STORYMIRROR

Margi Patel

Horror Tragedy Thriller

4.1  

Margi Patel

Horror Tragedy Thriller

શાપિત ઘર

શાપિત ઘર

19 mins
1.6K


જેઠ અમાવાસની રાત્રે પુલકિત અને માનસીના ઘરેથી ખુબ જ જોર જોરથી અવાજ આવી રહ્યા હતાં. આકાશમાં ચામાચીડિયા તેમના ઘરની આજુબાજુ ખુબ જ શોર મચાવી રહ્યાં હતાં. બધા જ ગામવાળા તેમની ઘરની બહાર જ આવીને ઘરની બારીમાંથી પુલકિત અને માનસીને દેખી રહ્યા હતાં. માનસી તો સ્તબ્ધ થઈને બેઠકરૂમમાં વચ્ચેની ખુરશીમાં બેસી હતી. પણ, પુલકિત એક દિવાલથી બીજી દીવાલે જઈને વારંવાર અથડાતો હતો. તો ઘડીકમાં હવામાં જ આમતેમ ફરતો હતો. પુલકિત બૂમો પાડે " હેલ્પ મી, હેલ્પ મી" છતાં કોઈજ પુલકિતની મદદ કરી શકતું નથી. રસોડામાંથી વાસણોના પાડવાના અવાજ આવે, કાચની દરેક વસ્તુઓ તૂટી ગઈ, લાઈટો ચાલુ બંધ ચાલુ બંધ થઈ રહી હતી, ઘરમાંથી અજીબો ગરીબ અવાજ બહાર ગુંજી રહ્યા હતાં. ઘડીકમાં નાના છોકરાનો રડવાનો, તો ઘડીકમાં કોઈનો હસવાનો અવાજ, તો થોડીવારમાં કોઈના ગુસ્સાની એવી અલગ અલગ અવાજો આવી રહ્યા હતાં. આ બધી ઘટના દેખીને ગામવાળા સમજી ગયા કે શું થઈ રહ્યું છે. બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. એટલામાં જ એમાંથી એક વ્યક્તિ બોલ્યો કે તમે લોકોએ દેખ્યું, " આ વખતે પતિ પત્નીમાંથી ફક્ત પતિને જ એ તકલીફ પહોંચાડી રહી છે. માનસીતો બસ સ્તબ્ધ થઈને એક ખુરશીમાં જ બેસી છે. તેને કંઈ નથી થયું. " આ સાંભળતા જ ગામવાળાની નજર માનસી પર ગઈ તો બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા.

ગામવાળાઓને દેખીને તો એવું જ લાગતું હતું કે તેઓ આ ઘટનાથી વારંવાર પરિચિત હોય. ગામવાળાઓ એકબીજાઓ સાથે વાત કરવા લાગ્યા કે, "આ જ જોડી છે જે 3 મહિના સુધી પણ આ ઘરમાં સહી સલામત રહી. નહીંતર તો 1 મહિનાની અંદર જ આ ઘરમાંથી ફક્ત પતિ પત્નીનો મૃતદેહ જ બહાર નીકળે." એટલામાં જ ત્યાં ઊભા રહેલામાંથી બીજી વ્યક્તિ બોલી કે, " છતાં દેખોને, પુલકિત અને માનસીના જીવનમાં પણ આ શાપિત ઘરની છાયા પડી જ ગઈ. બસ હવે તો આપણે પ્રાર્થના કરી શકીએ કે ભગવાનને કે પુલકિત અને માનસીને સહી સલામત ઘરની બહાર નીકળવામાં મદદ કરે. ખબર નથી આ ઘરને કોનો શ્રાપ લાગ્યો છે કે, કોઈજ નવું વિવાહિત જોડું નથી રહી શકતું? કોણ જાણે અહીં શું થયું છે? છેલ્લા 80 વર્ષમાં આ ઘરે 127 લોકો ભોગ બન્યા છે. ઘરમાં આવ્યા તો હોય ખુશ થઈને પણ ઘરની બહાર ફક્ત મૃતદેહ જ આવ્યા છે. આ તો ભગવાનની જ કૃપા કે પુલકિત અને માનસીને 3 મહિના સુધી કંઈ થયું નહોતું. છતાં દેખોને આજે એ બન્ને પણ..." એવામાં જ બીજા વ્યક્તિ બોલી કે, " આપણે પણ માનસી અને પુલકિતને 3 મહિના સુધી કંઈ જ ના થયું તો આપણે પણ નિરાંતે બેસી ગયા. કે હવે કંઈ જ નહીં થાય. પણ, ખબર નહીં કે કેમ માનસીને કંઈ જ નથી થતું. આ વખતે ફક્ત જોડી નથી એક જ ને જ તકલીફ, પીડા ભોગવી પડે છે. બીજા ને કંઈ જ નહીં. " આ સાંભળતા જ બધા " હા! હા! હા! " કહીને અવાજ કરવા લાગ્યા.

એટલામાં જ ગામવાળા કહેવા લાગ્યા કે આપણે આપણા મંદિરના પંડિત શ્રી દયાનંદ સ્વામીજીને બોલાવવા જ પડશે. આ જાણ કરવી જ પડશે. સ્વામીજી જોડે આ બધાનો કોઈના કોઈ રસ્તો જરૂર મળી રહશે. ગામવાળા બધા "હા, હા, હા, ચાલો! આપણે બધાં જઈને બોલાવી આવીએ સ્વામીજીને. આપણા સાથે જ લઈને આવીશું. " કહીને બધાં જ લોકો મંદિર તરફ પ્રસ્થાન થવા લાગ્યા. ગામવાળા રસ્તામાં બધી વાતો કરતાં કરતાં 1 કલાકમાં તો મંદિર પહોંચી પણ ગયા.

ગામવાળા બધાં મંદિરની અંદર જઈને સ્વામીજીને પ્રણામ કર્યાં. સ્વામીજી એ બધાને પૂછ્યું કે, " શું થયું છે ? તમારા માથા ઉપર આવી ચિંતાની લકીર સાથે ભયની રેખાઓ કેમ છે? " ગામવાળાએ બધી ઘટનાઓ સ્વામીજીને કહી સંભળાવી. સ્વામીજી સાંભળીને ગામવાળા જોડે ગામ તરફ રવાના થઈ ગયા. રસ્તામાં બધાં પોતપોતાના મંતવ્યો રજૂ કરતાં હતાં. અલગ અલગ અટકણો લગાવતા હતાં. પણ આખા રસ્તામાં બસ સ્વામીજીના મુખ અને દિમાગમાં બસ એક જ વાત કે, "તે આવી ગઈ છે. તે તેની ઢીંગલીને લેવા આવી ગઈ છે. " એવામાં એક વ્યક્તિ સાંભળીને સ્વામીજીને પૂછવા લાગ્યો, " સ્વામીજી કોણ આવી ગયું છે ? કોણ છોકરીને લેવા આવી છે ? તમે ઢીંગલીને ઓળખો છો ? સ્વામીજી ? સ્વામીજી !!!" સ્વામીજી કંઈ પણ જવાબદારી આપ્યા વગર હાથમાં માળા કરતાં કરતાં બસ ચાલ્યા જ કરતાં હતાં.

સ્વામીજી અને ગામવાળા બધા ગામમાં પહોંચી ગયા. સ્વામીજી ગામમાં પહોંચીને તેમના હાથમાં એક લોખંડનું ચપ્પુ લઈને તરત જ પુલકિતની ઘરની બહાર ગયા. અને ઘરની બારીમાંથી પુલકિત અને માનસી ઉપર એક નજર નાખી. સ્વામીજીની નજર પહેલા પુલકિત ઉપર પડી. પુલકિત હવામાં આમતેમ થઈને ઘરની દરેક દીવાલે અથડાતો હતો. બૂમો પડે જતો હતો. " કોઈ તો મને બચાવો. પ્લીઝ, કોઈ તો આવો. માનસી." ત્યારબાદ તુરંત જ સ્વામીજીની નજર માનસી ઉપર પડી. સ્વામીજી માનસીને દેખીને અચંબિત થઈ ગયા. સ્વામીજી મંત્ર બોલવાનું શરૂ કર્યું. મંત્રોના ઉચ્ચારથી માનસીની નજર સ્વામીજી ઉપર પડી. સ્વામીજી અને માનસીની નજર એક થવાની સાથે જ માનસી બે સેકન્ડમાં જ બેહોશ થઈને નીચે પડી ગઈ. માનસીના નીચે પાડવાની સાથે જ હવામાંથી એક ઝાટકે પુલકિત નીચે પડી ગયો. ગામવાળા પુલકિત અને માનસીને દેખવા માટે એકત્રિત થવા લાગ્યા. બધા જ લોકો પુલકિતના ઘરમાં નજર ફેરવવા લાગ્યા. પુલકિતની મદદ કરવા માટે ગામવાળા ઘરની અંદર જવા માટે તૈયાર થઈ ગયા હતા. અને એટલામાં જ સ્વામીજીએ બહારથી બૂમ પાડી, "પુલકિતના ઘરમાં સવાર પડે ત્યાં સુધી કોઈજ આ ઘરમાં નહીં જાય. હું જ્યાં સુધી આદેશ ના આપું. ત્યાં સુધી પુલકિત અને માનસીના ઘરનો દરવાજો પણ કોઈ જ નહીં ખોલે. હું તેને ઘરની બહાર રક્ષાકવચ લગાવું છું. કોઈને ઘરનો દરવાજો ખોલવાનો નથી. સવારે આવીને સૌથી પહેલાં હું દરવાજો ખોલી. હું અંદર જઈશ. " આટલું કહીને સ્વામીજી ત્યાંથી મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં નીકળી ગયા. રાતના ત્રણ વાગ્યા હતા. અને ગામવાળા એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. અને ધીરે ધીરે થોડા સમય પછી બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા. બધાંના મગજમાં બસ એક જ વિચાર ! " હવે શું થશે? પુલકિત અને માનસી કેમ હશે? " આ વિચારવાની સાથે ક્યારે સવાર પડી ગઈ એ ખબર જ ના પડી.

