Kalpesh Patel

Inspirational

4.8  

Kalpesh Patel

Inspirational

નિશબ્દ -ઘટિત ઘટનાઓના સંસ્મરણો

નિશબ્દ -ઘટિત ઘટનાઓના સંસ્મરણો

3 mins
618


ક્યામસ બાવા મર્યા ત્યાં સુધી ‘કંજૂસ ક્યામસ ’ તરીકે જ ઓળખાતા રહ્યા !

ક્યામસ બાવાએ નવસારી ગામમાં એર કંડિશનિંગ સર્વિસિંગનો ધંધો શરૂ કર્યો ત્યારથી તે મર્યા ત્યાં સુધી લોકોએ તેને કોઈએ પણ નિરાંતે જીવતા જોયા નથી. બાવાનો સાદો નિયમ એક જ હતો કે ખુદા જે હાલતમાં રાખે તેમાં પૂરી વફાદારીથી જીવવું અને જે માસીએ ક્યામસને મોટો કર્યો હતો, તે માસીની કાળજી લઈ તેની દીકરીના દીકરાને ભણાવીને મોટો કરીને ઉપકારનો બદલો વાળવો. આ માટે ક્યામસે લગ્ન પણ કર્યાં ન હતાં. બે જોડી ખાકી કપડાં ના પેન્ટ શર્ટ , માસી જે આપે તે ખાવાનું તેમજ અને રોજ જગન્નાથના મંદિરે સાઇકલ ઉપર જઇ હાથીને કેળાં ખવડાવવા તે સિવાય કોઈ ખર્ચો નહીં લોકોને આની પાછળ પણ તેની કંજુસાઈ દેખાઈ અને પછી તો 'કંજૂસ ક્યામસ'નું બિરુદ જડબેસલાક થઇ ગયું હતું. ક્યામસ બાવાજી ખપ પૂરતું બોલતા તેથી કોઈને કોઈ દિવસ વાત કરેલી નહીં તેથી લોકોને વતું કરવા પુરતો ખોરાક મળી રહેતો.

ક્યામસ પારસી હોવાને નાતે રોજ આગિયારીએ જવું એ જીવનક્રમ ખુબ જ નિયમિત હતો. દરરોજ વર્કશોપમાં જઇ ઘરાકનું આવેલ કામ પૂરી વફાદારીથી કરવું, વ્યાજબી મજૂરી સિવાય ખોટા એક પૈસાની પણ આશા રાખવી નહીં, દર મહીને માસીને નિયત તારીખે પૈસા આપતા રહેતા અને રોજ એકવાર જમતા સાંજે કોઈ પણ એક ફ્રૂટ ખાતા અને રાત્રે ખુદાનો શુક્ર માનીને સુઈ જવું. નવસારી ગામના સામાન્ય લોકો ક્યામસની આવું અસામાન્ય જીવન સમજી શકે તેમ ન હતાં. નવસારીના અન્ય લોકો એમજ માનતા જ હતાં કે કંજૂસ ક્યામસ માત્ર પૈસાનો જીવ છે ! બધાને અફસોસ એ વાતનો હતો કે આ બાવાજી આખરે બધું કોના માટે ભેગું કરતો હશે ?

ક્યામસ વિચારતો કે માસીનો દીકરો મહેરનોસ મેડીકલનું તેનું છેલ્લું વર્ષ પૂરું કરી નાખે એટલે ખુદાનો આભાર ! માસાઈ ભાઈને ડોક્ટર બનાવવામાં ક્યામસ સાવ નંખાઈ ગયો હતો. છતાં પારસી આગિયારીએ બંદગી કરવા જતાં તેવીજ નિયમિતતાતી બહેનને પૈસા મોકલવામાં રહેતા હતાં. પોતાને 'કંજૂસ ક્યામસ’ કહેતા ગામલોકોમાં કોઈક અટકચાળો બોલતો પણ ખરો ,… પારસી એટ્લે “અર્ધા ગાંડા અને અર્ધા વાંઢા”. પરંતુ બાવાજી એ કદીએ એક પણ શબ્દ તે અટકચાળાના પ્રતિકાર કરવા માટે શબ્દ વાપર્યો નહોતો. લોકો, કદાચ ઓછું બોલવાની આ બાબત માટે પણ તેની કંજુસાઈને જવાબદાર માનતા હશે ? ખુદા જાણે !

જે દિવસે માસીનો દીકરો ડોક્ટર થયો તે સમાચાર મળ્યા તે દિવસે બપોરે કોણ જાણે કેમ પણ બિચારા ક્યામસ બાવાનું આજ પર્યંત નિયમિત ઘક ઘકતું કરતું 'હાર્ટ’ ખોટકાઈ ફેઈલ થઇ ગયું. કંજૂસ તરીકે પંકાયેલા ક્યામસ પોતાની પાછળ કેટલું મૂકતા ગયા છે તે જાણવા ગામલોકો તલપાપડ હોઇ તેમના વર્કશોપ ઉપર ભેગા થવા લાગ્યા.

ગામમાં જ રહેતી તેની એકમાત્ર માસી રડતી-ફૂટતી ક્યામસની વર્કશોપ ઉપર પહોંચી. લોકોની ભીડ અડસેલી ખુરશી ઉપર ક્યામસના નિશ્ચેતન દેહ પાસે ગઈ. તેના ભણીયાના એક હાથમાં કલમ હતી, અને બીજો હાથ ખુરશીની ગાદી નીચે દબાયેલો હતો, તે હાથમાં એક કાગળની કાપલી હતી .

ક્યામસને આજે સવારે જગન્નાથના મંદિરેથી હાથીને કેળાં ખવડાવી સાયકલ ઉપર પાછા વળતાં છાતીમાં દુ:ખાવો શરૂ થયો હતો અને વર્કશોપે આવી ,તેણે તે લખેલી હતી. તેમાં ક્યામસ બાવાજીએ લખ્યું હતું:

“મારે કોઈની સાથે લેણદેણ નથી. માત્ર આજે હું આગિયારીએ જઇ જરદોસજીની બંદગી કરી શક્યો નથી, જો કોઈ બંદો મારા નામે તે કરી દેશે તો હું તેનો શુક્ર ગુજાર થઈશ. મારા ખાતાની બધી રકમ હું જગન્નાથના મંદિરના હાથી માટેના ભંડારામા મળે તેમ તજવીજ કરવા વિનંતી કરું છું. મા સમાન મારા મસીને ખુદા હાફીઝ….” બાવાજીનું વસિયતનામું જાણવા આવેલા લોકોનાં મસ્તક બંદગી કરતાં કોય હોય તેમ કેટલીય વાર સુધી ઝૂકેલાં જ રહ્યાં તેમાં પેલો અટકચાળો પહેલી હરોળમાં હતો પણ આજે તે “નિશબ્દ” હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational