Khushbu Shah

Horror Fantasy Thriller

4  

Khushbu Shah

Horror Fantasy Thriller

ભયાનક ભ્રમજાળ -10

ભયાનક ભ્રમજાળ -10

4 mins
23.4K


  હું, રાજ અને રિયા ફરી એ ગામમાં જવા તૈયાર હતાં, રાજ કાર ચલાવી રહ્યો હતો. હું બાબાએ આપેલી બધી વસ્તુઓ સાચવતો બેઠો હતો અને રિયા ભગવાનનું નામ લઇ રહી હતી.

"રિયા તારે આવવાની કઈ જરુર નથી. કઈ અજુગતું થશે તો, તું પાછી જતી રહે અને વિશ્વાસ રાખ હું સલોનીને લઈને જ પાછો આવીશ."

"કેવી વાત કરે છે તું ધ્રુવ ? તું અને સલોની એકબીજાને પ્રેમ કરો છો બરાબર પણ હું અને સલોની નાનપણથી સાથે છીએ. અમારા પરિવારનાં લોકો પણ સારા મિત્રો છે. સલોની મુસીબતમાં હોય અને હું ના આવું એવું કદી નહીં બને. સાચ્ચે સલોની ખુબ જ નસીબદાર છે એની પાસે બે પાક્કા મિત્રો અને એક હેન્ડસમ બોયફ્રેન્ડ છે. તું ચિંતા નહીં કર આપણે સાથે રહીશું તો એ આત્માનું કોઈ ગજું નથી કે આપણને હરાવે. તું ખાલી બાબાની વાત બરાબર યાદ રાખ."

"હા. મેં બધું સાચવી રાખ્યું છે. આપણે માત્ર આંખ અને કાન ખુલ્લા રાખવાના છે કારણ કે ભ્રમ રચવા એ આત્માની સૌથી મોટી તાકાત છે. "

 રાજે મોબાઈલમાં જીપીએસ ચાલુ કરી દીધું હતી જેના પર આગળના રસ્તાઓ નકશામાં સાફ દેખાઈ રહ્યા હતાં. અને એને આધારે જ હવે માત્ર પાંચ મિનિટનો રસ્તો રહ્યો હતો, અમારા ત્રણેના શ્વાસ ઝડપી બની ગયા હતાં અને એથી પણ વધુ અમારી કારની ઝડપ હતી. ખબર નહીં એ આત્માએ સલોની સાથે શું કર્યું હશે ? બસ એક ભગવાન અને બાબા પર ભરોસો રાખીને અમે જઈ રહ્યા હતાં.

" જીપીએસ પ્રમાણે તો સામે જ ગામનો ધૂળીયો રસ્તો ચાલુ થાય છે પણ અહીં તો શોપિંગ મૉલ છે અને લોકોની અવરજવર પણ ખુબ જ છે. અપને ઊંધા રસ્તે તો નથી ને ધ્રુવ ?"

 રાજની વાત બરાબર હતી અમને ત્રણેયને સામે મૉલ જ દેખાઈ રહ્યો હતો તો એ ગામ ક્યાં ગયું ?

"ચાલો, બધા કારમાંથી ઉતરો આ લગભગ એ આત્માનો જ ભ્રમ છે. અને જો એનો જ આ ભ્રમ હોય તો એને આપણા અહીં આવવાની ખબર પડી ગઈ છે. હવે બિલકુલ સમય નથી એ સલોનીને કઈ કરે નહીં તો સારું."

"ધ્રુવ ચિંતા નહીં કર એ બાબાને કહેવા પ્રમાણે આપણે અહીં બોલાવવા જ તો માંગતી હતી પણ એ પણ હવે નક્કી છે કે એ સલોનીને અહીં જ લાવી છે. તું ભગવાન પર ભરોસો રાખ. અને આ જો એનો ભ્રમ જ હોય તો બાબાએ આપેલી રાખ ફેંકી જો, એ જ આપણને સાચો રસ્તો બતાવશે."

  રિયાના કહેવા પ્રમાણે મેં બાબાએ આપેલી પોટલીમાંથી રાખ ઉડાડી અને અમારા દેખતાં જ સામેનું દ્રશ્ય બદલાયું ત્યાં કોઈ મૉલ ન હતો કે ન તો કોઈ લોકોની અવરજવર હતી આ સાચે જ માત્ર એ આત્માએ રચેલો ભ્રમ હતો. હવે તૂટેલા ઘરો અને સ્ટ્રીટ-લાઈટથી પ્રકાશિત તે ગામ દેખાઈ રહ્યું હતું. રાતના બાર વાગ્યા હશે ગામના અને શહેરના બંને રસ્તા શાંત પડયા હતાં. અમે ગામના કાચા રસ્તા પર કર હંકારી.