સવારના 5 વાગે સ્વામીજી ગામમાં આવી ગયા હતાં. સ્વામીજી પુલકિતના ઘરની બહાર મંત્રો કરી જ રહ્યા હતાં. એટલામાં જ ગામવાળા બધા ભેગા થઈ ગયા. અને સ્વામીજીને દેખાવા લાગ્યા. સ્વામીજીના હાથમાં ગંગાજળનો લોટો હતો. સ્વામીજી ભગવાનનું નામ લઈને દરવાજો ખોલે છે. તે એટલામાં જ ઘરમાંથી મોટી બૂમ પડે છે. સ્વામીજી મંત્રોની સાથે જ ગંગાજળનો છંટકાવ પુરા ઘરમાં કરે છે. મંત્ર બોલવાની સાથે સ્વામીજી માનસીના માથામાં પ્રેમથી હાથ ફેરવે છે. હાથે ફેરવાની સાથે જ માનસી હોશમાં આવી જાય છે. માનસીના હોશમાં આવવાની સાથે જ એક નજર પુલકિત ઉપર પડે છે. પુલકિતની આવી દશા દેખીને માનસી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. માનસી પોતાની આંખમાં આંસું ભરીને લોકોની સામે દેખે છે. અને બધાં ને પૂછે છે, "કોઈ તો બોલો આ શું છે?? કોઈ તો મને જવાબ આપો કે શું થયું છે? મારી અને પુલકિતની આવી હાલત આવી કેમ છે? મને કઈ યાદ કેમ નથી? " પણ સ્વામીજીના આદેશ પ્રમાણે ગામમાંથી કોઈ લોકો માનસી અને પુલકિતના બાજુમાં કોઈ જ જતા નથી. અને બસ લાચારની જેમ એકબીજા સામે દેખતા રહે છે. માનસી અને પૂરતી ત્રણ મહિનામાં લોકો જોડે લાગણી બાંધી લીધી હતી. માનસી અને પુલકિત લાગે જ નહીં કે ગામમાં ત્રણ જ મહિના રહ્યા હોય. બસ આટલા જ સમયમાં બંનેએ પ્રેમ નું સંપાદન ખુબ જ કર્યું છે. માનસીને રડતા દેખીને ગામના બધાનું હૃદય હલી જાય છે. સ્વામીજીએ મંત્ર ઉચ્ચારણ બંધ કર્યા અને હવે ગામવાળાને છુટ્ટી આપી કે તમે હવે પુલકિત અને માનસી સાથે વાતચીત કરી શકો છો. સ્વામીજીએ માનસી અને પુલકિતના હાથમાં એક લાલ કલરનો દોરો બાંધ્યો જે સ્વામીજીએ પુરી રાત જાગીને મંત્રનો ઉચ્ચારણથી બનાવ્યો હતો. માનસી અને પુલકિતને કંઈ જ ખબર પડતી નથી કે આ શું ચાલી રહ્યું છે? બંને એકબીજાના સામે દેખે છે. આંખમાં અનેક સવાલો સાથે ગામવાળાના સામે દેખે છે. માનસી એટલામાં જ સ્વામીજીને પૂછ્યું, " પૂજ્ય સ્વામીજી, આ શું ચાલી રહ્યું છે? તમે અમને જણાવો. અમારી આવી હાલત કેવી રીતે થઈ? " સવાલોની માળા દેખીને સ્વામીજી ફક્ત એટલું જ બોલ્યા, "એ આવી ગઈ છે. એની દીકરી ને શોધવા. એ આવી ગઈ છે. સાથે લઈને જ જશે. હવે કોઈને નહીં છોડે."

ગામવાળા અને સ્વામીજીએ પુલકિત અને માનસીને અત્યાર સુધીની બધી ઘટના કહી સંભળાવી. સાંભળવાની સાથે જ માનસીએ બીજા સવાલો સ્વામીજી અને ગામવાળાઓ સામે મૂકી દીધા. " એવુ તો શું છે આ ઘરમાં જે કોઈ પણ વિવાહિત જોડાને નથી રહેવા દેતા. 1 જ મહિનામાં તેમના મૃતદેહ બહાર નીકળે છે? અને અમે જ કેમ 3 મહિના સુધી બચી ગયા? બધાની મોત કેમ આવી ભયાનક થાય છે? અને સ્વામીજી તમે કહેતા હતાં કે, તે આવી ગઈ છે. કોણ આવી ગઈ છે? કોને શોધવા? આ બધું શું ચાલી રહ્યું છે? " સ્વામીજીએ ખુબ જ ધીરજ સાથે માનસીને શાંત કરતાં કહ્યું બેટા થોડી શાંત થઈ જા. હું તારા દરેક સવાલના જવાબ આપીશ. પહેલા તમે બન્ને નાહી ધોઈને સ્વચ્છ થઈ જાઓ. ભોજન કરી લો. તમે બધાં જ 11 વાગે મંદિરમાં હાજર થઈ જજો. હું ત્યાં જ તમારી રાહ દેખું છું. અને તારા દરેક સવાલના જવાબ તને મળી જશે. સ્વામીજી ઉભા થઈને મંદિર તરફ જવા માટે રવાના થઈ ગયા. અને ગામવાળા બધાં પોત પોતાના કામ પુરા કરવા માટે ચાલ્યા ગયા. બાજુમાં રહેતા સવિતામાસીએ માનસીના ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું કે, "બેટા! ચિંતા ના કર. સ્વામીજી બધું ઠીક કરી લેશે. તું ભગવાન ઉપર ભરોસો કર. જા તું અને પુલકિત તૈયાર થઈ જાઓ. અને હા, હું તમારા બંનેનું જમવાનું મારાં ઘરેથી લાવું છું. " આટલું કહીને સવિતામાસી તેમના ઘરે તરફ જતા રહ્યાં.

બધાં જ ગામવાળા 10:30 ગામના ચોકે એકઠાં થઈ ગયાં. માનસી અને પુલકિત પણ આવી ગયાં હતાં. 11 વાગવામાં હજી 10 મિનિટ બાકી હતી ને બધાંજ મંદિરે પહોંચી ગયાં. મંદિરના દર્શન કરી, સ્વામીજીને પ્રણામ કરીને બધાં જ મંદિરમાં પોતાનું સ્થાન લઈ લીધું. સ્વામીજીની નજર માનસી ઉપર પડી. હજી આંખમાં એ જ દર્દ, આંખમાં એ જ સવાલોની શૃંખલા, મનમાં બેચેની લઈને બેઠી છે. સ્વામીજીએ બધાંની સામે એક નજર ફેરવીને કહ્યું, " કોઈ વ્યકિત આ ચક્રની બહાર નહીં જાય. જેને પણ જવું હોય એ અત્યારથી જ જતા રહેજો. ગમે તેવા સંજોગો આવે છતાં આ ચક્રની બહાર કોઈને પણ પગ મૂકવાનો નથી. આટલું કહીને સ્વામીજી એ તેમની વાત કહેવાની શરૂ કરી.

80 વર્ષ પહેલાની વાત છે. ગામમાં નવા નવા મહેશભાઈ રહેવા આવ્યા હતાં. મહેશભાઈ જોડે પૈસા તો એટલા કે મૂકવાની જગ્યા ના હતી. ધનવાન સાથે સાથે ઘમંડ પણ ભરી ભરીને આપ્યો હતો. મહેશભાઈના ઘરે મહેશભાઈ, તેમની પત્ની લીલાબેન અને તેમનો પુત્ર મોન્ટુ રહેતા હતાં. લીલાબેનનો સ્વભાવ સરસ હતો. પણ મહેશભાઈના જોડે તો પૈસા સાથે ભંડોર હતો ઘમંડ, ચાલાકીની સાથે નજર પણ એવી જ ખરાબ. અને પૈસાના લીધે મોન્ટુનો સ્વભાવ અને વ્યવહાર પણ ખરાબ. નાના માણસોને તો પગની જુતી સમજે.

મહેશભાઈના ઘરે રામુકાકા કામ કરતાં હતાં. રામુકાકાને એક દીકરી હતી. દીકરીના ઘરે દીકરી હતી. ઘણા સમય પછી પણ તેના ખોળે દીકરો ના અવતર્યો. દીકરો ના હોવાથી તેના સાસરિયા ખુબ જ હેરાન કરે દીકરીને. તેથી રામુકાકા તેમની દીકરી પાયલ અને ગુડિયા મીરાને ઘરે લઈને આવી ગયાં. એક દિવસ રામુકાકાની તબિયત બગડી હતી. તો મહેશભાઈના ઘરે કામ કરવા પાયલ ગઈ હતી. પહેલા દિવસે મોન્ટુ પાયલનો હાથ પકડીને અડપલા કરવા લાગ્યા હતો. પાયલ મોન્ટુથી બચીને ભાગી જાય છે. બીજા દિવસે પણ આ જ થયું. પણ રામુકાકાની તબિયત સારી ના હોવાથી પાયલને મજબૂરીથી મહેશભાઈના ઘરે કામ કરવા જાઉં જ પડતું. આમનેઆમ 15 દિવસ થઈ ગયાં. પાયલ દરરોજ મોન્ટુથી કંઈક ને કંઈક રીતે બચીને રહતી. પણ,

આજે પાયલ તેની સાથે તેની 11 વર્ષની દીકરી મીરાને પણ લઈને આવી હતી. પાયલ જ્યાં કામ કરે મીરા તેની પાછળ પાછળ રમે જાય. પાયલ બધું ઘરનું કામ પતાવીને છેલ્લે મોન્ટુનો શયનખંડ સાફ કરવા ગઈ. ત્યાં મોન્ટુ સાથે આજે મહેશભાઈ પણ બેસેલા હતાં. પાયલ તેના કામમાં વ્યસ્ત હતી. અને મીરા રૂમના એક ખૂણામાં રમતી હતી. મહેશભાઈની નજર મીરા ઉપરથી હટે જ નહીં. અને મોન્ટુની પાયલ ઉપરથી. મહેશભાઈ મીરાંને ચોકલેટ અને રમકડાં આપવાના બહાને બીજા રૂમમાં લઈ ગયાં. બેટા બેટા કહીને મીરાના શરીરના અલગ અલગ અંગને સ્પર્શ કરવા લાગ્યા. મહેશભાઈના મગજમાં દાનવે જન્મ લઈ લીધો હતો. બીજી બાજુ મોન્ટુ પણ પાયલને અલગ અલગ બહાને સ્પર્શ કરતો હતો. મોન્ટુને ખબર હતી કે તેની મમ્મી ઘરે નથી તો કોઈ નહીં આવે વચ્ચે. મોન્ટુ પાયલ સાથે જબરદસ્તી કરવા લાગ્યો. ગમે તે કરીને પાયલ ત્યાંથી ભાગીને મીરા જોડે જતી જ હતી. પણ રૂમનો દરવાજો ખોલતા જ પાયલના નીચેથી જમીન હટી ગઈ. પાયલે તાકાતથી મહેશભાઈને ધક્કો મારીને મીરાના ઉપરથી દૂર કર્યા. અને એક ઝંઝાહિત થપ્પડ મહેશભાઈના ગાલ ઉપર છાપી દીધી. મહેશભાઈએ જોરથી બૂમ પાડીને કહ્યું, "પાયલ તું એક નોકરાણી છે. માલકીન બનવાની કોશિશ ના કર. તારા અને તારી બે કોડની દીકરીની જગ્યાતો અમારા જેવાની પગ નીચે જ છે. " આવો અવાજ આવવાથી મોન્ટુ તરત જ મહેશભાઈના રૂમમાં આવી ગયો. રૂમનું દૃશ્ય દેખીને મોન્ટુ બધું સમજી ગયો. મોન્ટુએ તેના પિતાનો વિરુદ્ધ કરવાની જગ્યાએ મોન્ટુમાં પણ હવસ જાગી ગઈ. મોન્ટુએ પાયલને એક જ થપ્પડ મારીને જમીન ઉપર નાખી દીધી. મોન્ટુ પાયલ ઉપર જબરજસ્તી કરવા લાગ્યો. પાયલ તેની જાતને બચાવતી હતી. બચાવતા બચાવતા તેની નજર મીરા ઉપર પડી. પાયલ જોર જોરથી રડવા લાગી. અને ગુસ્સાની જગ્યાએ ભીખ માંગવા લાગી મહેશભાઈ જોડે, "સાહબ ! મહેરબાની કરીને મારી મીરાને છોડી દો. એ ખુબજ ન

ાની છે. મારાં સાથે જે કરવું હોય એ કરો. પણ મારી મીરાને છોડી દો. " કહીને વારંવાર વિનંતી કરવા લાગી. પણ મહેશભાઈતો જાને હવસનો શેતાન તેના માથા ઉપર ચડી ગયો છે. મહેશભાઈએ પણ ભૂલી ગયાં કે આ તો 11 વર્ષનું નાનું ફૂલ છે જેને હજી ખીલવાની વાર છે. એક બાજુ પાયલ રડે. અને બીજી બાજુ. મીરા જોર જોરથી બૂમો પાડે. " મને છોડી દો. મને દુખે છે. મને બઉ દુખે છે. મને છોડી દો. મમ્મી મમ્મી!" કહીને મીરા બૂમો પાડે છે. છતાં મુકેશભાઈમાં ઈન્સાનિયતતો રહી જ નથી. મીરા જેટલાં ઊંચેથી બૂમો પાડે એટલી જ તાકાત વધારે લગાવતા. આ દેખીને મોન્ટુને પણ હવસ ચડી ગઈ. અને પાયલ સાથે પણ બળાત્કાર કરી દીધો. પાયલ તેની દીકરીનો અવાજ સાંભળીને ડૂસકે ને ડૂસકે રડતી. પણ બે નામર્દોની સામે તેની તાકાત ઓછી પડી ગઈ.

આટલી નાની ઉંમરે આ દુષ્કર્મથી મીરાની હાલત ખુબ જ બગડી ગઈ હતી. પાયલ ઊભી થઈ અને મીરાંને હાથમાં લીધી એના પછી તો ખબર પડે કે એની છોકરી તો આ દુનિયામાં હવે રહી જ નથી આ દુષ્કર્મના કારણે. પાયલનો જીવનનો સહારો જ મીરા હતી. અને હવે એ પણ તેની સાથે નથી રહી. પાયલ આ બધું સહન ના કરી શકે અને તે મીરાંને લઈને ગામના વડીલો પાસે ન્યાય માંગવા ગઈ. મુકેશભાઈનો પરિવાર ખૂબ જ પૈસાદાર હોવાથી તેમના સામે કોઈ બોલવા નહોતું માગતું. મુકેશભાઈએ પાયલનું મોં બંધ રાખવા માટે તેના સામે પૈસા નાખ્યા. પાયલ માટે તો જીવન ન જ હતું એ બધું જ મીરાં હતી. પણ તેની વાત કોઈએ ના સમજી ના ગામમાં તેને ન્યાય કર્યો. ના કોઈ તેના માટે આવીને ઊભું રહ્યું. પાયલના હાથમાં મીરાની લાશ દેખીને મુકેશભાઈના ઘર ને શ્રાપ આપતાં કહ્યું, "જા આજ પછી તારા ઘરમાં જે પણ આવશે તે ખુશ નહીં રહી શકે. એક મહિનો થતાં તેનું મૃતદેહ બહાર આવશે. તો સાંભળ તને આ ઘર પ્રત્યે લગાવ છે ને એ જ આગળ જતાં મૃત્યુ નું કારણ બનશે, તારી પ્રતિષ્ઠા નહીં રહે, અને તારો વંશવેલો કદી આગળ નહીં વધે. મારો શ્રાપ દરેક જન્મમાં તારે ભોગવવો જ પડશે. આટલું કહીને પાયલ ત્યાં રહેલા ચપ્પાથી પોતાના હાથની નસ કાપીને ત્યાં જ પોતાનો દેહ આપી દે છે. મૃત્યુ પામતા પહેલા પાયલ બોલે છે, " હું ફરીથી આવીશ. મારી મીરાને લેવા. અને તારે વંશવેલાને નાશ કરવા. તે જે મારી દીકરી જોડે દુષ્કર્મ કર્યું છે એ તો સદાય તને યાદ રહેશે. હું આવીશ ફરીથી યાદ રાખજે તું. યાદ રાખજે " ના અવાજ ચારે બાજુ ગુંજતા પાયલની આત્મા તેના શરીરમાંથી દૂર થઈ જાય છે.

