નિશાળનો પહેલો દિવસ
નિશાળનો પહેલો દિવસ
હા! ખૂબ ઉમંગ હતો નિશાળના પહેલાં દિવસનો, મને યાદ છે. જાણે કાલની વાત હોય. મમ્મી એ નાળિયેર અને ખાંડ લીધી ને મને સરસ યુનિફોર્મ પહેરાવ્યું પહેલાં જ દિવસે. બે નાની નાની ચોટલી વાળી દીધી અને ઘરની બાજુમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં મને આંગળી પકડી લઈ ગઈ.
એમ તો હું આંગણવાડીની નિયમિત વિદ્યાર્થીની ષણ છતાં મને નવી નિશાળનો થોડો ડર હતો. આચાર્ય ડાહયાભાઈ...ખૂબ જ કડક.. એમને જોઈ નાના શું ગામના મોટેરા પણ બીવે...એ મને શું પૂછશે?
આખર હું ઓફીસમાં ગઈ. સાહેબે મને મારું નામ પૂછયું. હું ફટાફટ બોલી ગઈ. શિક્ષકોના ચહેરા પર આનંદ ને મારા હદયમાં ઉત્સાહ સાથે ગભરાટ. મમ્મી તો મૂકીને જતી રહી. હું પ્રાર્થનાખંડમાં બેઠી. પછી વર્ગમાં... મારી જેમ નવા આવેલાં મારા મિત્રો રડતાં હતાં ને હું ટગર ટગર બધાને જોતી હતી.
ને એવામાં વર્ગ શિક્ષિકા બેન મંજુલાબેને મને ખોળામાં બેસાડુ દીધી ને બધો ડર ગાયબ. મજાનો દિવસ...!