STORYMIRROR

Vishwadeep Barad

Inspirational Thriller Tragedy

2.5  

Vishwadeep Barad

Inspirational Thriller Tragedy

અનોખી ‘મા’ ની અનોખી મુસાફરી

અનોખી ‘મા’ ની અનોખી મુસાફરી

8 mins
21.7K



મારી ઉંમર ૧૧ વર્ષની અને આ મારી દેવી સમાન મા માત્ર 29 વર્ષની…મારી બન્ને બહેનોની ઉંમર ૧૦ અને નાની બહેન ૮ વર્ષની ત્યારે જે ઘટના બની ગઈ તે ઘટના આજ યાદ કરતાં ફ્રીઝીંગ ટેમ્પરેચરમાં દુઃખના દાવાનળ ઉમટી આવે એવી હતી.

શિકાગો જેવા શહેરની કડકડતી ઠંડી સાથે સ્નૉથી થ્રીજી જતાં રસ્તાઓ અને આઈસી રોડ પર મારા ડેડની કાર સ્કીડ થઈ અને કાર રોંગવેમાં જતી રહી બીજી કાર સાથે હૅડ-ઓન કલુઝન(સામ-સામી કાર અથડાતા). કારમાં બેસેલી મારી મમ્મીની પ્રાણ લીધા.

અમો ઘણાંજ નાના હતાં. ડેડી શિકાગો ડાઉન-ટાઉનમાં કન્વીનીયન્ટ સ્ટૉરમાં મેનેજર હતાં. ડેડી મમ્મીને બહું મીસ કરતા હતા, મેં ઘણીવાર તેમનાં બેડરૂમમાં રડતાં સાંભળ્યા છે. અમો સ્કુલેથી આવીએ એટલે બાજુના ઍપાર્ટમેન્ટમાં રહેતાં સગુન અંકલ અને ગીતા આન્ટીને ત્યાં ડેડી જોબ પરથી ના આવે ત્યાં સુધી રહીએ. ગીતા આન્ટીના બે જોડીયા બેબી( બેબી-બોય અને બેબી ગર્લ) સાથે અમોને રમવાની મજા આવતી. મેં ડેડીને ઘણીવાર સવાલ કર્યો કે અમો ઘેર એકલા કેમ ના રહી શકીએ?…” બેટી, અહીંના કાયદા કાનુનનું આપણે પાલન કરવું જોઈએ. સાથો સાથ સમજાવતા..બાર વર્ષની નીચેના બાળકો કાયદા મુજબ ઘેર એકલા રહી ના શકે..એ બાળકોની સલામતી માટે આ કાયદા ઘડવામાં આવ્યા છે બેટી.”

સમયનું ચક્ર ઘણીવાર એટલું ઝડપથી ફરતું હોય છે કે જિંદગીનું આખું ચિત્ર બદલાઈ જાય! લીલુડું ઝાડ અચાનક ફ્રીઝીંગ ટેમ્પેરેચરમાં વસ્ત્રહીન થઈ શરમાતું સ્ત્રીની જેમ એક ખુણે બેસી હેલ્પલેસ બની જાય! ડેડીને સ્ટ્રોક આવ્યો..નિરાધાર બની ગયાં, અડધુ અંગ નકામું થઈ ગયું. પડોશમાં રહેતા ગીતા આન્ટી કોઈ બોય-ફ્રેન્ડ સાથે બે-બાળકોને મુકી ભાગી ગયાં..હું એ સમયે કોલેજમાં એડમિશન લેવાની તૈયારીમાં હતી..ઘરમાં આવક બંધ થઈ ગઈ! ગવર્નમેન્ટ તરફથી મળતી મદદ પુરતી નહોતી. પડોશમાં રહેતાં સગુન-અંકલ અમારા સૌનું ધ્યાન રાખતાં અમો તેના બન્ને બાળકોનું બેબી સિટીગ કરતાં તેના એ રોકડા પૈસા આપતાં ઉપરાંત ઘણીવાર ગ્રોસરી લાવી આપતાં તેના પૈસા નહોતા લેતાં. તે એન્જિનયર હતાં જોબ સારી હતી. પૈસે-ટકે બહુંજ સુખી પણ દેખાવે ઘણાંજ શ્યામ અને મોં પર ખીલના ડાઘા હતાં એમના એક સગાએ અમોને કહ્યું પણ ખરું કે ગીતા આન્ટી માત્ર અમેરિકા આવવાના હેતુંથી જ સગુન અંકલ સાથે લગ્ન કર્યા હતાં એવું અમને સાંભળવા મળ્યું છે. તેમને ઘણાં વખતથી કોઈ પંજાબી સાથે લફરું હતું. મેં એ વાત સાંભળી ત્યારે થયું કે મા પણ સ્વાર્થી બની શકે છે! જેને પોતાના બે જોડિયા બાળકોની પણ દયા ના આવી! મા નું નિ:સ્વાર્થ હૈયુ જેના ગીત ગવાય,”જનનીની જોડ સખી નહી જડેરે લોલ…” એવી મા કુમળા હ્ર્દયને ખંડેર બનાવી, મમતાને માળવે મુકી સ્વાર્થી કેમ બની શકે? અને એ પણ ભૌતિક સુખ માટે! બન્ને જોડિયા બાળકો ગીતા-આન્ટી જેવા ખુબજ દેખાવડા હતાં.

મેં હાઈસ્કુલ પુરી કરી, સ્કુલમાં મે ડ્રાવિંગ શીખી લીધું હતું. સગુન-અંકલની ઓળખાણથી મને એમની કંપનીમાં ડેટા-એન્ટ્રીની જોબ મળી ગઈ. મારી પાસે કાર નહોતી તેથી સગુન-અંકલ સાથે રાઈડ લેતી અને એમની જ સાથે આવતી. બન્ને બહેનોની ભણવાની જવાબદારી સાથે ડેડીની કાળજી લેવાની, ડેડી હવે ધીરે ધીરે ઘરમાં લાકડી લઈ બાથરૂમ જઈ શકતાં, તેમજ જાતે દવા-પાણી લઈ શકતાં.

હું અને સગુન અંકલ બન્ને તેમના બાળકોને બેબી-સીટર પાસેથી પિક-અપ કરી ઘેર આવીએ. હું જોબ પરથી ઘેર આવી રસોઈ વધારે બનાવું અને સગુન અંકલને આપી આવું જેથી એ બન્ને બાળકો સાથે સમય આપી શકે. મને ઘણીવાર વિચાર આવે કે દુનિયામાં માનવી માત્ર બાહ્ય સુંદરતા પર જ કેમ મોહિત થાય છે? શારિરિક સૌંદર્ય મનને સંતોશે, ખુશ કરે પણ એજ સૌંદર્ય માણસને ઘણીવાર ભરખી જાય છે એનું શું? સગુન અંકલમાં બાહ્ય દેખાવ નથી પણ એમનો સ્વભાવ કેટલો લાગણીશીલ અને અદભુત છે! તેને ગીતા-આન્ટી કેમ ઓળખી ના શક્યાં? પોતે બહું રુપાળા હતાં. એ રૂપના આભાના અભિમાનને લીધે સગુન અંકલ સાથે રહેવામાં લાંછન કે શરમ લાગતી હશે? હું બે વર્ષથી એમની સાથે રાઈડ લઉં છું પણ કદી એમનો ઉશ્કેરાટ, ગુસ્સો, ઉછાછળાપણું મેં જોયું નથી. શાંત અને રમૂજી પ્રેમાળ સ્વભાવ મને તો બહું જ ગમે છે. રાઈડ વખતે કારમાં જોકસ અને વાતોમાં સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ રહેતી નહોંતી.

મેં મારા ડેડીને મારા મનની વાત કહી. ‘બેટી.. સગુન ૩૮ અને તું માત્ર ૧૯ ઉંમરમાં બમણો તફાવત..તને તો સગુન કરતાં પણ….’ હું વચ્ચેજ બોલી…’ડેડી તમને તો ખબર છે કે પ્રેમને કોઈ ઉંમરનું બંધન નડતું નથી? એ સદેવ અમર અને યુવાન જ રહ્યો છે, અને તેમના સ્વભાવ લાગણી અને નિખલસ પ્રેમ આપણને ક્યાંય જોવા નહીં મળે. ઉંમરનો મને કશો વાંધો નથી જો તમને…’ડેડી વચ્ચેજ બોલી ઉઠ્યા… ‘બેટી ..તું જ મારી દીકરી અને દિકરો બન્ને છે. તું સમજદાર છે. તું જ તારું હીત અને જીવનસાથી વિશે વિચાર અને નક્કી કર તેમાં મને કશો વાંધો નથી. તારી બન્ને બહેનોને તું ભણાવે છે અને ઘરની બધી જ જવાબદારી તારાં પર આવી છે’. ‘ડેડી, મેં જ સુગુન સાથે બેસી આપણાં ઘરની અને એમના બન્ને બાળકોની જવાબદારીની વાત કરી છે. મેં સામે ચડીને જ્યારે મેરેજની પ્રપોઝલ મુકી ત્યારે તેમણે મને કહ્યુઃ ‘લીના, તારી અને મારી વચ્ચે ઉંમરમાં બમણો તફાવત છે. તને મારી કરતાં પણ સારો પતિ મળી શકે હું તને સારો છોકરો શોધવામાં મદદ કરી શકીશ, હું તારું જીવન બરબાદ કરવા નથી માંગતો…’ “ના સગુન સાહેબ, તેના ખંભા પર ટાપલી મારતાં કહ્યુઃ બદનામ! શું વાત કરો છો? મીરા, જે શ્યામની છબીને પોતાનો માની પોતાનું જીવન ન્યોચ્છાર કરી શકતી હોય તો હું તો હાજરા-હજુર શ્યામ સાથે જીવન જોડવાની વાત કરું છું. મારા હ્ર્દયમાં આપના પ્રેમે કાયમી સ્થાન લઈ લીધું છે એમાં હવે કોઈને રહેવાની જગ્યા છેજ નહી. તમે નહી તો કોઈ નહી.’ મારી આ વાતથી મારા ડેડીએ કહ્યુઃ ‘તું નાની ઉંમરમાં મોટા ફિલોસૉફર જેવી વાત કરતી થઈ ગઈ છે. ડેડીને ક્યાં ખબર હતી કે નાની ઉંમરની જવાબદારીએ મને નાનાછોડની કુમળી વયમાંથી પસાર થાઉ એ પહેલાંજ વૃક્ષ બનાવી દીધું હતું. મને તેનો કોઈ અફસોસ કે દુઃખ નથી. આનંદ છે અને મારી જાત પર ગૌરવ પણ છે.

બહુંજ સાદાઈથી કોર્ટમાં લગ્ન થયાં. નજીકના મિત્રોને ઈન્ડિયન

રેસ્ટૉરન્ટમાં નાની એવી પાર્ટી આપી..સગુને હનીમુન માટે ‘હવાઈ આઈલેન્ડ’ પર જવાની વાત કરી ત્યારે મેં જ કહ્યુઃ ‘સગુન ડાર્લિંગ, આપણાં ઘરમાં મારી બે બહેનો, આપણાં બે જોડિયા બાળકો અને અપંગ ડેડીને મુકીને હનીમુન કરવા જઈએ તે યોગ્ય ના કહેવાય..આપણું સ્વીટ-હોમ -અને કિલ્લોલ કરતું કુંટુંબનું વાતાવરણ જ આપણા માટે હનીમુન હાઉસ છે. ‘બેપળની મજા-મસ્તીમાં કુટુંબને મુશ્કેલીના સાગરમાં ના ધકેલાય! “લીના ડાર્લીંગ, તું એક સુશીલ પત્નિ, વ્હાલ વરસાવતી દીકરી, દેવી સમી મા..તારા એકભવમાં અનેક સુંદર સ્વરૂપ હું જોઈ શકું છું.. 'છે.. હવે જાવ..જાવ ખોલું પૉલશન ના મારો…આગળ બોલું તે પહેલાંજ મને એમની બાહુંપાશમાં સમાવી દીધી..એજ હનીમુનની સાચી પળ હતી.

