ખામોશી
ખામોશી
મીનાની ખામોશી હંમેશા પરિવારને ખૂંચતી હતી. જયારે પણ પરિવારમાં બધાં સભ્યો ભેગા થાય એટલે હંમેશા મીનાની જ વાત કરતાં. કે, "પહેલાં તો જયારે પણ હંમેશા મીનાના ઘરે આવતાં તો પાછું જવાની જ ઈચ્છા ના થાય. સમય ક્યારેય નીકળી જાય એ પણ ખબર ના પડે. હંમેશા હસ્તી ખીલતી મીના આજે તેના મુખમાં એક શબ્દ નથી. ભગવાન જાણે શું થયું છે તો હવે આવું કરે છે." બસ એવામાં જ દર્શનલાલનો અવાજ આવ્યો કે, " અલ્લા ! વાતો પછી કરજો, ટીવી ચાલુ કરો. દેખો મારા દોસ્તનો દીકરો મિલનનું ઇન્ટરવ્યૂ આવે છે. તેને ડૉક્ટરીમાં પહેલાં નંબરે પાસ થયો છે." વિના એ ટીવી ચાલુ કરીને ન્યુઝની ચેનલ કરી. મિલનનું ઇન્ટરવ્યૂ બધાં દેખતા હતાં. દર્શનલાલે ટીવીનો અ
વાજ વધાર્યો. બધાં જ ટીવી દેખવામાં વ્યસ્ત હતાં. ટીવીનો અવાઝ વધતા મીનાના કાનમાં પડ્યો. મીનાનું ધ્યાન ટીવી ઉપર ગયું. મીનાના હાથ અને શરીરમાં ધ્રુજારી ઊઠવા લાગી. પરસેવે રેબઝેબ થઈ ગઈ. ચહેરા ઉપર ડર અને આંખોમાં નફરત સાફ દેખાતી હતી. એવામાં જ મીનાની મમ્મી રસોડામાંથી બધાં માટે ચાઇ લઈને આવતાં નજર મીના ઉપર પડી. મીનાની હાલત દેખીને મીનાની મમ્મીના હાથમાંથી ચાઇની ટ્રે પડી, ને ત્યાં ને ત્યાં જ સતબ્ધ થઈ ગઈ. મીનાની મમ્મી કંઈ જ બોલે એના પહેલાં જ મીનાએ છેલ્લા 2 મહિનાથી તેના મોંમાંથી એક શબ્દ સાંભળવા નહોતો મળ્યો એ આજે તેની ખામોશી તોડી ને દર્દ સાથે ખુબ જ મોટા અવાજે ચીસ પાડી. અને જોરજોરથી રડવા લાગી.