N.k. Trivedi

Abstract Inspirational

3.0  

N.k. Trivedi

Abstract Inspirational

ઉકળતી હિમનદી

ઉકળતી હિમનદી

6 mins
187


અમર અને સીમા બંને પ્રેમી પંખીડા હતા. સ્કૂલથી જ બંને વચ્ચે પ્રણય અંકુર ફૂટી ચુક્યા હતા, સાથે ભણતા, બાગ બગીચામાં ફરતા અને એક બીજાના ઘરે પણ જતા, આવતા, ખૂબ મોજ મસ્તી કરતા, જાણે બંને એક બીજાને પુરી રીતે સમજી ચુક્યા હોય, જન્મોજન્મ સાથી હોય. બંનેના ઘરનાને પણ આ સંબંધ સ્વીકાર્ય હતો, અને બંનેના અભ્યાસ પૂરો થયે લગ્ન બંધનમાં બાંધી દેવાના હતા. અમર અને સીમા ખુશ હતા.

જે દિવસની અમર અને સીમા રાહ જોઈ રહ્યાં હતા એ દિવસ આવી ગયો. અમર અને સીમાના લગ્ન સંપન્ન થઈ ગયા. લગ્નમાં આવેલ આમંત્રિત મહેમાનો ચાલ્યા ગયા હતા. અમરના મિત્રો આજે અમરને છોડવાના મૂડમાં નહોતા. અમર તેના મિત્રો સાથે સીમાના વિચારમાં બેઠો હતો. પરણિત મિત્રોમાંથી કોઈ ને કોઈ મિત્ર અમરને આમ કરજે ને તેમ કરજે એવી સલાહ સૂચન આપી મજાક, મશ્કરી કરી રહ્યા હતા. અમર બધાં સાથે કમને દેખાવની મસ્તી મજા લૂંટી રહ્યો હતો. તેનું શરીર મિત્રો પાસે હતું, મન તો ક્યારનું સીમા પાસે પહોચી ગયું હતું. તેને જલ્દીથી સીમા પાસે જવાની ઈચ્છા હતી પણ મિત્રો છોડતા નહોતા. મિત્રોને અમરને હેરાન કરવાનો અને મસ્તી- મજાક કરવાનો મોકો જવા દેવો નહોતો. આવા જ હાલ સીમાના હતા. સીમા પણ નણંદોથી અને સખીઓથી ઘેરાઈને બેઠી હતી,. તેણે જલ્દી અમર પાસે પહોચી જવું હતું. પણ કોણ જાણે સીમા આજે મનનાં છુપા ડરથી મૂંઝાયેલી હતી, ગભરાયેલી હતી.

રતીક્રીડાના રૂપને સજીને બેઠેલા રૂમમાં દાખલ થતા અમરે કહ્યું,"સીમા, આખરે આપણી પ્રતિક્ષા પુરી થઈ અને આપણે લગ્નના અતૂટ બંધનમાં જોડાય ગયા." સીમાએ અમરના શબ્દો સાંભળ્યા હતા, પણ સીમા ચૂપ રહી. અમરે ફરી કહ્યું, "સીમા, કઈક તો બોલ, બસ આજે આપણે ખૂબ મોજ મસ્તીને વાતો જ કરવી છે. સીમા, તું ચૂપ કેમ છો ? તબિયત તો સારી છે ને ?"

 અમરે ઘીમેથી હળવા પગે સીમા પાસે જઈ મોઢા ઉપરથી પાનેતરનો છેડો દૂર કરી એકદમ પોતાની બાહોમાં જકડી લીધી. બે પળ પછી સીમા ચીસ પાડી, અમરથી અળગી થઈ દોડીને ધ્રૂજતી ધ્રૂજતી ખુરશીમાં બેસી ગઈ. અમર હતપ્રદ થઈ ગયો. તેને સમજાયું નહીં કે સીમાને એકાએક શું થયું. અમરે સીમાને પાણી આપ્યું. થોડેક દૂર બેસી પ્રેમથી ધીમા અવાજે પૂછ્યું, "હવે કેમ છે ?" "મને સારું છે પણ બહુ ઊંઘ આવે છે. હું થાકી ગઈ છું. મારે સુઈ જવું છે". અમર મેચ્યોર્ડ અને સમજુ હતો. "સારું તું આરામ કર, આપણે કાલ વાત કરીશું. આપણી પાસે આખી જિંદગી વાતો અને પ્રેમ કરવા માટે પડી છે. હું પણ થાકી ગયો છું. હું તેને આ વાત કહેવાનો જ હતો."

