અમારી છે આ જિંદગી
અમારી છે આ જિંદગી


‘આર્યા,મૂકી દે ને બેટા…. . . નાસ્તો ઠંડો પડે છે’, ડિમ્પલબેને ફરી બૂમ પાડી કહયું.
‘ઓકે મોમ. . . જસ્ટ ટુ મિનિટસ,હવે પૂરું થવા જ આવ્યું છે’,આર્યા બોલી.
બસ રોજની આજ ધમાલ ઘરમાં. આર્યા ઓફિસનું કામ ઘર લઈ આવે ને અડધી રાત સુધી કામ કરે ને સવારે ઉઠી પાછી મંડી પડે. ડિમ્પલબેનને આર્યાનું કામ તો ગમે પણ એને આટલી બીઝી જોઈ એ ચિંતામાં પડે અને તેના કારણે બબડાટ કરે. અશોકભાઈ મા -દિકરીની આ નોકઝોક જોઈ મલકાયા કરે. એમને તો આર્યાની કામ પ્રત્યેની ધગશ જોઈ છાતી ગજ ગજ ફૂલે. બાપ તેવી બેટી…. ના ના બેટો.
ખરેખર ખૂબ સુખી પરિવાર. ડિમ્પલબેન અને અશોકભાઈએ બંને દીકરીઓને ખૂબ પ્રેમથી મોટી કરી. ભણાવી-ગણાવી પગભર કરી. લોકોએ કીધું કે દિકરી એટલે સાસરે જ મોકલવાની પણ આધુનિક સમયના સુપર મોમ- ડેડ હતા તેઓ. દિકરીઓની ઇચ્છા મૂજબ એમને અભ્યાસ કરાવ્યો અને બન્યું પણ એવું જ કે દેવાંશી અને આર્યા ખૂબ ભણી.
પહેલાં સંયુક્ત કુટુંબમાં રહેતાં હોવાથી પરિવાર જીવનથી બંને કેળવાયેલી અને પછી છૂટાં પડયા ત્યાં સુધીમાં સમજણી થઈ ગયેલી. આમ પણ ડિમ્પલબેન શિક્ષકા અને અશોકભાઈ વકીલ એટલે બંને દિકરીઓને લાડ અને સંસ્કાર બંને સાથે ઉછેરી. દેવાંશીના ગયા વર્ષે જ મેરેજ કર્યા…. તે પણ લવ મેરેજ. કાષ્ટ જુદી હતી છતાં એની સાથે ડૉકટરી ભણતાં છોકરા સાથે એને ડિમ્પલબેન અને અશોકભાઈએ પરણાવી.
દિકરીઓને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે એમ માનતા આ દંપતિને કયારેય કોઈ ફરિયાદ નહોતી. હા, પણ એ બેદરકાર નહોતા. ધ્યાન પણ એટલું જ રાખતા. આર્યા કંપનીની મેનેજર હતી. મલ્ટીનેશનલ કંપની એટલે કામનું ખૂબ ભારણ રહેતું પણ એ પહોંચી વળતી પણ એનું ટાઈમ ટેબલ ડિમ્પલબેનને માફક ન આવતું.
કોક ‘દી રસોડામાં રોટલી બનાવતી બનાવતી ફોન પર વાત કરતી હોયતો કોક ‘દી જમતાં જમતાં કોલ આવે તો ઉભી થઈ જાય. ડિમ્પલબેન તો માથે હાથ દે. ત્યારે અશોકભાઈ એમને સમજાવતાં કહે, ‘જો ડિમ્પલ, શી ઈઝ રીસપોન્સીબલ પર્સન, એણે એલર્ટ રહેવું જ પડે’.
ત્યારે ડિમ્પલબેન કહે, ‘શું પણ અશોક ,એ બહુ વર્ક કરે છે, એના ખુદના માટે ટાઈમ નથી કાઢી શકતી. આઈ એમ અફ્રેડ અશોક કે આ બીઝી લાઈફ એને સાચી જિંદગીથી દૂર ના લઈ જાય’.
ડિમ્પલબેનના આ ડરને કાઢવા અશોકભાઈ કહેતાં, ‘અરે,યાર તું પણ શું, ડોન્ટ જજ હર. એને એક વિકાસશીલ વુમન તરીકે જો ડિમ્પલ. એ કેટલી સકસેસફૂલ છે એન્ડ શી ડીઝર્વ મોર. એની સ્ટ્રેન્થ જો. શી કેન હેન્ડલ. બટ માનું હદય એ માનું હદય. એમની ઈચ્છા એવી કે આર્યા થોડીક રીલેક્સ રહે અને એટલે જ લેપટોપ લઈને બેસેલી આર્યાને ડિમ્પલબેન જાણી જોઈ ગાર્ડનિગમાં હેલ્પ કરવા કે કીચનમાં કંઈ કામ માટે બોલાવે. નવા બુકસ લાવી તે વાંચી સંભાળાવવા કહે. વીકમાં એકવાર આંગણામાં સાથિયો આર્યાએ જ બનાવાનો. ફરવા જવાનું તો એવા જ પ્લેસ પર જયાં નેચર હોય. આ બધું જ એની ગેઝેટેડ લાઈફથી થોડીવાર એને દૂર રાખવાના પ્રયત્નો. તેથી જ પણ એની સ્ફૂર્તિ જળવાય રહેતી.
હવે આર્યાના મેરેજ માટેની વાત ચાલે છે. અશોકભાઈ સીધા આર્યાને પૂછે છે, ‘બેટા,એની વન?’ને આર્યા ધડામ દઈ જવાબ આપે છે, ‘નો વન ડેડ,નો ટાઈમ ફોર ધેટ એન્ડ આઈ થીંક ભગવાન મારા લાયક કોઈ બનાવાનું ભૂલી ગયા છે’, ને ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું ઘરમાં.
ત્યાં ડિમ્પલબેન બોલ્યાં, બટ બેટા,ધીસ ઈઝ ધ ટાઈમ, યુ ચૂઝ વન’. તો આર્યા કહે,’સી. . . તમે જૂઓ, મીટીંગ ફીકસ કરો, જોઈએ કોના નસીબ ખરાબ છે. . . હા. . . હા. . . હા’,ફરીથી હાસ્ય ફેલાય છે.
આર્યા માટે માંગા તો ઘણાં આવ્યા પણ અશોકભાઈની આ લાડકી અને સુપર ઈન્ડીપેન્ડન્ટ ગર્લ માટે કોઈ સામાન્ય તો ચાલે જ નહીં. બધાંમાં અલય નામના છોકરા તરફ ધ્યાન વધુ ગયું. તેથી અશોકભાઈની નજર અલય પર ઠરી. અલય. . . ધ સુપર હેન્ડસમ બોય. એક બિઝનેસ મેન. સ્માર્ટ અને ઈન્ટીલીજન્ટ. અશોકભાઈ એ તો રીતસરની એની જાસૂસી કરી એમ કહો તો ચાલે.
આખર તેમણે આર્યાને કહયું, ‘બેટા,આઈ થીંક અલય એ પરફેક્ટ મેચ છે. બાકી તું મળી લે. તું કહે તે ફાઈનલ.
‘ઓકે ડેડ, જોઈએ કીસમે કિતના હૈ દમ!’,ને બાપ દિકરી હસી પડયા.
અલય અને આર્યાની મીટીંગ ફિકસ થઈ. બંને જ એકદમ ફ્રીલી વાત કરી ,ફયુચર પ્લાન ડીસકસ કર્યા અને આ ડીસકસનમાં ઘણું બધું સરખું મળતું આવતું એવું બંનેને લાગ્યું. સો બંનેએ ઘરે જઈ હા પાડી દીધી.
પછી શું. . નેકસ્ટ સંડે એન્ગેજમેન્ટ અને એક મહિનામાં મેરેજની તારીખ લઈ લીધી. સગાઈ થઈ એટલે દેવાંશી તો પિયર રહેવા આવી ગઈ. નાની બેનના લગ્ન એને એન્જોય કરવા હતાં. બરાબર શોંપિગ ચાલે. કામનું લીસ્ટ લાંબુ હોય ને તેમાં આર્યાનું કામ…. બાપ રે!. ડિમ્પલબેન આર્યા ને ખીજાય જતાં ને કહેતાં ‘આર્યા યુ નોવ બચ્ચા, તારા મેરેજ છે એન્ડ તું આ કામમાં અલયના કોલ પણ રીસીવ કરતી નથી. આઈ ડોન્ટ લાઈક ઈટ’.
ડિમ્પલબેનનો ગુસ્સો જોઈ દેવાંશી આડી આવી જતી ને કહેતી, ‘મોમ ,હું સમજાવું એને. તમે શાંત રહો. તમારી તબિયત બગડી જશે પ્લીઝ’. તો ડિમ્પલબેન કહેતાં, ‘દેવું સમજાવ આ ગાંડીને, આ લગ્ન છે, બિઝનેસ ડીલ નહીં. લાઈફનો સવાલ છે. ’
ડિમ્પલબેનના ગયા બાદ દેવાંશીએ આર્યાના કાન ચીમળતાં બોલી, ‘આરુડી,હવે તો મોમ ડેડ ને ના પજવ. યાર તારું કામ મૂકને. કોન્સન્ટ્રેટ ઓન મેરેજ. એન્જોય એવરી મોમેન્ટ.
‘હા! દી બટ મી એન્ડ અલય. . . અમે બંને અમારા કામને લઈને કલીયર છીએ. ધેર ઈઝ નો ઈસ્યુસ. યુ ડોન્ટ વરી,’આર્યા ફરી લેપમાં માથું નાખી બોલી.
‘આઈ હોપ સો,’દેવાંશી હતાશ સ્વરે બોલી. એના આવા અવાજથી આર્યાને આશ્ચર્ય થયું અને એ બોલી, ‘દી, એની પ્રોબ્લેમ? આપણે શોપિંગ કરતા હતાં ત્યારે પણ જીજૂના બહુ કોલ આવતાં હતા એન્ડ યુ ઓલ્સો લુંકીગ નર્વસ. પ્લીઝ ટેલ વોટ હેપપ્ન?’
‘નથીંગ આરી,લીવ. . . ચાલ તું અલયના ફેમિલી મેમ્બર્સ વિશે કે. . તું ગઈ ‘તી ને ગઈકાલે! કેવાં છે એ લોકો?. . દેવાંશીએ વાત બદલતાં પૂછયું.
‘એ બધા સુપર્બ. બધાં ફુલ્લી પ્રેકટીકલ લાગ્યા એન્ડ દી. . . મને તો એ બહુ ગમ્યું કે એ લોકો સિમ્પલ મેરેજ માટે માની ગયા,’આર્યા ખુશ થતાં બોલી અને દેવાંશી વિચારમાં પડી ગઈ. એના ચહેરા પર ઉદાસી ઉતરી આવી. આંખોના ખૂણામાં પાણી ભરાયા ને એણે ધીમે રહી લૂછી લીધા.
બે દિવસ બાકી રહયા આર્યાના લગ્નને. ઘરમાં ધમાલ જ ધમાલ. ફાઈનલી ધ ડે કમ. પરંતુ આટલા દિવસમાં આર્યાએ ઓબઝર્વ કર્યું કે દી ને કંઈક તો પ્રોબ્લેમ છે. જયારે પૂછે ત્યારે એ ટાળી દેતી. આર્યાએ ડીસાઈડ કર્યું કે મેરેજ પતે પછી મોમ ડેડ સાથે મળી દી સાથે વાત કરશે.
ખૂબ મોજથી અને શાંતિથી આર્યાના લગ્ન થયા. તે સાસરે ગઈ. ડિમ્પલબેન અને અશોકભાઈને અલયના મોમ-ડેડે કહયું, ‘તમે ચિંતા ના કરશો, આજથી અલય તમારો દિકરો અને આર્યા અમારી દિકરી. અલય બોલ્યો,’મોમ-ડેડ. . . આર્યા મને મારશે તો હું અહીં આવી જઈશ’,ને બધાં ખડખડાટ હસી પડયા. આર્યાની વિદાય થઈ.
લગ્નના બે દિવસ પછી દેવાંશી પણ સાસરે જવા તૈયાર થઈ. તેનો પતિ ભાર્ગવ તો લગ્નની રાતે જ નીકળી ગયો હતો. દેવાંશીએ સાસરે પહોંચી આર્યાને કોલ કર્યો. આર્યા એની સાથે લડવા લાગી, ‘દી એટલીસ્ટ કહેવું તો જોઈએ, મને એમ કે તું રોકાઈશ, આઈ હેવ અ પ્લાન… પણ તું જતી રહી યારરરરરરર…. . આવું કરવાનું?’
‘અરે! ચીલ બેબી ચીલ, તું તારી ન્યુ મેરીડ લાઈફ એન્જોય કર. હું કયાં દૂર છું. મળશું બટ તું નજીક છે તો મોમ ડેડનું ધ્યાન રાખજે એન્ડ બડી…. પ્લાન યોર હનીમૂન. . . રહી ગયા તો પછી નહીં જવાય. રીમેમ્બર ધેટ,’દેવાંશી હસતાં હસતાં બોલી.
‘દી,આર યુ ઓકે ના?સાચું બોલજે’. . . તને…. આર્યા આગળ બોલે તે પહેલાં દેવાંશી વચ્ચે બોલી પડી…’આરી, તારા જીજૂને લેટ થાય છે,હું પછી કોલ કરું. . બબાય’, દેવાંશી એ કોલ કટ કર્યો.
આર્યા મોબાઈલ હાથમાં રાખી વિચારમાં પડી ગઈ. દી ને કંઈક તો પ્રોબ્લેમ છે જ. બટ એ કહેતી નથી. ત્યાં અલય પાછળ આવી બેસી જાય છે એને ખબર પડતી નથી. અલય એને કમરથી પકડે છે ને એ ચોંકી જાય છે. અલય પૂછે છે, ‘વોટ હેપપ્ન હની, એની પ્રોબ્લેમ?’ આર્યા અલયને વાત કરે છે તો અલય કહે છે, ‘ઓ યાર. . ઈટસ સો સિમ્પલ… ચાલ હજી બે દિવસ આપણા હોલી ડે છે તો આપણે દી ના ઘરે જઈ આવીયે. ’અલયનો આઈડીયા સાંભળી આર્યા એને વળગી પડે છે.
