Khushbu Shah

Horror

3  

Khushbu Shah

Horror

ભયાનક ભ્રમજાળ - 3

ભયાનક ભ્રમજાળ - 3

3 mins
276


ઘરે બધા સૂઈ ગયા હશે એમ માની મેં મારી પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું. થાક એટલો લાગ્યો હતો કે હું સોફા પર જ સુઈ ગયો.

"ધ્રુવ,ઉઠ બેટા." મમ્મીના અવાજે મારી આંખો ઉઘાડી, ફટાફટ તૈયાર થઇ હું કોલેજ પહોંચી ગયો.

"ધ્રુવ, તે તો ફોન પણ ન કર્યો ઘરે પહોંચ્યા પછી ? મેં તને કેટલા ફોન કર્યા તારો ફોન આઉટ ઓફ નેટવર્ક હતો" રાજ મારી પાસે બેસતા બોલ્યો. રિયા અને સલોની પણ સામે ગોઠવાઈ ગયા હતા. પિરિયડ શરુ થવાને હજી દસ મિનિટની વાર હતી.

"રિયા, તું પેલા રસ્તા વિશે શું કહેતી હતી ? " મેં રિયાને પૂછ્યું.

"ધ્રુવ, શું થયું યાર ? યુ સાઉન્ડ અફ્રેઈડ રાઈટ નાઉ. શું તું એ રસ્તા પર ગયો હતો ?" રાજે પૂછ્યું.

"ના આ તો આપણી કાલે વાત થઇ હતી ને સો જસ્ટ ફોર નોલેજ, બોલ રિયા."

"ધ્રુવ, જો મને કોઈ પ્રત્યક્ષ અનુભવ તો નથી પણ સાંભળેલી વાતને આધારે મેં તમને પહેલા પણ કહેલું કે એ રસ્તો નથી બરાબર. આજથી તીસ વર્ષ પહેલા જયારે આપણું શહેર આટલું વિકસિત ન હતું અને શહેરનો વિસ્તાર માત્ર મુખ્ય શહેર સુધી જ હતો ત્યારે ત્યાં એક ગામ હતું, માત્ર પચ્ચીસ કટુંબ રહેતા હશે ત્યાં, એવું કહેવાતું કે તે ગામમાં એક સ્ત્રીના હાથે એક દુર્લભ સાધનાઓની પુસ્તક લાગી હતી અને તે ......"

"ટન ..... ટન....."કોલેજનો પિરિયડ શરુ થઇ ગયો અને અમારી વાત ત્યાંજ અધૂરી રહી ગઈ. મારી નજર વારંવાર સલોની, રાજ અને રિયા પર જતી, એ લોકો ડરી ગયા હોય તેવું લાગતું હતું, મારી સાથે કઈ ખોટું થયું છે એવો ભય તેઓની આંખમાં ડોકાઈ રહ્યો હતો.

"હા તો હું ક્યાં હતી ?, હા એ સ્ત્રી..... "

"અરે રિયા, કઈ નહિ હું તો એમજ પૂછતો હતો. ચાલો જવા દો એ વાતોને." મારે વાત ત્યાંજ અટકાવી પડી કારણ કે સલોની ખૂબ જ ડરી ગઈ હતી અને બે દિવસ બાદ તેની મિસ જવીએમ કોલેજ સ્પર્ધા હતી અને હું તેને એ સ્પર્ધા જીતાડવા માંગતો હતો .

"ચાલો આપણે કોઈ મૉલમાં જઈને શોપિંગ કરી લઈએ અને શહેરમાં એક નવી હોટેલ ખુલી છે ત્યાં જઈએ પછી હું તમને બધાને ઘરે મૂકી દઈશ. મારી કાર આવી ગઈ છે ."

એક પિરિયડ ભર્યા પછી જ અમે કોલેજમાંથી નીકળી ગયા અને આખો દિવસ ફર્યા બાદ અમે લોકો સૌ પોતપોતાના ઘરે પહોંચી ગયા.

"બેટા, આવી ગયો ? તું અને સલોની હવે જલ્દી લગ્ન કરી લો ." પપ્પા-મમ્મીને મારા મનની વાત ખબર હતી .

"હા પપ્પા, કોલેજ તો પતવા દો."

"પણ તારે ક્યાં નોકરી કરવી છે ? મારો ખાંડનો એક્ષપોર્ટનો બિઝનેઝજ તો સંભાળવાનો છે."

"હા, પપ્પા. મમ્મી હું આજે નથી જમવાનો. મેં બહાર મિત્રો સાથે ખાઈ લીધું છે."

"બેટા, વાત ન બદલ. તારા પપ્પા બરાબર જ કહે છે."

મમ્મી પણ પપ્પાનો જ રાગ આલાપી રહી હતી. પણ સલોનીના ઘરે હજી આ વાતની જાણ કરવાની બાકી હતી અમે કોલેજ પતે ત્યારબાદ જ લગ્ન કરવા માંગતા હતા. મમ્મી-પપ્પાને હા કહી અને થોડી અલપઝલપ વાતો કરી હું મારા રુમમાં પહોંચી ગયો. સલોની તેના નવા લીધેલા કપડાં પહેરી, તેમાં ફોટો પાડી મને મોબાઈલ પર મોકલી રહી હતી. તેને નક્કી કરવું હતું કે તે દિવસે તે કયા કપડાં પહેરે, આમ જ મારી આંખ લાગી ગઈ અને હું ઊંઘમાં સરી પડયો.

(ક્રમશ :)


Rate this content
Log in

Similar gujarati story from Horror