ભયાનક ભ્રમજાળ -11
ભયાનક ભ્રમજાળ -11


"હવે તો બોલ કોણ છે આ બાળકો ?" રિયાના અવાજમાં અધીરાઈ સાફ છલકાતી હતી.
"આ એ બાળકોની આત્મા છે જેને તંત્રજગતમાં "કચ્ચા કલુઆ" કે "મસાણ " કહે છે. કેટલાક લોકો પોતાના નીજી સ્વાર્થ માટે આવા પાંચ- છ વર્ષના નાના બાળકો જેને માર્યા બાદ બાળવામાં નથી આવતા પણ જમીનમાં દફન કરાય છે..." મારો શ્વાસ ખુબ જ ફૂલી રહ્યો હતો.
"તેઓની આત્માને પોતાના કાબુમાં કરી લે છે અને આ "મસાણ"ની તાકાત 100 આત્માની તાકાત બરાબર હોય છે, બસ ખાલી ફરક એટલો હોય છે કે તેઓની બુદ્ધિ બાળકો જેવી છે. પેલી આત્મા આવીજ "મસાણી" સાધનાઓ કરતી હતી."
"રાજ સામે જો. નહેર આવે છે ...." હજી તો મારી વાત પુરી થાય એ પહેલા રિયા બોલી.
અમારી કાર એ નહેરમાં ખાબકતા માંડ બચી.
"પણ, અહીં તો રસ્તો છે જીપીએસમાં તો." રાજ પણ ગુંચવાયો હતો.
સવાલ એ હતો કે હવે આ ભ્રમ છે ફરી કે પછી એ મસાણી તાકાત ? કારમાંથી ઉતરીએ તો પેલા બાળકોનો ડર હતો. રિયા ફરી ભગવાનનું નામ બોલવા લાગી, મારો હાથ શંખ પર ગયો, બાબાએ મને શંખ પણ તો આપ્યો હતો. આ જ ઉચિત સમય હતો શંખ વગાડવાનો કારણ કે કહેવાય છે કે શંખની ધ્વનિ વાતાવરણને પવિત્ર કરે છે, અને અહીં તો નકારાત્મક શક્તિઓ અમારી ચારેતરફ હતી. શંખ ફૂંકતા જ, શંખમાંથી "ૐ " ની ધ્વનિ ઉત્પન્ન થઇ, શંખમાં દિવ્ય પ્રકાશ રેલાયો અને અમારી આંખ સામેનું દ્રશ્ય પણ એકાએક બદલાયું. અમે કોઈ નહેર પાસે નહીં, કોઈ ઘરની સામે ઉભા હતા, જે આખા ગામ કરતા અલગ તરી આવતું હતું કારણ કે બીજા ઘરો તૂટ્યા- ફૂટ્યા હતા.
હજી અમે કઈ વિચારીયે એ પહેલા જ અમારી કાર જમીનથી એકાદ ફૂટ ઊંચકાઇ.
"હા...હા...હા..."બહારથી બચ્ચાઓનો હસવાનો અવાજ આવી રહ્યો, અમે ત્રણેયે એકબીજાના હાથ પકડી લીધા અને ભગવાનનું નામ દેવા લાગ્યા.
"ધ્રુવ , રાખ ફેંક." રિયા બોલી.
મેં સહેજ બારી ખોલી રાખ નાખી એ લોકો પર એ પડતા જ તેઓ કાર પછાડી ભાગી ગયા.
"એવું લાગે છે કે આજ એ આત્માનું ઘર હશે." રિયાએ અનુમાન લગાવ્યું લગભગ સાચું પણ હશે.
"પણ રિયા, આપણે પેલા વડનો નાશ કરવાનો છે, જો આ એનું ઘર હશે તો એની શક્તિઓ પણ અહીં ચરમસીમા પર હશે.
"હા ધ્રુવ, તારી વાત બરાબર છે. અને એ વડ જીપીએસ પ્રમાણે હવે બે ગલી પછી છે. બસ, હવે આ કાર આપણને ધોકો નહીં આપે તો સારું. બાબા આવશે ને ?"
"રાજ. એક મિનિટ બાબા આવી ગયા હશે. કારણ કે આ શંખ અત્યારે પ્રકાશિત છે એમને મને આ સંકેત કહ્યો હતો. અહીં એક મંદિર છે બાબા ત્યાંજ મળશે લગભગ."
એવું લાગતું હતું જાણે બાબાના આવવાથી જાણે અમારી હિંમત પણ વધી હતી અને એ આત્માનું જોર પણ, અમે જલ્દી મંદિર પાસે પહોંચી ગયા.
(ક્રમશ:)