અલયને આર્યા સરપ્રાઈઝ આપવાના હેતુ દેવાંશીને જણાવતાં નથી અને અચાનક એમના ઘરે પહોંચે છે. દેવાંશી ઘરમાં નથી હોતી,એના સાસુ બંનેને વેલકમ કરે છે. થોડીવારમાં દેવાંશી અને ભાર્ગવ આવે છે. આર્યાને આવેલી જોઈ તે ખુશ થવાને બદલે ડરી જાય છે પણ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરે છે. બધા જબરદસ્ત નવા કપલની આગતાસ્વાગતા કરે છે પણ દેવાંશીનો ચહેરો ચાડી ખાય છે કે કંઈક પ્રોબ્લમ તો છે.
આર્યા રાત્રે ડાઈનીંગ ટેબલ પર વાત મૂકે છે, ‘જીજૂ તમે પેલા બટરફલાય ગાર્ડનમાં લઈ જાવ ને અમને’. ભાર્ગવ હોંશથી હા પાડે છે. જયારે જમીને આર્યા પ્લેટસ કીચનમાં મૂકવા જાય છે, તો બાજુના રૂમમાં વાત કરતાં દેવાંશીના સાસુ-સસરાની વાત સાંભળે છે. એ કહે છે,’ ‘હમણાં રહેવા દો, એની બેન આવી છે, જાય પછી વાત’. આર્યાને ધકકો બેસે છે.
રાત્રે એ અલયને કહે છે, ‘અલય આઈ થીંક દી ને કંઈ ફેમિલી પ્રોબ્લેમ હોવો જોઈએ. કાલે એવું કરો કે મને ને દી ને થોડો ટાઈમ એકલો મળી જાય’.
‘ઓકે. . . ડાર્લિંગ. . શ્યોર,બટ કમ નીયર ના.. પ્લીઝ’,અલય આર્યાને વળગતાં બોલ્યો. ’નો પ્લીઝ… યુ આર ઓલવેઝ, એમ ગુસ્સો કરતી આર્યા પોતાને છોડાવી રૂમની બહાર નીકળી ગઈ. તે દી ના રૂમ તરફ ગઈ તો એને દી ના રડવાનો અને કરગરવાનો અવાજ આવતો હતો.
આર્યાને ઠીક તો ના લાગ્યું પણ એનું મન ન માન્યું એટલે એણે દરવાજા પર કાન માંડયા. દી રડતી જઈ બોલતી હતી, ’તમે મને ડાયવોર્સ આપી દો. હું એટલી કેપેબલ છું કે એકલી જીવી શકું. હવે મારાથી સહન નથી થતું. બેબી નથી થતું એમાં મારો શું વાંક? ઓલ રીપોટ્સ આર નોર્મલ એન્ડ તમારી મોમના રોજના ટોણાંથી હું પરેશાન થઇ ગઈ છું. બહાર સ્ટેટસની વાત કરે છે, સમાજમાં એક ફ્રી માઈન્ડ એન્ડ ખૂબ જ અંડરસ્ટેન્ડીગ
પીપલની ઈમેજ છે અને ઘરમાં…. . ’ડૂસકું ભરે છે.
‘બટ,દેવું… આઈ લવ યુ. મે તને કદી કંઈ કીધું છે. મોમ ડેડની ઈચ્છા ન હતી ને મેં તારી જોડે મેરેજ કર્યા અને હવે હું જુદો થઈ જાવ તો સમાજને કહેવાનો ચાન્સ મળી જાય ને તું પણ સમજે છે કે હું મોમને કંઈ કહી શકતો નથી’, ભાર્ગવ ઉદાસ સ્વરે બોલ્યો.
‘આઈ નો ભાર્ગવ, તેથી જ હું સહી લઉં છું પણ હવે નહીં સહન થાય. મોમ રોજ મને કહે છે કે ભાર્ગવને કારણે નહિ તો મારું ઘર ભરાઈ જાત એટલું અમારી કાષ્ટમાં રિવાજ છે એન્ડ એમણે મારી જોબ પણ છોડાવી દીધી પોતાની મિલેનિયર ઈમેજ ખાતર એન્ડ નાવ બેબી. . . ભાર્ગવ . . હજારો ઓપ્શન છે બેબી માટેના…વી આર મોર્ડન… વી આર એજયુકેટેડ… તો શા માટે આવું થીંકીંગ? શું મોર્ડાનિટી કપડાં અને એટીટયૂડમાં જ……’,દેવાંશી જોરથી રડી પડી.
ભાર્ગવ નિ:શબ્દ હતો. દેવાંશી ફરી બોલી ભાર્ગવ હું ધારું તો મોમની સામે થઈ શકું બટ એ મારા સંસ્કાર નથી. મારા મોમ ડેડ તો આજે મને એકસેપ્ટ કરી લેશે. દુ:ખી ના જોઈ શકે બટ મારે લાચાર બિચારી નથી બનવું. મારી લાઈફના કારણે આર્યાએ એની સાસરીમાં સાંભળવું ન પડે બસ એટલાં ખાતર હું ચુપ છું. ’
થોડીવાર ચુપ રહી દેવાંશી ફરી બોલી, ‘ભાર્ગવ આપણે લવ મેરેજ કર્યા તો મારા મોમ ડેડ એક સેકન્ડ પણ નારાજ ના થયા. મારી ખુશી જ એમના માટે ઈમ્પોર્ટન્ટ હતી એન્ડ હું એવું સમજતી હતી કે અહીં પણ બધાં ઓપન માઈન્ડેડ છે બટ. . . નો આઈ વોઝ રોંગ. . . યુગો બદલાશે પણ સ્ત્રીની સ્થિતિ નહીં બદલાય,એ પાકકું. ’
ભાર્ગવથી સહેવાયું નહીં તેણે દેવાંશીને બાહોમાં લીધી અને રડી પડયો. દેવાંશી સમસમી ગઈ. એને લાગ્યું કે વગર વાંકે એણે ભાર્ગવને બહુ બધું બોલી દીધું. ભલે એ સત્ય હતું પણ એમાં ભાર્ગવનો શું વાંક?એ હંમેશાં સપોર્ટીવ રહયો.
દરવાજા પાસે ઉભેલી આર્યાના તો પગ નીચેથી જમીન સરકી ગઈ. દી આટલું બધું સહન કરે છે. . . માય ગોડ. . . તે ધીમે રહી રૂમમાં ચાલી ગઈ. એણે જોયું અલય ઘસઘસાટ ઊંઘી ગયો હતો. એ પણ બેડ પર પડી પણ ઊંઘ આવતી નહોતી. વિચારમાં ને વિચારમાં અડધી રાત પૂરી થઈ ગઈ ને જેમ -તેમ એની આંખ લાગી.
