એનજીઓ
એનજીઓ


નાચતી, ખીલતી, બેધડક સ્વભાવ, બિંદાસ મન, કહીએ તો એકદમ જીવનને ખુબ જ મજાથી જીવતી છોકરી એટલે વૃષ્ટિ.
નાની હતી પણ તેની સમજ અને હોશિયારી મોટા કરતા પણ વધારે હતી. જીવનમાં બધાની મદદ કરતી હતી. પીડાગ્રસ્ત છોકરીઓનો એનજીઓ પણ ચલાવતી હતી. એનજીઓમાં વૃષ્ટિ સાથે નિખિલ પણ મદદ કરતો. નિખિલ મનમાં ને મનમાં વૃષ્ટિને પસંદ કરતો હતો. પણ વૃષ્ટિએ ધણી વાર નિખિલને ના કહેલી છે. નિખિલ અને વૃષ્ટિ બંનેએ સાથે કોલૅજ પછી આ એનજીઓ શરૂ કરેલો હતો. આજે આ એનજીઓને ૫ વર્ષ પુરા થતાં પાર્ટી રાખવામાં આવેલી હતી. એનજીઓની છોકરીઓ અને સાથે નિખિલ અને વૃષ્ટિ એ પણ ખુબ મજા કરી. નિખિલ અને વૃષ્ટિ પાર્ટી પુરી થાય પછી સાફ-સફાઈ કરીન બધું સમેટી રહ્યા હતાં.
બીજા દિવસ સવારે એનજીઓમાંથી એક છોકરી બોલે છે, "ખબર નહોતી કે, છોકરીઓની મદદ કરતા કરતા આજે વૃષ્ટિ પણ આપણાંમાંથીજ એક બની ગઈ. અને તેના સામે દેખવાવાળું પણ કોઈ જ નથી."