Margi Patel

Drama Tragedy Others

3  

Margi Patel

Drama Tragedy Others

પારકી પંચાત

પારકી પંચાત

2 mins
200


એ રૂમી ! કહીને સ્મિતા એ બૂમ પાડી. રૂમીએ સ્મિતાને જવાબ આપતાં કહ્યું કે, " હા ! ભાભી બોલો, કંઈ કામ હતું. હું કોલૅજ જાઉં છું તો કરતી આવું. " સ્મિતાએ કહ્યું, " અરે ના ના ! પણ તે સાંભળ્યું ? " રૂમીએ સ્મિતાને પૂછ્યું, " શું ભાભી ? " સ્મિતાએ તરત જ રૂમીના એકટીવા ઉપર હાથ મૂકતાં કહ્યું કે, "અરે પેલા બીજલાલ કાકા હતાં ને ! એમની દીકરી નિધિ પાછી આવી ગઈ." રૂમીએ સ્મિતાને જવાબ આપતાં કહ્યું કે, "હા ભાભી, મેં સાંભળ્યું. પણ કંઈક નિધિનો હસબન્ડ ખુબ જ એને મારતો હતો એટલે તે કંટાળીને આવી ગઈ." સ્મિતા તરત જ રૂમીને કહેવા લાગી કે, " અરે ઘરવાળો મારે કે કંઈ પણ કરે આપણે સહન તો કરવું જ પડે. પણ આજ કાલની પ્રજાને કંઈ સહન જ નથી કરતી. અને ઉપરથી જે જોઈએ એ જોઈએ જ બધું. કોઈ વસ્તુ વગર ચાલવાતી પણ નથી. " રૂમી એ સ્મિતા ને કહ્યું, " હવે ભાભી આ તો લોકોના અલગ અલગ વિચાર સાથે જીવે છે. વર્તન કરે છે. એમાં આપણે તો શું કહી શકીએ. " સ્મિતા રૂમીને બોલતા અટકાવે છે અને કહે છે કે,

"તને ખબર છે રૂમી આજે આપણાં દેશમાં ડિવોર્સના કેસ કેટલા બધા વધી ગયાં છે." રૂમી એ સાંભળતા જ તરત બોલી, "હા ! મને ખબર છે ભાભી. પણ, શું કહીયે લોકો ફિલ્મ અને સીરયલ દેખી દેખી ને પોતાની જીદંગી પણ તે રીતે જીવવા માગે છે. " સ્મિતાએ રૂમી ની વાત માં હા કહેતા કહયું કે, " હા રૂમી, પણ જોને આ જનરેશન ક્યાં જઈને અટકશે ? મને તો ખુબ જ ચિંતા થાય છે કે આના પછી ની જનરેશન શું કરશે ? એ તો લગ્નની જગ્યાએ લિવિંગમાં જ રહેશે કે શું ? " રૂમી તરત જ બોલી, " હા ! ભાભી સાચી વાત છે. પણ આપણે તો શું કરી શકીએ ? " સ્મિતા રૂમીને સમજાવતા કહે છે કે, " જો બેટા તુ મારી દીકરી જેવી છે એટલે તને કહું છું. સંબંધ તો તૂટવો હોય તો ખુબ જલ્દી તૂટી જાય છે. પણ તેજ સંબંધને સાચવવો જ અઘરું કામ છે. આપણે તો સારા ઘરના કહેવાઈએ એટલે આપણે આ બધું સારુ ના લાગે. " રૂમી સ્મિતાની વાત સાંભળી ને હા ભાભી કહી ને તેના કોલૅજ જવા નીકળી ગઈ.

એટલામાં જ સ્મિતા ઘરમાં જઈને એની દીકરીને ફોન કર્યો. હજી તો એની દીકરી કંઈ પણ બોલે એના પહેલા જ સ્મિતા તેની દીકરીને કહેવા લાગી કે, " શું કરે છે બેટા ? કુમાર તને રાત્રે બહાર લઈ ગયાં હતાં કે નહીં ? તમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી તો. જો ના લઈ ગયાં હોય અને ભૂલી ગયાં હોય તો આવી જા અહીં. કંઈ રહેવાની જરૂર નથી ત્યાં. આવી જા. હું છું ને. "


Rate this content
Log in

Similar gujarati story from Drama