કડી
કડી
કડી
રાત્રિના અઢી વાગ્યા હતા. હવેલીમાં અજબ શાંતિ પથરાઈ ગઈ હતી. દીવાલની બાજુએ ટાંગેલી જૂની ઘડિયાળમાં લોલક સુઈ “ટિક…ટિક…” કરતાં એક પ્રકારનું અંધારું ગીત ગાતું હતું
એ સમયે “ઠૂક… ઠૂક… ઠૂક…”
દરવાજા પર કોઈએ ત્રણ વાર થપથપાડી.
મુરલી ચોંકી ગયો. આબુ ની જૂની હવેલીમાં તે એકલો ચોકી માટે રહેતો હતો. શહેર બહાર મગાશર મહિના ની રાતે બહાર કોઈ હોવાની શક્યતા જ નહોતી. હવેલીમાં ન બેલ, ન કોઈ ફોન, ન કોઈ બીજું બોલવા વાળું. ઉનાળા માં મુંબઈ થી છત્રપાલ શેઠ આવે ત્યારે ઘમ ઘમાટ — બાકી પક્ષી નો શોર અને પવન નો થપથપાટ.
પહેલી વાર એને લાગ્યું કે કદાચ પવન હશે અને દરવાજે કડુ હલ્યું હશે.
પણ ફરી અવાજ થયો —
“ઠૂક… ઠૂક… ઠૂક…” આતો ચોખ્ખો કોઈ દરવાજો કડા થી ઠોકતું હતું.
આ વખત ઉંચો. જાણે લય બદ્ધ ઝબકારા સાથે કોઈ લાયમાં હાથથી દરવાજે કડુ વાગતું હોય એમ.
મુરલી ના હાથમાં આબુ ની કાતિલ ઠંડી મા પણ પસીનો. તેણે ફાનસની વાટ સંકેરી અને ધીમે ધીમે દરવાજાની તરફ ગયો.
દરવાજાની બીજી બાજુથી કોઈ શ્વાસ લેતું હતું , ભારે, જૂનો થાકેલો શ્વાસ…
“કોણ છે?”
મુરલી એ ત્રાસ ભરેલી નજરે પૂછ્યું.
ચુપ્પી.પણ દરવાજા પાછળ થી એક થાકેલો અવાજ આવ્યો,“ખોલી દે… હું પાછી આવી છું”
મુરલી નું હૃદય ધબકતું ગયું. તે અવાજ ઓળખી શકાય એવો હતો — બાર વર્ષ પહેલા આ હવેલીમાં જેને આપઘાત કરેલ હતો… , તે રુપલી રબારણ નો હતો .
બાર વર્ષ પહેલા, રુપલી ની લાશ આ જ હવેલી નાં દરવાજાની બહાર આવેલ આઉટ હાઉસ પાસે કુવા માંથી હતી, આંખો ફાટેલી .પોલીસ ને કોઈ કડી મળી નહિ, અને શેઠની વગ ને ભીનું સંકેલી કારણે માનસિક સ્થિતિ કે અંગત ગાંડપણ નું કરણ.”ગણી પોલીસએ કેસ બંધ કરી દીધો હતો
પણ રુપલી પરિવારનાં લોકો કહેતા, તેમની દીકરી અવગતે ગઈ છે.
“રુપલી નો આત્મા હજુ કોઈ રાતે દરવાજા પર આવે છે.”
મુરલી એ દરવાજે કાન મૂકી સાંભળ્યું. પવન નહીં. માનવીનું નહીં. કંઈક બીજું.
અજાની ઘભરાટ.
હવે નો અવાજ કડા સાથે કોઈ જાણે નખથી લાકડું ખંજવાળતું કોઈ ભૂરાયેલું પ્રાણી…
હઠાત, દરવાજો હલ્યો.
“ઠૂક…ઠૂક…ઠૂક…ઠૂક…!”
જાણે હાથ અને પગ બંને એકસાથે દવાજે થપાટ મારતા હોય એમ.

ભયથી મુરલી પાછળ સરકી ગયો.
ફાનસ લાઈટ એક જૂની ફ્રેમ પર પડી — છત્રપાલ શેઠનાં ફોટો ફ્રેમમાંથી ધૂળ સરકીને જમીન પર પડી અને પહેલી વખત ફોટામાં મોટા શેઠની આંખો,જીવતી થઈ ઝૂકી જતી જોઈ .તે ગભરાઈ ગયો...
દરવાજા પર અંતિમ, ઉગ્ર થપથપાટ,
“ઠાંઆઆઆક!!!”
અને પછી એકાએક મારક ચુપ્પી.
ઘડિયાળ નું લોલક ડોલતું બંધ થઈ ગયું .
હવે હવેલીમાં કોઈ ટિકટિક પણ નહીં.
મુરલી સિવાય કોઈ શ્વાસનો અવાજ નહીં.
મુરલીએ ધીમેથી આંગળી ફેરવી દરવાજાની કડી ખોલી …
દરવાજો ખોલવા માટે હાથ આગળ વધાર્યો,
ત્યારે જ…
તેને નીચે પગ પાસે કંઈક ઠંડી હવા નું મોજું લાગ્યું.તેની મોજા પહેરેલા પગની આંગળીઓ.ઠંડીથી ઠરી , મોજા ફાડી બહાર આવી રહી હતી.
દરવાજો હવેના થપથપાટે ખુલી ગયો હતો .
હવે કોઈ અવાજ અંદર કે … બહાર નહીં…
મુરલી રુપલી ને જીવતી જોઈ દરવાજે જ ઢળી પડ્યો.
“હું પાછો આવી ગઈ છું…”
સવારે મુરલી ની આંખ ખુલી, અને રાતની વાત સમણું સમજી કામે વળગ્યો.
ચોથે દિવસે મુંબઈ થી સમાચાર આવ્યા કે મોટા શેઠ બંગલા નાં ધાબે થી પડી ગુજરી ગયા છે
રુપલીનાં પાયલ નો રણકાર હવે મુરલીના કાનની અંદરથી પણ ગુંજી આવ્યો.
બપોરે કોઈ અંધકાર નહિ.
કોઈ દરવાજો બંધ નહિ .
અને કોઈ રહશ્ય કે પહેલી નહિ. રુપલી નાં આપઘાત ની કડી, આપોઆપ ખુલતી ગi હતી. ખુલ્લા દરવાજે અંતિમ ટકોરા નો અવાજ
“ઠૂક… ઠૂક…”
---
કેમની લગી આ થ્રિલર રીલ, કોમેંટ કરવા વિનંતી છે મિત્ર....

