કાલી ટોપી લાલ રૂમાલ
કાલી ટોપી લાલ રૂમાલ
કાલી ટોપી ~લાલ રૂમાલ
નાતાલ દિવસોમાં,દાદરનાં એ જૂના બારમાં દસ્તુરજી દારૂવાલા રોજની જેમ હાજર હતા. કાળી ટોપી થોડી એક બાજુ ઢળીેલી, મૂછ પર ચમેલી નાં તેલ નો હળવો સ્પર્શ ગળે લાલ રૂમાલ અને હાથમાં ફેનીનો ગ્લાસ. બારમેન પૂછે, બાવા બીજો પેગ લાવું,એ પહેલાં જ દસ્તુરજી બોલી ઉઠ્યા, “અરે ડીકરા , કોઈ જૂની તેજ લાવ. ધ્યાન રાખજે, આ ગ્લાસ, દસ્તુર નો છે,બાર આના નો ઓરડીનરી નથી.
— ચાલ ઝપાટો કર,ગ્લાસ વિશે વધારે પૂછીશ નહિ, ગધેરા, આ ક્રિસ્ટલ ગ્લાસ એ આ બાવાની highly confidential matter છે.”
દસ્તુરજી રિટાયરડ જાસૂસ હતા. સરકાર માટેની નોકરી બંધ, પણ એમના દિમાગ મા investigation પંચ હજી ચાલુ. બારમાં બેઠેલો દરેક માણસ suspect. કોઈ ફોન જુએ તો “encoded message”, કોઈ ખાંસી કરે તો “signal”.
એ દિવસે રૂક્સી બારમાં આવી. પેન્સિલ હિલ સેન્ડલ ની ટપ ટપ. ઉમ્મર આશરે પંચાવન પરંતુ તેની લટકતી ચાલમાં પણ confidence, સ્માઇલમાં ફેની જેવી neatness. અને શું તેની ડીપ નેકલાઇન ? એવી simple પણ classy કે દસ્તુરજીની નજર અચાનક અટકી ગઈ. ફેનીનો ગ્લાસ હાથમાં જ રહી ગયો. અંદરનો જાસૂસ તરત જ alert થયો, “Distraction tactic! Enemy clever.”

દસ્તુર બાવા જાસૂસ તો હતો…પરંતુ રુક્સી ને જોઈ, હવે એના દિલમાં surveillance ચાલુ છે!”
દસ્તુરજી નકલી ખાંસી કરીને નજર બીજી બાજુ ફેરવે, પણ બે સેકન્ડમાં પાછી ફરી રુક્સી બાજુ જાય. પોતાને જ મનો મન ઠપકો આપે, “બાવા, સમજ વાંઢા એટલા ડાહ્યા, પણ બાવા લાપસી ચુક્યા...focus… mission bar inspection!” ચાલુ થઈ ગયું.
બારમેન પૂછે, બાવા શરદી થઈ,તો ગંભીરતાથી કહે, “I 'મ well,nothing wrong. Just… atmospheric disturbance.”
રૂક્સી પાછળ ઉભી હળવે હસે. દસ્તુરજી ફેનીનો એક ઘૂંટ લે અને મનમાં નોંધ કરે,
“Subject R's. Nack line is innocent…but ઈમ્પક્ટ is deep n dangerous.”
બાવા બરાબર સમજે કે આ વખતની લડાઈ બહારની નથી — અંદરની છે.
નાતાલ નાં દિવસો પસાર થઈ ચુક્યા .પરંતુ દસ્તુરજીની નાતાલ હજુ ચાલુ રહી. રૂક્સી પર ડોરા,..બાવા રોજ નીચી આંખ રાખે પણ, રુક્સીનાં સ્માઈલની આશા રાખે. બાવાનું દિલ બેધડક,હવે કોઈ શંકા નહીં,. રૂક્સી કઈ બોટલ પહેલાં જુએ છે, કોને બોલાવે, કોને સ્માઈલ — બધું એમને માનવીય લાગે.
