N.k. Trivedi

Fantasy

2.9  

N.k. Trivedi

Fantasy

વીસ વર્ષ પછીનો દિવસ કે ભાવીની એક કલ્પના

વીસ વર્ષ પછીનો દિવસ કે ભાવીની એક કલ્પના

3 mins
40


માણસ આજે દ્વિધ્ધામાં હતો, ડરેલો હતો, ગડમથલમાં હતો, ગુસ્સામાં હતો. આજે એને એવી લાગણી થઈ કે માણસે માનવ જાત માટે મોટામાં મોટો ગુનો કરી નાખ્યો છે. બન્યું એવું કે માણસે રોબોટને કોઈ કાર્ય માટે હુકમ કર્યો તો રોબોટે માણસને સામો હુકમ કર્યો અને ચેતવણી આપી કે આજથી તમારે માણસજાતે અમારા હુકમ માનવાના અને અમે જે નિયમ કરીએ તેનું ચુસ્ત પાલન કરવાનું. આ સાંભળી માણસ દિગ્મૂઢ થઈ ગયો, એને રોબોટનું પ્રોગ્રામિંગ ચેક કર્યું તો પ્રોગ્રામિંગ કોડ બદલાઈ ગયો હતો, એક બીજા રોબોટે એક બીજાના પ્રોગ્રામિંગ કોડ બદલી નાખ્યા હતા જેની જાણ માણસને નહોતી. હવે માણસ રોબોટ પાસે લાચાર થઈ ગયો હતો.

માણસ વિચારમાં પડી ગયો સાલું આ તે કેવું, "મેરી બિલ્લી ઓર મુજે મ્યાઉ." મેં પહેલો રોબોટ બનાવ્યો ત્યારે ખુશ થયો, સુધારો કર્યો તો વધારે ખુશ થયો, એમ આગળ વધતો ગયો અને વધુને વધુ ખુશ થતો ગયો.પછી વિચાર આવ્યો કે માણસની જેમ વિચાર કરી શકે, નિર્ણય લઈ શકે, સલાહ સુચન કરી શકે, ટૂંકમાં માણસની પ્રતિકૃતિ જેમજ કાર્ય કરી શકે એવો રોબોટ બનાવું. માણસ વિચારતો ગયો, સુધારતો ગયો, અને અંતે માણસની પ્રતિકૃતિ જેવો રોબોટ બનાવી નાખ્યો. આજે એ જ રોબોટે માણસને ગુલામ બનાવી દીધો. માણસને સમજાયું નહીં કે ભુલ ક્યાં થઈ, હવે તો પરિસ્થિતિ એવી બની ગઈ કે માણસે રોબોટ બનાવામાં ક્યાં ભૂલ કરી એ ભૂલને શોધવાનું કામ પણ રોબોટને જ સોપાવું પડશે.

માણસો હાંફળા ફાફળા થઈ અહીં તહીં દોડતા હતા, બધાના હાથમાં સસ્તાથી માડી મોંઘમાં મોંઘા મોબાઈલ, લેપટોપ વગેરે હતા. પણ બધા ટેલિફોનની લેન્ડલાઈન વાળા ટેલિફોન વાળુ ઘર શોધતા હતા. બન્યું એવું કે ભયંકર વરસાદ અને વાવાઝોડાને લીધે વીજળી જતી રહી હતી, મોબાઈલ ટાવર અને નેટ વર્ક ઠપ હતું, મોબાઈલ ફોન ક્યાંય લાગતા નહોતા, બધાને ઘરે સંદેશા પહોંચાડવા હતા પણ નિસહાય હતા અને એટલે લેન્ડ લાઈન નેટ વર્ક શોધતા હતા, જે કદાચ ચાલુ હોય. ભાગ્ય જોગે એક જગ્યા એ લેન્ડ લાઈન વાળો ફોન મળી ગયો,

બધા એક પછી એક ફોન કરવા લાઈનમાં ગોઠવાઈ ગયા. મોબાઈલતો બેટરી પુરી થઈ જતા ડીસચાર્જ થઈ ગયા હતા. ફોનનો માલીક બધાને નંબર પૂછતો ગયો કોઈને નંબર યાદ નહોતા, છેલ્લાં માણસે ખિસ્સામાંથી ડાયરી કાઢી નંબર આપી ઘરે વાત કરી, કારણ કે તેની પાસે મોબાઈલ ફોન નહોતો, પણ સામાન્ય ડાયરીમાં નંબર લખેલા હતા. ફોનના માલિકે બધાને પૂછ્યું કે આમ કેમ, બધા કહે કારણ કે અમને મોબાઈલના ટચ સ્ક્રીન સિવાય બીજા કોઈ નમ્બર યાદ રાખવાની ટેવ નથી, જે ભૂલ આજે સમજાણી.

પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી લાઈન હતી, એવું નહોતું કે એકજ પેટ્રોલ પંપ ઉપર લાઈન હતી, બધા પંપ ઉપર લાઈન હતી, કારની, સ્કુટરની, ટ્રકની અને ખાલી કેનને લઈને માણસો ઉભા હતા. પણ પેટ્રોલ આપવામાં રેશનિંગ પદ્ધતિ હતી, વાહન પ્રમાણે નિયમ પ્રમાણે પેટ્રોલ આપવામાં આવતું હતું, આમ થવાનું કારણ હતું કે પેટ્રોલનો જથ્થો લગભગ બેફામ વાપરવાથી ખાલી થવામાં હતો, થોડા સમય પછી એવું પણ બને કે વાહનોના પૈડાં સ્થંભી જાય. લોકો ચિંતામાં હતા,

ખેડૂતો ગાડા રીપેર કરાવા લાગ્યા, સાયકલ રીપેરીંગવાળાને ત્યાં પહેલા ધંધો નહોતો, આજે તેની પાસે વાત કરવાનો સમય નહોતો. વળી ઘોડાગાડી વાળા ઘોડાની સંભાળ લેવા લાગ્યા. ઘોડાને પણ નવાઈ લાગી હશે કે માલીકને આટલો પ્રેમ કેમ ઉભરાય ગયો. ઘોડાગાડીનું રિપેરિંગ કરવા અને શણગારવા લાગ્યા જાણે તેઓના જુના દિવસો પાછા આવ્યા. બધા, ભય અને ચિંતામાં હતા પણ આધુનિકતામાં એટલા આગળ વધી ગયા હતા કે હવે પાછા વળવાની જગ્યા જ નહોતી, એક જ વાત હતી હવે શું થશે. પણ પેટ્રોલ વગર તો નહીં ચાલે અને ઉપયોગ પણ ઘટી શકે તેમ નથી, કારણ કે જિંદગી જ તેના ઉપર આધારિત થઈ ગઈ છે.

આ તો થોડી જ કલ્પના છે, માનો કે મળતી બધી જ સગવડતા વિશે વિચારીએ અને જો તે ન મંળે તો શું થાય એ વિચારીએ તો તો મગજ શૂન્ય થઈ જાય.

જવા દયો ને, નથી વિચારવું મારે શુ ? પડશે એવા દેવાશે. બધાનું થશે એ મારું થશે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy