STORYMIRROR

Margi Patel

Romance Inspirational

3  

Margi Patel

Romance Inspirational

ઝરૂખાથી નવી શરૂઆત

ઝરૂખાથી નવી શરૂઆત

4 mins
154

રીયા અને રાહુલનો સંબંધનો આજે છેલ્લે દિવસ છે. બંને ડિવોર્સ પેપર ઉપર સહી કરતાં પહેલા એમના જુના ઘરે આવ્યા. બંને એકબીજાની વસ્તુઓ એકઠી કરતાં હતા. એટલા રીયા ઝરૂખામાં જઈને ઊભી રહી. રીયાને ઝરૂખામાં ઉભેલી દેખીને રાહુલ પણ કોફી લઈને તેની જોડે ગયો.

રાહુલે રીયાને કોફી આપતાં કહ્યું કે, " શું થયું રીયા ? કેમ આમ ઊભી છે ? " રીયા બે મિનિટ તો બસ રાહુલ સામે આમ જ દેખતી રહી. રીયા રાહુલને દેખી ને વિચારોના વંટોળમાં વિટાયેલી હતી. રાહુલે રીયાને બે-ત્રણ વાર બોલાવી. પણ રીયા તો ખુબ જ ઊંડા વિચારમાં ખોવાયેલી હતી. આખરે રાહુલે રીયાને ખભે પકડી ને હલાવી, ત્યારે જ રીયા ભાનમાં આવી.

રીયાએ રાહુલના હાથ માંથી કોફી લીધી. બંને ઝરૂખામાં ઊભા ઊભા કોફી પીતા હતાં. પીતા પીતા રીયાએ રાહુલ ને કહ્યું કે, " એ સાંભળ ને ! તને યાદ છે આપણી પહેલી મુલાકાત ? આપણે અહીં જ બેઠાં હતાં ને હું તારા માટે લસણવાળી ચાઈ લઈને આવી હતી. " રાહુલે જવાબ આપતાં કહ્યું કે, "હા, મને યાદ છે. હું કેમ એ ભૂલી જાઉં, આજ સુધી મને એ ચાઈનો સ્વાદ હજી રહી ગયો છે. મારી સૌથી પહેલી ચાઈ." રીયા હસતાં હસતાં બોલી કે, " હા ! તો પણ તે તારો ચહેરો બગાડ્યા વગર પ્રેમથી ચાઈ પી ગયો હતો. " અને બંને જોત જોતામાં હસવા લાગ્યાં.

રાહુલે એવામાં જ બીજી યાદ ઉમેરતા કહ્યું કે, " રીયા તને એ યાદ છે, જયારે મારું પ્રમોશન થયું હતું, તો આપણે કેવી રીતે અહીં જ ટલ્લી થઈને પડ્યાં હતાં." બંને જોર જોર હસવા લાગ્યાં. બસ આમ જ બંને એક પછી એક બધી યાદો આમ એકબીજાને કહેવા લાગ્યાં. બસ એટલામાં જ રીયા રાહુલ ને છાતી ઉપર મુઠ્ઠી મારીને રડવા લાગી. રાહુલ પણ તેની સાથે રડવા લાગ્યો અને રીયા ને સોરી પણ કહ્યું. પણ રીયા ખુબ જ રડતી હતી. અને રીયા છેલ્લા 6 મહિનાની ચુપ્પી તોડીને રાહુલ ને સવાલ પૂછવા લાગી, "રાહુલ ક્યાં કમી રહી ગઈ હતી મારાં પ્રેમમાં ? તને શું જોઈતું હતું ? તને કઈ વાતનો પ્રોબ્લેમ હતો મારાથી ? એક વાર તો મને જણાવું હતું. હું તને એક સવાલ ના પૂછતી અને તારાથી દૂર જતી રહેતી. પણ, આવી રીતે !! ખુબ તકલીફ થાય છે મને. મારો આત્મા બસ એક જ સવાલ પૂછે છે કે, કેમ આવું કર્યું તે ? મારાથી શું કમી રહી ગઈ ? હું તને પ્રેમ ના આપી શકી ? તને મારો પ્રેમ ઓછો પડ્યો હશે કે શું ? " રાહુલે એટલામાં જ રીયા ને ટોકતા કહ્યું કે, " ના રીયા, ના. તારી કોઈ ભૂલ નથી. હું તારા લાયક નથી. મારી જ ભૂલ છે બધી. હું જ તને ના સમજી શક્યો કે તારા પ્રેમને. તું તારી જાત ને દોષ ના આપીશ. "

બસ એવામાં જ વકીલનો ફોન રીયાના ફોનમાં આવ્યો. રીયાએ ફોન ઉપાડ્યો. અને સામેથી વકીલ બોલ્યાં, " રીયા મૅડમ ક્યાં રહી ગયાં. હું તમારી રાહ દેખું છું. તમારે કેટલી વાર લાગશે. આપનો નંબર આવવાની તૈયારી છે. " વકીલ બોલે જતા હતાં પણ રીયાનું ધ્યાન રાહુલમાં જ હતું. રાહુલ પણ રીયા સામે એક નજર દેખી જ રહ્યો હતો. બંનેની આંખમાં આજે પણ પ્રેમ એવો જ દેખાતો હતો. રીયાએ ફોન કાપીને મૂકી દીધો. બંને એક સામે જ દેખી રહ્યા હતાં.

