Jyotindra Mehta

Tragedy Inspirational Thriller

4  

Jyotindra Mehta

Tragedy Inspirational Thriller

પ્રત્યાગમન

પ્રત્યાગમન

44 mins
975


ભાગ ૧

વર્ષ ૧૯૯૦

બોરીવલીના પોતાના ફ્લેટની બાલ્કનીમાં બેઠા બેઠા ચા પીતા મધુકરે પોતાના જીવન પ્રવાસનો વિચાર કર્યો . વિરારની નાની ચાલીમાંથી અત્યારે બોરીવલીમાં એપાર્ટમેન્ટમાં પાંચમા મળે ખરીદેલો ફ્લેટ અને નસીબ જોર કરે તો આવતા વર્ષે વરલીમાં પેન્ટ હાઉસ પણ ખરીદી શકશે તેના મિત્ર હર્ષદની જેમ. મધુરે મૃણાલ ને અવાજ આપીને બોલાવી અને કહ્યું ધ્રુવ હજી સુવે છે કે ? તેને ઉઠાડ નહિ તો તને આખી રાત જગાડશે.


મધુકર સ્ટોક બ્રોકર હતો. તેના પિતા નાનાલાલ ગુજરાતના નાના શહેર ભરૂચથી આવીને વિરારમાં વસ્યા હતા. પહેલા દુકાનમાં નોકરી કરી અને મહેનત કરીને પોતાની નાની કરિયાણાની દુકાન નાખી. પછી પાઇ પાઇ જોડીને ચાલીમાં એક રૂમ લીધી . મધુકર નાનપણથી ભણવામાં હોશિયાર તેણે બી કોમ કર્યું. ફાઇનલ યરની પરીક્ષા પછી તેના પિતા એ તેણે દુકાને બેસવાનો આગ્રહ કર્યો. આમ તો તે રજાના દિવસે દુકાને બેસતો હતો પણ દુકાનદારીનું કામ તેણે મનહેઠે આવતું ન હતું. તેના સપના મોટા હતા . તેને ઓછી મહેનતે વધારે પૈસા કમાવવા હતા. સવારે ૬ થી લઇ રાત ના ૧૦ વાગ્યા સુધી મહેનત કરવાનું મંજુર ન હતું . તેને પોતાના પિતા ને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે દુકાને નહિ બેસે. તેણે કહ્યું હું નોકરી કરીશ પણ દુકાને નહિ બેસું. પિતા એ કમને રજા આપી. તેમને મન હતું કે નોકરીથી કંટાળશે એટલે આવશે દુકાને. તે એક કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરીએ લાગ્યો. મધુકરને બીજી નોકરીઓ મળતી હતી પણ સવારથી સાંજ એક જગ્યાએ બેસી રહેવું તેણે મન મૂર્ખતા હતી. તેની કંપની ફ્રીજ વેચતી હતી. તેમાં તેને ખુબ પ્રવાસ કરવો પડતો પણ તેમાં તેને મજા આવતી. રોજ જુદી જુદી જગ્યાએ જવાનું તેને ગમતું. તેનું કામ હતું નવા નવા ડિસ્ટ્રીબ્યુટરો એપોઇન્ટ કરવાનું. નોકરીને ૬ મહિના થયા પછી તેના લગ્ન થયા મૃણાલ સાથે. મધુકર અને મૃણાલના લગ્ન અરેન્જ મેરેજ હતા. મૃણાલના માતા પિતા મૂળ વડોદરાના પણ રહેતા હતા વસઈમાં. મૃણાલના પિતાની પણ કરિયાણાની દુકાન હતી. તેમના લગ્ન ૧૯૮૬ માં થયા. મૃણાલ એક ઘરરખ્ખુ ગૃહિણી હતી તે ઘરમાં આવતાની સાથે બધા સાથે ભળી ગઈ. મધુકર અને મૃણાલની જોડી લક્ષ્મી -વિષ્ણુની જોડી જેવી હતી બંને આદર્શ પતિપત્ની હતા. લગ્ન થતાની સાથે તેને બઢતી મળી તે હવે સિનિયર સેલ્સમેન હતો. તેના હાથ નીચે ૫ સેલ્સમેન હતા . મધુકર દેખાવડો , હસમુખ અને મૃદુભાષી હોવાને લીધે તેના ફિલ્ડમાં સફળ હતો . ફ્રિજનું વેચાણ વધી રહ્યું હતું. મધુકરનો એક મિત્ર હતો રાજેશ . બંને નાનપણથી સાથે ભણ્યા હતા. રાજેશ એક સ્ટોક બ્રોકિંગ ફર્મમાં કામ કરતો હતો. તેણે મધુકરની ઓળખાણ એક વ્યક્તિ સાથે કરાવી જેણે તેના જીવનની દિશા બદલી દીધી .

તે વ્યક્તિ નું નામ હતું " હર્ષદ મહેતા ".


ભાગ ૨


રાજેશ એક સાંજે મધુકર ને એક પાર્ટીમાં લઇ ગયો ત્યાં તેના બૉસ હર્ષદ મહેતા સાથે કરાવી. ખુબજ મીઠાબોલા અને મળતાવડા હર્ષદભાઈથી મધુકર પ્રભાવિત થયો , તેમણે ખુબ પ્રેમથી મધુકરની પૂછપરછ કરી . મધુકરે પોતાના કામકાજ વિશે લંબાણપૂર્વક ચર્ચા કરી . હર્ષદભાઈ તેનાથી ખુબ પ્રભાવિત થયા ઉપરાંત મધુકર ખુબ મહત્વાકાંક્ષી હતો તે તેમનાથી છૂપું ન રહ્યું . તેમણે વાતવાતમાં કહ્યું કે તમે કૉમેર્સ ના ફિલ્ડથી છો તો તમે સેલ્સમાં કેમ કામ કરો છો તમે શેર બજારમાં કામ કરો ત્યાં તમને આગળ વધવાનો સ્કોપ પણ સારો છે. અત્યારે તમને કેટલો પગાર મળે છે કંપની માં . મધુકરે જવાબ આપ્યો અત્યારે ૧૦૦૦૦ , કમિશન ૫૦૦૦ જેટલું મળે છે ઉપરાંત પ્રવાસ ભથ્થું અલગથી. હર્ષદભાઈ હસ્યાં બસ એટલુંજ અને તેના માટે ખુબ પ્રવાસ કરો છો . તમે શેર માર્કેટમાં આવો ૫ થી ૬ કલાક કામ કરવાનું અને મહિનાના લાખો રૂપિયા કમાશો. મધુકરે કહ્યું પણ શેર બજારમાં રિસ્ક પણ છે ને નુકસાન થાય તો લાખોનું થાય. હર્ષદભાઈ એ કહ્યું પાઠક સાહેબ કમાણી કરવી હોય તો રિસ્ક તો લેવું જ પડે અને તમે ડરો નહિ હું છું ને તમને ગાઈડ કરવા. તમે એક કામ કરો મારી પાસે કામ કરો. મહિને તમને ૨૦૦૦૦ આપીશ. અને એક વાર કામ શીખી જાઓ એટલે સ્વતંત્ર રીતે કામ કરજો. આપણા ગુજરાતી છોકરા કમાય એટલોજ મારો સ્વાર્થ.


મધુકરે બીજા દિવસે ઘરે વાત કરી અને પિતાજીને કહ્યું કે હવે આ નોકરી છોડીને બીજી નોકરી કરવાનો છું, એક સ્ટોક બ્રોકિંગ ફર્મ માં. નાનાલાલે પૂછ્યું એટલે તું શેર બજારમાં પડવાનો છે . આટલી સારી નોકરી છે, હમણાંજ પ્રમોશન મળ્યું છે . શું જરૂર છે નોકરી છોડવાની? શેર બજાર નું નક્કી નહિ તે સટ્ટા બજાર છે. તેમાં ભલભલા બરબાદ થયા છે. મધુકરે કહ્યું હું ફક્ત નોકરી કરવાનો છું શેર બજારમાં પૈસા નહિ નાખું . નાનાલાલે કહ્યું તે શક્ય જ નથી તું એકવાર ત્યાં જઈશ એટલે પ્રલોભન નહિ રોકી શકે. તું અત્યારની નોકરી છે તેજ ચાલુ રાખ. મધુકરે કડકાઈથી કહ્યું મેં આ વાત ફક્ત તમારી જાણકારી માટે કહી છે , તમારી રજા નથી માંગી. તમે તમારી જિંદગી જીવી લીધી મને મારી રીતે જીવવા દો. હું આખી જિંદગી ચાલીમાં રહેવા નથી માંગતો. મારા સપના ખુબ મોટા છે. નાનાલાલે કહ્યું તારે જો શેરબજારમાં પડવું હોય તો પડ પણ તને હું મારી પ્રોપર્ટીમાંથી બેદખલ કરી દઈશ . આ દુકાન કે ઘર કશું નહિ. મધુકરે કહ્યું કે હું મારી કમાણીથી તમને ઘર લઇ બતાવીશ અને તે પણ મુંબઈમાં અહીં વિરાર કે વસઈમાં નહિ. આટલું કહીને મધુકર ઘરેથી નીકળી ગયો કંપનીમાં રાજીનામુ આપવા. મૃણાલ તેના સસરા પાસે આવી અને કહ્યું કે તમે ચિંતા ન કરો હું તેમને સમજાવીશ. નાનાલાલે કહ્યું વહુબેટા મને ખબર છે, મધુકર ખુબ જિદ્દી છે, તે કોઈનું નહિ માને, તેના જિદ્દી હોવાનો કોઈ વાંધો નથી. મને ચિંતા છે તેની મહત્વાકાંક્ષાની. વાંધો નહિ થોડું નુકસાન થશે એટલે ભાનમાં આવી જશે.


મધુકરે નોકરી છોડી દીધી. અને હર્ષદભાઈની કંપનીમાં જોડાયો. કૉમેર્સનો વિદ્યાર્થી હોવાથી તે કામ જલ્દી શીખ્યો અને ધીમે ધીમે પોતે બચાવેલા પૈસા શેરબજારમાં ઈન્વેસ્ટ કરતો ગયો અને તેમાંથી પણ કમાણી કરતો ગયો. ખુબ જલ્દીથી તેની પાસે એટલી બચત થઇ ગઈ કે તેને કાંદિવલીમાં પોતાનો ફ્લેટ લઇ લીધો . તે દરમ્યાન મૃણાલ પણ ગર્ભવતી થઇ ગઈ. વિરારથી કાંદિવલીમાં શિફ્ટ થવાની મૃણાલની ઈચ્છા ન હતી પણ મધુકરની માતા ઇલાબેનની સમજાવટથી તે તૈયાર થઇ. ઇલાબેને કહ્યું કે દીકરાની જન્મ અહીં વિરારમાંજ થાય પણ મધુકરની ઈચ્છા હતી દીકરાનો જન્મ નવા ઘરમાં થાય તેથી ઇલાબેન પણ મૃણાલ અને મધુકર સાથે નવા ઘરમાં ગયા . મધુકર શેર બજારમાં પ્રગતિ કરી રહ્યો હતો. મે ૧૯૮૯ માં મૃણાલે એક સુંદર પુત્રને જન્મ આપ્યો તેનું નામ ધ્રુવ પાડવામાં આવ્યું.. નાનાલાલ અને ઇલાબેન ખુબ ખુશ હતા. ખુશ કેમ ન હોય આખરે તેમની મૂડીનું વ્યાજ મળ્યું હતું. નાનાલાલે બીજે જ દિવસે પોતાની દુકાન અને વિરારની ચાલીનું ઘર ધ્રુવને નામે કરી દીધાં.

નાનાલાલે એક વાત કોઈને જણાવી ન હતી. તેમને ટી બી થયો હતો. તેમને ખબર હતી કે તે ૬ મહિનાથી વધારે નહિ જીવી શકે. છેલ્લા બે વરસથી બીમાર હતા. ધ્રુવ ૬ મહિનાનો થયો તે વખતે તેમનું મૃત્યુ થયું . ખબર પડ્યા પછી મધુકરે ખુબ દવા કરાવી પણ બીમારી છેલ્લા સ્ટેજ પર પહોંચી ગઈ હોવાથી કાંઈ થઇ ન શક્યું. મધુકરને વસવસો રહ્યો કે પોતે એટલો લાયક ન બની શક્યો કે પિતાએ પોતાની બીમારી વિશે વાત ન કરી.

પતિના મૃત્યુ પછી ઇલાબેન કાયમ માટે કાંદિવલી રહેવા આવી ગયા. વિરારની દુકાન અને ઘર ભાડે આપી દીધા. પોતાનું ધ્યાન પ્રભુભક્તિ અને ધ્રુવમાં પરોવ્યું. શેરબજાર ખુબ તેજીમાં હતું અને હર્ષદભાઈ શેરમાર્કેટના અમિતાભ બચ્ચન અને બિગ બુલ તરીકે ઓળખાવા લાગ્યા હતા.


ભાગ ૩


શેર બજાર ખુબ તેજીમાં હતું અને મધુકર પણ . કાંદિવલીમાં ફ્લેટ લીધાના એક વરસની અંદર બોરીવલી ના પૉશ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ લઇ લીધો. અને તેઓ બોરીવલીના ફ્લેટમાં શિફ્ટ થઇ ગયા.

મધુકરે મૃણાલ ને બૂમ પાડીને કહ્યું કે ધ્રુવ ને અત્યારે ઉઠાડ નહિ તો રાત્રે તને સુવા નહિ દે. મધુકરે વિચાર કર્યો કે ક્યાં સેલ્સમેનની નોકરી અને ક્યાં શેર બજારની દુનિયા. તે સેલ્સમેનની નોકરી કરીને ક્યારેય આવો ફ્લેટ લઇ ન શક્યો હોત. શેર બજારમાં તે પણ હર્ષદભાઈની જેમ પોપ્યુલર થઇ ગયો હતો. હર્ષદભાઈને લોકો બિગ બુલ કહેતા તો મધુકર પાઠક ને સ્મોલ બુલ કહેતા. રાજેશ ૫ વરસથી હર્ષદભાઈ સાથે કામ કરતો હતો પણ તે મધુકર જેટલો ઍક્સપર્ટ થઇ શક્યો ન હતો . રાજેશ હજી કંપનીમાં નોકરી કરતો હતો જયારે મધુકર બે વરસની અંદર પોતાની પ્રતિભા ના જોરે હર્ષદભાઈની નજીક આવી ગયો હતો. તેની ડીલ કરવાની આવડત ને લીધે હર્ષદભાઈ તેને મહત્વના કામકાજ સોંપવા લાગ્યા. બેંક સાથે ડીલ કરવી કે પછી કંપનીના એમડી સાથે મિટિંગ કરવી આ બધી કામગીરી મધુકર પાર પડતો.


મધુકરે મૃણાલને કહ્યું ધ્રુવને મમ્મી સાચવશે આપણે આજે બહાર જમવા જઇયે . રાજેશ અને તેની પત્ની પણ આવવાના છે. ધ્રુવને સાચવવાનું કહીને મધુકર અને મૃણાલ હોટેલમાં જમવા ગયા જે બોરીવલીની પ્રખ્યાત હોટેલ કૃષ્ણમાં ગયા. રાજેશ અને તેની પત્ની સ્મિતા પણ આવ્યા હતા . જમતા જમતા ધંધાની વાત નીકળી તો રાજેશે કહ્યું મધુકર તારી પ્રગતિથી હું ખુબ ખુશ છું પણ તું જરા ધીમો પડ અને જે કઈ કરે તે સાચવીને કર. શેર બજાર ખુબ રિસ્કી જગ્યા છે. મધુકરે કહ્યું કે રિસ્ક વગર કોઈ ધંધો નથી થતો. હું કહું છું તેમ કરીશ તો તું પણ સારા એપાર્ટમેન્ટમાં ઘર લઇ શકીશ। રાજેશે કહ્યું કે હું મારા નાના ઘરથી ખુશ છું પણ તું જરા સંભાળીને આગળ વધ. મૃણાલે કહ્યું રાજેશભાઈ ઠીક કહી રહ્યા છે. મધુકરે હસીને કહ્યું કે જે ધંધાની ખબર ન હોય તેમાં રોક ટોક નહિ કરવી, અને રાજેશ મારાથી બળે છે . તે મારાથી ખુબ પહેલાથી હર્ષદભાઈ પાસે નોકરી કરે છે પણ ત્યાંનો ત્યાંજ છે, જયારે મારી તરફ જો હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો છું. રાજેશે કહ્યું તું મારી વાતની અર્થઘટન ખોટી રીતે કરી રહ્યો છે. હું તારો નાનપણનો દોસ્ત છું . તારી પ્રગતિ જોઈને આનંદ પણ થાય છે અને ડર પણ લાગે છે. છતાં તને ખોટું લાગતું હોય તો ફરી આ વિષય પર વાત નહિ કરીયે

બીજે દિવસે સવારે ઑફિસમાં હર્ષદભાઈ સાથે મિટિંગ હતી . તેમણે કહ્યું કે હવે નાની નાની અમાઉન્ટથી કામ નહિ ચાલે, ઈન્વેસ્ટ કરવા મોટી અમાઉન્ટ જોઈશે, પ્રબંધ કેવી રીતે થશે. મધુકરે સૂચવ્યું કે બેંક પાસેથી શોર્ટ ટર્મ માટે લૉન લઈએ તો કેવું રહેશે . રાજેશે કહ્યું કે બેન્કોને શેર બજારમાં ઈન્વેસ્ટ કરવાની મનાઈ છે. લીધેલા પૈસા માર્કેટમાં ગવર્નમેન્ટની જાણ બહાર કેવી રીતે નાખી શકાય. હર્ષદભાઈ એ કહ્યું કે બેંકમાં સિક્યુરિટી બોન્ડ મુકીયે તો આપણને લૉન મળી શકે. અને બેન્ક્ને આપણે વધુ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરીશું .

મધુકર , રાજેશ , પિયુષ તમે લોકો કામે વળગો . હવે માર્કેટને દેખાડીશું ઊંચાઈ શાને કહેવાય.


ભાગ ૪


થોડા જ સમયમાં શેરબજારમાં બેંકના પૈસા આવવાથી વોલ્યૂમ વધ્યું . મધુકર અને રાજેશ હર્ષદભાઈની કંપનીમાંથી છુટ્ટા થયા. જો કે બંનેના કારણો જુદા જુદા હતા . રાજેશને પૈસા શેરબજારમાં જે રીતે ઈન્વેસ્ટ થતા હતા તે માટે વિરોધ હતો તેથી તે એક ઈન્સુરન્સ કંપનીમાં જોડાયો. મધુકર સ્વતંત્ર રીતે કામ કરવા માંગતો હતો તેથી તેણે પોતાની કંપની ચાલુ કરી. તેણે પોતાના બંને ઘર ગીરવે મૂકી બેંક પાસેથી મોટી લોન લીધી અને તે પૈસા શેર બજારમાં ઈન્વેસ્ટ કરવા લાગ્યો. થોડાજ સમય માં તેનું ટર્નઓવર કરોડોમાં થઇ ગયું. હર્ષદભાઈ સાથે તે પણ શેરબજારમાં પ્રખ્યાત થઇ ગયો બધા શેરબજાર માં તેને ખિલાડીના નામથી ઓળખાવા લાગ્યા .. તે જે કંપનીના શેર પર હાથ મુકતો તેનો ભાવ અનેકગણો વધી જતો. કંપનીઓના પ્રમોટરો તેની આગળ પાછળ ફરવા લાગ્યા. વિરારની ચાલીનો છોકરો હવે શેરબજારનો ખિલાડી બની ગયો હતો. શેરો ના ભાવ આસમાને પહોંચી ગયા હતા. અચાનક વધતા ભાવોને અન્ડર વૅલ્યુ હતા, કરરેકશનના લીધે વધી ગયા છે, તેવું રૂપકડું કારણ આપવામાં આવ્યું.


અચાનક એક દિવસ એપ્રિલ ૧૯૯૨ માં હર્ષદ મહેતા એ કરેલું કૌભાંડ બહાર આવ્યું અને ફુગ્ગાની જેમ ફૂલેલા શેર બજારની હવા નીકળી ગઈ. કેટલાય લોકોના પૈસા ડૂબી ગયા અને હર્ષદ મહેતા પર કેસ ચલાવવામાં આવ્યો.


જેમના પૈસા ડૂબ્યા તેમાં મધુકર પણ હતો . તેની પાસે ઘણા શેર હતા પણ તેની વૅલ્યુ હવે કઈ ના હતી. આખલાની જેમ આગળ વધેલો મધુકર હવે દેવાદાર થઇ ગયો હતો. તેના પોતાના પૈસા તો ડૂબ્યા હતા સાથે સાથે દોસ્તો એ જેમણે તેની સલાહ પ્રમાણે શેરબજારમાં પૈસા નાખ્યા હતા, તે પણ તેની પાસે ઉઘરાણી કરવા લાગ્યા હતા . બેંક પાસેથી લીધેલી લોનની પણ હવે તે ભરપાઈ કરી શકે તેમ ન હતો.


બે મહિના સુધી જુદી જુદી બેંકો અને જુદા જુદા લોકોની ઉઘરાણીથી કંટાળેલા મધુકરે એક નિર્ણય હૃદય પાર ભાર મૂકીને લીધો, ઘર છોડવાનો. તેની પાસે બેજ ઓપ્શન હતા એક જીવન છોડવાનો અને બીજો ઘર છોડવાનો. તેણે બીજા ઓપ્શનને અમલમાં મુકયો.


એક દિવસ તે સવારે કામ પર જાઉં છું કહીને નીકળ્યો અને બોરીવલી સ્ટેશન જઈને દિલ્હી જતી ટ્રેન પકડી લીધી. રસ્તામાં બેગ અને પોતાનું પાકીટ વૈતરણાની ખાડીમાં નાખી દીધું જેથી લોકો એમ વિચારે કે તેણે આત્મહત્યા કરી છે. દિલ્હી પહોંચીને તે હરિદ્વાર તરફ નીકળી ગયો.


રાત્રે મોડા સુધી મધુકર ન પહોંચ્યો તો મૃણાલને ચિંતા થઇ તેણે રાજેશને ઘરે બોલાવ્યો અને મધુકર ક્યાં ગયો તેની તપાસ કરવા કહ્યું. રાજેશે માર્કેટના મિત્રોને ફોન કરતા ખબર પડી કે મધુકર ઓફિસે પહોંચ્યો જ નથી. બીજે દિવસે પણ તેની ભાળ ન મળતા પોલીસમાં કમ્પ્લેઇન કરી . બે ત્રણ દિવસ પછી તેની બેગ અને પાકીટ એક રેતીવાળા કોન્ટ્રેક્ટરે પોલીસમાં આપી.

આખા શેરબજારમાં હડકંપ માછી ગયો કે શેરબજારના ખિલાડી મધુકરે આત્મહત્યા કરી લીધી . મૃણાલ , ધ્રુવ અને ઇલાબેન પર આભ તૂટી પડ્યું. મધુકરની તેજીમાં તેને સાથ આપનારા મિત્રોએ મધુકરના પરિવાર તરફ પીઠ કરી દીધી. એક ફક્ત રાજેશ તેમની પાછળ ઉભો રહ્યો.


ભાગ ૫


મધુકરના નામે બે ફ્લેટ અને ઓફિસે હતી તે બેન્કે જપ્ત કરીને નીલામ કર્યા . ઇલાબેન, મૃણાલ અને ધ્રુવ વિરાર રહેવા આવી ગયા. ધ્રુવ હજી સમજણો થયો નહોતો તે માંડ ૩ વરસનો હતો . વિરાર આવ્યા પછી થોડા દિવસ તો મૃણાલને ખબર નહોતી પડી પણ ધીમે ધીમે સમય ગયો તેમ તે આઘાતમાંથી બહાર આવી. દુકાનનું ભાડું ખુબ ઓછું હોવાથી ઘર ચાલવું મુશ્કેલ બન્યું. શરૂઆતમાં મૃણાલના ભાઈઓ એ થોડી મદદ કરી પણ ભાભીના દબાણ હેઠળ પોતાનો હાથ તંગ કરી દીધો.


મધુકરના ગયા ને ૬ મહિના થઈ ગયા હતા. એક દિવસ રાજેશ તેની પત્ની સાથે મળવા આવ્યો અને પૂછપરછ કરી. તેને કહ્યું કે ભાભી આ રીતે તો જિંદગી નહિ જાય. તમે બીજા લગ્ન કરી લો . મૃણાલે કહ્યું કે આ જિંદગીમાં બીજી વાર તો નહિ પરણું. જો ધ્રુવની ચિંતા ન હોત તો મેં મોતને વહાલું કર્યું હોત. રાજેશે કહ્યું ભાભી હું તમને દુઃખ નહોતો પહોંચાડવા માગતો. તમે ક્યાંક નોકરી કરો અથવા તમારી દુકાન ભાડે આપી છે તે તમે પોતે ચલાવો. તમારે દુકાન શરુ કરવા રકમ ઉધાર જોઈતી હોય તો હું આપું છું. મૃણાલે કહ્યું મમ્મી મંદિરે ગયા છે તે આવે એટલે ચર્ચા કરીને તમને કહું છું.


રાત્રે ઇલાબેન સાથે ચર્ચા કરીને કરિયાણાની દુકાન પાછી શરુ કરવાનું નક્કી કર્યું. દુકાન માટે થોડી રકમ રાજેશે અને થોડી રકમ મૃણાલના ભાઈએ પોતાની પત્નીથી છુપાવીને આપી. દુકાન ખોલ્યા પછી થોડા દિવસ મૃણાલ ને ખુબ તકલીફ પડી. ઇલાબેન ઘર સંભાળતા અને મૃણાલ ધ્રુવ ને લઈને દુકાને આવતી.

દુકાનદારી ખુબ કડાકૂટવાળું કામ હતું , આવેલા માલનો હિસાબ રાખવો, વેચેલા માલનો હિસાબ રાખવો . પણ થોડા સમયમાં તે કામમાં પાવરધી થઇ ગઈ અને હસમુખ સ્વભાવના લીધે ૬ મહિનામાં તેને એરિયામાં ઘરાકી જમાવી લીધી. હવે તેને ઘર ચલાવવાની ચિંતા ન હતી તે દુકાનમાંથી જેટલું કમાતી તેમાં ઘર સારી રીતે ચાલતું હતું. ઘરરખ્ખુ સ્ત્રીમાંથી તે સફળ રીતે દુકાનદાર બની ગઈ હતી, શરૂઆતમાં અમુક લોકો એ ખરાબ નજર કરી પણ મૃણાલને ખબર હતી કે કોની સાથે કેવી રીતે વર્તવું. તેવા લોકોને પોતાનાથી દૂર રાખ્યા.


ધ્રુવ ધીમે ધીમે મોટો થઇ રહ્યો હતો. તેનું એડમિશન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં કરાવ્યું. મધુકરની ઈચ્છા હતી કે ધ્રુવ ઇંગ્લિશ મીડીયમમાં પોતાનું શિક્ષણ લે. જો કદાચ પહેલા જેવી સ્થિતિ હોત તો મધુકરે દેશની સર્વશ્રેષ્ઠ સ્કૂલમાં કરાવ્યું હોત પણ મૃણાલે ફક્ત ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં એડમિશન કરાવીને સંતોષ માન્યો. ધ્રુવ ખુબ તેજસ્વી વિદ્યાર્થી હતો તે વર્ગમાં હંમેશા પ્રથમ આવતો અને સ્કૂલમાંથી છૂટ્યા પછી દુકાને આવીને ભણવા બેસતો અને મૃણાલ મોડી સાંજે ઘરે જાય તેની સાથેજ ઘરે જતો. આ તેનો નિત્યક્રમ હતો. તે નાનપણથી પોતાની મમ્મીને દુકાનમાં મહેનત કરતો જોતો. તેને જલ્દીથી મોટા થઇ જવું હતું .


સમય જાણે પંખ લગાવીને ઉડી રહ્યો હોય તેમ ઝડપથી વહી ગયો. હવે ધ્રુવ કોલેજમાં જતો હતો પણ તેને નિત્યક્રમ જાળવી રાખ્યો તે કોલેજ જતો અને ત્યાંથી દુકાને. હવે તે પાકો દુકાનદાર બની ગયો હતો તેને કરિયાણાના ધંધાની આંટીઘૂંટી સમજાવા લાગી હતી.

વચમાં ઘણીવાર સમાચાર મળ્યા કે કોઈએ મધુકર ને હરિદ્વારમાં જોયો છે તો કોઈએ અમરનાથમાં. સમાચાર એમ હતા કે મધુકર સાધુ થઇ ગયો છે. મૃણાલે પોતાની રીતે તપાસ કરાવી પણ વ્યર્થ. છતાં તેને આશા હતી કે મધુકર જીવિત છે અને એક દિવસ પાછો આવશે . તેણે પોતાના ગળામાં મંગળસૂત્ર પહેરી રાખ્યું હતું. કોઈ પૂછતું તો તે જવાબ આપતી કે મધુકર મરી જ ના શકે. ધ્રુવ ને પોતાના પિતા પ્રત્યે ભયંકર નફરત હતી પણ મૃણાલ સામે તે આ વાત કોઈ દિવસ ઉચ્ચારતો નહિ. તે મિત્રો ને કહેતો કે તે પિતા ને જેટલી નફરત કરે છે તેના કરતા માતા ને વધારે પ્રેમ કરે છે. તે માતા ને કોઈ દિવસ દુઃખી ન જોઈ શકે .

 

ભાગ ૬


હરિદ્વાર પહોંચ્યા પછી મધુકર થોડા દિવસ ધરમશાળામાં રોકાયો અને એક સાધુના આશ્રમમાં જઈ સત્સંગ માં બેસતો. ઘણા દિવસ એકધારો મધુકર ત્યાં ગયો એટલે સાધુનું ધ્યાન તેની તરફ ગયું. સાધુનું નામ હતું સંપૂર્ણાનંદ. તેમને મધુકરની પૃચ્છા કરી . મધુકરે પોતાના ભૂતકાળની વાત કરવાને બદલે ફક્ત એટલું જ કહ્યું કે સંસારથી ત્રસ્ત થઈને અહીં આવ્યો છું . હું હવે સન્યાસી થવા માંગુ છું. મને તમારા આશ્રમનું વાતાવરણ ગમ્યું અને તમને મળીને લાગ્યું કે તમે મને સાચો માર્ગ બતાવી શકશો તેથી તમારી શરણમાં આવ્યો છું. તમે મને શિષ્ય તરીકે સ્વીકારો એટલીજ વિનંતી. સંપૂર્ણાનંદે મધુકરનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. મધુકર આશ્રમમાં રહેવા આવી ગયો. આશ્રમમાં આવ્યા પછી ખુબ મન લગાવીને સંપૂર્ણાનંદની સેવા કરી અને તેમનો પ્રિય શિષ્ય બની ગયો .


મધુકર આશ્રમમાં આવ્યાને ૧૫ વરસ થઇ ગયા હતા છેલ્લા બે વરસથી મધુકર હવે સંપૂર્ણાનંદની જગ્યાએ ગાદીપતિ બની ગયો હતો તે હવે સર્વાનંદ તરીકે ઓળખાતો હતો. બપોરના બે વાગ્યા હતા મધુકર પોતાના ખંડમાં બેઠો હતો અને સામે એક પ્રાઇવેટ ડીટેકટીવ હતો . પ્રાઇવેટ ડીટેકટિવે એક ફોટો મધુકરને આપ્યો અને કહ્યું આ તમારા પત્ની અને પુત્રનો ફોટો છે બંને અત્યારે સુખેથી જીવે છે. તમારો પુત્ર કોલેજમાં ત્રીજા વરસમાં છે અને ખુબ મહેનતુ પણ છે. પણ તે તમને ખુબ નફરત કરે છે. બેંકની લોન તો તમારા ફ્લેટ્સ અને ઈન્સુરન્સના પૈસામાંથી પુરી થઇ ગઈ હતી અને જે થોડું ઘણું દેવું છે તે તમારી પત્ની હપ્તે હપ્તે ચૂકવી રહી છે . ડીટેકટીવ રશ્મિએ કહ્યું કે તમે આ જાણકારી કેમ કઢાવી . એક વાર સન્યાસ લઇ  લીધા પછી ઇન્ફોરમેશન શા કામની? મધુકરે કહ્યું કે તેની ચિંતા તમે ન કરો . તમારું કામ ડીટેકટીવનું છે તો તે કરો .


મધુકર છેલ્લા પંદર વરસથી અહીં હતો. તે બહારથી તો સાધુ બની ગયો હતો પણ તે અંદરથી તો હજીય મધુકર હતો. તેને આ ધંધો ફાવી ગયો હતો. આશ્રમમાં દેશવિદેશથી ખુબ દાન આવતું હતું અને ત્યાં આવનાર ભાવિકો પણ દિલ ખોલીને દાન કરતા હતા. આશ્રમ ખુબ વ્યવસ્થિત ચાલતો હતો. સાધુ હોવા છતાં તે રાજાની જેમ જીવતો હતો. હવે તો આશ્રમમાં સેન્ટ્રલ એસી નંખાવી દીધું હતું .સત્ય તે પણ જાણતો હતો કે ન તો તેના ગુરુ સાચા સાધુ હતા, ન તો તે સાચો સાધુ હતો. બીજા ઘણા બધા આશ્રમોની જેમ તેઓ પણ ધંધો કરતા હતા , ધર્મનો ધંધો, અને આ ધંધામાં મંદી પણ આવાવની નહોતી ઉલટું મંદી હોય ત્યારે આ ધંધામાં તેજી આવી જતી હતી. હરિદ્વારમાં એક રીતે હરીફાઈ ચાલતી હતી ધર્મના ધંધાની, કોણ કેટલા ભાવિકોને ખેંચે છે. સર્વાનંદ ઉર્ફ મધુકરનું જીવન આમ તો સરળતાથી વીતી રહ્યું હતું પણ ઊંડે ઊંડે તેના મનમાં એક અપરાધબોધ હતો. પોતાની પત્ની અને પુત્રને મજધારમાં છોડવાનો. એક મન કહેતું કે ખોટું કર્યું પણ બીજું મન કહેતું હતું કે તેણે બરાબર કર્યું છે, તે પોતે ત્યાં રહ્યો હોત તો કદાચ દેવું ભરી ન શક્યો હોત પણ ઇન્સુરંસની મોટી રકમથી દેવું ભરાઈ ગયું . તે ત્યાં રહ્યો હોત તો કદાચ પોલીસ કેસ થયો હોત અને જેલ પણ થઇ હોત. તે અહીં આવીને ૧૫ વરસ થઇ ગયા પણ મન હજુ પત્ની અને પુત્રમાં હતું . તે દાનમાં મળેલી રકમ પોતાની પત્નીને મોકલવા માંગતો હતો પણ તેવું કરવાની તેની હિમ્મત ચાલી નહોતી.


અમુક વખત તેને ઈચ્છા થઈ આવતી કે આશ્રમ છોડી પત્ની અને પુત્ર પાસે જતો રહું પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેની હિમ્મત ઓછી થઇ ગઈ .

તેના આશ્રમમાં અમુક ખોટા ધંધા થતા પણ તેને આંખ આડા કાન કરવા પડતા, કારણ આ ધંધા કરનાર વ્યક્તિ વગદાર હતી અને આશ્રમને મોટું દાન પણ આપતી. તેમાં સમ્પૂર્ણાનન્દ નો મુખ્ય શિષ્ય તેજોમયાનંદ પણ સામેલ હતો . પહેલા ગાદી તેજોમયાનંદને સોંપવાની હતી પણ તેણે ઇન્કાર કર્યો તેથી મધુકરને મહંત બનાવવામાં આવ્યો. તેજોમયાનંદ કોઈ પણ જાતના રૂટિન કાર્યમાં જોડાવા માંગતો ન હતો તે ફકત રૂપમણિદાસ આવે ત્યારે તેમની સેવામાં રહેતો હતો. તેણે ફક્ત તેનું અથવા બીજા ત્રણ ચાર ભાવિકોનું ધ્યાન રાખવાનું હતું. રૂપમણિદાસ ફક્ત આનંદ પ્રમોદ કરવા ત્યાં આવતો. આવું ભયંકર સેક્સ સ્કેન્ડલ તેના નાક નીચે ચાલતું હોવા છતાં, મધુકર ઉર્ફ સર્વાનંદ મજબુર હતો. કોઈ જાતની એકશન લેવા જાય તો તેની પોતાની હકાલપટ્ટી થાય તેમ હતી.


ભાગ ૭


ધ્રુવનો કોલેજનો આજે છેલ્લો દિવસ હતો. થોડા દિવસ પછી પરીક્ષા અને પછી રિઝલ્ટ. તેના પછી ઘણા બધા મિત્રો એવા હતા કે જેમને તે કદી પણ મળી નહિ શકે. દરેક જણ એકબીજા સાથે ડિસ્કસ કરી રહ્યા હતા કે કોલેજ પછી શું પ્લાન છે . કોઈ એમ બી એ કરવાનું હતું તો કોઈ સી એ, તો કોઈ નોકરી. ધ્રુવને મિત્રોએ પૂછ્યું તો તેને કહ્યું હું દુકાને બેસીશ . રાકેશે મજાક કરતા કહ્યું કે જો દુકાને જ બેસવાનું હતું તો ૩ વરસ શું કામ બગાડ્યા ? ધ્રુવે કહ્યું રાકેશ આટલું ભણીને કોઈની પાસે નોકરી કરવા કરતા મારી દુકાનને આગળ વધારીને ચાર જણાને નોકરી આપીશ. એક દિવસ હું બતાવી દઈશ કે ધ્રુવ પાઠક શું ચીજ છે .


ધ્રુવની આવી વાતો બધાને ન ગમતી પણ એક વ્યક્તિને જરૂર ગમતી તે હતી નીલામ્બરી. પણ બધા તેને નીલા કહીને બોલાવતા. નીલા સાવ ૫ ફૂટ ઊંચાઈ , ઘઉં વર્ણ અને સાધારણ દેખાય તેવી યુવતી હતી. ધ્રુવની ખુબ સારી મિત્ર હતી. તે ધ્રુવ ને દરેક બાબતમાં સપોર્ટ કરતી. ધ્રુવ ને પણ તેની સંગત પસંદ હતી, તે ક્યારેય ઉદાસ હોય ત્યારે નીલા સાથે વાત કરતો અને તેના હૈયાનો ભાર ઉતરી જતો. નીલા મનોમન ચાહતી હતી ધ્રુવને પણ ધ્રુવ તેને ફક્ત પોતાની સાચી મિત્ર માનતો હતો. નીલાએ કોઈ દિવસ પોતાની ચાહતનો એકરાર નહોતો કર્યો કારણ તેને ખબર હતી કે ધ્રુવ શ્વેતાને ચાહે છે. શ્વેતા એક શ્રીમંત પરિવારની લાડકોડમાં ઉછરેલી કન્યા અને નાનપણથી તે બેફીકરા સ્વભાવની હતી. આમ તો નીલા શ્વેતા ધ્રુવ બધાય એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના હતા પણ કોલેજમાં તેમની દોસ્તી થઇ ગઈ. પહેલા બે વરસ તો શ્વેતા અને ધ્રુવ વચ્ચે કઈ ન હતું પણ ત્રીજા વરસમાં ધ્રુવે શ્વેતા ને પ્રપોઝ કર્યું અને શ્વેતાએ હા કહી. બંને વચ્ચે ૧ વરસ અફેર રહ્યું. ત્રીજા વરસના અંતે શ્વેતાએ ધ્રુવને તેના પપ્પાની કંપનીમાં નોકરી કરવા કહ્યું તો ધ્રુવે ઇન્કાર કર્યો અને કહ્યું તે દુકાન જ સંભાળવા માંગે છે. શ્વેતા એ કહ્યું તેના પપ્પાને તું ગમે છે અને આપણા લગ્ન માટે પણ રાજી થશે પણ તું નાની દુકાન ચલાવે તે તેમને પસંદ નથી, આગળ જઈને કંપની તારે જ સંભાળવાની છે તેની ખબર છે ને તને. ધ્રુવે કહ્યું કે હું જાતમહેનતથી આગળ આવવા માંગુ છું. હું તને ચાહું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છે તે સાચું છે પણ હું મારી કમાણી પર જીવવા માંગુ છું. જો તું મારો હું જેવો છું તેવો સ્વીકાર કરે તો ઠીક છે નહિ તો આપણા રસ્તા આજથી જુદા છે. શ્વેતાએ સમજાવવાની કોશિશ કરી પણ વ્યર્થ. શ્વેતા એ કહ્યું આજે લક્ષ્મી તને સામેથી ચાંદલો કરવા આવી હતી પણ તે ઇન્કાર કર્યો. આવી હોય છે તમારા મધ્યમ વર્ગીયોની મેન્ટાલીટી સો કોલ્ડ સ્વાભિમાન. તેમને અભાવમાં જ જીવવું પસંદ હોય છે. અભાવમાં જ જીવશે અને અભાવમાં જ મરશે. હું અભાવમાં જીવવા માંગતી નથી. તારા નસીબમાં મારા જેવી સુંદર છોકરી ક્યાંથી હોય, તારા નસીબમાં તો નીલા જેવી ચંપુ છોકરી હોય. તું તો નીલા ને જ પરણજે પછી બંને મળીને ચલાવજો તમારી નાની દુકાન.


