શાપિત ખજાનો
શાપિત ખજાનો


પ્રિયંકા એ રામાનુજ ને પોતાના ખજાનો શોધવા માટે બોલાવે છે. અને કહે છે, " આ ખજાનો મારા પૂર્વજોનો છે. અને આના ઉપર બીજા લોકોની નજર છે. પણ મને એનો રસ્તો નથી મળતો. અને જો આ ખજાનો બીજા ના હાથમાં લાગશે તો દેશમાં તબાહી મચી જશે. અને દૂર ઉપયોગ થશે. લોકો કહે છે કે આ ખજાનો શાપિત છે. જે કોઈ આને ખોટી મંશાથી લેવા જાય છે, તે ત્યાંને ત્યાંને જ રહી જાય.મહેરબાની કરીને મને આ ખજાના ને સુરક્ષિત કરવામાં મદદ કરો. "
રામાનુજ પ્રિયંકા ની વાત સાંભળીને ખજાનની શોધમાં નીકાળી પડ્યાં. પ્રિયંકા એ બધી માહિતી આપી. અને એક નકશો આપ્યો. પણ રામાનુજ ને કંઈ જ વધારે નકશા માં ખબર જ ના પડી. જેથી રામાનુજે શક્તિમાન ને બોલાવ્યા. અત્યાર સુધીની બધી જ વાત કહીને સંભળાવી. શક્તિમાને તરત જ રામાનુજ ને મદદ કરવા માટે હા કહી દીધી. હવે પ્રિયંકા સાથે રામાનુજ, શક્તિમાન અને તેમના સાથીઓ બધાં ખજાનો શોધવા માટે નીકાળી પડ્યાં.
રસ્તામાં શક્તિમાને પ્રિયંકા ને ખજાના ના વિશે પૂછ્યું કે, " પ્રિયંકા તને કેવીરીતે ખબર પડી કે ખજાનો ગુફા માં છે?" પ્રિયંકા એ જવાબ આપતાં કહ્યું કે, " આ ખજાનો મારા પૂર્વજો નો છે. અને મારે તેને સુરક્ષિત કરવો છે. અને એ પ્રવિત ખજાનો છે તેથી તેના જોડે કોઈ પહોંચી પણ નથી શકતું. "
રસ્તામાં ચાલતા ચાલતા અચાનક જ કોઈ જંગલ નો માણસ આવીને તેમના ઉપર પથ્થર મારી ને કંઈક કહીને જતો રહ્યો. પણ કોઈને ખબર જ ના પડી કે શું બોલી ને ગયો. બધાં ફરીથી ચાલવા લાગ્યાં. પણ આ વાત રામાનુજ ના મનમાં ખટકી અને બસ એ વ્યકિતના ના જ બોલી ઉપર વિચારતો હતો. અને એટલામાં જ રામાનુજ ના બીજા માણસ ત્યાંથી ગાયબ થઈ ગયો. અને બધાં જ શોક માં આવી ગયાં. બધાં જ એને શોધવામાં જ ધ્યાન આપતાં હતાં. પણ એટલામાં જ પ્રિયંકા ગુસ્સામાં બોલી, " અરે એ ગયો તો ગયો. પણ આપણું ધ્યાન ખજાનો શોધવામાં લગાવો. અને જલ્દી ખજાનો શોધીયે. " પ્રિયંકા ના બોલ્યા પછી બધાં ફરીથી ખજાને ને શોધવા લાગી જાય છે.
થોડા આગળ જતા જ જે પહેલા માણસ આવ્યો હતો એ જ માણસ આવીને રામાનુજ ના હાથમાંથી ગુફાનો નકશો લઈને ભાગી જાય છે. પ્રિયંકા, રામાનુજ અને શક્તિમાન બધાં જ તે માણસની પાછળ પાછળ દોડે છે. એની દોડવાની ઝડપ એટલી બધી હતી કે બધાંને હાંફા પડી ગયાં. એટલામાં જ શક્તિમાન ની નજર એ વ્યકિત ના પહેલા બોલેલા શબ્દ ઉપર ગઈ. તો એ જ શબ્દો ત્યાં એક દિવાલ ઉપર લખેલા હતાં. શક્તિમાન બધી જ ઘટના ફરીથી વિચારવા લાગ્યો. એટલામાં જ રામાનુજ ને ખોવાયેલો વ્યકિત ત્યાં બેભાન મળી આવ્યો. અને તેને લઈને બધાં જ ફરીથી ગુફામાં પ્રવેશ કરવા લાગ્યાં.