એવામાં રાહુલનો કોલ આવ્યો. રાહુલે વકીલનું નામ જોઈને કોલ કાપીને મૂકી દીધો. રાહુલે રીયા સામે જોઈને ભારે અવાજ, મનમાં દુઃખ સાથે બોલ્યો, " રીયા જઈએ હવે ! આપણા વકીલ આપણી રાહ દેખે છે. આપણે હવે નીકળવું પડશે." આટલું કહી રાહુલ ઝરૂખામાંથી બહાર નીકળી ગયો. રાહુલે પાછળ ફરીને દેખ્યું તો એને રીયા દેખાઈ જ નહીં. રાહુલ રીયાને દેખવા માટે પાછો ઝરૂખા તરફ ગયો. રીયા ત્યાં જ એમ જ ઊભી હતી.

રાહુલ બોલ્યો, " રીયા શું થયું ? કેમ હજી અહીં જ ઊભી છે ? " રીયા રાહુલ પાસે આવીને રાહુલની આંખમાં દેખીને કહ્યું, " રાહુલ, આપણે ફરીથી નવી શરૂઆત કરીએ ! શું તું મને પહેલા જેમ પ્રેમ કરી શકીશ. નવેથી નવી શરૂઆત કરીએ આપણે. " રાહુલ ખુશ થઈને રીયાને ભેટી પડ્યો. રાહુલએ ભીની આંખથી થૅન્ક યુ, સોરી કહ્યું. રાહુલે માફી માંગતા કહ્યું કે, " રીયા ! મેં જે કર્યું એ ખુબ જ ખોટું કર્યું તારી સાથે. તું મને એની જે સજા આપવી હોય એટલી આપજે. પણ હવે ફરીથી મને છોડીને ના જતી. મારાં શ્વાસ તારામાં વસે છે. હવે જો તું મારાથી દૂર થઈશ ને તો હું જીવી નહીં શકું. " આટલામાં જ રીયા રાહુલ ના મોં પર હાથ મૂકીને કહે છે, "રાહુલ જે થયું એ બધુ ભૂલી જા. મારો જીવ પણ તારામાં જ વસે છે. હું તને બહુ જ પ્રેમ કરું છું." આટલું કહી બંને એક બીજાને ભેટી પડ્યાં અને આઈ લવ યુ કહેવા લાગ્યાં.

રાહુલ અને રીયા એ બસ ત્યાં જ ઝરૂખામાં બેસી ને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ને બધી જ યાદો તાજી કરવા લાગ્યાં. આજે ફરીથી એક વાતચિત કરવાથી બંન્ને ફરીથી એક થઈ ગયાં.

કોઈ પણ સંબંધ ને સાચવવા માટે જેટલી ચુપ્પી જરૂરી છે એટલો તેમાં અવાજ પણ જરૂરી છે. ચુપ્પી અને અવાજ બંનેનું એક જેવું ગણિત છે. કે કોઈ વાર ચુપ્પી સંબંધ બચાવે છે તો કોઈ વાર સંબંધ વિખારાઈ પણ જાય. એમ જ અવાજનું પણ એવું જ છે. અવાજ ઉઠવાથી સંબંધ બચી પણ જાય છે તો કોઈ વાર તૂટી પણ જાય છે. અવાજ ક્યારે ઉઠાવવો અને ચુપ્પી ક્યારે તોડાવી બંને સમય સાથે નિર્ભર છે. તમારી વાત તમે કેવા સંજોગો અનુસાર કહો છો એના ઉપર તમારી વાતનું વજન અને મહત્વ છે.

જો આજે રીયા એ પહેલ ના કરી હોય તેની ચુપ્પી ના તોડી હોય અને અવાજ ના ઉઠાવ્યો હોય તો આજે રીયા અને રાહુલ આટલો પ્રેમ કરતાં છતાં અલગ થઈ ગયાં હોય. સંબંધમાં બંને ખુબ જ જરૂરી છે. અને તેથી જ આજે રીયા અને રાહુલ ખુશ અને સાથે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance