Patel Padmaxi

Others Tragedy

3  

Patel Padmaxi

Others Tragedy

લાવણ્ય

લાવણ્ય

1 min
8.8K


લાવણ્યા-નામ પ્રમાણે લાવણ્યથી ભરેલી, ઉછળતાં મોજા જેવી. જયાં એ પગ મૂકે ત્યાં સૌના આકર્ષણનું કેન્દ્ર બની જતી. એની વાગ્ધરામાં વહીને કેટલાય ઝરણાં નદી બની ગયા....એવી એ ખળખળતી નદી સમી. કોલેજના ઉપવનમાં લાવણ્યા નામનું ફૂલ પ્રવેશે એટલે ભમરાઓનું ઝુંડ આસપાસ ભમવા માંડે. હસતી, રમતી, નાચતી, કૂદતી, આ મધુરા ઘર, કુટુંબ-કબીલા, ફળિયું, કોલેજ... બધાના હદયમાં એક સ્થાન બનાવી લીધુ'તુ.

દરેક સગાને પોતાના જ સંબંધીને ત્યાં આ લાવણ્યલતાને લઈ જવી 'તી. તેથી માંગાનું ઘોડાપુર જામ્યું. પણ જાનકીનાથે તો તેના નસીબમાં રાઘવનનું નામ લખ્યું'તું.

ધીમા-ધીમા પગલાં, સંભળાય નૂપૂર નાદ

પરિણયબંધને બંધાયા ગૂંજે મંત્ર નાદ,

ભ્રમરો મધ્યે લાલ ટીલડી, ભાલે બિરાજયા જેમ રવિરાજ,

નાકે નથણી, કાને કુંડ, કેડે કંદોરો, ભરીભરી ભરથાર કાજ.

સૌના શુભાશિષ પામી સાસરે વળેલ એ કમનીય કાયા, જયારે બે મહિના પછી પિયર આવી તો, લાવણ્ય એ જ પણ નિરાશા,ઉદાસી,નિસ્તેજતા, નિરાધાર. વૈધ્યવના શ્વેત વસ્ત્રોથી લદાયેલું, આંસુડાંથી ખરડાયેલું. અહો! ભાગ્ય ભંવડર.


Rate this content
Log in