સ્ત્રીશક્તિ
સ્ત્રીશક્તિ


એલેકઝાન્ડરે બાહુબલીને ચૂનોતી આપી. પણ બાહુબલી કંઈ માન્યો જ નહીં. એક દિવસ અચાનક જ એલેકઝાન્ડર બાહુબલીના રાજ્ય ઉપર હુમલો કરવા માટે આવી ગયો. હવે બાહુબલી જોડે બીજો કોઈ જ ઉપાય નહોતો. બાહુબલી એ પણ યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી.
યુદ્ધભૂમિ ઉપર એલેકઝાન્ડર અને બાહુબલી બંને આમને સામને આવ્યા. એલેકઝાન્ડરે બાહુબલીને ચૂનોતી આપતાં કહ્યું કે, " જાઓ બધાં પાછા, ઘરે જઈને પોતાની ઘરવાળીની બંગડીઓ પહેરી લો. અને જો હાર્યા તો હું તમારા રાજ્યની બધી જ સ્ત્રીઓને ગુલાબ બનાવીને દરરોજ રાતને સુહાની બનાવીશ. સૌથી પહેલી શરૂઆત દેવસેનાથી કરીશ." આ સાંભળીને બાહુબલી ખુબ જ ગુસ્સામાં આવી ગયો. અને યુદ્ધનું એલાન કરી દીધું.
બાહુબલી અને એલેકઝાન્ડર વચ્ચે યુદ્ધ નો શંખ વાગ્યો. અને બંને યુદ્ધ માટે તૈયાર થઈ ગયાં. બંને વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. બંને ના સિપાઈઓ ઘાયલ થયાં. એલેકઝાન્ડરની સેના વધારે હોવાથી બાહુબલી ઉપર ભારે પાડવા લાગી. અને ધીરે ધીરે એલેકઝાન્ડરની સેના એ ઘણાં બધાં બાહુબલી ના સિપાઈ ને મોત ના ઘાટ ઉતારી દીધા. બાહુબલી આ દેખી ને ખુબ જ પરેશાન થઈ જાય છે. છતાં બાહુબલી એ&nb
sp;યુદ્ધ કરવાનું છોડ્યું નહીં. પણ મગજ માં પોતાના સિપાઈઓ માટે દુઃખ અનુભવતો હતો.
બાહુબલી ની સેના ખુબ જ ઓછી થઈ ગઈ હતી. બાહુબલી ચારે તરફ નજર ફેરવતો હતો. એટલામાં જ ત્યાંથી બાહુબલી ના રાજ્યની દરેક સ્ત્રી યુદ્ધ મેદાન માં આવી ગઈ. અને બધાએ જ ખુબ જ બહુદારી થી લાડવા લાગ્યાં. બાહુબલી દેખી ને શોક થઈ ગયો. અને મનમાં જ વિચારવા લાગ્યો. ધન્ય છે મારા રાજ્યની દરેક સ્ત્રી ને. આજે પોતાના રાજ્ય ને બચાવવા માટે પોતે મેદાન માં ઉતારી આવી.
યુદ્ધ ખુબ જ જોર શોરથી ચાલી રહ્યું હોય છે. સ્ત્રીઓ કોઈ સિપાઈઓ થી ઓછી નથી. એવામાં જ એલેકઝાન્ડર ચીટીંગ કરી ને બાહુબલી ને પકડી લીધો. એલેકઝાન્ડર ખુબ જ માર માર્યો અને બાહુબલી એટલો ઘાયલ થઈ ગયો કે ઊભો પણ નહોતો થઈ શકતો. અને એવામાં જ એલેકઝાન્ડર બાહુબલી ને મારવા માટે તલવાર ઉપાડે છે એવામાં જ પાછળ થી એલેકઝાન્ડરને તલવારથી તેનું ધડ માથા થી અલગ થઈ ગયું. અને ત્યાં જ એલેકઝાન્ડર મરી જાય છે. જયારે એલેકઝાન્ડરનું શરીર નીચે પડે છે. ત્યારે બાહુબલી આશ્ચર્યચકિત થઈ જાય છે.
કેમ કે, પાછળ તલવાર લઈને દેવસેના ઊભી હતી.