીજ છું..આપણે તો બસ આખી જિંદગી જલશા કરવાના." મનોહરભાઈ કંજુસ સ્વભાવના ખરા. અઢળક સંપતી-પૈસા હોવા છતાં ઘણીજ કરકસર કરી જીવવાની આદત, મા-દીકરીને જરી પણ ગમતી નહી. રમા અને નીશાને ક્રેડીટ કાર્ડ આપેલ પણ એમાંથી પર્સનલ(વ્યક્તિગત) ખર્ચ મહિને $ ૧૦૦.૦૦ ડોલર્સથી વધવો ના જોઈએ અને જો વધી જાય તો બે કલાક સુધી"ભાષણ" સાંભળવાની તૈયારી રાખવની.માઁ-દીકરીને આવો કરકસીરો સ્વભાવ જરીએ પસંદ નહોતા પણ બાગના ફૂલો, ભમરાના ગણગણાટ સાથે દુશ્મની કેમ બાંધી શકે?

રમાબેન અને નિશાને "બીઝનેસનો કશો અનુભવ નહી..બીજી રીતે ઘણાં હોશિંયાર માઁ-દીકરીએ વકીલ અને ફાયનાન્સર એડવાઈઝર રાખી ત્રણચાર મહિનામાં બીઝનેસ વેંચી નાંખ્યો અને મનોહરભાઈનો ૧૦ મિલિયન્સ ડૉલર્સનો લાઈફ-ઈન્સ્યુરન્સના પૈસા સાથે ટોટ્લ ૨૫(પચ્ચીસ) મિલિયન્સ આવ્યા બાદ બન્ને એ વતનમાં જઈ રહેવાનું નક્કી કર્યું.

અમદાવાદ, સાણંદ પાસે ફાર્મ-હાઉસ લીધું જ્યાં આલિશાન મકાન. સ્વીમીંગ-પુલ સાથે કરોડોનો ખર્ચ કરી લીધું જ્યાં મનોહરભાઈની આરસપાણની મુર્તી પ્રવેશદ્વાર પાસે તૈયાર કરી મુકી. અવાર-નવાર ઘર પાસેથી પસાર થતાં આજું બાજું પડોશીઓનુ ધ્યાન મનોહરભાઈની ફૂલ-સાઈઝની મુર્તી પર જતું અને જોઈને કહેતાઃ "પત્નિ ગુજરી જતાં પતિ તાજમહાલ બનાવે પણ દીકરીએ એક પિતાની યાદ અને પત્નિએ પતિની સ્મૃતી રુપે અફલાતુન મુર્તિ, પ્રેમનું પ્રતીક બનાવી આંગણામાં ઉભી કરી દીધી છે. મુર્તિ એટલી સુંદર અને ભવ્ય બનાવી છે કે જાણે મુર્તિ હમણાંજ બોલશે!! મુરતીની સંભાળ રાખવા એક માળી રાખવામાં આવેલ જે રોજ રોજ ફુલોનો હાર અને ગુલ-દસ્તા અને અગરબત્તી મહેંકતી કરવાની..ઘણી વાર બહારથી લોકો આ મુર્તિ જેવા આવતાં. મુર્તિ આવા નાના-ગામમાં લોકોનું આકર્ષણ બની ગઈ હતી. લોકો કહેતાઃ બાપ, પૂર્ણશાળી આત્મા કહેવાય કે જેના ગયાં પછી પણ આટલી સંભાળ રખાય. ધન્ય છે માઁ-દીકરીને!!"

એક સમી સાંજે માઁ-દીકરી બન્ને ડ્રીન્કની મજા માણી રહ્યા હતાં સાથે એપેટાઈઝરમાં સમોસા અને લીલવા કચોરી.ની લિજ્જત માણી રહ્યાં હતાં, થોડા ડ્ર્ન્ક પણ ખરા અને સાથો સાથ બૉલીવુડના ગીતોની જમાવટ વચ્ચે ડોર-બેલ વાગ્યો, નોકર મુન્નો એકદમ દોડી દરવાજા પાસે જઈ રાબેતા મુજબ પુછ્યુંઃ કોણ છે? સી.બી.આઈ.સાથે અમેરિકન પૉલીસ ઓફીસર રોનાલ્ડ ઘરમાં આવી ગયાં માઁ-દીકરીને કહ્યુંઃ તમારા બન્ને નામે અમેરિકન ગર્વનમેન્ટ તરફથી સ્વ. મનહરભાઈના મર્ડર(ખુન) માટે ૫૦૦૦ ડોલર્સ આપી હાયર(નિમેલ) કરી મર્ડર(ખુન) કરાવવાના આરોપ માટે ધરપકડનું વૉરન્ટ છે. બન્ને મા-દીકરી એકદમ હેબતાઈ ગયાં..ગભરાય ગયા!! બન્નેને તાત્કાલિક અમેરિકા મોકલી કોર્ટ્માં હાજર થવાનું હતું.

પાપ અને તાપ બન્ને સરખાં..અતિરેક થતાં પાપ છાપરે ચડે અને અતિ તાપ દઝાડે! બન્ને માઁ-દીકરી અત્યારે પિતા અને પતિના ખુન(મર્ડર) કરાવવાના આરોપસર ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહ્યાં છે.

લક્ષ્મીદેવી રિસાયને કેમ અને ક્યાં જતાં રહ્યાં એતો માઁ-દીકરીજ કહી શકે!


Rate this content
Log in

Similar gujarati story from Drama