સવારે બધાએ ચા-નાસ્તો કર્યો અને ઉપડયા ફરવા. ગાર્ડનમાં જઈ ચારેય ફરવા લાગ્યા. ત્યાં સામે ઝૂ હતું. અલય બોલ્યો,’ચાલો એનિમલ્સને જોઈએ’. તો તરત આર્યા બોલી, ‘તમને જોઈ લીધા બસ હવે વધુ શું જોવું!’એટલે અલયે જીભડો કાઢયો તો આર્યાએ મો મચકોડયું.
દેવાંશી તો આર્યાને ખીજાઈ પડી, ‘આરી આવું ના બોલાય’. તો આર્યા દેવાંશી ને ગળે હાથ દઈ બોલી,’ દી. . . આઈ એમ જસ્ટ જોકીંગ’. પછી તરત અલય બોલ્યો,’ભાર્ગવ બ્રો આપણે ઝૂ જઈએ અને આ બે બટરફલાયસને બટરફલાયસ પાસે મૂકી જઈએ…’
ભાર્ગવ કંઈ બોલે તે પહેલાં આર્યા બોલી પડી, ‘ઓકે ડન, એમ પણ તમે લોકો બહુ બોરીંગ છો. . . ગો. . ગો…’અને દેવાંશીનો હાથ પકડી ઝપાટાભેર બટરફલાય ગાર્ડનમાં ચાલવા લાગી. ભાર્ગવ અને અલય ઝૂ તરફ ગયા. અલયે આર્યા ને આંખોના ઈશારા કર્યા.
સુંદર મજાના રંગબેરંગી પતંગિયા ઉડતા હતા. દેવાંશી થોડી રીલેક્સ થઈ. તે બોલી, ‘આરી આપણને પણ મોમ ડેડે આવી રીતે જ રાખ્યા નહીં? બધી જ ઇચ્છાઓ પૂરી કરી,જે ભણવું હતું એ ભણવા દીધું, જયાં જવું હોય ત્યાં જવાની છૂટ ને જે દિલમાં હોય એ કહેવાનીય છૂટ’,આટલું બોલતાં દેવાંશીની આંખમાં પાણી ભરાયા.
આર્યા બોલી,’દી સે…. જે કહેવું હોય એ કહી દે. મેં કાલે રાતે તારી ને જીજૂની બધી વાત સાંભળી છે. સોરી ફોર ધેટ બટ તારે મને તો કહેવું જ પડશે. દિલ ખોલી દે દી. . . યુ વીલ બી રીલેકસ…. પ્લીઝ ટેલ મી એવરીથીંગ. ’
બંને એક બાંકડા પર બેસી ગઈ. દેવાંશી રડતાં રડતાં બોલી. આર્યાએ એના બંને હાથ પોતાના હાથમાં રાખ્યા હતા. તે બોલી, ‘આરી મેરેજની શરૂઆતમાં તો બધું ઠીક હતું બટ આફટર મન્થ મોમે અસલી સ્વરૂપ બતાવ્યું. પેલા વી આર ફ્રોમ બીગ એન્ડ પ્રેસ્ટીજીયસ ફેમિલી કહી આટલી મોટી હોસ્પિટલની મારી જોબ છોડાવી. પછી ઘરનાં નોકરોને કહી મને સંભળાવતા કે ભાર્ગવના અમારી કાષ્ટમાં મેરેજ કર્યા હોત તો આટલું આવત. એ તો ઠીક બટ હવે જયારે બેબી માટે પ્રિપરેશન કરીએ છીએ તો કહે છે કે બોય જ જોઈએ. અમે ટ્રાય કરીએ છીએ પણ રીઝલ્ટ આવતું નથી તો બોલે છે અને કહે છે તારામાં જ ખોટ છે. તારા બાપને પણ બે દિકરીઓ જ છે’,ને આટલું બોલી તે ધ્રુસકે ધ્રુસકે રડે છે.
આર્યા એના માથે હાથ ફેરવે છે. એ સ્વસ્થ થઈ ફરી બોલે છે, ‘આરી શું જિંદગી હતી નહીં. તને યાદ છે ને આપણા કરાટે ટ્રેનરને આપણે કેવો માર્યા હતો એન્ડ આપણે કેવા બાઈક લઈ ફરવા ઉપડી જતાં. મોમ કહેતી કે ઘરનું બધું કામ એટલા માટે શીખવાનું કારણ કે કામવાળા પર પણ ડીપેન્ડેડ ન રહેવું. પોતાના પગ પર ઊભું રહેવું એટલે માત્ર કમાવું નહીં પણ એક જવાબદાર પર્સન બનવું, સેલ્ફ સર્વિસ કરવી અને બીજાને કરવા પ્રેરણા આપવી. રામયણ -મહાભારતના સ્ત્રીપાત્રોને ડેડે ખરેખરા સમજાવ્યા ને વેસ્ટર્ન કલ્ચરની ય સાચી સમજ આપી.
આપણા ઘરમાં પચ્ચીસ વર્ષ સુધી એ અહેસાસ ના થયો કે આઈ એમ અ ગર્લ બટ અહીં તો પલપલ અહેસાસ કરાવે છે એન્ડ આ બધું ભાર્ગવની ગેરહાજરીમાં જેથી એ કંઈ બોલી ન શકે. યુ નોવ ને કે . . . મોમ એક મોટીવેશનલ સ્પીકર છે,મિસિસ શોભના દત્તા. . . ફેમસ પર્સન. . . કેટલા પ્રોગ્રામ કરે છે, પોઝીટીવ થીંકીંગના કલાસ લે છે ને ઘરમાં ઝીરો.
તું આવી તે પહેલાં ડૉકટર પાસે જ ગયા હતા. ભાર્ગવ કહે આપણે બેબી એડપ્ટ કરી લઈએ બટ મોમ. . . એમણે તો મને બોલાવી કહી દીધું આજ સવારે કે ભાર્ગવ ને ડાયવોર્સ આપી દે. આ ઘરનો વારસ જોઈએ મને.
‘પણ દી,જીજૂ તો કંઈ નથી કહેતા ને?’,આર્યા દયામણાં ચહેરે બોલે છે. ‘ના, નથી કહેતાં એ તો. હી લવસ મી અ લોટ બટ આઈ કાન્ટ સી હીમ લાઈક ધીસ. મને એમની જ ચિંતા છે ને આપણા મોમ ડેડની પણ. મને સૂસાઈડ કરવાનો હજારો વાર વિચાર આવ્યો બટ તમારા બધાંનો વિચાર કરી હું અટકી જાઉં છું.’
‘દી,એક વાત કહું, આપણા ડેડે આપણને મુસીબતો સામે લડતાં શીખવ્યું છે, ડરતાં કે ભાગી જતાં નહીં. વી આર સોલ્ઝજર્સ ઓફ અશોક પ્રજાપતિ. આવા વિચાર ના કરાય. તું જો. . . આનો પણ કંઈ રસ્તો નીકળશે. તું બસ હિંમત રાખ. એવરીથીંગ વીલ બી ઓકે’, આર્યા દેવાંશીને ભેટી પડી. એટલામાં અલયનો કોલ આવ્યો.
કોલ રીસીવ કરી આર્યાએ કહયું કે લંચ કરીએ. ચારેય ભેગાં થઈ લંચ કર્યું. પછી સી શોર ભણી ભાર્ગવે ગાડી હંકારી ને આર્યાને કહયું,’આરી તારી દી ના ફેવરિટ પ્લેસ પર જઈ જ આવીએ. તેં તો જોયું છે પણ અલયને બતાવીએ. ’ચારેય ત્યાં પાણીમાં રમ્યા,ધમાલ કરી. દેવાંશી ઘણી રીલેકસ હતી. સાંજે ઘરે પહોંચ્યા તો ગાડીમાંથી સામાન કાઢતાં ભાર્ગવે આર્યાને કીધું, ’આરી,તું આવી તે સારું થયું, દેવું થોડી રીલેકસ થઈ.’
તો આર્યાએ કહયું, ‘જીજૂ,યુ આર ગ્રેટ પણ તમે એકલા બહુ સહન કર્યું……. . તમારી તો પછી વાત’. ભાર્ગવ ખાલી સ્મિત આપે છે.
તે રાતે ચારેય મોડે સુધી બેસી રહયા. બીજે દિવસે અર્લી મોર્નિંગ નિકળ્યા. દેવાંશીની સાસુ હમેંશની જેમ એમને છોડવા આવી. આર્યાએ કીધું, ‘આન્ટી નેકસ્ટ તમારો પ્રોગામ અમારે ત્યાં રાખશું, તમારા મોટીવેશનની અમને જરૂર છે. ’ભાર્ગવના મોમે અભિમાનથી કહયું, ‘વાય નોટ, મારા સેક્રેટરીને પૂછી ડેટ ફીકસ કરીશું. ’ દેવાંશી ને આર્યા વળગી પડયા. આર્યાએ એના કાનમાં કહયું,’ દી લેટસ સી. . . જો હું કંઈક કરું છું.’બધાને બાય કહી નિકળ્યા.
આર્યા ગાડીમાં કંઈ વિચારમાં હતી. દી ને હેલ્પ તો કરવી જ જોઈએ. કોઈક આઈડીયા સુઝાડ ભગવાન એમ કરતી પાછી શું મારી સાથે પણ આવું જ થશે, શું અલય મને સમજશે કે પછી પુરૂષપ્રધાન માન્યતાવાળો હશે. શું અલયના પેરેન્ટ્સ પણ એવા જ હશે?એના મનમાં એની અને દેવાંશી બંનેના વિચારોનું જબરદસ્ત તોફાન ચાલતું હતું. ત્યાં અલયે ટોકી, ‘વેર આર યુ મૅડમ, હજી મન દી પાસે જ છે, વોટ હેપપ્ન હની? પ્લીઝ ટેલ. ’
‘અલય આઈ વોન્ટ ટુ ગો એટ માય હોમ. પ્લીઝ ડ્રોપ મી ધેર’
આર્યા ઉતાવળે બોલી. ‘ઓકે,ડાર્લિંગ બટ કે તો ખરી શું થયું છે દી ને?,અલયે પૂછયું. આર્યાએ અલય તરફ અમસ્તી જ સ્માઈલ કરી કહયું, ‘બધુ જ કહીશ હું તને જેમ્સ બોન્ડ, ડ્રાઈવ ફાસ્ટ. આ બળદગાડું નથી. ‘ઓ કેએએએએએ, સો લેટસ સી માય સ્પીડ એમ કરી અલયે ફાસ્ટ કાર ડ્રાઈવ કરી.
આર્યાને અલયને ઘરે આવેલા જોઈ અશોકભાઈ અને ડિમ્પલબેનની તો ખુશીનું ઠેકાણું ના રહયું. અલયની સરભરામાં બંને જણા લાગી ગયા એ જોઈ આર્યા ચિડાઈને બોલી, ‘મોમ ડેડ આઈ એમ ઓલ્સો હીયર, નોટ ઓનલી હી’.
‘બોલી,બોલી. . . જેલસ પર્સન, હું એ જ વિચારતો હતો કે આ માઈક ઓફ કેમ છે! જોયું મોમ ડેડ આ છોકરી કેટલી જેલસ છે, અલય મજાક કરતાં બોલ્યો. આર્યા અલયને મારવા પહોંચી ગઈ ને એ બંનેની ધમાલ જોઈ ડિમ્પલબેન અને અશોકભાઇ ખૂબ ખુશ થયા. એક હાશકારો અને સંપૂર્ણ સંતોષ એમના મનમાં છવાયો.
થોડીવારમાં અલય નિકળી ગયો અને આર્યા સાંજે આવીશ એમ કહી ત્યાં જ રોકાઈ. ડિમ્પલબેનને થોડું અજીબ લાગ્યું. એમને એમ કે બે -ત્રણ દિવસથી એ લોકો બહાર હતા તો આર્યાએ પહેલાં સાસરે જવું જોઈએ પછી ભલે આવતી પણ એ કંઈ બોલ્યા નહીં.
બપોરે ડિમ્પલબેન આરામ કરવા ગયા ત્યારે આર્યાએ ઈશારો કરી અશોકભાઈને પોતાની રૂમમાં બોલાવ્યા અને દેવાંશીની આખી વાત કરી. વાત સાંભળી ઘડીભર તો એ એકદમ ઢીલા થઈ ગયા. એવું લાગતું હતું કે રડી જ પડશે ત્યાં આર્યા બોલી, ‘ડેડ તમે આમ ઢીલા પડશો તો કેમ ચાલશે? મોમને કેમ સંભાળશુ. પ્લીઝ કંઈ રસ્તો વિચારવાનો છે આપણે સાથે મળી. ત્યાં તો ડિમ્પલબેન આવી ચડયા, ‘તમે બે બાપ દીકરી શું ઘૂસરપૂસર કરો છો કયારના? ચાલો મને કહો. . . આર્યા શું તકલીફ છે…. ?તેં સાસરીમાં કંઈ……. . એટલું બોલ્યા ત્યાં તો આર્યાએ એમનો હાથ પકડી એમને બેડ પર બેસાડતાં બોલી, ‘મોમ પ્લીઝ, તને તો, મારા પર વિશ્વાસ જ નથી. ઓકે,ચાલ હું જે કહું છું એ શાંતિથી સાંભળ.
આર્યા અને અશોકભાઈએ આખી વાત ડિમ્પલબેનને કરી. એ તો હેબતાઈ ગયા અને જોરથી રડી પડયાં. અશોકભાઈને કહેવા લાગ્યા, ‘જુઓ દેવુંના સાસરે જે આપવુ પડે, જેટલું આપવું પડે એ આપો. આપણી દિકરી ખુશ રહેવી જોઈએ. જાતને વેચી નાખવી પડે તો કંઈ નહીં. ’ત્યાં વચ્ચે આર્યા બોલી, ‘મોમ ગાંડા જેવી વાત ના કર આજ એક ડિમાન્ડ પૂરી કરશું તો કાલે બીજી કરશે એન્ડ ઈટસ નોટ અ સોલ્યુશન. બેબીના મામલામાં તું શું કરશે. . . બોલ. . . બોલ…. ? જો મોમ જરૂર છે થીંકીંગ બદલવાની. . . સમજી. ’
અશોકભાઈ ધીમેથી બોલ્યા,‘ જો ડિમ્પલ આરી સાચું કહે છે, વસ્તુ અને વૈભવથી કયાં માણસ ધરાય છે? એ તો ઓછો જ પડે છે જરૂર છે માનસ બદલવાની. દિકરીઓને ચંદ્ર પર પહોંચાડી, હવે ચેલેન્જ છે દિકરીઓને હદયમા પહોંચાડવાની. બદીઓ દૂર થશે દીકરીઓ પ્રત્યેના વિચારો આપમેળે બદલાશે.’
અશોકભાઈએ તરત જ ભાર્ગવને ફોન લગાવ્યો અને મોબાઈલ સ્પીકર પર મૂકયો. અશોકભાઈ નો કોલ જોઈ ભાર્ગવ બોલ્યો, ’સોરી ડેડ. . તમને આપેલું પ્રોમિસ તોડયું. હું દેવું ને ખુશ નહીં રાખી શકયો’. અશોકભાઈ બોલ્યા, ’બેટા! તમે તો તમારું પ્રોમિસ નિભાવ્યું પણ તમે બધું એકલા જ સહન કર્યું… આ બાપને કહેવું તો જોઈએ ને. ડોન્ટ વરી બધું ઓકે થઈ જશે. ’ ‘હા!ડેડ થશે જ, મને વિશ્વાસ છે ભગવાન પર છતાંય આઈ એમ સોરી.’
‘અરે! ના બેટા, ટેક કેર. જલ્દી મળીશું. ’એમ કહી અશોકભાઈ એ ફોન મૂકી દીધો. પછી ડિમ્પલબેનને કહયું, ’ડિમ્પલ હું કાનૂની કાર્યવાહી પણ કરી શકું છું બટ ભાર્ગવનો કોઈ વાંક નથી. એનો તો વિચાર કરવો પડશે ને આપણે. એ બિચારો મા અને પત્ની વચ્ચે પીસાય છે. બાકી હું કાલ મારી દિકરીને ઘર લઈ આવું. મને સમાજની કોઈ જ પડી નથી. મારી દીકરી ખુશ રહેવી જોઈએ બસ પણ આ માટે આરી કહે તેમ વિચારવું પડશે એન્ડ તારે દેવું ને હિંમત આપવાની છે હંમેશની જેમ,કમજોર નથી બનાવાની. ’
‘યસ મોમ,આપણે વિચારીએ કે હવે શું કરી શકાય. તું શાંતિ રાખ અને ચિંતા ના કરીશ. હું પણ ઘરે જાવું છું ને દી નો ફોન આવશે તો એકદમ નોર્મલી વાત કરજો. એણે મને તમને જણાવાની ના પાડી છે સો પ્લીઝ. ચાલો ડેડ મને ઘરે છોડી આવો’, આર્યા નીકળતાં બોલે છે.
આર્યા સાસરે પહોંચે છે. અલય ઘણાં દિવસે ઓફીસ ગયો હોવાથી લેટ આવે છે. બંને સાથે ડીનર કરે છે અને સૂવાની તૈયારી કરે છે ત્યાં અલય ફરી પૂછે છે અને આર્યા આઈ એમ ટાયર્ડ તો કાલ કહીશ એમ કરી અલયને વળગીને સૂઈ જાય છે. અલયને તે ગમતું નથી બટ એ લેટ ગો કરે છે.
બીજે દિવસે આર્યા ડાઈનીંગ ટેબલ પર અલય સાથે બ્રેકફાસ્ટ કરતી હોય છે અને એના સાસુ આવે છે. આર્યા તરત ઉભી થઈ, ‘મોમ સીટ હું તમને નાસ્તો આપું’ તો એના સાસુએ એને બેસાડી દીધી અને કહયું, ‘આર્યા, બેટા પહેલાં મને એ કે દેવાંશીને શું તકલીફ છે?’ આર્યા સ્તબ્ધ થઈ જાય છે અને મોં ખોલી બેસી રહે છે. એને આશ્ચર્યચકિત જોઈ તેઓ તરત જ બોલે છે, ‘આર્યા તને ખબર છે બેટા,તું “આઈ એમ અ ગર્લ” સબ્જેકટ પર કૉલેજમાં બોલી હતી. આર્યા આશ્ચર્ય અને ઉત્સાહ સાથે બોલે છે, ‘ હા, મોમ તમને કેવી રીતે ખબર?’
અલયના મોમ બોલે છે, ‘બેટા, હું એ ફંકશનમાં ચીફ ગેસ્ટ હતી. તે દિવસે જ તું ગમી ગઈ ‘તી. તારા ડેડ પણ ત્યાં જ હતાં. અમે વિચાર્યું કે જે શબ્દો તું બોલી નેચરલ પણ તું એવી જ હોય તો અલયને તારી સાથે મૂલાકાત તો કરાવી પછી જેવી ઉપરવાળાની ઈચ્છા.
આર્યા તો ખૂબ ખુશ થઈ અને બોલી , ‘એટલે મોમ આ તો પાંચ વર્ષ પહેલાંની વાત. ’ ‘યસ બેટા એન્ડ કહું યુ ડોન્ટ વરી, તું ખુલ્લા મને મારી સારે બધું શેર કરી શકે. અમારી પણ એક દીકરી છે ને તારે ના કહેવું હોય ને તોય વાંધો નહીં બેટા પણ વી આર વીથ યુ.
‘નો મોમ,સાચું કહું, દી ની હાલત જોઈ હું ડરી ગઈ તી. એનું ફેમિલી આપણી ફેમિલીની જેમ વેલ એજયુકેટેડ એન્ડ એડવાન્સ છે બટ તોય??’,આર્યા ઉદાસ સ્વરે બોલે છે.
અલય અને એના મોમ-ડેડ આર્યાને વીંટળાયને બેસે છે. અલય આર્યાનો હાથ હાથમાં લે છે. આર્યા બધી વાત કરે છે. આર્યાના સસરા વાત સાંભળી કહે છે, ‘બેટા,ચિંતા ના કરીશ,આપણે કંઈક વિચારીએ. યુ ડોન્ટ વરી. ’આર્યા શાંત થાય છે.
એક વીક પૂરું થાય છે. આર્યાએ જોબ જોઈન કરી લીધી હોય છે. રોજ દેવાંશી સાથે વાત થાય છે અને એક દિવસ તે કહે છે કે એના સાસુ વિમન્સ કોલેજમાં લેકચર માટે જઈ રહયાં છે જેનો સબ્જેક્ટ છે… ‘સેવ ધ ગર્લ ચાઈલ્ડ’. આ આર્યા સાંજે અલય સાથે આ વાત કરે છે અને અલયના મનમાં એક જબરદસ્ત આઈડીયા આવે છે.
તે આર્યાને લઈ અશોકભાઈ અને ડિમ્પલબેન પાસે પહોંચે છે. ત્યાં પોતાનો પ્લાન કહે છે. ત્યાંથી આર્યા અને અલય પોતાના બે-ત્રણ ફ્રેન્ડસને ફોન કરી દે છે અને સીધા કોફી શૉપ પહોંચે છે. આખો પ્લાન રેડી કરી દેવાંશી અને ભાર્ગવને કોલ કરી આખો પ્લાન સમજાવે છે. બધાં રેડી થાય છે.
