Vishwadeep Barad

Crime Thriller

3  

Vishwadeep Barad

Crime Thriller

રાક્ષસ કે રામ?

રાક્ષસ કે રામ?

5 mins
7.4K


સંધ્યા હજું આથમી નથી, સૂરજના કિરણો હજું સંધ્યા સાથે અડપલા કરી રહ્યા હતાં, જતાં જતાં પણ થોડી મજા માણવાની આદત સૂરજની ગઈ નથી. મારી દ્ર્ષ્ટીમાં ક્ષણભર ઈર્ષાના વાદળ ઉભરાઈ આવ્યા, હું એકલી એકલી જિંદગીની એકલતાના તોફાની પૂરમાં તણાતી રહી છું. શું કરું દીપેશ ગયાં પછી જિંદગીની જ્યોત ઝાંખી પડી ગઈ છે. માત્ર યાદના પડછાયા આગળ-પાછળ ફરી રહ્યાં છે.

શિકાગો શહેરના ઠંડા વાતાવરણમાં અમો છેલ્લા દસ વરસથી સુંદર જિંદગી વિતાવી રહ્યા હતાં.

એજ સાંજ હતી, હજું ડીનર લેવાનું બાકી હતું, "હની, કેન વી હેવ વાઈન?' 'અફ કોર્સ', 'લેટ મી મૅક ટુ ગ્લાસ ઓફ વાઈન એન્ડ હેવ ગુડ ટાઈમ બીફોર દિલીશિયસ ડિનર ટૂગેધર...આઈ હેવ પરિપર્ડ યોર ફેવરિટ આઈટમ ખાંડવી વિથ પાણીપુરી એન્ડ ભેળ.'

'ઓહ આઈ લવ ઇટ'..( 'હની, આપણે વાઈન લઈએ તો?' ' જરુર, લ્યો બે ગ્લાસ બનાવું છું અને મધુરું ડીનર લેતા મજા કરીએ. મે તમારી ભાવતી ખાંડવી અને પાણી-પુરી અને ભેળની વાનગી બનાવી છે.' ' ઓહ...મને બહું જ ગમ્યું)..

ડોર બેલ વાગ્યો, દીપેશ. હું ઇઝ ધેર?..( કોણ છે?) કહી દરવાજો ખોલ્યો..દરવાજા ખોલવાની સાથેજ એક યુવાન દરવાજાને ધક્કો મારી ધસી આવ્યો, દીપેશને મુક્કો મારી પછાડી દીધો, સીધો મારા તરફ ધસી આવ્યો, 'તારી પાસે જે પૈસા, દાગીના હોય તે મને આપી દે' ... હું બે બાકળી બની ગઈ.. 'ઓકે' ...કહી બીતી બીતી મારા બેડરુમમાં જઈ તિજોરીમાંથી દાગીના અને પૈસા આપું ત્યાં દીપેશ દોડતો આવ્યો, પેલા યુવાને વગર વિચારે.. ગનથી ત્રણ સૉટ માર્યા અને દીપેશ ત્યાં જ ઢળી ગયો..હું કઈ બોલું તે પે'લા દાગીના-પૈસા ઝુંટવી કારમાં પલાયન થઈ ગયો..

ઘરના કેમરામાં આવેલ એ બ્લેક યુવાનની તસ્વિર અને વિડિયોને આધારે એ ખુની-લુંટારો પકડાય તો ગયો. ૨૦ વર્ષની સજા થઈ..

આમને આમ વિરહની વણઝાર, દીપેશની યાદમાં પંદર વર્ષ વિતી ગયા હરે કૃષ્ણ ટેમ્પલમાં જન્માષ્ટમીના પ્રોગ્રામ હતો. અચાનક એક બ્લેક યુવાન મારી પાસે આવ્યો.. "હરેકૃષ્ણ!! મેં પણ હરે કૃષ્ણ કહ્યું.."

