STORYMIRROR

Margi Patel

Drama Tragedy Others

3  

Margi Patel

Drama Tragedy Others

કવિતા

કવિતા

2 mins
137

કવિતા આ તે શું કર્યું ? તને કહ્યું હતુંં ને હું જે ના પાડું એ નથી જ કરવાનું. તો પણ તુંં ક્યાં કંઈ સાંભળે જ છે મારું. તને પ્રેમ છે કે નથી મારાંથી. તું પ્રેગનેંટ છે તો પણ શું માળિયામાં ચડીને બસ જયારે જુઓ ત્યારે કામ જ કરતી હોય છે. ડૉક્ટરે તને ના પાડી છે કંઈ પણ કરવાની તો છતાં તને હખ જ નથી. કાલે પણ તું છત ધોવા ગઈ હતી. અને એવી તો કેવી થાકી ગઈ કે તું જમ્યા વગર જ સૂઈ ગઈ.

હા, હું સ્વીકારું છું કે મારું વર્તન નહોતુંં સારુ તારા પ્રત્યે. મેં શું મારી સાથે મારાં મમ્મી, પપ્પા અને નંદન બધા એ તને ખુબ જ હેરાન કરી છે. ભલે તારી પ્રેગનેંસીના છ મહિના તને ખુબ જ પરેશાન કરી, કામ કરાવ્યું, જમવા ના આપ્યું, પ્રેગ્નસીમાં થતી તારી ઈચ્છાઓ પૂરી ના કરી. અને બીજાના કહેવાથી તો મેં તારા ઉપર અવાર નવાર હાથ પણ ઉપાડ્યો છે.

પણ, હવે મને માફ કરી દે. મને બધી જ ખબર પડી ગઈ છે. મને માફ કરી દે કવિતા. એટલામાં જ સાગરનો રૂમ ખખડ્યો અને દરવાજા આગળથી મમતા બોલી સાગર ભાઈ જયારે તમારે કવિતા માટે ઊભું રહેવાનું હતુંં એટલે તને એનો એક શબ્દ ના સાંભળ્યો. હવે જયારે કવિતા આ દુનિયા છોડીને જતી રહી છે ત્યારે અફસોસ કરીને શું કરશો ? ચાલો દેવરજી ! ચાઈ - નાસ્તો થઈ ગયો છે. ચાલો નીચે.

સાગર બેડ ઉપર બેસીને બસ અફસોસ સાથે આંખમાં આંસુ લઈને બેસી જ રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama