N.k. Trivedi

Action Inspirational Children

2.0  

N.k. Trivedi

Action Inspirational Children

બ્લેક બોર્ડ ને ચોક સ્ટીક

બ્લેક બોર્ડ ને ચોક સ્ટીક

3 mins
183


પટેલ સાહેબ ક્લાસરૂમમાં દાખલ થયા એમણે જોયું કે બ્લેક બોર્ડ ઉપર કંઈક લખ્યું છે. .."ત્યાં લખ્યું હતું, સાહેબ આપે ગઈ કાલે જે પ્રયોગ સમજાવેલ એ આજે ફરી સમજાવશો, એવી વિનંતી છે."

 "સરસ, આ કોણે લખ્યું છે ?" કોઈ કઈ બોલ્યું નહીં. "કઈ વાંધો નહીં. હું આજે ફરી એ પ્રયોગ સમજાવીશ, પછી આગળનો અભ્યાસ શરૂ કરીશું. તમારો થોડો સમય વધારે લઈશ". પટેલ સાહેબ વિજ્ઞાનનાં શિક્ષક હતા, કડક, શિસ્તમાં માનવાવાળા પણ સરળ હૃદયનાં હતા. જરૂર પડે ઠપકો આપતા પણ કડક સજા ક્યારેય કોઈ વિદ્યાર્થી ન કરતા. આજે પાછો પિરિયડ પૂરો થયા પછી નીચે પડેલ નાના મોટા ચોક સ્ટીકનાં ટુકડા વિપુલે વીણી લીધા.

રોજ કોઈને કોઈ પિરિયડમાં આવી સૂચના લખતા. માનોને શરૂઆતની સાચી વાત હસી મજાક બની ગઈ અને તેની સજા પણ ભોગવવી પડી. પટેલ સાહેબતો સરળ હૃદયનાં હતા, પણ ચૌહાણ સાહેબ ગુજરાતીનાં શિક્ષક હતા, ને ખૂબ કડક. તેના પિરિયડમાં બ્લેક બોર્ડ ઉપર લખ્યું...કે..."હા, પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે....એ સમજાતું નથી ફરી સમજાવવા વિનંતી"

"વાહ ખૂબ સરસ"... "ત્રણ",--"ત્રણ".. વખત સમજાવવા છતાં આપશ્રીઓને સમજાતું નથી એમ આ બ્લેક બોર્ડ ઉપરનું લખાણ કહે છે."...એમ કહી..ખુરશી ઉપર બેઠા..."હવે મને એ કહો કે આ કોણે લખ્યું છે ?" જો પટેલ સાહેબ હોત તો ગમે તે ઊભો થઈ લખવાનો જશ ખાટી જાત. પણ, આ તો ચૌહાણ સાહેબ, કોઈ ઊભું ન થયું કે કોઈ બોલ્યા નહીં. "કઈ વાંધો નહીં હું આ લખનારને શોધી લઈશ."

"મનુ",..."સાહેબ મેં નથી લખ્યું", "તો તેનો અર્થ સમજાવ." મનુએ જેવો આવડે તેવો અર્થ સમજાવ્યો.

 "વિપુલ"..."સુમન"...."રીટા"..."ઉષા"...એક પછી એક નામ આવતા ગયા. બધા જેવું આવડે તેવું સમજાવતાં ગયાં. 

"બસ, હવે મને લાગે છે કે મોટા ભાગનાને તો સમજાય ગયું લાગે છે."

ચૌહાણ સાહેબનો પિરિયડ પૂરો થયો... બધા...જ્યાં..હાશકારો અનુભવતા ત્યાં સાહેબે કહ્યું.

 "અનુ",.."વિપુલ"..."જીતુ" અને "અજય" મને રિસેસમાં મળજો, તમારું..કામ છે"..અને બધા સમજી ગયા કે...ચૌહાણ સાહેબની ચકોર નજરે અનુ, જીતુ, વિપુલ અને અજયને પકડી પાડ્યા. બાકીનાં બધાં વિદ્યાર્થીએ કહ્યું અમે તો તમને ના કહેતા હતા, માનતા નહોતા, એક જાતની રમત થઈ ગઈ હતી તમારે લોકોને. હવે ભોગવો સજા.

"અનુ..વિપુલ...જીતુ...અજય...તમને બ્લેક બોર્ડ ઉપર લખવાનો બહુ શોખ છે, ત્યાં પહોંચતા નેવાના પાણી મોભે ચડે છે એ ખબર છે ? એ તમારે જાણવું પડશે."

"સાહેબ, અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો..હવે આવા તોફાન નહીં કરીએ".

એક શરતે તમને ચારેયને માફી આપું,પાંચમી સપ્ટેમ્બરે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે એ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે દિવસે તમારે ચારેયે એક એક વિષય પસંદ કરી પિરિયડ લેવાનો છે એટલે તમને બ્લેક બોર્ડ અને ચોક સ્ટીકની પૂરેપૂરી ઓળખાણ થઈ જાય. અને વગર વિચાર્યે ચોક સ્ટીક અને બ્લેક બોર્ડ ઉપર લખાણ કરીએ તો શું થાય એ સમજાય. 

"બોલો છે સજા મંજૂર ?" હા, પાડવા સિવાય અનું, વિપુલ, જીતુ અને અજય પાસે કોઈ વિકલ્પ નહોતો, બ્લેક બોર્ડ અને ચોક સ્ટીકનો પૂરેપૂરો સંબંધ અને કવિ કલાપીની પંક્તિ પણ બરોબર સમજાઈ ગઈ હતી. ચારેયે નક્કી કર્યું હવે પછી આ અખતરો નહીં કરવાનો. ચાલો આટલી સજાથી જ પત્યું.


Rate this content
Log in

Similar gujarati story from Action