એક દિવસ દસ્તુરજી પૂછે, “સાંભળ રૂક્સી, તું રોજ અહીં બારની નોકરી એ કેમ આવે છે?”
રૂક્સી હસીને કહે,
“બાવાજી, મને સોજ્જા નહિ સાચા માણસ ગમે છે.અહીં બાર મા લોકો પીધા પછી સાચા થઈ જાય છે. અહીં કોઈની double life નથી.”
રુક્સી એ છોડેલું,આ શબ્દનું તીર દસ્તુરજીને વાગે. અંદરનો જાસૂસ ખુરશી પરથી ઊભો થઈ, સલામ મારે અને, તેને કહે છે ચાલ આજે તું પણ ટેબલે, આવ સાથે,ફેની ભલે થોડી વધારે થાય. સાથે પીશું.
બંધ થતાં બારે રુક્સી સોડા આઈસ અને ફેનીની બોટલબી ટ્રે સાથે આવે છે.
દસ્તુરજી ઉત્સાહમાં પાણી પાણી થતાં કહી બેસે છે.
“બેબી તને એક secret કહું? હું સરકારી જાસૂસ હતો.”
રૂક્સી હસી પડે,
“અરે દસ્તુરજી દારૂવાલા, આખો બાર જાણે છે! તમે આજીવન જાસૂસ છો, બાવા તમે તો CCTV ને રોજ મૂંછ મા ‘good evening colleague’ બોલો છો.”
બાર આખો ખાલી હતો.. દસ્તુરજી મુક્ત હસે, પછી તેમનો સ્પેસીઅલ ગ્લાસ ધીમેથી ટેબલ પર મૂકે છે .
અવાજમા અચાનક આશિક અંદાજ લાવી . એ કહે છે , “સાંભળ…બેબી..પ્યાર કોઈ સોડા બાટલી નહી . કોઈ મિક્સર નહીં, કે હલાવશો તો ઉડી જાય. ઢાંકણ ખોલો તો અવાજ કરે.”
થોડી ક્ષણ રોકાઈને ઉમેરે, “મારો પ્યાર તો બેબી ચોખ્ખી ફેની જેવો — નીટ, અનડાયલ્યુટેડ અને પહેલા થી છેલ્લા ઘૂંટ સુધી ગરમ.”
રૂક્સી, તેનો ગ્લાસ બનાવી, બાવાની આંખોમાં જુએ. એને સમજાઈ જાય છે કે આ માણસ દારૂનાં નશા વાલો છે, પણ દિલથી ખરો. રુક્સી પણ બાવા ની સામે નમી આજે સ્પેશ્યલ સ્માઈલ આપેછે
ઘાયલ દસ્તુરજી છેલ્લે હળવા સ્મિત સાથે કહે,
“જાસૂસી મારી નોકરી હતી, …તારો પ્યાર, એ હવે મારી પરમનેન્ટ પોસ્ટિંગ છે.”
રૂક્સી માથું હલાવવી વાળ સરખા કરે છે .
દસ્તુરજી મનમાં બોલે, બાવા “Mission successful.”
દસ્તુર ની આ વખતે પહેલી વખત કોઈ કેસની ફાઈલ બંધ નથી થઈ.
ઉલટું, દિલમા એક નવી પ્રેમની ફાઈલ ખુલ્લી રહી — કોઈ કોડવર્ડ વગર, કોઈ સિક્રેટ વગર.
રુક્સી, અસલ નામે
દસ્તુર બાવા ભાવ વિભોર થઈ ગળે થી લાલ રૂમાલ લઇ , રુક્સી ની innocent નેકલાઇન પર બાંધે છે.
"બેબી...તુજે મેરે રૂમાલ ને બાંધ દિયા હૈં..."
😆😆કેમનું રહ્યુ, સાહેબ, કોમેન્ટ લખશો જી 😁😁😁

