STORYMIRROR

Kalpesh Patel

Abstract Classics Thriller

4  

Kalpesh Patel

Abstract Classics Thriller

માણસ

માણસ

3 mins
2

માણસ બીજી વર્લ્ડ વોરના છેલ્લાં વર્ષોમાં, જ્યારે યુરોપના નકશાની હદો લોહીથી ફરી દોરાઈ રહી હતી, ત્યારે સાયબિરિયા દુનિયાની યાદમાંથી ખસી ચૂક્યું હતું . અહીં અફાટ બાર્ફીલી ભૂમિ મા ગોળીઓ પાછી પડતી , પણ ઠંડી નો માર કદી ચૂકતો નહીં. જર્મની નાં સાત યુદ્ધકેદી—યુદ્ધમાં હારેલા નહીં, પણ રાજનીતિમાં ફસાયેલા. સાઈબીરિયા ની બરફીલી ખુલ્લી જેલનાં નર્કમાંથી, આખરે ભાગવા મા સફળ થઈ ચુક્યા હતા. ત્યારે આનંદ ચરમ સીમાએ હતો, જે ક્ષણિક હતો. આગળ નો રસ્તો અને દિવસો ભયાનક હતા તે થી તેઓ બેખબર હતા. હવે તેમની સામે કોઈ દુશ્મન સૈન્યની ચોકી નહોતી. ચારેકોર માત્ર અંતહીન અનંત સફેદતા હતી. કાતિલ હાડ ગાળતી ઠંડી મા ભૂખથી પેટ અંદરથી સળગી રહ્યું હતું. ફ્રોસ્ટબાઈટ થી પગના આંગળા સડી ચુક્યા હતા. મનોબળ તૂટતાં ચાલવું તો દૂર, આંખ પણ બરફ ની સફેદી મા જોવું ભૂલી હોય તેવું હવે લાગતું હતું. જીજીવિશા મા દરેક પગલું જીવતા રહેવાની ઈચ્છા અને મરવાની તૈયારી વચ્ચે ક્યારેક અટકતું, ક્યારેક ચાલતું રહેતા, જેલ પાછળ રહી ગઈ હતી. તેઓ દિશા ભૂલ્યા, અને હવે મુક્તિ આગળ નહોતી,માત્ર બરફ. ઇવાન નકશા વિના, આકાશના તારાઓ વાંચવાનો પ્રયાસ કરતો હતો, પણ શિયાળા મા અહીં આકાશ અને ધરતી અહીં એક જ રંગના હતા. દિશાઓ ભ્રમીત થઈ બરફ મા ઓગળી ચુકી હતી. તેઓ ઉત્તર તરફ ચાલ્યા—જ્યારે જીવન દક્ષિણમાં હતું . બીજાજ઼ દિવસે જ ભૂખે માણસની માનવતા બદલાઈ જાય છે. ત્રીજા દિવસે માણસ પોતે જ ગુમ થઈ જાય છે. માર્ક, ડૉક્ટર, પોતાના ભાગનો ખોરાક બીજાને આપતો રહ્યો. ચોથા દિવસે તે ઊંઘ્યો—અને ફરી ઉઠ્યો નહીં. બરફમા તેને કોઈ સ્મશાનની જરૂર રાખી નહીં. હાન્સે ઠંડી મા ઠરેલા હાથથી રેડિયો સીગ્નલ આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેની આંગળીઓ ઠંડી મા કાળી થઈ નિષ્ક્રિય થઈ ગઈ હતી. સીગ્નલ આવતાં પહેલાં એ ખુદ શાંત થઈ ગયો, ડીમ થતાં બીપ બીપ — જાણે અવાજને પણ ઠંડી લાગતી હોય. લિયોન, કવિ, હલતા ચાલતાં ચાલતાં બરફ પર શબ્દો લખતો. “જો હું મરી જાઉં, તો મારા લખેલા શબ્દો બચશે.” પણ સવાર સુધી શબ્દો પર બીજો બરફ પડતા બરફ મા બંધ થઈ ઓગળી ગયા.અને એ ખુદ પણ દફન થઈ ગયો. પાંચમા દિવસે તેમને ધુમાડો દેખાયો. આશા જીવતી થઈ. નજીક ગયા—તો એ જેલની જ ચિમની હતી. તેઓ ફરી એ જ જગ્યા પાસે આવી પહોંચ્યા, જ્યાંથી ભાગવાની શરૂઆત કરી હતી. નિકોલાઈ ભાંગી ચુક્યો હતો, તે ઘૂંટણે બેઠો. એ પૂર્વ રક્ષક હતો. “અહીં થી ભાગવું એ મારી ભૂલ હતી… હું ખોટો તમારે રવાડે ચડ્યો અને ખોટા આદેશો માન્યા.” એ રાતે બરફે એને પણ માફી આપી નહીં. હવે ત્રણ જ બચ્યા—અલેક્સી, ઇવાન અને યૂસુફ. યૂસુફના પગના આંગળા સડી ગયા હતા. એ લંગડાતો હતો, પણ મનોબળ અને મુક્તિ ની જંખના સબળ, એ ભાંગ્યો કે તૂટ્યો નહોતો. એ બોલ્યો: “રસ્તો ખોટો હતો,તો શું ચાલવું બંધ કરવું? ખોટી દિશા બદલી શકાય.” તેઓ પાછા વળ્યા. આ વખતે કોઈ નકશા નાં સાથ વગર —કુદરત ને આશરે,એકબીજાની છાયા જોઈને. સાતમા દિવસે, દૂર નાનું ગામ દેખાયું. આ ધુમાડો સાચો હતો. બસો માઈલની સફર પછી, હવે ગામ માત્ર બે ફરલાંગ દૂર હતું. પણઃ ગામ મા અંદર બેજ પહોંચ્યા. અલેક્સી ગામ નાં રસ્તામાં જ ઠંડીમાં બેસી ગયો. વર્ષો પછી, ઇવાને આ કથા લખી. અંતે એક જ વાક્ય ઉમેર્યું: “સાયબિરિયામાં અમે રસ્તો ભૂલ્યા હતા. પણ ભૂખ, ફ્રોસ્ટબાઈટ અને બરફ વચ્ચે— આખરે અમે માણસ હોવાનો રસ્તો શોધી લીધો.” કેમનું રહેશે


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati story from Abstract