ફરીથી સવાર થશે
ફરીથી સવાર થશે


શું લેવા ચિંતા કરે છે ? જે થયું એ થયું. શું તારા આવા ટેન્શન કે હિંમત તૂટવાથી કંઈક બદલાઈ જવાનું છે. તારા ગુસ્સે થવાથી કે તારા આમ ખાવાનું છોડી દેવાથી જો કંઈક બદલાતું હોય તો મને પણ કહે. હું પણ આમ જ કરું. તો શું વધારે જલ્દી ફરક પડશે. બરાબર ને !
જીવન છે. જીવનમાં આવા ઉતાર ચડાવ તો આવશે જ. જો એક આવી નાની મુશ્કેલીથી હારી જઈશ તો ક્યાં ચાલશે ? હજી તો જીવન ખુબ લાબું છે. તારી મંઝિલ સુધી પહોંચતા પહોંચતા ખુબ જ આવા કાંટાવાળા રસ્તા આવશે. એક નિષ્ફળતા પાછળ ફરી સફળતા મળશે. જેમ એક અંધકાર ભરી રાત પછી ફરી રોશનીથી ભરપૂર સવાર થશે એવી આશા સાથે જીવન જીવીએ છીએ. બસ મનમાં વિશ્વાસ અને સાહસ રાખ. બધું જ સરસ થઈ જશે.