કોલેજથી પાછા આવતા બે દિવસ પહેલા થયેલા બ્રેક અપનો વિચાર કર્યો અને આંખમાં આંસુ આવી ગયા પણ તેને મન મજબૂત કર્યું અને વિચાર્યું કે જે થાય તે સારા માટેજ થાય છે . અને ધ્રુવે અંતિમ પરીક્ષાની તૈયારી કરી.

૬ મહિના થઇ ગયા હતા કોલેજ પુરી થઈને ધ્રુવ દુકાને બેસતો હતો. મૃણાલ બપોરે જમવાના સમયે કે પછી સાંજે થોડી વાર માટે દુકાને આવતી. ધ્રુવે કહ્યું હવે તું આરામ કર અને હું દુકાન સંભાળીશ. થોડા સમય પછી સમાચાર મળ્યા કે શ્વેતા પરણીને અમેરિકા ચાલી ગઈ હતી. દિલ તૂટી ગયું ધ્રુવનું, ખુબ રડ્યો નીલાના ખભે માથું નાખીને. આટલા મિત્રોમાં ફકત નીલાએ કોન્ટેક્ટ જાળવી રાખ્યો હતો. નીલાએ કહ્યું કે તારા જીવનનું લક્ષ્ય શ્વેતા નહિ પણ તારી તારી મમ્મીનું સુખ છે, તેણે તને કેવી રીતે મોટો કર્યો તે યાદ કર. ધ્રુવ ફક્ત એટલું જ કહી શક્યો કે તું મારી સાચી મિત્ર છે, તું ન હોત તો મારુ શું થાત.

થોડા સમય પછી ધ્રુવે આજુબાજુની બે દુકાન પણ લઇ લીધી અને પોતાની દુકાન ને સુપર માર્કેટનું રૂપ આપી દીધું . તે દિવસે મૃણાલ ખુબ ખુશ હતી અને તેના ઉદ્ઘાટનના દિવસે જ ધ્રુવને નીલા માટે પૂછ્યું, તો તેણે હા પડી અને મૃણાલે રાજી રાજી તેમની સગાઇ કરી દીધી .

 

ભાગ ૮


ધ્રુવે સગાઇ તો કરી લીધી પણ તેને શરત મૂકી લગ્ન બે વરસ પછી જ કરશે. નીલાએ કહ્યું કે તે તેના માટે ૧૦ વરસ પણ રાહ જોવા તૈયાર છે . ધ્રુવના મનમાં નીલા માટે ખુબ પ્રેમ ઉભરાઈ આવ્યો. તે વિચારવા લાગ્યો કે શ્વેતાને લીધે તેણે નીલા તરફ કોઈ દિવસ ધ્યાન આપ્યું નહિ , તેને અંદાજો પણ ન હતો નીલા તેને આટલું બધું ચાહતી હતી. ધ્રુવે કહ્યું કે ખોટું ન લગાડતી મારે મારા સપના પુરા કરવાના છે અને કદાચ સપના પુરા કરવાની લાહ્યમાં હું તારી તરફ ધ્યાન ન આપી શકું તેથી હું તારી પાસે બે વરસનો સમય માંગુ છું. નીલાએ કહ્યું કે આવડા અમથા કારણ માટે લગ્ન શું કામ ટાળે છે હું કદીયે તારા અને સપના વચ્ચે નહિ આવું. હું તને ખુબ ચાહું છું અને હંમેશા તને ખુશ જોવા માંગુ છું . ધ્રુવે નીલાને બાહોમાં ભરી લીધી અને કહ્યું ઠીક છે તું કહે તેમજ કરીશું આપણે આવતા મહિને લગ્ન કરી લઈશું.


ધ્રુવના નિર્ણયથી મૃણાલને જાણે દુનિયાભરની ખુશી મળી ગઈ. મૃણાલે કહ્યું કે હવે મને શાંતિ મળશે હવે મારી આંખો મીંચાઈ જાય તો પણ વાંધો નહિ. કબાટમાંથી મધુકરનો ફોટો કાઢીને કહ્યું કે જુઓ તમારા ગયા પછી પણ હું તૂટી નહિ , ધ્રુવને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો અને હવે લગ્ન પણ થવાના છે. દુનિયા ભલે કહેતી કે તમે નથી રહ્યા પણ મને વિશ્વાસ છે કે એક દિવસ તમે પાછા આવશો. તમે અહીં હોત તો ધ્રુવના લગ્ન ખુબ ધામધૂમથી કર્યા હોત.


એક મહિના પછી ધ્રુવ અને નીલાના લગ્ન સાદાઈથી થઇ ગયા. નીલાના પપ્પાની ઈચ્છા ધૂમધામથી કરવાની હતી પણ ધ્રુવ સાદાઈથી લગ્ન કરવા માંગતો હતો તેથી ધ્રુવની ઈચ્છાનું માન રાખ્યું.

લગ્ન પછી હનીમૂન પાર જવાને બદલે ધ્રુવ દુકાન પર જવા લાગ્યો. ધ્રુવે કહ્યું કે મારુ લક્ષ્ય સુપર માર્કેટ નહિ પણ શોપિંગ મોલ છે અને શોપિંગ મોલ ખોલ્યા પછી જ મને જમ્પ વળશે , તેના પછી આપણે દુનિયાભરમાં ફરીશું. માત્ર ૬ મહિનામાં ધ્રુવની સુપરમાર્કેટ ધમધોકાર ચાલવા લાગી હતી અને તેને લાગુ કરેલી સ્કીમોના લીધે તેની ઘરાકી પણ દસ ગણી વધી ગઈ હતી. તે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હતો. તેણે શહેરની બહાર થોડી જમીન ખરીદી લીધી.

 

 ભાગ ૯


ધ્રુવે ત્યાર બાદ તેમના પારિવારિક મિત્ર રાજેશ અંકલને બધી વાત કરી. રાજેશ અંકલે કહ્યું કે તારે શોપિંગ મોલ ખોલવાની ઈચ્છા હોય તો હું મદદ કરી શકું પણ તું ફરી એક વાર વિચારી જો કારણ શોપિંગ મોલ ખોલવું તે રિસ્કી છે સફળ થાય પણ અને ન પણ થાય . કારણ તું શોપિંગ મોલ વિરારમાં ખોલવા માંગે છે અને તે પણ શહેરની બહાર. હજી તે મુંબઈમાં ખોલ્યો હોત તો સફળતાની ગેરંટી ૯૦ ટકા હોત પણ અહીં તો ૫૦ ટકા જ ગેરંટી કહી શકાય. આને જોખમજ કહી શકાય. ધ્રુવે જવાબ આપ્યો હું ફક્ત શોપિંગ મોલ જ નહિ પણ એક આખું એન્ટરટેઇન્મેન્ટ મોલ બનાવવા માંગુ છું મારે તેમાં શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ થિયેટર, ગેમિંગ ઝોન, બેન્ક, ફૂડ પાર્ક ઉપરાંત એક આઇસ સ્કેટિંગ ઝોન પણ બનાવવો છે જેથી લોકો અહીં ફક્ત ખરીદી નહિ પણ મનોરંજન કરવા આવે.


રાજેશ ધ્રુવની વાત સાંભળી આભો બની ગયો તેણે વિચાર્યું સપના તો મોટા છે અને કેમ ન હોય આખરે લોહી તો મધુકરનું ને પણ તે કદાચ મધુકરની જેમ નિષ્ફળ જશે તો શું થશે ? ધ્રુવે પૂછ્યું કેવો લાગ્યો મારો પ્લાન ? તંદ્રામાંથી બહાર આવી રાજેશે પૂછ્યું તું આ બધું કરશે કઈ રીતે? આમાં તો ખુબ પૈસો જોઈએ અને આટલી મોટી રકમ તો કોઈ બેંક પણ નહિ ધીરે .


ધ્રુવે કહ્યું કે અંકલ તે મેં વિચારી રાખ્યું છે હું વેન્ચર ફંડિંગમાં જઈશ મેં તે માટે પ્રોફાઈલ પણ તૈયાર કરાવ્યું છે પણ પહેલા મારે ગવર્નમેન્ટની પરમિશન લેવી પડશે તેમાં તમે મારી મદદ કરો. રાજેશે કહ્યું કે પરમિશનની જવાબદારી મારી તું આગળ વધ. પરમિશન ૪૫ દિવસમાં લાવી આપીશ અને તે પણ પ્રોસિજર પ્રમાણે. પરમિશનની જવાબદારી રાજેશે લીધા પછી ધ્રુવને નિરાંત થઇ. ધ્રુવે જ્યાં સુધી પરમિશન ના આવે ત્યાં સુધી પોતાનું ધ્યાન સુપરમાર્કેટમાં પરોવ્યું . તે સુપરમાર્કેટમાં બપોર સુધી જ બેસતો બપોર પછી તેમાં નીલા બેસતી . લગ્ન પછી તરત જ સુપરમાર્કેટમાં બેસવાનું શરુ કર્યું હતું તે જાણતી હતી કે જ્યાં સુધી ધ્રુવ પોતાનું સપનું પૂરું નહિ કરે ત્યાં સુધી તેને જમ્પ નહિ મળે. બપોર પછી તે મુંબઈ જતો અને જુદા જુદા શોપિંગ મોલમાં જઈ તે જોતો અને ત્યાંના દુકાનદારો ને મળતો અને તેમના અનુભવો સાંભળતો. ઉપરાંત કોર્પોરેટ ફંડિંગ કરનારી કંપનીઓ મળતો . તેને ખબર હતી કે શોપિંગ મોલ શરુ કરતા કરતા બે થી ત્રણ વરસ નીકળી જશે પણ ત્યાં સુધી પોતે જ્ઞાન સમૃદ્ધ થવા માંગતો હતો .

 

ભાગ ૧૦


ધ્રુવના ધાર્યા કરતા સમય વધારે લાગતો હતો. પરમિશન મળતાં ૩ મહિના ગુજરી ગયા પછી વારો હતો ફંડિંગનો, બે વરસ નીકળી ગયા ફંડિંગ મેળવતા, કારણ હતું તેમાં લાગનારી રકમ. ૧૦ કરોડ રૂપિયાની જરૂર હતી પ્રોજેક્ટ માટે. જે કંપની નાણાં ધીરી રહી હતી તેનો શેર ૫૫ % રહેવાનો હતો . છેલ્લે સપનું સાકાર થયું ખાત મુહૂર્તમાં પહેલો પથ્થર મૃણાલના હાથે મુકાવ્યો. પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું મૃણાલ'સ . એક આખું વર્ષ નીકળી ગયું કન્સ્ટ્રક્શનમાં. વિરારમાં આવો પહેલો પ્રોજેક્ટ હતો તેથી તેને પ્રચાર પણ ખુબ કર્યો . આમેય પ્રોજેક્ટ આકાર લેતી વખતે જ પ્રખ્યાત થઇ ગયો હતો અને પ્રોજેક્ટના અનોખાપણા ને લીધે ઉદ્ઘાટન મુખ્ય મંત્રી પોતે આવ્યા અને ધ્રુવને અભિનંદન આપ્યા . મુખ્ય મંત્રી આવવાને લીધે ધ્રુવની ગણના હવે મોટા બિઝનેસમેનમાં થવા લાગી. મૃણાલની આંખો હર્ષ થી ભીની થઇ ગઈ ઉદ્ઘાટન વખતે. જે બાળકના માથેથી પિતાનું છત્ર નાનપણમાં છીનવાઈ ગયું હતું તેણે પોતાની તાકાત પર આટલો મોટો પ્રોજેક્ટ ઉભો કર્યો હતો .

તેનો શોપિંગ મોલ ફક્ત શોપિંગ પૂરતો મર્યાદિત ન હતો પણ એન્ટરટેઇન્મેન્ટ મોલ હતો. ધ્રુવે ત્યાં મળતાં પ્રોડક્ટ અને સર્વિસમાં પણ ધ્યાન આપ્યું હતું . છેક મુંબઈથી લોકો તેના મોલમાં આવવા લાગ્યા .

મૃણાલ'સ શરુ કર્યાના એક વર્ષ પછી તે પોતાના નવા બંગલામાં રહેવા ગયો. તેણે પાંચ વરસ એકધારી કરેલી મહેનત તેને ફળી હતી. તેની પુત્રી પણ હવે એક વરસની થઇ ગઈ હતી. દીકરીનું નામ નિધિ રાખ્યું હતું.

તેના પહેલા જન્મદિવસની પાર્ટી નવા બંગલામાં ચાલુ હતી તે વખતે તેમના દરવાજે એક વ્યક્તિ આવીને ઉભી રહી જેને જોઈને મૃણાલ બેભાન થઇ ગઈ .

 

ભાગ ૧૧


લઘરવઘર કપડાં, વિચિત્ર રીતે કપાયેલા વાળ, થોડી વધેલી દાઢી , શરીરમાંથી નીકળતી દુર્ગંધ સાથે મધુકર ધ્રુવના બંગલાના દરવાજે ઉભો હતો. ધ્રુવ તો ઓળખી ન શક્યો તેને લાગ્યું દરવાજે કોઈ ભિખારી ઉભો છે પણ મૃણાલ ઓળખી ગઈ પણ મધુકરને જોઈને બેહોશ થઇ ગઈ. રાજેશ પણ ત્યાં ઉભો હતો તેને આગળ વધીને મધુકરને ઘરમાં લીધો અને સીધો ઉપરના માળે લઇ ગયો અને તેને એક રૂમમાં બેસાડી નીચે આવ્યો અને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી તે મારો જૂનો મિત્ર છે તમે પાર્ટી ચાલુ રાખો હું ડૉક્ટરને ફોન કરું છું . પછી રાજેશે ભાનમાં આવેલી મૃણાલને ઉપર લઇ ગયો અને ધ્રુવ ને કહ્યું મહેમાનોને વિદાય કરીને પછી જ ઉપર આવજે , અત્યારે પાર્ટીમાં ઘણા બધા વી આઈ પી આવેલા છે. તું ચિંતા કર્યા વગર પાર્ટી કર બાકી બધી વાત પાર્ટી પછી . મૃણાલ મધુકરની સામે બેસીને રડી રહી હતી. આંસુ મધુકરની આંખમાં પણ હતા. રાજેશ જ્યાં સુધી ઉપર ન આવ્યો ત્યાં સુધી બન્ને એકબીજા સાથે વાત કરી શક્યા નહિ. ઉપર આવ્યા પછી રાજેશે એક ખુરસી ખેંચી અને મધુકરની સામે બેઠો અને પૂછ્યું આ બધું શું છે? અને આટલા વરસ ક્યાં હતો ? તને એક દિવસ પણ ચિંતા ન થઇ કે તારી પત્ની અને પુત્રની, તારી પાછળ શું થયું ? મન તો થાય છે કે તને બે ચાર થપ્પડ મારી દઉં પણ તારી હાલત જોઈને લાગે છે કે સમયે જ તને થપ્પડ મારી છે. તું પહેલા એક કામ કર પહેલા નાહી લે અને કપડાં બદલી લે પછી વાત કરીયે. મધુકરે સામે એક પણ શબ્દ બોલવાની હિમ્મત ન બતાવી અને બાથરૂમમાં ગયો . તે જ્યાં સુધી નાહીને બહાર ન આવ્યો ત્યાં સુધી રાજેશ અને મૃણાલ મૌન રહ્યા. રાજેશ વાત કરવા માંગતો હતો પણ મૃણાલના ચેહરાની ગંભીરતા જોઈને કઈ બોલી ન શક્યો.


મધુકર નાહીને આવ્યા પછી રાજેશે પોતાના પ્રશ્નો દોહરાવ્યા . નાહી લીધા પછી મધુકર શાંત હતો તેને ખબર ન પડતી હતી કે ક્યાંથી શરૂઆત કરે. પછી તેને બોલવાનું શરુ કર્યું અને એક વાર શરુ કર્યા પછી તેના માટે બોલવું આસાન હતું તેણે મુંબઈથી નીકળીને પોતાની બેગ અને પર્સ ખાડીમાં ફેંકવાની અને હરિદ્વારમાં પહોંચીને સાધુ બનવાની અને ત્યાં આશ્રમના સર્વેસર્વા બનવાની વાત કરી. રાજેશે પૂછ્યું તો પછી તારી આવી હાલત કઈ રીતે થઇ , સર્વાનંદજી ? રાજેશ ના તીક્ષ્ણ પ્રહાર ને અવગણી ને તેને પોતાની વીતકકથા ચાલુ રાખી. તેણે કહ્યું કે આશ્રમમાં મારા નાક નીચે ભયંકર સેક્સ સ્કેન્ડલ ચાલતું હતું, હું જાણતો નહોતો તેવું નથી પણ મારા હાથ બંધાયેલા હોવાથી હું ચૂપ રહ્યો. અને સેક્સ સ્કેન્ડલ હમણાંથી નહિ પણ ગુરુજી જીવતા હતા ત્યારથી ચાલતું હતું . ગુરુજી પણ ઇન્વોલ્વ હતા. હું તેમના પછી ગાદીપતિ થયો પણ હું કોઈને રોકી શક્યો નહિ. હું પોતે તેમાં ઇન્વોલ્વ ન થયો એટલી જ મારી ઉપલબ્ધી. અને આમેય આશ્રમો માં ચાલતા કાળા કામો વર્ષોથી જોઈ રહ્યો છું. પણ પાપ કદી છૂપું નથી રહેતું તેનો ઘડો એક દિવસ તો ફૂટે છે. એક દિવસ એક યુવા સાધુને આશ્રમમાં રહેવાની મંજૂરી આપી. તે અમારા આશ્રમમાં ૨ મહિના રહ્યો અને એક દિવસ ગાયબ થઇ ગયો . ન્યુઝ ચેનલ પર સીડી લીક થઇ ત્યારે ખબર પડી કે તે ચેનલનો પત્રકાર હતો અને ૨ મહિના અમારા આશ્રમમાં રહીને તેણે સીડી બનાવી હતી. પછી પોલીસ કેસ થયો તેજોમયાનંદ અને રૂપમણિદાસને જેલ થઇ અને તેના બીજા સાગરીતો ફરાર થઇ ગયા. હું તેમાં ઇન્વોલ્વ ના હોવાથી મને છોડી દીધો. હું આશ્રમમાં પાછો ફર્યો પણ અમારા વિરોધી આશ્રમોના સાધુઓએ લોકો ને ઉશ્કેરી અમારા આશ્રમમાં તોડફોડ કરાવી અને મારુ મુંડન અને મોં કાળું કરીને ગધેડા પર મારી સવારી કાઢી. હું જેમ તેમ તેમના ચુંગલમાંથી છૂટ્યો અને જેમ તેમ પ્રવાસ કરીને અહીં પહોંચ્યો. વચ્ચે બે દિવસ રેલવે પોલીસની જેલ માં પણ રહ્યો વગર ટિકિટે પ્રવાસ કરવા માટે. પણ આઠ દિવસે અહીં પહોંચી ગયો. મૃણાલના હીબકા શાંત થઇ ગયા હતા. મધુકર પણ શાંત થઇ ગયો હતો . તેવી નીરવ શાંતિ વચ્ચે કોઈનો ઉપર આવવાનો અવાજ આવી રહ્યો હતો .


ભાગ ૧૨


ધ્રુવ અને નીલા ઉપર આવ્યા ત્યારે નીરવ શાંતિ હતી. ધ્રુવે ધ્યાનથી ચેહરો જોયો અને તેના ભવાં ખેંચાઈ ગયા અને આંખોનો રંગ બદલાઈ ગયો. આમ શાંત રહેતો ધ્રુવ ક્રોધથી થરથર ધ્રુજી રહ્યો. બધા સાથે સૌમ્યતાથી વાત કરતો ધ્રુવ બરાડી ઉઠ્યો . તમારી હિમ્મત કેવી રીતે થઇ પાછા આવવાની. જે સમયે તમારા પરિવારને તમારી જરૂર હતી તેવા સમયે તમે પરિવારને છોડીને નીકળી ગયા અને દુનિયા ને દેખાડ્યું કે તમે આપઘાત કર્યો. અત્યાર સુધી મને તમારા પ્રત્યે ફક્ત ક્રોધ હતો કે થોડી મુસીબત શું આવી કે તમે પરિવારને તેના હાલ પર છોડી આપઘાત કર્યો પણ હવે મને તમારા પ્રત્યે નફરત છે કે પરિવારને છોડીને નીકળી ગયા અને આપઘાત પણ ન કરી શક્યા. કાયર છો તમે. આટલા વરસની મનની ભડાસ કાઢી રહ્યો હતો. શું જોઈને આવ્યા અહીં કે હવે દીકરો બિઝનેસમેન બની ગયો છે અને હવે હું પણ નિષ્ફળ સ્ટોક બ્રોકરમાંથી સફળ બિઝનેસમેન બની જઈશ. તમે અત્યારે ને અત્યારે મારા ઘરેથી નીકળી જાઓ અને ફરી મોઢું દેખાડતા નહિ. રાજેશે ધ્રુવના ખભે હાથ મુક્યો અને કહ્યું શાંત થઇ જ અને શાંતિથી મારી વાત સાંભળ. ધ્રુવ બોલ્યો અંકલ તમે તમારા કાયર મિત્રની તરફદારી કરશો નહિ તો આપણા સંબંધો પણ બગડી જશે. તેજ વખતે મૃણાલ જ્યાં બેઠી હતી ત્યાં ઢળી પડી. નીલા બુમ પડી ઉઠી મમ્મી શું થયું તમને? ધ્રુવનું ધ્યાન જતા જ તે મૃણાલ ને ઢંઢોળવા લાગ્યો મમ્મી ઉઠો શું થયું તમને? મૃણાલ પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. રાજેશે કહ્યું ધ્રુવ જલ્દી ગાડી કાઢ તારી મમ્મીને હાર્ટ અટેક આવ્યો છે જલ્દી કર. ધ્રુવ જલ્દીથી ગાડી કાઢવા નીચે દોડ્યો અને નીલા અને રાજેશે મળીને મૃણાલને નીચે લઇ ગયા. મધુકર પોતાની જગ્યાથી હલી પણ શક્યો નહિ. તેને ખબર હતી કે ધ્રુવ ગુસ્સે થશે પણ તેને અંદાજો ન હતો કે તે આટલી હદ સુધી નફરત કરતો હશે. થોડી કળ વળતા તે નીચે દોડ્યો અને ગાડીમાં બેસી ગયો. ધ્રુવે ગાડી હોસ્પિટલ તરફ મારી મૂકી . મધુકર ને ડર હતો કે કદાચ ધ્રુવ તેને ગાડીમાંથી ઉતરવાનું કહેશે પણ ધ્રુવ કઈ બોલ્યો નહિ.


હોસ્પિટલ પહોંચતા પહેલા ધ્રુવે ત્યાં ફોન કરી દીધો હતો એટલે ત્યાં રાહ જોવી ન પડી અને મૃણાલને તરત આઈ સી યુ માં દાખલ કરી. ડોક્ટરે તપાસ કરી અને કહ્યું કે માસિવ હાર્ટ એટેક હતો પણ અત્યારે ચિંતા નથી તે સ્ટેબલ છે. તેમની કોઈ મેડિકલ હિસ્ટરી છે . ધ્રુવે માથું ધુણાવી ના પડી તેને કહ્યું તેમને શરદી સિવાય કોઈ બીમારી નથી થઇ . ડોક્ટરે કહ્યું કે તો પછી કોઈ માનસિક તણાવ ના લીધે હાર્ટ એટેક આવ્યો છે. કાળજી રાખો કે તેમને કોઈ જાતનું ટેંશન ન આવે. ધ્રુવે માથું હલાવ્યું અને કહ્યું ઓકે ડૉક્ટર. ધ્રુવ, નીલા , રાજેશ અને મધુકર હોસ્પિટલની વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા. મોડી રાત્રે નર્સે આવીને કહ્યું કે પેશન્ટને ભાન આવી ગયું છે. ધ્રુવ તેની જગ્યાથી ઉભો થયો અને આઈ સી યુ માં ગયો. તે મૃણાલ પાસે ગયો અને કહ્યું સોરી મમ્મી ક્રોધાવેશમાં ભૂલી ગયો કે તું વર્ષોથી તેમની રાહ જોઈ રહી છે. હું ખુબજ નાલાયક પુત્ર છું મારે લીધે તને હાર્ટ એટેક આવ્યો . મૃણાલ કઈ બોલી નહિ ધ્રુવ બોલતો રહ્યો કે તમે કહેશો તેમજ થશે.આટલા વરસનો ક્રોધ તો મારા મનમાં તો હોય ને. હું ફરી કોઈને કઈ નહિ કહું. મૃણાલને આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ફક્ત એટલું કહ્યું કે તું તેમને માફ ન કરી શકે. ધ્રુવે કહ્યું કે તું કહે છે તો માફ કરી દીધા બસ હવે તે આપણી સાથે રહેશે. પણ તમે હવે કોઈ જાતનું ટેંશન લેશો નહિ. મૃણાલનો ચેહરો ખીલી ઉઠ્યો, તેણે પોતાના પુત્ર પ્રત્યે અભિમાન થયું કે તેનો પુત્ર કેટલો સમજદાર અને સરળ સ્વભાવનો છે . બીજે દિવસે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. મધુકર હવે તેમની સાથે રહેવા લાગ્યો. ધ્રુવે ભલે મૃણાલ સામે કહ્યું કે તેણે તેના પિતાને માફ કરી દીધા પણ તે તેમને માફ કરી શક્યો ન હતો. રાજેશે ધ્રુવને મળીને મધુકરની સાધુ બનવાની અને તેના પછીની ઘટનાઓ વિષે વાત કરી હતી. ધ્રુવે રાજેશને ફક્ત એટલું જ કહ્યું કે તેઓ ભલે ઘરમાં રહે પણ તેમને કહી દેજો કે મારા ધંધામાં માથું ન મારે. તે ફક્ત મમ્મીની કાળજી રાખે એટલુંજ બસ છે.