અમર, વિચારમાં પડી ગયો કારણ કે તે સીમાને ઘણા વર્ષોથી જાણતો હતો. બંને ખુબ સાથે ફર્યા હતા પણ કદી સંયમની રેખા ઓળંગી નહોતી. અમરને વિચાર આવ્યો કે જેમ મને આજે મારા પરણિત મિત્રો એ જાત જાતની વાતો કરીને, સલાહ સૂચનો આપીને મૂંઝવ્યો હતો તેવું સીમા સાથે તો નહી બન્યું હોય ને ? સીમાનાં મનમાં તેની સહેલીઓએ કલ્પિત ભય તો ઊભો કરી દીધો નહી હોય ને ? અને સીમાની પ્રતિક્રિયા તેનું પરિણામ હોય. આજનો બનાવ તેના માટે આશ્ચર્યજનક હતો. કારણ કે ભૂતકાળમાં આવું વર્તન સીમાએ ક્યારેય કર્યું નહોતું. ક્યારેક અમરે આવેશમાં આવીને સીમાને બાથમાં ભીડી દીધી હતી, હળવું ચુંબન પણ કર્યું હતું. ત્યારે સીમાએ પણ એજ પ્રતિક્રિયા આપી હતી. અમર વિચારમાં પડી ગયો કંઈક તો ગરબડ છે. મારે સીમા સાથે સરળતાથી અને સહાનુભુતિ આગળ વધવું પડશે. અમરે, તેના સાઈક્રિયાટિસ્ટ ડોક્ટર મિત્રને બનાવની વાત કરી. “તું એમ કર કાલે ભાભીને લઈને આવ. તારે ભાભીને આવી કોઈ વાત કરવાની નથી. ફક્ત મને મળવા સિવાય કઈ ન કહેતો. હું તને લીલી ઝંડી ન આપું ત્યા સુધી તું શાંતિ રાખજે. હું ભાભી સાથે મારી રીતે વાત કરી લઈશ, તું ચિંતા ન કરતો.

“અમર, ભાભી એકદમ નોર્મલ છે. ચિંતાજનક કોઈ વાત નથી. પણ તે જે વાત કરી એ પ્રમાણે મારા મતે ભૂતકાળમાં કોઈક ખરાબ બનાવ ભાભી સાથે બન્યો હશે. અને તેનો ડર ભાભીનાં મનમાં બેસી ગયો છે જે તેને તારી પ્રતિક્રિયાથી યાદ આવી ગયો. એટલે આંતરિક છુપા ડરથી ડરીને ભયભીત થઇ ગયા હતા. તું એમ કર કોઈક હિલ સ્ટેશન ઉપર હનીમૂનનો પ્રોગ્રામ બનાવ અને ધીમે ધીમે તારી કોઈ ચેષ્ટા કે પ્રતિક્રિયા સિવાય તેનાં મનમાં બેસી ગયેલા ડરનું કારણ જાણ. બીજી એક મહત્વની વાત વાતચીતનો દોર શરુ રાખજે પણ તને એમ લાગે કે હવે અહીયા અટકી જવું પડશે તો વાતની બીજી તરફ વળી દેજે. તું શારીરિક સંબંધમાં આગળ વધવા માટે તારા તરફથી કોઈ ચેષ્ટા ન કરતો, ભાભીને ધીમે ધીમે આગળ વધવા દેજે એટલે મારું જે અનુમાન છે એવું જો ભૂતકાળમાં ભાભી સાથે બન્યું હશે તો એ ડર ભાભીના મનમાંથી નીકળી જશે. “વિશ યુ ઓલ ધ બેસ્ટ.”

અમરે, માઉન્ટ આબુમાં સારી હોટલમાં રુમ બુક કરાવી, હોટલવાળાને સૂચના આપી હતી કે અમે હનીમૂન માટે આવીએ છીએ એટલે તે પ્રમાણે રુમની સઝાવટ કરે. હોટલવાળાએ હનીમુન સુટને અનુરૂપ રૂમમાં વ્યવસ્થા ગોઠવી દીધી હતી. રૂમમાં ઝાંખી પણ રોમેન્ટિક મૂડ વધારતી રંગબેરંગી લાઈટ હતી. રૂમમાં માદક અત્તરની સુગન્ધ ફેલાયેલી હતી.સીમા રૂમમાં દાખલ થઇ, રુમની સઝાવટ જોઈને ખુશ થઈ ગઈ.

અમરે સીમાનો રોમેન્ટિક મૂડ જોઈને પૂછ્યું, "સીમા, એક વાત પૂછું. આપણી પ્રથમ રાત્રિ પછીથી તું મૂંઝાયેલી, ડરેલી અને કંઈક ભયભીત લાગે છે. વાત શું છે ? આપણા પ્રેમ લગ્ન છે પણ તું આપણા લગ્નથી ખુશ તો છો ને ?"

