STORYMIRROR

Kalpesh Patel

Abstract Classics Children

4  

Kalpesh Patel

Abstract Classics Children

ગુમનામી છડી.

ગુમનામી છડી.

2 mins
1

 ગુમનામી  છડી

ગંગા નદી ને કિનારે અને હરિદ્વારના છેડે એક નાનો અનાથાશ્રમ હતો . ત્યાં રહેતો રાજુ,નિર્દોષ, શાંત, પણ હૃદયમાં લોક સેવાની અજાણી તલપ ધરાવતો. ગામના લોકો તો તેને “અબુધ અનાથ” કહેતા, મહેણાં મારતા , કારણ કે એ હંમેશા પોતાના કોઈ વિચારોમાં ખોવાયેલો રહેતો. લોકો સરખો ભાવ નહતા આપતાં ,પરંતુ તે ગામના બાળકો સાથે રમતો, વૃદ્ધોને મદદ કરતો, અને સૌના દિલમાં એક અજાણી કરુણા જગાવતો.  

તેના હાથમાં હમેશા એક જૂની સીસમ ના લાકડાની છડી હતી — દેખાવમાં કાજળ જેવી કાળી સામાન્ય, પણ તેની અંદર અજાણી જાદુઈ શક્તિ છુપાયેલી હતી .  જેનાથી રાજુ અજાણ હતો.

એક રાતે હરદ્વાર પર ભારે વરસાદી તોફાન તૂટી પડ્યું. પવન ગર્જના કરતો હતો, આભમાં વીજળી ચમકતી હતી, અને ગંગા નદીના જોશીલા પાણીના પ્રવાહે આખાય હરિદ્વાર ના ઘરોને ઘેરી લીધા હતા. લોકો ભયભીત થઈને આશ્રય શોધી રહ્યા હતા.  

રાજુએ  પહેલી વખત છડીને પકડીને કહ્યું:  
“મારે માર મારા ગામને બચાવવું છે… તો મારા સાથી શું તું મારી મદદ કરીશ ?”  

કાળી છડી એકાએક ઝળહળી ઉઠી.  રાજુને ખેંચીને ગામની બહાર આવેલા ગુમનામી મઠ તરફ લઈ ગઈ, હિમાલય ની વેરાન પહાડીઓ નું એક એવું સ્થાન, જ્યાં પ્રાચીન સાધુઓ ગુપ્ત મંત્રો રટી  મોઢે કરી તત્વજ્ઞાનની વિદ્યા સાચવી રાખતા હતા.  

આ મઠના મુખ્ય સાધુએ રાજુને ઓળખ્યો.  

“બેટા, તું આ છડીનો સાચો વારસદાર છે,” તેમણે કહ્યું.  
તેણે રાજુને એક ગુપ્ત મંત્ર શીખવાડ્યો.

“પવન-પ્રભા-પ્રકાશ”.

જે તોફાનને શાંત કરી શકે,  
પણ માત્ર એના દ્વારા જ,  
જેના હૃદયમાં પરોપકાર અને નિર્દોષતા હોય, પરંતુ  લોકો માટે કરુણા રાખતો હોય.

રાજુ મંત્ર શીખી ગામમાં પાછો આવ્યો.  

તોફાનના મધ્યમાં રાજુએ ઊભા રહી, છડી ઊંચી કરી, અને મંત્ર બોલ્યો.

“પવન-પ્રભા-પ્રકાશ!”  

આકાશમાં વીજળી ચમકી,  
પવન શાંત થયો,  
પાણી પાછું વળ્યું,  
અને ગામ બચી ગયું.  

લોકોએ રાજુને “જાદુઈ છોકરો” કહ્યો.  
પણ રાજુ હસીને કહ્યું —  
“જાદુ છડીમાં નહીં,  
હૃદયની ઈચ્છા અને જનહિતમાં હોય છે.”  

મઠના મુખ્ય સાધુએ રાજુને પોતાની પાસે બોલાવ્યો.  
તેમણે રાજુને મઠની સમગ્ર વિદ્યા શીખવાડી —  
એક એવી વિદ્યા, જે જાદુઈ શક્તિઓને માત્ર જનહિત માટે વાપરવાની પરંપરા શીખવે છે.  

રાજુ હવે માત્ર “અબુધ અનાથ” નહોતો —  
એ ગામનો સૂત્રધાર બન્યો,  
જે પોતાની જાદુઈ શક્તિઓથી લોકોનું રક્ષણ કરતો,  
અને સૌના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવતો રહ્યો. ✨





Rate this content
Log in

Similar gujarati story from Abstract