ગુફામાં બધાં જ ખજાનાની નજીક પહોંચી ગયાં હતાં ને એટલામાં જ ત્યાં ગોળીઓની વર્ષા થઈ. ચારે બાજુથી ગોળીઓ વરસતી હતી. શક્તિમાને તરત જ તેની ઝડપથી બધાં ના હાથમાંથી બંદૂક લઈને નીચે નાખી દીધી. અને પ્રિયંકા ને ગળેથી પકડી લીધી. બોલ્યા, " જયારે મેં નકશો દેખ્યો હતો ને ત્યારથી જ મને કંઈ ગડબડ લાગતી હતી. અને જેમ જેમ આપણે આગળ વધતા ગયાં તેમ તેમ મને વધારે શંકા થવા લાગી. જયારે રસ્તા માં રામાનુજ તારો માણસ ગાયબ થયો ને ત્યારે 2 મિનિટ માટે પ્રિયંકા આપણા સાથે નહોતી. જયારે પેલો વ્યક્તિ આવ્યો ને આપણા સામે ત્યારે મેં પ્રિયંકા ના ચહેરા ઉપર ગભરાહત ના ભાવ દેખ્યાં. અને તરત જ નોર્મલ થઈ ગઈ. જયારે રસ્તામાં પથ્થર ઉપર લખેલી ભાષા આપણા માંથી એકલી પ્રિયંકા ને આવડતી હતી. અને પ્રિયંકા ના માણસ કરતાં ખજાનની કિંમત વધારે હતી." પ્રિયંકા આ સાંભળી ને તરત જ ગુસ્સેથી બોલી ગઈ, " હા હા હા! મેં જ આ બધું કર્યું છે. મેં જ આ માણસ ને ગાયબ કર્યો હતો. મને આ ભાષા આવડે છે. અને હું જ આની માલકીન છું. " રામાનુજ તરત જ બોલ્યો, " તે કેમ આવ્યું કર્યું? શું કારણ હતું? " શક્તિમાને ફરીથી કહેવાનું શરૂ કર્યું, " આ બધાની જડ આ ખજાનો છે. આ ખજાનો પ્રિયંકા ના પૂર્વજો નો છે. પણ પ્રિયંકા ના દાદા ના દાદા ના દાદા પ્રતાપસિંહ એ અનૈતિક સંબધો તેમની ત્યાં કામ કરતી શાંતિ બેન સાથે થઈ ગયાં હતાં. શાંતિબેને ખુબ જ જાદુ તોના કરીને પ્રતાપસિંહ ને પોતાના વશ માં રાખેલા કહેતા. અને શાંતિ બેન ને પ્રતાપસિંહ ની વંશ વેલા માં પ્રિયંકા. જયારે પ્રતાપસિંહ ને ખબર પડી ત્યારે તેમને શાંતિ બેન અને તેની સંતાન ને રાજ મહેલમાંથી નીકાળી દીધા હતાં. અને ગુફાની બધી જ દીવાલો ઉપર આ ખજાના ઉપર કોઈનો હક નથી. અને શાંતિ બેનમાં ઘરમાંથી તો કોઈનો નહીં. એ જ એમની લિપિ માં લખ્યું હતું. અને ત્યારે જ આ ખજાનો આ ગુફામાં રહેતાં માનવીને સુરક્ષા કરવા માટે આપી ગયાં હતાં. એટલે જ આ ખજાના ઉપર ફક્ત પ્રતાપસિંહની પરિવાર વાળાનો જ હક છે. અને તેથી જ આ ખજાનો જે પણ લેવા આવે છે. તેને આ ગુફા વાળા અહીં જ બધી ને રાખે છે. અને આટલું તો નહીં પણ ખજાનો લઈને આપણે બધાને અહીં જ મારી ને પ્રિયંકા ફોરેન જવાની બધી જ તૈયારી કરી લીધી છે. કેમ પ્રિયંકા? "
પ્રિયંકા ગુસ્સેથી બોલવા જઈ જ રહી હતી ને એટલામાં જ ગુફા વાળી સ્ત્રી એ એક થપ્પડ ગાલ ઉપર લગાવી દીધી. રામાનુજ એ પ્રિયંકાને પોલીસ સ્ટેશન લઈ ગયો. અને આજે પણ એ ખજાનો ત્યાં જ સુરક્ષિત છે.