ડું યુ નો મી? આઈ એમ ધ સેમ પર્સન હુ કિલ્ડ યોર હસબન્ડ એન્ડ આઈ એમ સોરી, કેન યુ ફોર્ગીવ મી? (મને ઓળખો છો? હું એજ વ્યક્તિ છું ,જેણે તમારા પતિનું ખુન કર્યું હતું, મને માફ કરશો).એ એકી શ્વાસે બોલી ઉઠ્યો.. હું એકદમ ગભારાય ગઈ..

ખબર પડી કે એ બ્લેક યુવાન જેલમાં રહી ગીતાનો અભ્યાસ કર્યો અને સારી વર્તુણકને લઈને એની સજા ઘટી ગઈ અને તેણે હિન્દું ધર્મ સ્વિકારી "હરે કૃષ્ણ" માં જોડાય ગયો, વાલીયા લુંટારા માંથી વાલ્મિક બન્યો, રાક્ષસમાંથી રામ બની ગયેલા આ માનવીને હું માફ કરી શકીશ?

વિશ્વદીપ બારડ

..."સૂર્યાસ્ત સમયે!" વિશ્વદીપ

સુરભી ખુદ એક ચાંદની નો અવતાર, જેની સુંદરતા આગળ બાગના ફૂલો શરમાઈ જાય. તેણીને મેક-કપ કરવા આવેલી એમીને કયું બ્યુટી-ક્રીમ વાપરવાથી તેની સુંદરતામાં વધારો થાય તેની મુંઝવણમાં હતી. જ્યાં મેક-અપ ઝાંખો પડે એવી સુંદર સુરભીના આજે લગ્ન થવાના હતાં. સુરભી, ડૉકટર બની ફેમિલી પ્રેકટીસ સેનએન્ટોનિયો સીટીમાં શરૂ કરી હતી. સિંગલ-પેરેન્ટ તરીકે ઉછરેલી સુરભીની મમ્મી અલ્કાબેને એકલા હાથે કોઈનો પણ સહારો લીધા વગર, ઘણી મુશ્કેલીઓનો સામનો કરી, દુઃખો વેઠી એકની એક દીકરી સુરભીને ભણાવી હતી. સુરભીને પોતાની પસંદગીનો છોકરો મળ્યો, મહેશ પોતે પણ ડોકટર હતો તેથી અલ્કાબેન બહુ જ ખુશ-ખુશાલ હતાં.

સુરભી અને મહેશે બન્નેએ પોતાની પસંદગીની હોટેલ ‘ઑમની’માં વૅડીંગ અને રેસેપ્શન રાખેલ જેમા બન્નેના મિત્રો અને સગા-સંબંધીઓ માટે ૫૦ રૂમનું રિઝર્વેશન કરાવેલ. બપોરની લગ્ન વિધિ બાદ સાંજે ૬,૩૦ કૉકટેઈલ અવર્સ અને ૭.૩૦વાગે રિસેપ્શનમાં ૫૦૦ થી વધારે ગેસ્ટને ઈન્વાઈટ કરેલ. આવી ભવ્ય પાર્ટીનું આયોજન તેમના મિત્રોને સોંપ્યું હતું. બધુંજ સમયસર ચાલી રહ્યું હતું.

વેડીંગ પુરા થયા બાદ લંચ લઈ પતિ-પત્નિ પોતાના રૂમમાં આરામ માટે ગયાં. રૂમમાં પ્રવેશ કરતાજ હોટેલ રિસેપ્શનિસ્ટનો ફોન આવ્યો.

"મિસ. સુરભી, મી.ભટ્ટ વોન્ટેડ ટુ સી યુ, મે આઈ સેન્ડ હીમ ટુ યોર રૂમ? ( મીસ સુરભી, મિસ્ટર ભટ્ટ આપને મળવા માંગે છે,આપના રૂમમાં તેને મોક્લી આપું?) સુરભી એકદમ સ્તબ્ધ થઈ ગઈ! તેમનું નામ શું? સુરેશ…..! ઓહ માય ગૉડ!

‘મહેશ…માફ કરજે હું થોડીવારમાં જ આવી!’

કહી ઉતાવળે પોતાના હનીમુન સ્વીટમાંથી ઍલિવેટર લઈ નીચે આવી.

‘મિસ્ટર સુરેશ વૅટીગ રૂમમાં આપની રાહ જુવે છે'.