થોડા દિવસ પછી મહેશભાઈ માનસિક સ્થિતિ ગુમાવા લાગ્યા. તેમને દરેક જગ્યાએ પાયલ અને મીરાનો અવાજ અને પાયલનો શ્રાપ ગુંજતો હતો. મોન્ટુની પણ તબિયત ખરાબ રહેવા માંડી હતી. વિદેશની દવા કરાવીને મોન્ટુની તબિયતમાં સુધારો પણ થયો હતો. સારી છોકરીને દેખીને લગ્ન પણ કરાયા. મોન્ટુના ઘરે પારણું બંધાયું. સરસ એક દીકરાને જન્મ આપ્યો. પણ ૧૧ દિવસ થતાં થતાં જ પાયલનો અવાજ ફરીથી એ ઘરમાં ગુંજવા લાગ્યો. અને બારમા દિવસે સવારે બાળકને રમાડવા માટે હાથમાં લીધો ત્યારે ખબર પડી કે બાળકનુ મૃત્યુ થઈ ગયું છે. ઘરમાંથી જોરશોરથી પાયલનો હસવાનો અવાજ સંભળાયો હતો. થોડા વર્ષો ગયા પછી મોન્ટુને ફરીથી એક બાળકને જન્મ આપ્યો. બાળક ખૂબ જ તંદુરસ્ત હતો. છતાં એ પણ બાળક ૧૧માં દિવસે મૃત્યુ પામી ગયો. વારંવાર આ ઘટના થવાથી મોન્ટુ પણ તેની માનસિક સ્થિતિ ગુમાવી બેઠો હતો. તેની પત્ની ઘર છોડીને જતી રહી હતી. મોન્ટુ પસ્તાવાની સાથે બોલે છે," મમ્મી અમે જે કર્યું એ ખોટું હતું. પણ તે કેમ આવું કર્યું? તે આ મિલકત અને મોભાને સાચવવા માટે તે મીરાના દેહની અસ્તિ હજી પણ સાચવીને રાખી છે. ત્યારે એ રામુકાકાને આપી દેવાની હતી. અમે તો માફીના કાબીલ પણ નથી. પણ તું આટલી સમજદાર હોવા છતાં તે કેમ ભૂલ કરી? " લીલાબેનની આંખોમાંથી ટપ ટપ આંસુ વહેતા હતા. મારી ભૂલ છે પણ મને એમ હતું કે હું એની દીકરીની અસ્થિ સાચવીને રાખીશ તો એ આપણા પરિવારને નુકસાન નહીં પહોંચાડે. પણ હું ખોટી પડી. તે તેની દીકરીના ન્યાય માટે જરૂર આવશે. અને આપણે કંઈ નહીં કરી શકીએ. એક એક કરીને બધુંજ આપણા હાથમાંથી જતું રહ્યું. લીલાબેન રડવા લાગ્યા. એટલામાં જ મોન્ટુએ શ્વાસ છોડી દીધા. અને લીલાબેન પણ પાયલના જેમ જ આત્મહત્યા કરી લીધી. મુકેશભાઈ, લીલાબેન અને મોન્ટુ દરેકના મોત આ જ ઘરમાં થયા. ઘર તેમના નાના ભાઈ જોડે જતું રહ્યું. ઘરનો વહિવટ બધું હવે તેમને નાનાભાઈ કરે છે. ગામવાળાએ ના પડ્યા છતાં મુકેશભાઈનો નાનોભાઈ આ ઘરને હંમેશા ભાડે આપતો જ હતો. અને તેમના ડરથી ગામમાંથી કોઈ તેમને ના પણ નથી પાડી શકતા. 80 વર્ષોમાં 127 લોકો અલગ અલગ રીતે મર્યા છે. કોઈ પુલકિત જેવી રીતે દીવાલે અથડાઈને મર્યું છે, તો કોઈ તેની માનસિક સ્થિતિ ગુમાવી બેઠયું છે, કોઈ એક્સિડન્ટથી મરી ગયું છે. ઘરમાં લોકો અલગ અલગ બધી વસ્તુઓ દેખાતી હતી. અમુક વખત તો લાશમાંથી કીડા બહાર આવે ત્યારે તો ખબર પડે કે અંદર કોઈ મરી ગયું છે.

પહેલી વખત એવું થયું કે પતિ પત્ની માટે પતિને નુકસાન પહોંચે છે. અને માનસી તને એક ખરોચ પણ નથી આવી. ગામવાળા એટલામાં બોલવા લાગ્યા, " સ્વામીજી પણ કેમ આવું થયું? અમે પણ પહેલીવાર જ આવું દેખ્યું. " સ્વામીજી તરત જ બોલ્યા આનું કારણ છે. માનસીના અંદર રહેલા નવજાત શીશુ ના કારણે. માનસી ને કઈ જ નથી થયું. આ સાંભળતા જ ગામ વાળા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. બધાં ખુશ થયાં. માનસી પણ તેની આંખમાં ખુશીના આંસુ સાથે તેના પેટ ઉપર હાથ ફેરવવા લાગી. અને પુલકિત સામે હસવા લાગી. સ્વામીજી બોલ્યા, "હા બેટા ! તું પેટથી છે. તારા અંદર એક નાનો જીવ જીવી રહ્યો છે. બસ આજ કારણે પાયલે તને હાથ પણ નથી લગાવ્યો. અને પુલકિત પણ હાલ આપણી વચ્ચે છે. "

એવામાં પુલકિત ગંભીર થઈને બોલ્યો, " સ્વામીજી અને ઘર છોડી દઈશું તમારા ઉપરથી આ મુસીબત હટી જશેને? હવે આ ગામમાં નથી રહેવું. હું, માનસી અને મારા આવનારા બાળક માટે મારે કોઈ મુસીબત નથી લેવી. " એવામાં તરત જ સ્વામીજીએ બોલ્યા, " પુલકિત મુસીબત એવી વસ્તુ છે, તું જ્યાં જઈએ ત્યાં તારી સાથે સાથે જ આવશે. જો આ બાળક તને જીવનદાન આપી શકે છે. તો આ જ બાળકના કારણે મૃત્યુ પણ પામી શકે છે. " માનસી બોલી, સ્વામીજી તમે આનો કોઈ ઉપાય નીકળી શકો છો. આપણે શું કરીએ જેથી પાયલની આત્માને શાંતિ મળે. પાયલ ખરાબ નથી તેની દીકરી સાથે થયેલા આવા દુષ્કર્મથી કોઈપણ માં સુઝબુઝ ગુમાવીને કંઈ પણ કરી શકે છે. પણ હવે હું પાયલની આત્માને શાંતિ આપવા માંગુ છું. સ્વામીજી તમે કહેશો એમ હું કરીશ. મારે આ મુસીબતથી મારે પણ નીકળવું છે અને બીજા લોકોને પણ બચાવવા છે. સ્વામીજી તમે કોઈ ઉપાય કહો અમને. હું બધું જ કરવા તૈયાર છું. " સ્વામીજી આ સાંભળીને તરત જ બોલ્યા, "આનો ઉપાય બસ એક જ છે. કે મીરાની અસ્થિઓ શોધીને તેનું વિસર્જન કરીએ. મીરાની અસ્થિ ક્યાં છે જે કોઈને પણ ખબર નથી. જ્યાં સુધી મીરાંની અસ્થિઓનું વિસર્જન નહીં થાય ત્યાં સુધી પાયલની આત્મા આમ જ ભટકતી રહેશે. " માનસી અને પુલકિત બોલે, સ્વામીજી મીરાની અસ્થિ શોધીને શાસ્ત્રો પ્રમાણે વિસર્જન કરીશું. " સ્વામીજી આ સાંભળીને ખુશ થઈ ગયા. "ભગવાનની કૃપા છે કે તમે અહીંયા રહેવા આવ્યા. ભગવાનની મરજી તમે આ ગામમાં ત્રણ મહિના સુધી જીવતા રહ્યા. ભગવાને તમને સારા કામ માટે મોકલ્યા છે. પણ બેટા તમે જેટલું ધારો છો એટલું આસાન નથી. પાયલની આત્મા તમને હેરાન પરેશાન કરશે. તેને મીરાની અસ્થિને હાથ પણ નહીં લગાડવા દે. મીરાની અસ્થિઓ ક્યાં છે એ કોઈને ખબર નથી તમારે શોધવી પડશે. "

