STORYMIRROR

Kalpesh Patel

Thriller

4  

Kalpesh Patel

Thriller

અધૂરો ચહેરો

અધૂરો ચહેરો

3 mins
0

🎨અધૂરો ચહેરો

સુશાંત મલ્હોત્રા એક અંતરમુખી અલગારી કલાકાર હતો.એટલો શાંત કે લોકો એની હાજરી ભૂલી જતા.પણ એની બનાવેલી પેઇન્ટિંગ્સ…જીવંત અને બોલતી 
એ ક્યારેય ભૂલાતી નહીં.

સુશાંતની નજર ની નાજાકતાની શું વાત, જેને અને જ્યાં જુવે ત્યાં રીસ્તો કાયમ કરી લે તેવી વેધક.

એના ચિત્રોમાં આંખો ખાસ વાત કરતી—જાણે કે કેનવાસમાંથી બહાર ડોકાઈ જોઈ રહી હોય,બાકી ચિત્રોમાં ચહેરા કાયમ અધૂરા હતા—

ક્યારેક નાક વગર,કે ક્યારેક કાન  વિના,
પરંતુ દરેક ચિત્ર મા તાકી રહેતી તરસતી કાતીલ આંખોની નજર અચૂક રહેતી .
લોકો કહેતાઃ

“સુશાંત માનવના આંતરિક અંધકારનાં અતીતને ચિતરે છે.”

હકીકતમાં,સુશાંત પોતાનો જ ભૂતકાળ ચિતરતો હતો.સુશાંતને રાતે ઊંઘ કદી આવતી નહોતી.

રાત્રે એને અંતર સ્ફૂરણ થતી અને કોઈ ગેબી અવાજ સંભળાતા.આ એક વાત જે બીજા થી અજાણી હતી…

સુશાંત કોઈને પણ પોતાનાં પેઇન્ટિંગ્સ  બનાવવાની પ્રક્રિયા જોવા દેતો નહોતો. રોજ રાત્રે ૧૨ વાગ્યે એ પોતાનાં સ્ટુડિયોનો અગલો દરવાજો બંધ કરી દેતો,અને પાછલા દરવાજેથી પાછો જઈ,સ્ટુડિયોમા આખી રાત વિતાવે,અને સવારે નવી પેઇન્ટિંગ તૈયાર.

એક દિવસ સુશાંતની સાથી,આર્ટ ક્રિટિક સહેલી પટેલને  સુશાંતનાં એક ચિત્રમાં કંઈક અજીબ લાગ્યું.ચિત્રમાં દેખાતી સ્ત્રીની આંખોમાં ડર હતો…અને એનાં કપાયેલ કાનની બુટ પાસે એક નાનો પણ તાજા ઘા જેવી લોહીયાળ રેખા.

આર્ટ ગેલેરી મા રહેલા તમામ ડરમણાં ચિત્રોમા કોઈ ફૂસફૂસાટ, હાસ્ય, રડણ…કરતા જીવંત લગતા  ચિત્રમાંથી કોઈ અવાજ નહોતા.છતાં જોનાર નાં મન મા તેમની વ્યથા નો પોકાર  અંદરથી અચૂક સંભળાતો રહેતો.

સહેલી, તો સુશાંત ની બાળપણની દોસ્ત, રહેલી,સ્કૂલ થી સાથે.અને તેથી એ જ એક એવી વ્યક્તિ હતી જે સુશાંતના સ્ટુડિયોમાં ગામે ત્યારે be રોકટોક જઈ શકતી.

એક દિવસ સહેલીએ પૂછ્યું, હે સુશાન તું આવડો હોનહાર કલાકાર પણ,

“તારા ચિત્રોમાં બધાં ચહેરા દુઃખી કેમ હોય છે?”
સુશાંતે કોઈ વિશેષ નોંધ વગર,જવાબ આપ્યો,

“કારણ કે માનવીનો સાચો ચહેરો કદી ખુશ હોતો  નથી.”

આ દિવસોમાં એકાએક,શહેરમાં લોકો ગુમ થવા લાગ્યા. ગુમથનાર મા કોઈ કનેક્શન નહોતું—ઉંમર, જાત, ધર્મ… કંઈ નહીં.