સુરભી રૂમમાં ગઈ. મો પર ઉમરના પડેલ લાંબા સાપ જેવા લીસોટા લથડી પડેલ સિથીલ સ્નાયુના પોપડા. સુરભી ક્ષણભર થંભી. વિચાર્યું. અનુમાન કરતાં વાર ના લાગી. દેવી સમાન મમ્મીએ બતાવેલ તસ્વીર અને કહેલ કમકમાટ ને હ્રદયને થમભાવી દે એવી વાત યાદ આવી ગઈ.

‘હું મમ્મીની કુખમાં હતી અને જેને જગત પિતા માને છે એવી વ્યક્તિ મારા જન્મ થાય એ પહેલાં મારી મમ્મીને છોડી તેની ઓફિસમાં જોબ કરતી એનાથી દશ વર્ષ નાની મીસ જેનિફર સાથે હ્યુસ્ટન છોડી, નવ જન્મેલ એવી મને ત્યાગી, દયાને લાગણીને રણની રેતીમાં છોડી પ્રેમની ઘેલછામાં શારિરીક ઈચ્છાને સંતોષવા અચાનક પલાયન થયેલા પિતા! આજ અચાનક આ ઘડીએ!’

‘બેટી!’….

‘મિસ્ટર સુરેશ ભટ્ટ મને બેટી કહી બેટીના પવિત્ર નામને બદનામ ના કરશો. ૨૫ વર્ષ પહેલા નવ જન્મેલ શિશુ પ્રત્યે ક્રુર બની ચાલી નિકળેલ વ્યક્તિ યાને કે બ્લડ રિલેટેડ પિતાને પિતા કહેતા મને ક્ષોભ થાય છે…મારું નામ સુરભી છે..મને સુરભીથીજ ઉદ્દેશો!

‘મીસ સુરભી…સૂર્યાસ્તના સમયે.. યુવાનીમાં માણેલ રંગરેલિયાનો પસ્તાવો કરવો ખોટો છે જાણું છું…જે ગર્લ(જેનિફર) સાથે હું યુવાન વયે ભાગી ગયેલ એજ ગર્લ આ ઉંમરે મને ત્યજી મારુ સર્વસ્વ લુંટી બીજા કોઈ યુવાન સાથે ભાગી ગઈ…મને ખબર છે કે હું માફી માંગવા પણ યોગ્ય નથી મારી જેવી નિષ્ઠુર વ્યક્તિને તમો માફ શી રીતે કરી શકો? તારી મમ્મીનો ત્યાગ એક અડગ ધ્રુવના તારા સમાન.. એક શિતળ ચાંદની સમાન છે તેની સરખામણીમાં હું એક સ્વાર્થી પિતા, એક ભોગેચ્છુ માનવી અને કૌટુંબિક જવાબદારીમાંથી ભાગી છુટેલ ભાગેડું ઈન્સાન છું. મને ખબર છે કે અહી મારું કોઈ સ્થાન નથી. મને તમે કોઈ પણ હિસાબે સ્વિકારવાના નથી.

‘હું બેઘર. લાચાર ઈન્સાન ને એક અભાગી પિતા આજના પ્રસંગે માત્ર મારી શુભેચ્છા વ્યક્ત કરવા આવ્યો છું. તને આશિષ આપવા જેટલી પણ મારી લાયકાત નથી. મને ખબર પડી કે તારા લગ્ન છે એટલે શુભેચ્છા વ્યકત કરવા આવી ચડ્યો છું.’

સુરભી કંઈક કહેવા જતી હતી ત્યાંજ બારણે ઉભી ઉભી બધુંજ સાંભળી રહેલી મમ્મી પર નજર પડી. એક સાંજ ઢળી જાય પહેલાં પર્વત પરની એક ટેકરી … સૂર્યના કિરણને અડવા માટે અધુરી અધુરી થતી હતી…મા ના મૌનમાં રહેલા ભાવો એ વાંચી શકી.. સુરભીએ મા તરફ નજર કરીને પોતાના રૂમ તરફ રવાના થઈ ગઈ!


Rate this content
Log in

Similar gujarati story from Crime