પુલકિત અને માનસી સ્વામીજીના બતાવ્યા પ્રમાણે બજારમાંથી દરેક વસ્તુ લઈને આવ્યા. પુલકિત અને માનસીએ પુરા ઘર શોધી લીધું. પણ મીરાની અસ્થિઓ ક્યાંય ના મળી. માનસી થાકીને એક ખુરશીમાં બેસી ગઈ. પુલકિત પણ હારીને બેસી ગયો. એવામાં જ માનસીની નજર મંદિરમાં ગઈ. મંદિર પર ઉપર નાનો સ્ટીલનો ડબ્બો હતો. માનસી તરત જ એ ડબ્બો લઈને તેને ખોલ્યો. અને દેખીને થકાન ખુશીમાં બદલાઈ ગઈ. તે ડબ્બામાં મીરાની અસ્થિઓ હતી. લીલાબેને મીરાને અસ્થિઓ મંદિરમાં સંતાડીને રાખી હતી. માનસીએ જોરથી બૂમ પાડીને પુલકિતને બોલાવ્યો. અને તરત જ સ્વામીજીને બોલાવવાનું કહ્યું.

સ્વામીજી તરત જ પુલકિતના ઘરમાં હાજર થઈ ગયા. સ્વામીજી ખુશ થઈને બોલ્યા, " અત્યાર સુધી અમે આ અસ્થિઓને શોધવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છતાં કોઈને ના મળી. મીરાના છેલ્લા સંસ્કાર તારા હાથે લખેલા છે. " પુલકિત એવામાં બોલ્યો, " સ્વામીજી આપણે આ વિધિ ક્યારે કરીશું? ક્યારે મીરાની આત્માને પણ શાંતિ મળશે?" સ્વામીજી બોલ્યા, " બેટા! આપણે આવતીકાલ સવારે આ વિધિ શરૂ કરીશું. તેમાં તારે અને માનસીને બેસવાનું છે. યાદ રાખજે બેટા તમને બંનેને કંઈ જ નહીં થાય. ભગવાનની કૃપા છે તમારા ઉપર. કંઈ પણ થાય પણ તું વિધિમાંથી ઊભો નથી થતો. " આટલું કહેતા જ માનસી અને પુલકિત રાજી થઈ જાય છે.

બીજા દિવસે સવારે માનસી, પુલકિત અને સ્વામીજી સાથે ગામવાળા પણ પુલકિતના ઘરે વિસર્જનની વિધીમાં બેસ્યા. વિધિ શરૂ થવાની સાથે જ ઘરમાં અજીબ અજીબ અવાજ આવવા લાગ્યા. ફરીથી બસ એજ અવાજ, નાનું બાળક રડતું હોય, તો ઘડીકમાં હસવાનો અવાજ, તો ઘડીકમાં એ દર્દ ભરેલો અવાજ આવા અનેક અવાજો ગુંજવા લાગ્યા. અવાજના કારણે બધાંના મનમાં એક ડર છવાઈ ગયો. છતાં માનસી અને પુલકિતનો સાથ આપવા માટે કોઈ જ એ વિધિમાંથી ઊભું ના થયું. બધા જ લોકો એકબીજાનો હાથ પકડીને બેસી રહ્યા. અજીબ અજીબ અવાજ થવા લાગ્યા. રસોડામાંથી વાસણ નીચે પડવા લાગ્યા. બહારથી હવા અંદર આવવા લાગી. છતાં માનસી અને પુલકિત સાચ્ચા મનથી મીરા માટે પૂજા કરતા હતા. બસ પૂજા પુરી થવા આવી જ હતી. અને એટલા માટે જોર જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો. પાયલનો અવાજ ગુંજવા લાગે. પાયલ રડતી હતી એ અવાજ બધાને સંભળાવા લાગ્યો. પાયલના અવાજમાં દર્દ, નિરાશા, તકલીફ, લાચારી અનુભવાતી હતી. પાયલના અવાજથી માનસી પણ રડવા લાગી. માનસીને અનુભવ થતો હતો કે આ બધી તકલીફ તો તેના સાથે થઈ રહી છે. એટલામાં સ્વામીજી મંત્ર બોલે છે. અને પાયલનો અવાજ સ્પષ્ટ સંભળાય છે.