૬ મહિના સુધી તો મધુકર રિટાર્યમેન્ટ જેવી લાઈફ જીવતો રહ્યો પણ તેના અંદરના બિઝનેસમેને શાંતિથી બેસવા ન દીધો અને એક દિવસ ડિનર વખતે ધ્રુવને કહ્યું હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. મૃણાલ સામે જોયા પછી ધ્રુવે શાંતિથી કહ્યું કહો .

 

ભાગ ૧૩


મધુકરે ખોંખારો ખાધો અને કહ્યું કે માન્યું કે મેં મારા બિઝનેસમાં નુકસાન કર્યું પણ તે સમય જ એવો હતો કે કોઈ તેમાંથી બચી શક્યું ન હતું પણ તેના પહેલા મેં જે ઊંચાઈ પ્રાપ્ત કરી હતી તે ખુબ ઓછા લોકોને મળે છે.

અને જ્યાં સુધી સ્કેમની વાત છે તેમાં પણ હું આરોપી ન હતો અને માર્કેટ તૂટવાથી બધાને નુકસાન થયું હતું . પણ કોઈ તમારી જેમ પરિવારને છોડીને ભાગી નહોતું ગયું, ધ્રુવના જીભ પાર આવેલું વાક્ય ગળી ગયો. ધ્રુવે કહ્યું ઠીક છે તો તમે કહેવા શું માંગો છો? મધુકરે આગળ ચલાવ્યું કે મારા મૃત્યુ ના નાટક ને લીધે ઇન્સુરંસની જે રકમ મળી તેનાથી દેવું ભરાઈ ગયું. હું તમને છોડીને જવા નહોતો માંગતો પણ મારી મજબૂરી હતી. મૃણાલની હાજરીને કારણે ધ્રુવ શાંતિથી સાંભળી રહ્યો . આ બધી વાતો સાંભળવી તેના માટે અસહ્ય હતી. મધુકરે કહ્યું હું હરિદ્વારમાં પણ આશ્રમને જે ઊંચાઈ પણ લઇ ગયો તે આસાન ન હતું . મેં મારી કારકિર્દીમાં જે શિખરો સર કાર્ય છે તે કોઈ સામાન્ય વ્યક્તિ માટે અસંભવ છે. મને અહીં આવ્યાને ૬ મહિના થઇ ગયા ઓલ મોસ્ટ રિટાયરમેન્ટવાળી લાઈફ જીવી રહ્યો છું, જયારે હજી મારામાં એટલી શક્તિ છે કે હું નવો બિઝનેસ ઉભો કરી શકું અથવા ચાલતા બિઝનેસને નવી ઊંચાઈ પર લઇ જઈ શકું. તો મારી તને રિકવેસ્ટ છે કે તું તારા મોલમાં મને કોઈ જવાબદારી આપ અથવા મને થોડી લોન આપ જેથી હું પોતાને બીઝી રાખવા ધંધો કરી શકું. થોડીવાર માટે જમવાના ટેબલ પર શાંતિ છવાઈ ગઈ. ફક્ત છરી કાંટાનો અવાજ આવી રહ્યો હતો. ધ્રુવ ખાસીવાર સુધી કઈ બોલ્યો નહિ તો મૃણાલે કહ્યું દીકરા તારા પપ્પા તને રિકવેસ્ટ કરી રહ્યા છે, તો જવાબ તો આપ. ધ્રુવે કહ્યું કે તેમણે આજ દિવસ સુધી ઘણું કામ કર્યું છે હવે આરામ કરવો જોઈએ. અને તે મારા પિતા છે કોઈ નાનો ધંધો કરે તો માર્કેટમાં મારુ નામ ખરાબ થાય અને તે મોલમાં નાનું કામ કરે તે પણ ન શોભે. અને અત્યારે મેનેજર લેવલની કોઈ પોસ્ટ ખાલી નથી તો તેમને કયું કામ સોંપવું. મધુકરે કહ્યું કે હું તો ફક્ત પોતાને બીઝી રાખવા માટે કામ માંગી રહ્યો છે તારે ત્યાં જગ્યા ન હોય તો ક્યાંક નોકરી ગોતું. મૃણાલે કહ્યું કે આવડા મોટા મોલમાં પોતાના પિતાને ન સમાવી શકે?


ધ્રુવે કમને કહ્યું કે ઠીક છે મમ્મી હું જોઉં છું શું થઇ શકે છે.પછી જમવાનું પતાવી પોતાની રૂમમાં ગયો અને નિધિ ને પોતાના ખોળામાં લીધી અને તેની સાથે રમવા લાગ્યો. નીલા કામ પતાવીને રૂમમાં આવી અને ધ્રુવ ને પૂછ્યું કે તમે પપ્પાને મોલમાં કોઈ જવાબદારી આપવાની ના પડી . અને મને ખબર છે ત્યાં સુધી આપણે ત્યાં પરચેઝ મેનેજરની પોસ્ટ ખાલી પડી છે. તને ખબર નહિ પડે . પપ્પાને હું મમ્મી કરતા વધારે ઓળખું છું . તને શું લાગે છે મારા પપ્પા ભોળા અને સરળ હોવાનો દેખાવ કરે છે તેવા જ છે. મેં શેર બજારની તે વખતની ઘટના અને અને હરિદ્વારમાં ખરેખર શું થયું હતું તેની તપાસ કરાવી હતી. મને ખબર છે હકીકતમાં શું થયું હતું. હું ફક્ત મમ્મીના લીધે ચૂપ છું બાકી મેં તેમને આ ઘરમાં એન્ટ્રી પણ ન આપી હોત.આ બધું ટેંશન તું ન લઈશ. તું તારું ધ્યાન નિધિ માં પરોવ બાકી હું જોઈ લઈશ. નીલા એ પૂછ્યું શું થયું હતું હરિદ્વાર માં તે તો કહો. ધ્રુવે કહ્યું કે તું આ બધું નહિ પૂછ અને હા ખુબ સિરિયસ વાત હોત તો મેં તને કહી હોત.


બીજે દિવસે સવારે ધ્રુવના પહેલા મધુકર તૈયાર થઈને બેઠો હતો. તેમને તૈયાર થએલા જોઈને ધ્રુવે પૂછ્યું ક્યાંક બહાર જાઓ છો કે ? તો મધુકરે કહ્યું ના હું તારી સાથે મોલમાં એવું છું ભલે અત્યારે કોઈ જવાબદારી નથી પણ એમજ બપોર સુધી બેસીશ અને પાછો આવી જઈશ. ધ્રુવે મમ્મી સામે જોયું અને કહ્યું ભલે. આજે એક મહત્વની મિટિંગ હતી. ધ્રુવ પહોંચ્યા પછી ૧૧ વાગે મિટિંગ શરુ થવાની હતી . મિટિંગ હતી ગાંધીનગરમાં મૃણાલ'સ ની બ્રાંચ શરુ કરવા માટેની . ગુજરાતના પ્રવાસન મંત્રી પણ તેમાં હાજર રહેવાના હતા. ધ્રુવે કહ્યું હાલ તમે મોલમાં ફરો હું મિટિંગ પતાવું છું. મધુકરે કહ્યું આવડી મોટી વ્યક્તિ સાથે મિટિંગ તું એકલો કઈ રીતે કરશે હું હાજર રહીશ તો તને ફાયદો થશે. ધ્રુવે કહ્યું ઘરે મમ્મીની હાજરી ને લીધે કઈ નથી કહેતો પણ તમે મારા કામમાં દખલ ન કરો તો સારું. તમે અત્યારે મોલમાં ફરો અને બિઝનેસ સમજો. અને પછી જોઈશું તમને કઈ જવાબદારી સોંપવી. તેમ કહીને ધ્રુવ મિટિંગ રૂમમાં ગયો .


ભાગ ૧૪


ધ્રુવની મિટિંગ સફળ રહી. ગુજરાત સરકારે તેને જમીન અને બાકી બધી પરમિશન ૧૫ દિવસમાં આપવાનું વચન આપ્યું. છેલ્લા ૬ મહિનાથી તે ગાંધીનગરમાં મિટિંગ કરી રહ્યો હતો અને આજે ફાઇનલ મિટિંગ હતી.

હવે આગળની પ્રોસિજર માટે તેણે ગુજરાત જવાનું હતું . મિટિંગ પુરી થયા પછી આ જાણકારી તેણે તેના સ્ટાફને આપી અને બધાનું મોઢું મીઠું કરાવ્યું , તે આખા દેશમાં મૃણાલ'સ ખોલવા માંગતો હતો. મધુકરે તેને અભિનંદન આપ્યા અને કહ્યું મને તારા પર ખુબ ગર્વ છે. મધુકર બપોરે નીકળી ગયા પછી તેણે તેના સેક્રેટરીને પૂછ્યું પપ્પા ક્યાં ક્યાં ગયા હતા ? તેણે કહ્યું સર તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં બેઠા હતા. ત્યાં બેસીને ફક્ત હિસાબ જોયો. ધ્રુવે કહ્યું તેમણે કઈ કહ્યું. ના તમે મિટિંગમાં હતા ત્યાં સુધી હિસાબ જોયો અને પછી તમને મળીને નીકળી ગયા કોઈ પ્રોબ્લેમ તો નથી ને ? ધ્રુવે કહ્યું ના ના કોઈ પ્રોબ્લેમ નથી. હું તો અમસ્તું જ પૂછતો હતો. સાંજે જમવાના ટેબલ પર મધુકરે કહ્યું તારે ત્યાં પરચેઝ ડિપાર્ટમેન્ટમાં કોઈ સક્ષમ વ્યક્તિ નથી તો તું કહે તો ત્યાંનું કામ હું સંભાળું. ધ્રુવે કહ્યું ના તમે સેલ્સ ડિપાર્ટમેન્ટ નું કામ કાજ જોજો, પરચેઝ મેનેજર માટે મેં એડ આપેલી છે, બહુ જલ્દી તે પોસ્ટ પર યોગ્ય અને અનુભવી વ્યક્તિ આવી જશે. મધુકરે તેના ધારદાર કટાક્ષ પછી કોઈ આર્ગ્યુમેન્ટ ન કરી. રાત્રે સૂતી વખતે મધુકરે મૃણાલને કહ્યું ધ્રુવને મારી લાયકાત પર ભરોસો નથી લાગતો. મૃણાલે કહ્યું તેવું કઈ નથી, નહિ તો તે તમને સેલ્સનું કામકાજ જોવાનું શું કામ કહેત. મધુકરે કહ્યું તું કહે તો તે મને પરચેઝની જવાબદારી આપશે . આજે એકાઉન્ટ ચેક કરતા ખબર પડી કે તે સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને તેની સર્વિસ પાછળ ધૂમ ખર્ચો કરે છે હું જો ત્યાં બેસું તો તેણે સીધો ૧ કરોડનો ફાયદો કરાવી શકું અને લાંબાગાળે લગભગ ૨ થી ૫ કરોડનો ફાયદો કરાવી શકું. મૃણાલે કહ્યું મને ધંધામાં ખબર ન પડે પણ ધ્રુવને બરાબર પડે છે એટલે હું હવે તેને કઈ કહેવાની નથી એટલું કહીને સુઈ ગઈ.


એક મહિનો મધુકરે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કાઢ્યો પણ તે કામ તેને રસ વગરનું લાગતું હતું. હજી સુધી પરચેઝ મેનેજરની પોસ્ટ ખાલી હતી. તે અમુક વખતે ત્યાં જઈને બેસતો અને ઇન્સ્ટ્રક્શન આપતો. ત્યાંના સ્ટાફ ને ખબર હતી કે તે મોટા શેઠ છે એટલે તે કહે તે પ્રમાણે કરતા અને તેનો ફાયદો પણ થતો. મધુકરે તેમણે કહ્યું હતું કે ધ્રુવને એવું દેખાડજો કે આ નિર્ણય તમારો હતો .ધ્રુવને ૧ મહિના માટે ગુજરાત જવાનું હતું તેથી તેણે બધી જવાબદારી તેના જનરલ મેનેજરને આપી. તેના ગયાના બીજાજ દિવસથી મધુકરે પરચેઝમાં બેસવાનું ચાલુ કર્યું. નવા સ્વિમિંગ પુલ માટેના ક્વોટેશન આવ્યા હતા. અમુક ઇલેક્ટ્રિકલ ઇક્યુપમેન્ટ જર્મની થી મંગાવવાના હતા પણ જર્મન કંપનીનો રેટ ખુબ ઊંચો હતો તેથી મધુકરે ચીનની કંપનીને ઓર્ડર આપવાનું કહ્યું. પરચેઝ એકઝીકયુટીવ હતો તેણે કહ્યું કે સરે કહ્યું છે કે જર્મન કંપનીને ઓર્ડર આપવાની છે. મધુકરે કહ્યું અત્યાર સુધી મેં જે કોઈ સલાહ આપી છે તેનો ફાયદો જ થયો છે ને ? મારી નિર્ણય ક્ષમતા પર ભરોસો રાખ. જર્મન કંપની કરતા ચીનની કંપનીનું મટેરીયલ ૩ ગણું સસ્તું છે અને ક્વોલિટી એક સરખી છે અને સાથે સર્વિસ પણ ફ્રી છે જયારે જર્મન કંપની સર્વિસ માટે પણ હેવી ચાર્જ લગાવવાની છે. ધ્રુવનું પૂર્ણ ધ્યાન ગાંધીનગરના પ્રોજેક્ટમાં હોવાથી તેને આ ઇન્ફોરમેશન કોઈએ આપી નહિ અને સ્વિમિંગ પુલ તૈયાર પણ થઇ ગયો. ખુબજ આધુનિક પ્રકારનો સ્વિમિંગ પુલ બનાવ્યો હતો. તે ફક્ત એન્ટરટેઇન્મેન્ટ માટેજ નહિ પણ સ્પર્ધા માટે પણ વપરાવવા લાગ્યો. ૧ વરસ માં તો ત્યાં સ્ટેટ લેવલની તરણ સ્પર્ધા રમવા લાગી.

