Margi Patel

Romance Tragedy

3  

Margi Patel

Romance Tragedy

અતીત

અતીત

1 min
165


સવારના દસ વાગ્યાં જ હતાં. ઓફિસ જવા માટે નીકાળી જ હતી. કારમાં આજુબાજુ દેખતાં દેખતાં ઇન્સ્ટાગ્રામમાં નજર પડી. એક ખુબ જ સુંદર પોસ્ટ દેખી. એ દેખીને મન અલગ જ સ્વપ્નમાં ખોવાઈ ગયું. બસ એના સાથે આ પ્લેસ ઉપર ફરવા તો જાઉં જ છે. ત્યાં જઈને શોપિંગ, અલગ અલગ જમવાનું, શાંતિથી તેના ખભા ઉપર માથું મૂકીને એ ત્યાંની સુંદરતાને નિહારવી, તેના સાથનો અનુભવ કરવો. બસ ત્યાં રહીએ ત્યાં સુધી બસ એનામાં જ ખોવાઈ ને રહેવું છે.

બસ એટલામાં જ ડ્રાઈવરે કહ્યું કે, "મેડમ, પહોંચ ગયે, આપ કેશ કરેંગે, ગૂગલ પે યા પેટીએમ ?"

સ્વપ્નને આકાર આપતાં પહેલાં જ વાસ્તવિકનો આભાસ થયો કે, મારા સ્વપ્ન સ્વપ્ન જ રહેવાના છે. એ તો મને એક વર્ષ પહેલાં જ છોડીને જતો રહ્યો. તેને તો મને જીવન સાથે સોશ્યિલ મીડિયામાંથી પણ રિમૂવ કરી દીધી. તો હવે એના સ્વપ્ન પણ અધૂરાં જ રહે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Romance