અલયને પોતાના ઘરનાં પ્રોબ્લેમના સોલ્યુશન માટે મથતો જોઈ આર્યા તેના પર વધુ વારી જાય છે. એની નજરોને પકડી પાડતાં અલય ધીમેથી એના કાનમાં કહે છે, ‘લવ કે લીયે સાલા કુછ ભી કરેગા’ અને આર્યા મોં મચકોડે છે.
વિમન્સ કોલેજમાં દેવાંશીના સાસુ શોભનાબેનનું ભવ્ય સ્વાગત થાય છે. એમના વક્તવ્ય માટે શ્રોતા તલપાપડ થાય છે. ઘણાં પત્રકારો અને સોશિયલ મીડીયાના લોકો ત્યાં આવેલાં હોય છે.
કૉલેજના પ્રિન્સિપાલ શોભનાબેનનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરે છે અને કહે છે, ‘ગુડ ઈવનિંગ એવરીવન, મિસિસ શોભનાનું ઈન્ટ્રોડકશન આપવાની જરૂર નથી. એમનું વક્તવ્ય જ એમનો પરિચય છે. સો વી લીટસન હર પીસફૂલી. ’તાળીઓનો ગડગડાટ થાય છે.
શોભનાબેન ઉભા થઇ માઈક પાસે આવે છે અને બોલવાનું શરુ કરે છે. એમનું જોરદાર વક્તવ્ય બધાંને મંત્રમુગ્ધ કરે છે. ઘડીકમાં બધા હસે છે, ઘડીકમાં રડે છે. એવું પ્રભાવી વક્તવ્ય એ આપે છે. એમનું વક્તવ્ય પૂરું થતાં બધા ઊભા થઈ એમને સ્ટેન્ડીંગ ઓવેશન આપે છે. ત્યારબાદ ઓડિયન્સમાં બેઠેલું એક ફેમિલીમાંની નાનકડી છોકરી હાથમાં ગુલાબ લઈ સ્ટેજ પર આવી અને શોભનાબેનને આપ્યું. તેમણે બેબીને ઊંચકી લીધી અને ગાલે ચૂમી ભરી. ફરી તાળીઓનો ગડગડાટ.
એટલામાં એક યંગ છોકરી ઉભી થઈ અને પ્રિન્સિપલ સરને કહયું, ‘સર,અમે મિસિસ શોભનાને કવેષ્ચન પૂછવા માંગીએ છીએ. ’સરે મિસિસ શોભના તરફ જોયું. એમણે ડોકી હલાવી પરમિશન આપી. પ્રિન્સિપલ સર બોલ્યા,’જેમણે પણ મિસિસ શોભનાને પ્રશ્ન પૂછવો હોય એમણે વારાફરતી ઉભા થઈ પ્રશ્ન રજૂ કરવા’. ઓડિયન્સમાં એક કોડલેસ માઇક મોકલવામાં આવે છે.
પહેલો પ્રશ્ન એક બેન પૂછે છે, ‘મેમ,મારે બે દિકરીઓ છે અને ઘરમાં દિકરાની ડિમાન્ડ છે તો હું કેમ કરી સમજાવું મારા ઘરનાને?’
મિસિસ શોભના: જુઓ તમે હિંમત રાખો. દિકરીઓ દિકરા કરતાં સવાઈ છે. તમે સ્પષ્ટ કહી દો કે તમને આ દિકરીઓ ઈનફ છે. તમે ઈચ્છો તો અમારી ટીમ તમને હેલ્પ કરશે. તમારી ફેમિલીને હું પોતે મળી દિકરીઓનું મહત્વ સમજાવીશ, ડોન્ટ વરી. ’
બીજો પ્રશ્ન એક યંગ લેડી પૂછે છે, ‘મેમ આમ તો અમારું ફેમિલી વેલ એજયુકેટેડ છે બટ મને બેબી માટે કોમ્પ્લિકેશન આવે છે, ઘરમાં રોજ ઝઘડા થાય છે. તો હું શું કરું?’
મિસિસ શોભના: ઈટસ નોટ અ બિગ થીંક બેટા, સાયન્સ ખૂબ આગળ છે. ટેસ્ટ ટયુબ,સેરોગેસી જેવા કેટલા ઓપ્શન છે એન્ડ દરેક સ્ત્રીની પ્રકૃતિ સરખી નથી હોતી. આપણા હાલના રૂટીનમાં તો ઘણીબધી તમારા જેવી યંગ લેડીને આ પ્રોબ્લેમ્સ આવે છે. સો ડરો નહીં. અમારા ઈન્સ્ટન્ટીયુટની મદદ લો. એવરીથીંગ વીલ બી ઓકે.
પાછળથી એક ભાઈ પ્રશ્ન પૂછે છે, ‘મેમ શું દિકરો હોવો જ જોઈએ?’
મિસિસ શોભના: જુઓ ભાઈ,વી આર લીવ ઈન એડવાન્સ ટાઈમ. આમાં દિકરા દિકરીના ભેદ હોય જ નહીં. ગર્લ્સ આર ઓલવેઝ બેસ્ટ. નોટ નેસેસરી કે દિકરો જ બધું કરી શકે. ગર્લ્સ આર એબલ ટુડે મોર ધેન બોયસ.
ત્યાં પાછળથી એક પત્રકાર પ્રશ્ન પૂછે છે, ‘મેમ,આ બોલવું આસાન છે બટ જો તમારા ઘરમાં, તમારી વહુને બેબીની સમસ્યા હોય તો તમે શું કરશો?
મિસિસ શોભના: અરે! ઈટસ ઈઝી. આઈ એકસેપ્ટ ધ સીચ્યુશેસન. હું એક મોર્ડન જમાનાની વિચારશીલ વ્યક્તિ છું. આજે બહુ રસ્તા છે બેબી માટેના, એન્ડ એડપ્શન ઈઝ ધ બેસ્ટ ઓપ્શન. વહુ એ કોઈના ઘરની નહીં આપણી જ દિકરી છે. ને બેબી ન હોય તો શું છે એ ભગવાનની ઈચ્છા છે. વી મસ્ટ એકસેપ્ટ ધ સીચ્યુશેસન. ચેન્જ માઈન્ડ, ચેન્જ થીંકીંગ, બી પોઝિટિવ યુ કેન ચેન્જ ધ વલ્ડ.
એટલે ઓડિયન્સમાંથી એક બહેન બોલ્યા,’હાવ, લકી શી ઈઝ કે જેના તમે મા કે સાસુ હશો!’
મિસિસ શોભના એકદમ અભિમાનથી બોલ્યાં, ‘યસ અફકોર્સ, મારી વહુ લકી છે. . આઈ અન્ડરસ્ટેન્ડ હર વેરી વેરી મચ. . ’એમનું આટલું બોલતાં જ ઓડિયન્સમાં બેઠેલી દેવાંશી તાળી વગાડતાં ઉભી થાય છે, બધાની નજર એનાં પર પડે છે. શોભનાબેન દેવાંશી તરફ જુએ છે. તે ચોંકી જાય છે. એમનો ચહેરો ઝાંખો પડી જાય છે. મનમાં ફફટાડ થઈ જાય છે. આખી મિડિયાના કેમેરા દેવાંશી તરફ મંડાય છે.
દેવાંશી હાથમાં માઈક લે છે અને માત્ર એટલું જ બોલે છે, ‘હેલ્લો એવરીવન, મિસિસ શોભના મારા સાસુ છે, આઈ એમ રીયલી પ્રાઉડ ઓફ હર અને હું એવા પ્રયત્ન કરીશ કે એમને પણ મારા પર પ્રાઉડ થાય.’
આખા હોલમાં ફરી તાળીઓ વાગે છે.
શોભનાબેનને તો કાપો તો લોહી ના નિકળે એવી સ્થિતિ થઈ જાય છે. તે ફટાફટ સ્ટેજની નીચે ઉતરે છે. મિડિયાના લોકો પ્રશ્ન પૂછે છે તો એમને મારે બીજે પ્રોગ્રામ છે કહી ટાળે છે અને ગાડીમાં બેસી નીકળી જાય છે.
દેવાંશી, ભાર્ગવ,અલય ને આર્યા એક જંગ જીત્યાની ખુશી વ્યકત કરે છે. પોતાના મિડિયાવાળા મિત્રોનો અલય આભાર માને છે અને મોટેભાગની ચેનલો પર આ પ્રસારિત થાય એવી વ્યવસ્થા કરે છે. આર્યા દેવાંશીને કહે છે, ‘દી અહીં તો અમે સાથે હતા પણ ઘરે તારે એકલીએ લડવાનું છે, હાર ના માનીશ, સો ફાઈટ…. . માય બ્રેવ ગર્લ’.
ભાર્ગવ દેવાંશીનો હાથ મજબુતીથી પકડે છે અને ચારેય છૂટાં પડે છે. ભાર્ગવ અને દેવાંશી પહોંચે તે પહેલાં શોભનાબેન ઘરે પહોંચી ગયા હોય છે. ટી. વી. પર બધી જ ચેનલોમાં એમના ન્યૂઝ ચાલતાં હોય છે. જેવી દેવાંશીને જૂએ છે કે તરત તાડૂકે છે, ‘હાવ ડેર યુ, તારી આટલી હિંમત કે તું…’આટલું બોલી હાથ ઉગામે છે તો ભાર્ગવ એમનો હાથ પકડી લે છે અને બોલે છે, ‘મોમ દેવુંએ તમારી ઈજજત બચાવી છે નહિતર આજે જો એ સત્ય બોલતે તો તમારા ધજાગરા થવાના હતા’.
ત્યાં ગુસ્સામાં શોભનાબેન બોલે છે, ‘ભાર્ગવ યુ નોવ નથીંગ, હું તારી મા છું. તું બાયડીવેડા ના કર. તો ભાર્ગવે કહયું, ‘પણ મોમ દેવું એ કર્યું શું એ કહીશ?
શોભનાબેન કંઈ બોલી શકતા નથી અને ધ્રુજી ઉઠે છે. એમને બેસાડતાં દેવાંશી બોલી છે, ’મોમ ,રીલેક્સ, તમારું ગીલ્ટ તમને આ કરાવે છે, બોલવું જૂદું ને આચરવું જૂદું. મોમ રીયલી વી આર ઈન એડવાન્સ ટાઈમ…. બટ વાય વી નોટ લીવ ઈન એડવાન્સ ટાઈમ. હાઈ એજયુકેશન, સાયન્સ, ટેકનોલોજી, ફેસિલિટીસ બધું જ અપ છે તો થીંકીગ કેમ અપ નથી આપણી? શા માટે આપણે દીકરી કે વહુ માટે પોઝિટિવ બોલીએ પણ તેવું કરી નથી શકતા? તમને હું શું કહું બટ યસ તમે મોટા છો અને મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરશો. ’
ત્યાં ભાર્ગવ બોલે છે, ‘મોમ હું હવે દેવુંને દુઃખી જોઈ શકતો નથી એન્ડ મને બધું જ ખબર છે. સો હું ઘર છોડી જાવ છું.'
ભાર્ગવના આ વાકયથી હમણાં સુધી શાંત રહેલા એના ડેડ બિપિનભાઈ બોલે છે, ‘જુઓ મને એવું લાગે છે કે આપણને બધાને થોડો ટાઈમ જોઈએ છે. અહીં બધા જ એબલ છે કોઈપણ ડીઝીશન લેવા માટે, બટ આપણે શાંતિથી વિચારીએ. ’બધા પોતાના રૂમમાં જાય છે. તે રાત ભારે વીતે છે.
બિપિનભાઈ શોભનાબેનને કહે છે, ‘શોભના જો, જૈસી કરની વૈસી ભરની, આજે તું તારી જાતને ના સુધારે તો તું દીકરાને ખોઈ દેશે.’શોભનાબેન રડી પડે છે.
બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર બિપિનભાઈ કહે છે, ‘ ભાર્ગવ-દેવાંશી આઈ નો તમારી મોમની ભૂલ છે બટ તમારે એને માફ કરવી રહી. ત્યાં જ અશોકભાઈ, ડિમ્પલબેન, અલય અને આર્યા આવી પહોંચે છે. દેવાંશી એમને જોઈ આશ્ચર્યમાં પડી જાય છે. ’ત્યાં શોભનાબેન બોલે છે, ‘મેં જ એમને બોલાવ્યા છે. સોરી દેવાંશી બેટા, તેં મને આયનો દેખાડયો છે. આઈ અન્ડરસ્ટેન્ડ માય મિસ્ટેક્સ એન્ડ હું મારી જાતને સુધારીશ. . . પ્લીઝ ભાર્ગવ બેટા, મને છોડી ના જા. . . પ્લીઝ’. . . બોલતાં રડી પડે છે.
ભાર્ગવ દેવાંશી તરફ જોઈ કહે છે, ’આજ ડીઝીશન દેવું લેશે મોમ,એ કહે તે ફાઈનલ. ’ શોભનાબેન દેવાંશી તરફ જોઈ હાથ જોડે છે,દેવાંશી હાથ પકડી લે છે અને કહે છે, ‘મોમ હું તમને છોડી કયાંય ના જાઉં. બધાની આંખોમાં ખુશીના આંસુ છલકાય છે.
શોભનાબેનને અશોકભાઇ અને ડિમ્પલબેનની પણ માંફી માંગે છે. દેવાંશી અને આર્યા ખુશીના માર્યા ભેટી પડે છે અને બોલે છે. અશોકભાઈ ખુશીનાં આંસુ સાથે દેવાંશી અને આર્યા સાથે નાનપણનું મનગમતું જોડકણું બોલે છે,
‘દેવું, આરી……’
યસ ,પાપા
‘હેપ્પી, હેપ્પી’
યસ,પાપા
ટેંલિગ લાઈઝ
નો …. . પાપા
કમોન હગ મી
હા. . . હા. . હા’
અને બંને દિકરીઓ અશોકભાઈને વળગી પડે ને બોલે છે,
‘અમારી છે આ જિંદગી…. . ‘એવરી ડેય ઈઝ માય ડેય’.