પાયલ જોર જોરથી બોલે છે, "આજ બધાં હતા જ્યાં હું મારી દીકરીનો ન્યાય માગવા કરી હતી. પણ કોઈને મારો સાથ પણ ના આપ્યો. હું રડતી રહી પણ ગામમાંથી કોઈ આગળ ના આવ્યું. અને આ ગામવાળા આજે મારી દીકરીની વિધિ કરે છે? 80 વર્ષ પહેલા ક્યાં ગયા હતા? મારી દીકરી તડપીને મરી છતાં અને ન્યાય ના મળ્યો. સ્વામીજી એ વખતે તમે પણ હતા, તમે પણ કંઈ જ ના બોલ્યા. મૂંગા બનીને બસ દેખતા રહ્યા. તમારામાં પણ ઈન્સાનિયત નથી. તો આજે કેમ તમે આવ્યા? હું મારી મીરાની રક્ષા જાતે જ કરી શકું છું. મારે કોઈની જરૂર નથી. જતા રહો બધાં અહીંથી. "

પાયલ બોલી જ રહી હતીને તરત જ માનસી બોલી, " દીદી હું માનસી છું. તમે તો મારો જીવ બચાવ્યો છે. તમારા જ કારણે આજે હું અને મારો બાળક જીવે છે. હું જ તમારી મીરાંની આત્માને શાંતિ અપાવીશ. તમે મારા ઉપર ભરોસો કરો. " પાયલ આટલું સાંભળતાં બોલી, " મને હવે કોઈના ઉપર ભરોસો રહ્યો નથી. બધા કહે છે પણ છેલ્લે કોઈજ નથી આવતું. મારી મીરા તડપીને મરી છે. છતાં તેનો ન્યાય કરવા માટે કોઈજ આગળ ના આવ્યું. હું કેવી રીતે કોઈનો વિશ્વાસ કરું. " માનસી આ સાંભળતા કહે છે, " દીદી, તમને મારા ઉપર વિશ્વાસના હોય તો તમે મને અને પુલકિતને પણ મારી નાખ્યા હોય. છતાં આજે અમે તમારી સામે છે. " પાયલે કહ્યું, " હું કેવીરીતે તમે મારી શકું છું તારામાં એક નાનો જીવ જન્મ લઈ રહ્યો છે. મારાથી બાળહત્યા ના થાય. " આ સાંભળતા જ માનસીની આંખમાંથી આંસુ આવી જાય છે અને મનમાં દુઃખ સાથે બોલે છે, " દીદી મીરા સાથે ખુબ જ ખરાબ થયું. પણ તમે એને આ યોનીમાંથી જવા નહીં દો તો એ કેવી રીતે નવો જન્મ લઈ શકશે. મીરાની આત્મા તડપે છે. તેને મોક્ષ જોઈએ છે. તમે તમારી દીકરી માટે મીરાને જવા દો. "પાયલ જોરથી બોલે છે, "મને કોઈના ઉપર વિશ્વાસ નથી." માનસી આ સાંભળતા જ પાયલ સામે એક શરત મૂકે છે કે,"હું તમને કે મીરાને કોઈને પણ તકલીફ પહોચાડું તો તમે મારાં બાળકની હત્યાં કરી લેજો." પાયલ આ સાંભળતા જ માનસીની વાત માની જાય છે. અને આગળની વિધિ શરુ થાય છે.

વિધિ પુરી થયાં પછી માનસી અને પુલકિત બંને નદી કિનારે અસ્થિઓનું વિસર્જન કરવા જાય. વિસર્જન કરતાં કરતાં માનસીની આંખમાંથી હળ હળ આંસુ વહે છે. અને મીરા સાથે થાયેલી બધી જ તકલીફ મહેસુસ કરે છે. પાયલ આ દેખતા જ બોલે છે, " માનસી મે મારાં જીવનમાં ઘણા માણસોને દેખ્યા છે. પણ તારા જેવી કોઈને નહીં. આ ઘરમાં જેટલાં રહેવા આવતા એ બધાંના અંદર કંઈક ને કંઈક સ્વાર્થ હતો જ. મને એમની હત્યાં કે તડપાવતા બિલકુલ ખચકાટ થયો નથી. પણ આજે તમે દેખીને તું મારી દીકરીના દુઃખે દુઃખી થઈ. તે મારી દીકરી માટે તારા બાળકનો જીવ દાવ ઉપર મુક્યો. જા હું જ શ્રાપ આપવાવાળી, આજે તેને આશીર્વાદ આપું છું કે, " મારી દીકરીનું બધું દુઃખ તે અનુભવ્યું છે તો તારા બાળકની દરેક તકલીફ હું દૂર કરીશ. તારા ઘરમાંથી કદી પૈસાની ખોટ નહીં પડે. તારી ખુબ જ પ્રગતિ થશે. બસ એ જ ધ્યાન રાખજે કે કદી કઈ ખોટું ના થવા દેતી. જેવી રીતે તે મને અને મારી દીકરીને મોક્ષ આપ્યો છે. એવી જ રીતે તારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે. " આટલું બોલતા જ પાયલ ગાયબ થઈ ગઈ. માનસી ખુશ અને દુઃખી બંને સ્વરમાં રડવા લાગી. ગામવાળા બધાં ખુશ થઈ ગયાં.

થોડા મહિના પછી માનસી અને પુલકીતેએ ઘર ખરીદી લીધું. માનસીએ મીરા અને પાયલનો ફોટો તેના ઘરની દીવાલે સુશોભિત કર્યો. તેના આંગણે એક નાની ઢીંગલી રમતી થઈ ગઈ. માનસીએ ઢીંગલીનું નામ મીરા રાખ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Horror