પણ સહેલીએ એક વસ્તુ ની નોંધ લીધી કે, પેપરમા ગુમસુધામા જાહેર થયેલ વ્યક્તિ ને મળતી જુલતી તસ્વીર આધારિત , બીજે દિવસે સુશાંતની નવી પેઇન્ટિંગ સુશાંત ની આર્ટ ગેલેરીમાં ડિસ્પ્લે માટે તૈયાર હોય અને પેઇન્ટિંગમાં…નીચે કાંઈ અચૂક લખાણ રહેતું..

આજનુ પેઇન્ટિંગ જોઈ, સહેલીને ચહેરો ઓળખાય એવો લાગતો હતો,પણ પૂરતો નહીં.જાણે તેની સ્મૃતિ અધૂરી રહી, સહેલીને આજે સાથ આપતી નહતી .

દિવસ ભર ની દોડધામ પાછી, તે રાત્રે સહેલી સુશાંતના સ્ટુડિયોમાં પહોંચી.પાછલો દરવાજો અડધો ખુલ્લો.
અંદર સુશાંત કેનવાસ સામે ઊભો.
તેના હાથ મા બ્રશ કે રંગ નહોતા.



સુશાંતનાં હાથ કાંપી રહ્યા હતા.
તેની સામે કેનવાસ પર સહેલીનો સુંદર ચહેરો,પણ બધા ચિત્ર વિપરીત આ પેઇન્ટિંગ મા સહેલી ખુદની આંખો બંધ.

“સહેલી,તું આખરે  આવી, પણ થોડી વહેલી ” સુશાંત ધીમે બોલ્યો.

“હું આજે તને મારા સપનામાં જ પૂરી કરી નાખવા માંગતો હતો ”

સહેલી, ડરી બે પગલાં પાછળ હટી.
“સુશાંત… આ શું તમાશો છે?”

સુશાંતનો સૌમ્ય અવાજ બદલાઈ ગયો.

“જ્યારે લોકો મારી નોંધ નહોતા લેતા ,
ત્યારે હું એમની છબી મારી આંખના કેમેરા મા સાચવી લેતો.અને તેઓ બહાર નહતા રહી શકતા ,પણ તેઓ બધાજ મારી અંદર… હંમેશા રહે જીવંત છે.”

સહેલીને અચાનક યાદ આવ્યું, સુશાંત ને 
બાળપણમાં થયેલો એક અકસ્માત.
સુશાંત ઘણા દિવસો સુધી બોલ્યો નહોતો.
સાયક્યાંલિસ્ટ ડોક્ટરે કહ્યું હતું:

“એ પોતાની અંદર લોકો અને દુનિયા વસાવી  રહ્યો છે.”

સહેલી ભાગી.સીધી પોલીસ સ્ટેશન,
પોલીસ આવી.સુશાંત શાંતિથી બેઠો હતો.
એણે કહ્યું.

“મારા ચિત્રો ખોટા નથી.
ખોટી તો દુનિયા છે.
જે જીવતાં લોકોને જોઈ શકતી નથી.”
આખરી દૃશ્યમાં, પોલીસ તેને કોઈ આધાર વગર પકડી લઇ ગઈ.
સ્ટુડિયો ની દિવાલ પર એક ચિત્ર.
ખાલી કેનવાસ.
નીચે લખેલું:

“હજી આજનો એક ચહેરો બાકી છે.”

અને સહેલીને લાગ્યું, સ્ટુડિયોમાં કોઈ બીજું છે,કોઈક એને હજુ પણ જુવે છે.....

હવે પાછી.....???????

સહેલી સ્ટુડિયોમાંથી બહાર નીકળી ગઈ, પણ એની અંદર કંઈક રહી ગયું હતું—એક અદૃશ્ય નજર, એક અધૂરી યાદ, એક ચહેરો જે આખો થવો બાકી હતો.  
પોલીસે સુશાંતને લઈ જતાં પહેલાં, એણે છેલ્લો વાર કેનવાસ તરફ જોયું.  
એ ચિત્ર હવે ખાલી નહોતું.  
એમાં એક નવી આંખ ઉમેરાઈ ગઈ હતી—એવી આંખ જે સહેલીની લાગતી હતી, પણ… થોડી અલગ.  
અને એ આંખ… blink કરી.



Rate this content
Log in

Similar gujarati story from Thriller