  હજી તો માંડ એકાદ ઘર વટાવ્યું હશે થાય જ અમને કારના પાછળ કાચ પર કોઈ વસ્તુ અથડાઈ હોઈ એવો અનુભવ થયો,રાજે બ્રેક મારીને કર ઊભી રાખી.

"હું નીચે ઉતારીને જોવ, શું થયું તે ?" રિયાએ પૂછ્યું.

"ના. નથી કામ.આપણે કાર હવે સીધી વડ પાસે જ ઊભી રાખીશું."મેં જવાબ આપ્યો.

"ઓહ મા." રિયા કારની પાછલી સીટ પર બેઠી હતી અને અચાનક જ તેને ચીસ પાડી, તેની સીટ પાસેની કાચની બારી પર એક નાના છોકરાનો હાથ દેખાયો, થોડી ક્ષણો બાદ આશરે 4-5 વર્ષનો એક છોકરો કારમાં ડોકયા કરવા લાગ્યો.

"રિયા બારીનો કાચ નીચે નહીં કરતી." મેં રિયાને કાચ નીચે કરતા અટકાવી. તો તે છોકરો રડવા લાગ્યો, રિયાએ જોઈ ન શકી અને એને કાચ નીચે કરી દીધો.

 જેવો એને કાચ નીચે કર્યો કે તરત જ તે છોકરાએ રિયાનું ગળું પકડી લીધું, અને એનો દેખાવ ખુબ વિકૃત થઇ ગયો. લોહી નિંગળતા દાંત અને લાલઘૂમ આંખો. તેના નાખ પણ એટલા તીક્ષ્ણ હતાં કે રિયાને ગળા પરથી લોહી નીકળવા લાગ્યું.

"રાજ જલ્દી કાર ચાલુ કર. જલ્દી કર." હું બરાડા પડી રહ્યો હતો.પણ આ શું ? અમારી કાર અટકી પડી હતી, ચાલુ થતી જ ન હતી.

"રિયા જલ્દી બારી બંધ કરવાની કોશિશ કર."રાજે બૂમ પાડી. મેં પેલા ચોકારનો હાથ રિયાની ગળા પરથી હટાવવાની કોશિશ કરી, તેનો હાથ ખુબ જ ઠંડો હતો બરફ જેવો ઠંડો, અને હા એને હાથને સ્પર્શ પણ કરી શકાયો. રિયાએ ભારે જેહમત બાદ બારી બંધ કરી. કાર પણ શરુ થઇ રહી હતી પણ ...

  સામે બીજા એવા જ ત્રણ છોકરો ઊભા હતાં, ભૂતિયા, તીક્ષણ દાંત હતાં અને આંખોના ડોળા પણ બહાર આવી ગયા હતાં. રાજે એ લોકોની સહેજ બાજુમાંથી સાચવીને કાર ભગાવી અને અમે થોડો રાહતનો શ્વાસ લીધો.

"ધ્રુવ, તને તો માત્ર એક જ આત્માનો ભેટો થયો હતો ને ?"

"હા એ એક જ આત્મા હતી. પણ બાબા સાચા હતાં, એમને મને એ વાત કહી ત્યારે મને તો વિશ્વાસ જ ન થયો પણ જયારે આ પાંચ- છ વર્ષના ભૂતિયા બાળકો જોયા ત્યારે .... સલોની બહુ મોટા ખતરામાં છે અને આપણે પણ એક ચક્રવ્યૂહમાં જ છીએ..."

"એક મિનિટ, પણ આ છોકરાઓ પણ તો પેલી આત્માનો જ ભ્રમ હોઈ શકે ને કે પછી આખું ગામ ભૂતિયા છે?" રિયાના સવાલમાં ડર સાફ દેખાતો હતો.

"ભ્રમ જ હોતે તો સારું પણ ... આખું ગામ પણ ભૂતિયા નથી આ ચાર બાળક ખાલી ..." મારું ગળું પણ સૂકાઈ રહ્યું હતું, કારણ કે હું જાણતો હતો કે જે શક્તિનો સામનો અત્યારે અમે કર્યો તે એ આત્મા કરતા પણ વધુ ખતરનાક હતી.

"ખાલી શું ધ્રુવ ?" રાજ પણ ધ્રૂજતા બોલ્યો.

  મેં પહેલા પાણી પીધું જેથી હું કંઈ બોલી શકું કારણ કે ડરને કારણે અત્યારે મારી હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Horror