ધ્રુવે નવો પ્લાન બનાવ્યો અને પાછળની ખુબ મોટી જમીન ખરીદી ત્યાં એક આધુનિક સ્ટેડિયમ બનવાનો પ્લાન કર્યો. જેમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સનું આયોજન થઇ શકે.

 

ભાગ ૧૫


ધ્રુવના ઇન્વેસ્ટરોને ધ્રુવની બિઝનેસ સેન્સ પર ખુબ વિશ્વાસ હતો તેથી તેમણે ગાંધીનગર અને સ્ટેડિયમ પર ખુબ મોટી રકમ ઈન્વેસ્ટ કરી. બધાએ તેની ખુબ તારીફ કરી પણ ફક્ત રાજેશે તેને ચેતવ્યો કે જરા ધીમો પડ. એક ટાઈમે એક જ પ્રોજેક્ટ કર જેથી તું પૂર્ણ રીતે તેમાં ધ્યાન આપી શકે. ધ્રુવે કહ્યું ચિંતા ન કરો અંકલ હું બંને જગ્યાએ પહોંચી વળીશ. રાજેશે શાંતિથી પૂછ્યું અને તારો મોલ તેના તરફ ક્યારે ધ્યાન આપીશ ? ધ્રુવે કહ્યું તેની ચિંતા નથી ત્યાં જેને જનરલ મેનેજર રાખ્યો છે તે સક્ષમ છે. સ્ટેડિયમનું કામકાજ પણ શરુ થઇ ગયું. મધુકર પરચેઝમાં હંમેશાની જેમ મનમાની ચલાવતો હતો.


એક દિવસ મૃણાલ'સના સ્વિમિંગપુલ તરણસ્પર્ધા શરુ હતી અને અચાનક પાણીમાં કરંટ આવ્યો અને તેમાં રહેલા પાંચ સ્પર્ધકના મૃત્યુ થયા અને ૫ સ્પર્ધક ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. ત્યાં હાજર રહેલા લોકોને ખબર ન પડી કે આ કેવી રીતે થયું? તરત એમ્બ્યુલન્સ બોલાવાવમાં આવી અને થોડીવારમાં પોલીસ આવી. સ્પર્ધાના આયોજકોએ એફ આઈ આર દાખલ કરી. થોડીજ વારમાં ન્યુઝ ચેનલોના પત્રકારોના ધાડા મૃણાલ'સમાં ઉતરી આવ્યા. સાંજ સુધી તો આખા ભારતમાં આ એક્સીડેન્ટની ખબર પડી હતી. સ્ટેટ લેવલ ના ૫ તરણવીરોના મૃત્યુના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ધ્રુવ ગાંધીનગરથી સાંજે જ પહોંચી ગયો. પત્રકારો તેને વીંટળાઈ વળ્યાં અને જવાબ માંગ્યો પણ તે જવાબ આપી શક્યો નહિ થોડી વાર પછી પોલીસ આવીને તેને પોલીસ સ્ટેશન લઇ ગયા. સ્ટેટ લેવલની સ્પર્ધા હોવાથી ગૃહમંત્રી એ તેની દખલ લીધી અને ડી વાય એસ પી રેન્ક ના બે પોલીસને ઘટનાની તપાસ કરવા મોકલ્યા . ધ્રુવે પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું કે આ કેવી રીતે બની ગયું તેની મને ખબર નથી ? છતાં આ ઘટનાની જિમ્મેદારી મારા શિરે છે, હું તપાસમાં પૂર્ણ રીતે સહકાર આપીશ. પોલીસ અધિકારીએ કહ્યું આ ઘટના ખુબ જ ગંભીર છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારો મોલ પણ સીલ કરવામાં આવશે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે ક્યાંય બહારગામ જવાનું નથી .


બીજે દિવસે મુંબઈની પોલીસ ટિમ આવી ગયી અને બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અને તપાસ કરી ત્યારે ખાબર પડી કે પુલના ડ્રેઇનજમાંથી એક વાયર પસાર થતી હતી તેનું આવરણ ખુલ્લું પડી ગયું હતું તેના લીધે પાણીમાં કરંટ આવ્યો હતો અને ઈ એલ સી બી સમય પર ટ્રીપ નહોતું થયું . અને તેનું મુખ્ય કારણ લો ક્વોલિટી મટેરીયલ હતું .પરચેઝ એકઝીકયુટીવને બોલાવવામાં આવ્યો અને તે વિષે પૂછપરછ કરતા ખબર પડી આ તેને મધુકરની સલાહ પર કર્યું હતું . મધુકરની પૂછપરછ કરતા તેણે કહ્યું કે મેં ફક્ત સલાહ આપી હતી માનવું ન માનવું તેના પર હતું. મધુકરનો જવાબ સાંભળી પરચેઝ એકઝીકયુટીવ વિનય સમસામી ગયો તેણે કહ્યું હું તો તમને પિતાની જેમ માનતો હતો પણ તમે આ રીતે હાથ ઉપર કરી દેશો તેની ખબર ન હતી. વિનયને અરેસ્ટ કરવામાં આવ્યો સાથે ધ્રુવને અરેસ્ટ કરવામાં આવ્યો. સ્વિમિંગ પુલ સીલ કરી દેવામાં આવ્યો. ધ્રુવ જામીન લઇ બહાર આવ્યો અને વિનયને પણ જામીન પર છોડાવ્યો. મૃણાલ'સ ખુલ્યું હતું પણ ત્યાં સુધીમાં એટલી બદનામી થઇ ગઈ હતી કે હવે ત્યાં ગણ્યાગાંઠ્યા લોકોજ ત્યાં આવતા હતા. સ્ટેડિયમના પ્રોજેક્ટના ઇન્વેસ્ટરોએ આગળ નાણાં ધીરવાની ના પડી અને આપેલા નાણાં પાછા માગ્યા. ગુજરાત સરકારે તેના ગાંધીનગરના પ્રોજેક્ટની પૂર્ણ તપાસ કરવા પંચ નિમ્યું . ધ્રુવ બધી બાજુથી ફસાઈ ગયો હતો તેના માથે કેસની લટકતી તલવાર અને કરોડોનું દેવું. તે પોતાની બધી પ્રોપર્ટી પણ વેચી દે તો પણ તે ભરાઈ શકે તેમ ન હતું ઉપરાંત મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા રમતવીરોના પરિવારોને વળતર તરીકે મોટી રકમ આપી ચુક્યો હતો.


આ બધી ઘટના પાછળ એક જ વ્યક્તિ જવાબદાર હતી તે હતા તેના પિતા મધુકર. તેણે આ ઘટનાની પૂર્ણ તપાસ પ્રાઇવેટ ડિટેકટિવ પાસે પણ કરાવી હતી અને જે વાતો બહાર આવી હતી તેનાથી તે હલી ગયો હતો.

૨ મહિના નીકળી ગયા ઘટનાને તેના પર પૈસા પાછા આપવાનું દબાણ વધતું જતું હતું. તેણે પોતાની પ્રોપર્ટી વેચવાનું નક્કી કર્યું પણ કોઈ ખરીદદાર મળતો ન હતો. મોલ ત્યાં સુધીમાં બદનામ થઇ ગયો હતો. રાત્રે સ્વિમિંગ પુલમાંથી ચીસો સંભળાય છે તેવી પણ વાતો ઉડવા લાગી. તેણે ઇન્વેસ્ટરોને મોલ, બંગલો અને અડધું બંધાયેલ સ્ટેડિયમ પણ તેમના નામે કરી આપવાની ઓફર કરી છતાં તેમણે નકાર આપ્યો.

એક દિવસ સાંજે તેણે પોતાની રૂમમાં પિસ્તોલ પોતાના માથે મૂકીને આત્મહત્યા કરી લીધી. મૃણાલ અને નીલા ધડાકાનો અવાજ સાંભળીને તેની રૂમ તરફ દોડ્યા. રૂમ પહોંચતા ત્યાંનું દ્રશ્ય જોઈને નીલા જમીન પર ફસડાઈ પડી. લોહીના ખાબોચિયા વચ્ચે ધ્રુવનો દેહ પડ્યો હતો. ત્યાં બાજુમાં એક સુસાઇડ નોટ પડી હતી. અને એક ચાવી.

  

ભાગ ૧૬


મધુકર આ ઘટના વખતે બહાર હતો. મૃણાલના હોશકોશ ઉડેલા હતા . વોચમેને ફોન કરીને પોલીસ બોલાવી. નીલા હજીયે બેહોશ હતી. પોલીસે આવીને તેની નાડી ચેક કરી પણ ધ્રુવ મૃત્યુ પામી ચુક્યો હતો .પોલીસ અધિકારીએ ટેબલ પર મુકેલી ચિઠ્ઠી ઉપાડી અને વાંચી અને જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેના ભવાં ખેંચાતા ગયા. ચિઠ્ઠી આ પ્રમાણે હતી.


પ્રિય મમ્મી , હું આ ફાની દુનિયા છોડીને જાઉં છું કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય પણ મારા કેસમાં ઉલટું થયું, હું તો કછોરું ન થયો પણ મારો બાપ કમાવતર થઇ ગયો. મારી બરબાદી માટે પૂર્ણ રીતે મારા પિતા મધુકર પાઠક છે. તેમને મારી મમ્મી સામે જેટલા ભોળા હોવાનો દેખાવ કર્યો એટલા ભોળા કદી નહોતા. સ્ટોક માર્કેટ ક્રેશમાં જેટલા જિમ્મેદાર હર્ષદ મહેતા એટલાજ મારા પિતા પણ હતા. તેમને પણ ખોટી રીતે ટ્રેડિંગ કરીને માર્કેટને ફુલાવ્યું હતું ઉપરાંત તેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે જે પૈસા આવતા હતા તે અંડરવર્લ્ડ ના હતા . તેમણે અંડરવર્લ્ડને શરૂઆતમાં ખુબ પૈસા કમાવી આપ્યા પણ સ્ટોક માર્કેટ ક્રેશ વખતે અંડરવર્લ્ડના બધા પૈસા ડૂબી ગયા તેથી તે આત્મહત્યાનું નાટક કરીને ભાગી ગયા. તેમનું લક્ષ્ય ફક્ત પૈસા કમાવવા તેવું હતું તેમાં નીતિનિયમ ને કોઈ સ્થાન નહોતું . આશ્રમમાં પણ તેના ગુરુ ને પણ ખબર હતી અને મારા પિતાને પણ ખબર હતી કે બંને સાચા સાધુ નથી. અંડરવર્લ્ડથી કોઈ ભાગી નથી શકતું તેમ મારા પિતા પણ પકડાઈ ગયા. તેમણે ધીરે ધીરે પૈસા પાછા આપવાનું વચન આપ્યું. મારા પિતા એ ૪૦ કરોડનું નુકસાન કર્યું હતું, પણ છોટા શકીલે તેમની પાસે ૧૦૦ કરોડ માગ્યા, ન આપે તો મારી નાખવાની ધમકી આપી. તેમના ગુરુથી છુપાવીને ઘણી બધી રકમ તે આપતા ગયા અને ગુરુના મૃત્યુ પછી તો તેમને પુરી છૂટ મળી ગઈ હતી પણ તેઓ ગોલમાલ કરી રહ્યા છે તે વાતની ખબર તેજોમયાનંદને પડી ગઈ તેથી તેણે ખુલાસો માંગ્યો તો પિતાએ કહ્યું કે જો તે આ વાત કોઈને કહેશે તો તેઓ તેનું સેક્સ સ્કેન્ડલ વિષે બધાને કહી દેશે. જો કે તેજોમયાનંદ ચૂપ નહોતો રહ્યો અને તેણે આ વાત સત્યાનંદને કરી જે ખરા અર્થમાં સાધુ હતો તેણે મારા પિતા પાસે હિસાબ માંગ્યો અને કહ્યું કે હિસાબ ન આપી શકતા હો તો આશ્રમ છોડી દો. તેથી તેમણે પત્રકાર સાથે મળીને આશ્રમમાં ચાલતું સેક્સ સ્કેન્ડલ ઉજાગર કર્યું જેથી તેમની કરતૂત છુપી રહે પણ આ બધામાં તેઓ એક વાત ભૂલી ગયા કે તેઓ એજ ડાળ કાપી રહ્યા છે જેના પર તેઓ બેઠા હતા . આશારામ બંધ થઇ ગયો અને એકાઉન્ટ પણ સીલ થઇ ગયું હવે મારા તરફ આવવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નહોતો. પોતાને લાચાર અને પીડિત દેખાડવા અડધું પડધું મુંડન પણ પોતે કર્યું અને કપડાં પણ કોઈ ભિખારી પાસેથી માંગીને લીધા હતા. મારા ત્યાં રહ્યા પછી પણ તેઓ અંડર વર્લ્ડ ના કોન્ટાક્ટ માં હતા પણ હવે તેમની પાસે પૈસા ન હતા તેથી પહેલા મારી પાસે ધંધા માટે પૈસા માગ્યા પણ તે માટે મેં ન પડતા મોલમાં જવાબદારી માંગી જેથી આગળ જઈ મોટો હાથ મારી શકાય. તમારા હાર્ટ એટેક ના જોખમ ને લીધે હું તમને કહી ન શક્યો કે હું તેમને ઘરમાં પણ રાખવા માંગતો નથી અને તમે ધંધામાં લેવાનું કહો છો . તેમણે સ્વિમિંગ પૂલના મટેરીઅલ પર્ચેસિંગમાં કટકી કરી. તેમાં પણ તેમણે ૨૦ લાખ જેટલી કમાઈ કરી પણ તેમને મોટી રકમ જોઈતી હતી તે માટે બધો કારભાર તેમને પોતાના હાથમાં જોઈતો હતો. તે માટે મને હટાવવા એક્સીડેન્ટની યોજના બનાવી જેથી મને જેલ થઇ જાય અને પિતા હોવાને બહાને બધો કારભાર તેમના હાથમાં આવે. અને આ ઘટનામાં મારા માથે એટલું બધું દેવું કરી દીધું કે હવે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો ન હતો. આ બધી વાતો જીવતેજીવ તો કદી તમને કહી ન શક્યો હોત. સાથે લોકરની ચાવી છે જેમાં મારા પિતાના અને અંડર વર્લ્ડના સંબંધો, બેંક ટ્રાન્ઝેક્શનની ડિટેઈલ્સ, કોલ ડિટેઈલ્સ બધુજ છે જે મારા પિતાને સજા કરાવવા પૂરતા છે.