"અમર એવી કોઈ વાત નથી. હું તો આપણા લગ્નથી ખુબ ખુશ છું,..પણ"...."હા, કેમ અટકી ગઈ. તારી જે કંઈ તકલીફ હોય, મનમાં કોઈ બાબતનો ડર હોય, જે હોય તે, તું મને નિશ્ચિંત થઈને કહે. હું અત્યારે પણ તારી સાથે છું. અને ભવિષ્યમાં પણ તારી સાથેજ રહીશ".

“અમર, અમારું સંયુક્ત કુટુંબ છે. એટલે ઘરમાં કેટલાય મહેમાનો અને સંબંધીઓનો આવરો, જાવરો રહે. અમારા ઘરે ક્યારેય કોઈને એકલા રહેવાનો પ્રસંગ ન બને કારણ કે કોઈક ને કોઈક તો ઘરમાં સાથે હોયજ. પણ એક વખત એવું બન્યું કે ખૂબ જ નજીકના સંબંધીને ત્યાં પ્રસંગે બધાંને જ જવાનું હતું. ધાર્મિક પ્રસંગ હતો. પણ મને અડચણ આવી ગઈ. ધાર્મિક પ્રસંગ હોવાથી હું જઈ શકું તેમ નહોતી એટલે હું ઘરે એકલી રહી. સવાલ ફક્ત સવારથી સાંજ સુધીનો હતો એટલે કઈ ચિંતા જેવું નહોતું.

હું, ઘરે એકલી હતી. એક પરિચિત સંબંધી આવ્યા. એ વારંવાર અમારે ઘરે આવતા હતા. હું તેને ઓળખતી હતી. ચિતાનું કે બીજું કઈ વિચારવાનું કોઈ કારણ નહોતું એટલે હું તેમને આવકાર આપી, ડ્રોઈંગ રુમમાં બેસાડી, અંદર તેમના માટે ચા બનાવા ગઈ. તેણે અચાનક મારી પાછળ આવી મને એકદમ બાથ ભીડી દીધી. મેં છૂટવા ખૂબ પ્રયત્ન કર્યા પણ એ મારી કરતા મજબૂત હતા. મારે તેની સાથે બહુ ઝપાઝપી થઈ અંતે મેં ચીસા ચીસી કરી મૂકી એટલે બીકથી મને છોડી એ ભાગી ગયા. હું બારણું બંધ કરીને ક્યાંય સુધી ખૂબ રડી....ઘરનાને વાત કરી. તેની સાથે ખૂબ મોટો ઝગડો થયો.એ આવીને મારી માફી માંગી ગયા. પણ એ બનાવ પછી મારા મનમાં છૂપો મારા ડર પેસી ગયો. હું રૂમમાં આવતા પણ ડરતી હતી. તે પ્રેમથી મને તારી બાહોમાં જકડી, પણ ભૂતકાળના બનાવથી મનમાં ઘૂસી ગયેલા કલ્પિત ભય અને ડરથી હું ચીસ પાડી તારાથી અળગી થઈ ગઈ. વાત કરતા કરતા સીમા રડવા લાગી. અમરે તેને રડવા દીધી અને...સીમા...રડતા રડતા સૂઈ ગઈ. અમરને સીમાના મુખ પરથી કલ્પિત ભયની છાયા હટી ગઈ લાગી.

બીજે દિવસે સવારે સીમા ઊઠી ત્યારે ફ્રેશ હતી. સીમાએ રૂમ સર્વિસમાં સર્વ કરવામાં આવેલી ચામાંથી અમરની પસંદગીની ચા બનાવી કપ લઈને અમર પાસે આવી. “અમર તારો ખૂબ ખૂબ અભાર. જો તું મને ન સમજ્યો હોત તો મારું શું થાત ? તું મારા માટે શું વિચારત ?

સીમા, મેં કઈ નથી કર્યું. મારો મિત્ર સાઈક્રિયાટિસ્ટ છે. તેની પાસે તારી જેવા ભૂતકાળમાં કોઈની સાઝિશ કે અનિચ્છનીય બનાવોના ભોગ બન્યા હોય એવા કેસ આવતા હોય છે. મેં તેને આપણી પ્રથમ રાતના બનાવની વાત કરી એટલે એ સમજી ગયો. અને અહીયા આવવાનો, તારી સાથે મુક્ત મને વાત કરવાનો પ્રોગ્રામ બનાવ્યો. સીમા આપણા સમાજમાં આ એક ખામી છે જે પીડિત છે તેને સહાનુભુતિ, સહકાર કે આશ્વાસન આપવાના બદલે આપણે તે જ આ ઘટના માટે કારણભૂત હોય એવું વર્તન કરીએ છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract