પારણું
પારણું
મીનાના ઘરે ઘણાં વર્ષો પછી પારણું બાંધવાની ખુશીનો આનંદ છવાઈ રહ્યો છે. પુરા ગામમાં મીઠાઈના ડબ્બાઓ ઘર ઘર પહોંચી રહ્યા છે. અને સાથે સંદેશ પણ કે, "ભગવાનની કૃપાથી હવે અમારા ઘરે 30 વર્ષ પછી અમારો કુલદીપકનો જન્મ થવાનો છે. અમે નામ પણ પહેલેથી જ નક્કી કરી દીધું છે. 'હર્ષ'. "
નવ માસ પૂર્યા થયાં. નાચતા ગાજતા માયાને હોસ્પિટલ લઈ ગયાં. સાથે મીઠાઈ પણ. મીનાના સાસુનો ઉમંગ દેખીને અને મીનાની સાસુ મોહલ્લાના બધાને સાથે લઈને ગયાં.
મીનાના સાસુ નવજન્મેલા શિશુનો ચહેરો દેખા વગર જ ગુસ્સેથી લાલ થઈને મીનાના મમ્મીને મીનાને તેમના ઘરે લઈ જવાનું કહીને ઘરે જતા રહ્યા. રસ્તામાં ચાલતા ચાલતા પણ ડૉક્ટરના જ શબ્દો કાનમાં ગુંજતા હતાં, "સીતાબેન ! ભગવાનની કૃપાથી તમારા ઘરે લક્ષ્મી પધાર્યા છે."