પ્રિય નીલા , હું તારો ખુબ મોટો ગુનેગાર છું કારણ તું હંમેશા મારી પાછળ ઉભી રહી પણ હું કદી તારી તરફ પૂર્ણ રીતે ધ્યાન ન આપી શક્યો. મેં તને વાયદો કર્યો હતો કે આપણે ફોરેનમાં હનીમૂન કરીશું પણ તે વાયદો પણ અધૂરો રહી ગયો. મેં તારા માટે જોયેલા સપના અધુરાજ રહી ગયા. ઈચ્છા હતી તારી સાથે ફ્રાન્સમાં ફરવાની રિવોલવિંગ રેસ્ટોરન્ટમાં રોમેન્ટિક ડીનર લેવાની , પહાડો પર ફરવાની, ક્રુઝમાં ફરવાની બધીજ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ પણ ચિંતા ન કરતી આવતા જન્મમાં આપણે ફરી મળીશું અને તે વખતે પહેલા આ બધી ઈચ્છાઓ પુરી કરીશું . આશા છે તું મને સમજી શકીશ.

 

-ધ્રુવ પાઠક


આટલી ચિઠ્ઠી વાંચીને પોલિસ અધિકારીએ ઉપર જોયું અને પૂછ્યું " મધુકર ક્યાં છે ?" પોલિસે ચિઠ્ઠી મૃણાલના હાથમાં આપી તેણે વાંચવાનું શરુ કર્યું. નીલાને બાજુની રૂમમાં સુવાડી હતી તે હજી ભાનમાં આવી ન હતી. ચિઠ્ઠી વાંચ્યા પછી સમજી શકતી નહોતી કે શું કહેવું અને શું કરવું . ડૉક્ટર આવી ગયા હતા અને તેમણે નીલાને તપાસી અને મૃણાલને કહ્યું કે નીલાનું મૃત્યુ થઇ ગયું છે તેના મગજમાં નસ ફાટી જવાના લીધે બ્રેઈન હેમરેજ થયું અને મૃત્યુ થઇ ગયું. મૃણાલના માથે આભ તૂટી પડ્યું એકજ દિવસમાં તેના દીકરા અને વહુનું મૃત્યુ થઇ ગયું. નીલા કદાચ ચિઠ્ઠી વાંચ્યા વગર જ સમજી ગઈ હતી કે હવે મિલન આવતા જન્મમાં જ થશે એટલેજ ધ્રુવની પાછળ તરત જ જતી રહી. મધુકર બહારથી આવ્યો એટલે તેણે એરેસ્ટ કરવામાં આવ્યો અને ત્યાં સુધીમાં રાજેશ પણ આવી ગયો હતો . તેણે મૃણાલને એક રૂમમાં બેસાડી બાકી પોલીસ પ્રોસિજર પુરી કરાવી. બીજે દિવસે ધ્રુવ અને નીલાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. મુખાગ્નિ બધી રીતરસમોને તોડીને મૃણાલે આપ્યો. મધુકર પર કેસ ચલાવવામાં આવ્યો . કેસ પૂર્ણત્વની આરે હતો છેલ્લું મધુકરનું સ્ટેટમેન્ટ બાકી હતું તે સાંભળવા મૃણાલ ખુદ કોર્ટમાં આવી હતી .


ભાગ ૧૭


જજે મધુકરને કહ્યું તમારા વિરુદ્ધ બધા આરોપ સાબિત થયા છે હું ફાઇનલ જજમેન્ટ આપું તેના પહેલા તમારે તમારી સફાઈમાં કઈ કહેવું છે. મધુકરે કહ્યું મારા પર ના કોઈ આરોપોનું હું ખંડન કરવા નથી માંગતો અને હું નિર્દોષ છું તેવું પણ કહેવા નથી માંગતો. હા પણ તમારી રજા હોય તો હું બધાની સામે મારી પત્નીને જરૂર કઈ કહેવા માંગુ છું . જજે પરમિશન આપી. મધુકરે ઊંડો શ્વાસ લીધો અને શરુ કર્યું .

મૃણાલ તું મારી જિંદગીમાં આવી તે મારી સદ્નસીબી હતી. હું તારે લાયક હતો કે નહોતો તે હું નથી કહી શકતો. એટલું જરૂર કહીશ કે જીવનમાં મેં તારા સિવાય કોઈને પણ પ્રેમ નથી કર્યો. હું મિડલ ક્લાસમાં જન્મેલો વ્યાપારીનો પુત્ર જે નાની ચાલીમાં રહેતો હતો. હું મુંબઈની કોલેજમાં ભણવા માંગતો હતો પણ મારા પિતાની એટલી હેસિયત નહોતી. હું મારા પૈસાદાર મિત્રોને જયારે પાર્ટી આપતા કે પીકનીક કરતા કે બહાર ફરવા જતા જોતો ત્યારે મને મારી ગરીબી પ્રત્યે ઘૃણા થતી. હું પૈસાદાર બનવા માંગતો હતો અને ત્યાં મને હર્ષદ મહેતા નામનું તરણું મળ્યું. મને મારો માર્ગ મળી ગયો હતો . મારે પૈસાદાર બનવું હતું અને એટલા પૈસાદાર કે મન થાય ત્યારે વિદેશમાં ફરવા કે ખરીદી કરવા જઈ શકાય. હું શ્રીમંત બન્યો પણ ખરો પણ તેમાં મારા હાથે એક ભૂલ થઇ ગઈ. બેન્કોએ જયારે વધુ ધિરાણ આપવાની ના પડી ત્યારે મેં અંડરવર્લ્ડ પાસેથી ધિરાણ લીધું. મોટી રકમ કોઈ વ્યાપારી આપવા ન માંગતો હતો અને હું તે વખતે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા માંગતો હતો. પણ હર્ષદ ભાઈની સ્કેમ બહાર આવ્યા પછી માર્કેટ તૂટી ગયું અને હું બરબાદ થઇ ગયો. મારો મોટો દાવ ઊંધો પડી ગયો હતો . જો મેં અંડરવર્લ્ડ પાસેથી ધિરાણ ન લીધું હોત તો મારે ક્યાંય ભાગવાની જરૂર નહોતી. શેરબજાર તૂટી ગયા પછી અંડરવર્લ્ડ પાસેથી પૈસા માટે પ્રેશર આવવા લાગ્યું અને થોડા સમય પછી ધમકીઓ મળવા લાગી મને અને પરિવારને ખતમ કરવાની, તેથી મેં વિચાર કર્યો કે જો હું અહીંથી જતો રહું તો મારો પરિવાર સુરક્ષિત રહેશે તેથી હું ભાગી ગયો, આત્મહત્યા કરવાનું નાટક કરીને. હું બુઝદિલ હતો તેથી આત્મહત્યા પણ ન કરી શક્યો. જો મેં તે વખતે આત્મહત્યા કરી હોત તો આજે તને આ દિવસ જોવો ન પડત. હરિદ્વારમાં હું શાંતિથી રહેતો હતો અને તમારી ભાળ પણ મેં લીધી હતી. મારા ગયા પછી તું જેવી રીતે એકલી લડી અને ધ્રુવનો જે રીતે ઉછેર કર્યો તે માટે મારા મનમાં ખુબ માં છે. તું કદાચ બીજા લગ્ન કરી શકત પણ તે મને જીવંત માનીને બીજા લગ્ન ન કર્યા. ૧૦ વરસ પછી તે લોકોને મારી ભાળ મળી અને ફરી પાછું મારા પર પ્રેશર આપવાનું શરુ કર્યું. ત્યાં મેં જે કર્યું તેના માટે મને કોઈ પછતાવો નથી તેઓ એજ લાગના હતા. તેઓ ધર્મના નામે ધંધો કરતા હતા અને તેની આડમાં ગોરખધંધા ચલાવતાં હતા. ત્યાંથી અહીં આવ્યા પછી પણ હું તેમની વોચલિસ્ટમાં હતો અને ધ્રુવ હવે શ્રીમંત થઇ ગયો હતો તેથી મારા પર પ્રેશર વધાર્યું. મારી હિમ્મત નહોતી ચાલી કે હું તને કે ધ્રુવને ખુલીને કઈ કહું, તેથી મેં મારી રીતે પ્રબંધ કરવાનો વિચાર કર્યો . મેં વિચાર કર્યો કે જો થોડા પૈસા ભેગા થાય તો હું ફરી પાછા શેરબજારમાં ઈન્વેસ્ટ કરું અને ફરી પાછો મારા જુના સ્વરૂપમાં આવી જાઉં . તેથી મૃણાલ'સના સપ્લાયરને સાધીને ઓર્ડર અપાવવા કટકી માંગી જે મને મળી પણ ખરી.


અને જ્યાં સુધી સ્વિમિંગ પૂલની ઘટનાની વાત છે મને ખબર નહોતી કે આટલો મોટો એક્સીડંટ થઇ જશે મને હતું કે થોડો કરન્ટ પાસ થયા પછી ઈ એલ સી બી ટ્રીપ થઇ જશે અને નાનો એક્સીડંટ થશે અને ધ્રુવને નાની સજા થશે. મને પૈસા ફક્ત શેરબજારમાં લગાવવા માટે જોઈતા હતા. જે થયું તેના માટે મને દુઃખ છે.


દુનિયાનો સૌથી મોટો ભાર પુત્રની લાશનો હોય છે પણ અહીં તો તેનું મૃત્યુ મારા લીધે થયું છે તો તેનાથી મોટો ભાર શું હોઈ શકે અને આ ભાર લઈને હું જીવવા નથી માંગતો . જજ સાહેબ હું મારા માટે ફાંસીની સજા માંગુ છું. મૃણાલ શાંતિથી બધી વાત સાંભળતી રહી. મધુકરના મૌન થયા પછી મૃણાલે કહ્યું જજસાહેબ જો તમારી રજા હોય તો હું મારા પતિને કઈ કહેવા માંગુ છું.


મૃણાલે કહ્યું કે હું તમને જે સજા મળે તે ફાંસી કે ઉમરકેદ મને હવે કોઈ ફરક નથી પડતો . હું તો ઈચ્છીશ કે તમને ઉમરકેદની સજા મળે જેથી તમે જિંદગીભર પસ્તાવો કરો . અને એક સજા હું તમને અત્યારેજ આપું છે એટલું કહીને મૃણાલે પોતાના માથેથી ચાંદલો ભૂંસી નાખ્યો અને ગળામાંથી મંગલ સૂત્ર ઉતારી લીધું અને કહ્યું હવે હું વિધવા તરીકેજ જીવીશ, એટલું કહીને કોર્ટમાંથી નીકળી ગઈ. મધુકરને શું સજા મળી તે સાંભળવા પણ ઉભી ન રહી .

 

બે મહિના પછી

 

નાની દુકાનમાં મૃણાલ નાની નિધિને લઈને બેઠી હતી. થોડીવારમાં એક ઘરાક આવ્યો એટલે નિધિને ખુરસીમાં બેસાડી ઉભી થઇ અને પૂછ્યું " શું આપું ભાઈ ?"

 

સમાપ્તRate this content
Log in

Similar gujarati story from Tragedy