મારી બન્ને બહેનોના લગ્ન થઈ ગયાં, બન્નેને એમની પસંદગીના પતિ મળ્યા..આમારા બન્ને જોડકા બાળકો રૂપા અને ધુપ ભણીગણી રૂપા કમ્પુટર એન્જિનિયર, ને ધુપ ડૉકટર બન્યો. રૂપાના લગ્ન એક બીઝનેસ-મેન સાથે અને ધુપના લગ્ન એમની સાથે જોબ કરતી નર્સ સાથે થયાં. સૌ સુખી હતા..ઘરમાં હું અને સુગુન. નિવૃતીમાં પ્રેમી પંખીડા જેવું જીવન સ્વર્ગ જેવું લાગતું હતું. અમારું જીવન એક સાચા દોસ્ત જેવું સુંદર-સરળ અને પ્રેમાળ હતું, બાળકો અવાર-નવાર અમારે ઘેર વિકેન્ડમાં આવતાં ઘર આનંદથી ગુંજી ઉઠતું. કાળનો ક્રમ અને ચક્ર કોઈને ક્યાં છોડે છે? સુગુન મને છોડી અગોચર એવી લાંબી મુસાફરીએ ચાલી નિકળ્યો..એકલી થઈ ગઈ. પણ એમના શબ્દો યાદ કરું છુઃ ‘લીના, હું તારી પહેલાંજ લાંબા રસ્તે પ્રણાય કરીશ અને તું એકલી પડી જઈશ પણ કદી મારી પાછળ રડીશ નહી, બીજો કોઈ સારો જીવનસાથી મળી જાય….’ મેં વચ્ચેજ રોક્યા..’સુગુન, તમને હાથ જોડી કહું છું કે આવું ના બોલો…’ ‘ના સાંભળ..બાળકો પોતાના જીવનમાં બહું બીઝી હોય અને તારી સંભાળ એ લઈ ના શકે..આગળ બોલાવનું બંધ કરો…મને કહેવા દે…’સમય બદલાયો છે..તું તારું જીવન સુખથી જીવજે કદી રડીશ નહી એ મને પ્રોમીશ આપ..હંમેશા હસતા રહેવાનું…જાણે હું સદા તારી સાથ છુ.. બસ એ અમારો છેલ્લો વાર્તાલાપ હતો.

સંધ્યાને ખબર છે કે એ બહુંજ ટૂંક સમયમાં અંધારાના ઓળામાં વિલિન થઈ જવાની છે છતાં જતાં જતાં સોળે શણગાર અને રૂપના આભા સજી આભમાં ઉભી ઉભી હરખાતી હોય છે તેમ મેં પણ મારા પતિના એક એક શબ્દનું પાલન કરી સુખના, શાંતીના આભા સજી સદેવ સુહાગણ બની જીવતી રહી અને અમારા બાળકોના ઘરે રહેવાના, તેમની સાથે શેષ-જીવન વિતાવવાના એમનો આગ્રહ અને પ્રેમ હોવા છતાં સ્વતંત્ર જીવન જીવતી રહી. એક અનોખી સન્યાશણ સુહાગણની જેમ! વર્ષે રેગ્યુલર મેડિકલ ચેક-અપ કરવા છતાં શરીરની અંદરની પ્રકિયા ડૉકટર કે આધુનિક ટેકનોલૉજી પણ જાણી શકતી નથી. મને બ્રેસ્ટ-કેન્સર થયું..એક ઘડી લાંબો આચકો લાગ્યો..૭૦નો આંકડો વટાવી ચુકી હતી..મારા દીકરા ધ્રુપે હ્યુસ્ટનની વર્લ્ડ-બેસ્ટ હોસ્પિટલ એમ-ડી.એન્ડરસનમાં સારવાર લેવા માટે કહ્યું. મેં ના પાડી તેને અને મને બન્નેને ખબર હતી કે કેન્સર થર્ડ-સ્ટેજ પર આવી મોટેથી ખડખડાટ હસી મોતનું આહવાહન આપી ચેલેન્જ આપી રહ્યું હતું..”જોઈએ છીએ કોણ જીતે છે?”

મારી બન્ને બહેનો અને રૂપા અને ધ્રવ સૌ મારે ઘેર આવી કહ્યુઃ ‘તમો હવે અમારે ઘેર આવી રહો..મેં કહ્યુઃ હું કોઈને પણ ભારરૂપ બનવા માંગતી નથી. તમો સૌનો પ્રેમભાવ, આગ્રહ હું જોઈ શકું છું. પણ ઈશ્વરની દયાથી મેં એક ભારતીય બહેનને મારી સારવાર માટે હાયર કરી દીધા છે અને સુગુન મારા માટે એટલી સંપતી છોડી ગયા છે કે મને કશો વાંધો નહી આવે. ‘મમ્મી, તમોએ અમારા માટે જે સેક્રીફાઈસ આપ્યો છે તેના બદલામાં અમોને આપની સેવાની તક આપો.’ ‘ બેટા! મેં મારી માત્ર ફરજ બજાવી છે અને તેના બદલા રૂપે આપની સેવા લઉં તો મારો સ્વાર્થ કહેવાય..મારે તો માત્ર અન-અપેક્ષીત જીવન જીવવું છે..બસ તમો સૌ સુખી રહો એજ મારી પ્રાર્થના છે..મારા પ્રત્યેનો આદરભાવ અને પ્રેમ એજ મારા માટે શ્રેષ્ઠ બદલો છે.’ ‘બહેન..આવું ના કહો..મારી નાની બહેન બોલી..આપે અમોને એક બહેન, એક મા અને પિતાનો અઢળક પ્રેમ આપ્યો છે તે કોઈ વ્યક્તિ ના કરી શકે એવું કાર્ય કર્યું છે તો..’ ‘ના બહેન મને બસ મારી રીતે જીવન જીવવા દેશો તો મારા મનને શાંતી મળશે. ઋણાના બંધંનમાં જકડાયેલા દિકરા-દીકરી અને બહેનોને આ વિનંતી ના ગમી એવું મને લાગ્યું. મારે કોઈને પણ ઋણાના બંધન રૂપી જેલના કારાવાસમાં નહોતા મુકવા. મારી માંદગી અઢળક સમય માંગી લે..જોબ કરતાં કરતાં સમય અને સવલતનો ભોગ આ જમાનામાં આપવો એ ઉનાળાની ૧૧૦ ડીગ્રી ટેમ્પરેચરમાં લૉન-મુવર ચલાવવા સમાન છે. મારું કાર્ય પુરું થયું છે. કોઈ પણ અપેક્ષાના ફૂલ-ગુચ્છ મને સ્વિકાર્ય નહોતા..જન્મ-મરણના કિનારા વચ્ચે મારી જીવન સરિતા વહેતી વહેતી ભવ-સાગરમાં ભળી જાય એજ મારું ધ્યેય હતું..

હજું સમય અને થોડી શક્તિ હતી..એક-બે દિવસમાં મેં નિર્ણય લઈ લઈ લીધો. અને આ મારો આખરી પત્ર હતો..

“પ્રિય ભાઈ-બહેન અને મારા મારા વ્હાલા સંતાન,

આ પત્ર વાંચી આપ સૌને દુઃખ થશે..પરંતુ મારી આખરી ઈચ્છાને માન આપી દુઃખના કડવા ઘુટડામાં સાકર નાંખી પી જશો. મેં નિર્ણય લીધો છે કે હું એક નર્સિંગ-હોમમાં મારા આખરી દિવસો એક વનવાસીની જેમ વિતાવી કોઈ પણ મોંહ-માયાના બંધનમાં જકડાયા વગર વિદાય લેવા માંગું છું. આ જગત એક મુસાફર ખાનું છે, જ્યાં અનેક મુસાફરો આવી સંબંધના તોરણો બાંધી ચાલ્યા ગયાં અને એજ સંબંધોએ સંબંધીતોને લાગણીશીલ બનાવી રડાવી ગયાં. હું ઈચ્છતી નથી કે મારા ગયાં બાદ કોઈની પણ આંખમાં આંસુ આવે કે જે આંસુને હું જોઈ નહી શકું. સમયના પ્રવાહમાં લાગણીઓ ધોવાતી રહેશે કોઈનું સ્થાન અહીં કાયમી છે જ નહી. મારું કર્તવ્ય અહીં પુરું થાય છે. હા મારા ગયાં બાદ મારા પ્રાણહીન દેહમાંથી જે પણ અવયવો કોઈ પણ માનવીને કામમાં આવે તો ઉપયોગ જરૂર લે. હું કયાં નર્સિંગ-હોમમાં જાઉં છું તેનું એડ્રેસ આપી શકું તેમ નથી. આપ સૌને તેનું દુ:ખ થશે પરંતુ આજ મારો આખરી નિર્ણય છે. તે લોકો મારા મૃત્યું બાદ જરૂર જાણ કરશે. મારું જીવન એજ આપ સૌ માટે મારો આખરી સંદેશ છે તેમાંથી જો કઈ લઈ શકો તો જરૂર લેશો…ગુડ-બાય!

લિ..વિશ્વના વિશ્રામ સ્થાને આવેલ..એક મુસાફર..જેણે સંબંધોની શ્રુંખલા બાંધી ચાલી નીકળી…


Rate this content
Log in

Similar gujarati story from Inspirational